ગુજરાતી ફિલ્મોની ઐશ્વર્યા ગણાતી સ્નેહલતા જીવી રહી છે આજે આવું જીવન,તસવીરો જોઈને ઓળખી નહીં શકો,જાણો હાલ શુ કરે છે…..

0
199

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.ગુજરાતી ફિલ્મોની જ્યારે પણ વાત આવે અને એમાં પણ જુના ગુજરાતી ફિલ્મો એટલે એક દસકા પહેલાના ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે તમારા મનમાં નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર જેવા અભિનેતા અને રોમાં માણેક, સ્નેહલતા જેવી હિરોઈનોના નામ યાદ આવે. જો કે આ સિતારાઓ હજુ પણ ક્યાંકને ક્યાંક જોવા મળી જ જાય છે. પરંતુ આમાંની એક અભિનેત્રી એટલે સ્નેહલતા હવે લાઇમલાઇટથી દુર છે.

આજે અમે તમારી સામે વાત કરવા ઈચ્છીએ છીએ ગુજરાતી ચિત્રપટ ની મહાન નાયિકા સ્નેહલતા વિશે. એ સમય અલગ હતો જ્યારે ગુજરાતી રંગભૂમિ પર આ મહાનાયિકાએ પોતાની કળાઓના કામણ પાથર્યા હતા.આજે લોકો જાણે કે એમને ભૂલી જ ગયા છે.

સ્નેહલતા ગુજરાતી ફિલ્મોમાં ૭૦ અને ૮૦ના દાયકામાં ખુબ જ સફળ અને લોકપ્રિય અભિનેત્રી રહ્યા હતા. એમની અને ઉપેન્દ્ર ત્રિવેદી તેમ જ નરેશ કનોડિયા જોડીએ ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.વાત કરીએ તેમના વિશે તો તેઓ આજે મુંબઈ માં બાંદ્રા વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે અને હવે ફિલ્મી જગતથી દૂર જ રહે છે. ૬૩ વર્ષીય સ્નેહલતા થોડા વર્ષો પહેલા વઢવાણમાં તેમના સગાને ત્યાં લગ્ન પ્રસંગમાં જોવા મળેલા.

તેમની એક દીકરી ડૉક્ટર છે. તેમને જ્યારે ટીવી પડદા પર પાછા ફરવાની વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે પોતે હવે કોઇપણ ફિલ્મ,ધારાવાહિક કે સિરિયલ માં કામ કરવા માંગતા નથી. હવે તે પૂરતો સમય પોતાના પરિવાર ને આપવા માંગે છે.

સ્નેહલતા હવે નિવૃત્ત જીવન ગાળે છે. એમની દીકરીનું નામ ઇન્દીરા છે અને મુંબઈમાં જ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરે છે. થોડા વખત પર એમનું અને ઉપેન્દ્ર ત્રિવેદીનું સુરત શહેર ખાતે ગુજરાતી ફિલ્મોમાં મોટો ફાળો આપવા બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય તેમ જ નાનકડાં પાત્ર અભિનય ‍(કેમિઓ રોલ) કર્યા છે.

સ્નેહલતા હવે ૬૩ વર્ષના થઇ ચુક્યા છે, થોડા સમય પહેલા તે સુરેન્દ્રનગરના વઢવાણ જીલ્લામાં તેના સંબંધીને ત્યાં લગ્નમાં મહેમાન તરીકે હાજરી આપી હતી, જણાવી દઈએ કે તેને એક ઇન્દિરા નામની દીકરી પણ છે જે ડોક્ટર છે, તે પણ આ સમયે સાથે હાજર રહી હતી. જણાવી દઈએ કે સ્નેહલતા હાલમાં એટલા બદલાઈ ગયા છે કે તેને જોઇને ઓળખવા પણ મુશ્કેલ છે.

આજથી અંદાજે 22 વર્ષ પહેલા તેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી હતી ત્યાર બાદ તે બુલાકુલ લાઇમલાઇટમાં નથી. સ્નેહલતાજી એ કહ્યું કે, “મને હવે જાહેર થવાનો વધુ મોહ નથી, હું મુંબઈના બાંદ્ર વિસ્તારમાં ફેમીલી સાથે રહું છું. કોઈ ફંક્શન કે પાર્ટીમાં જવાનું પણ ટાળું છું. હું પરિવાર સાથે ખુબ જ ખુસ છું તેમજ મારી દીકરીને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ શોખ નથી. તેથી હવે મારા પરિવારમાંથી હવે કોઈ પણ ફિલ્મોમાં આવે તેવી શક્યતા નથી.”

સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા પછી ઘણા કલાકારો સારી ઓફર મળે તો કામ કરી લેતા હોય છે પરંતુ સ્નેહલતાએ દરેક પ્રોડ્યુસરને ઓફર કરવાની જ નાં પાડી દીધી છે કેમ કે તે હવે ફિલ્મોમાં કામ કરવા માંગતા નથી. જણાવી દઈએ કે સ્નેહલતાને ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા પછી ઘણીબધી લીડ રોલની ઓફરો મળેલી પરંતુ તેને સ્વીકાર કર્યો જ નહિ. એક સમય હતો જ્યારે તે હંમેશા કેમેરા સામે રહેતા પરંતુ આજે ફોટો પડાવા પણ રાજી નથી.

ઘણી ટીવી ચેનલોમાંથી સ્નેહલતાજીને ઓછાઓમાં ઓછી 20 વખત મોટા રોલ તગડા પૈસા સાથે ઓફર થઇ ચુક્યા છે. પરંતુ સ્નેહલતાજીએ આ બઘી જ ઓફર નકારી ચુક્યા છે. એક સમયે જેઓ સતત કેમેરાની સામે રહેતા તેમને હવે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવવું નથી ગમતું.

સ્નેહલતાનું કહેવું છે કે “ફિલ્મી લાઈફમાં જેમ જુદા જુદા રોલ હોય તેમ રીયલ લાઈફમાં પણ ઘણા જુદા જુદા રોલ નિભાવવાના હોય છે તેને સારી રીતે અને નિષ્ઠાથી નિભાવવા જોઈએ. મને એ વાત યોગ્ય નથી લાગતી કે હું મારી ૬૦ વર્ષની ઉમરે ઘર છોડીને શૂટિંગ માટે જાવ, કેમ કે આ સમય પરિવાર સાથે વિતાવવાનો સમય છે જે ઉ ખુબ જ ખુશીથી વિતાવી રહી છું.”

હાલમાં સ્નેહલતા ફિલ્મોથી બિલકુલ દુર છે તેને જ્યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી છે ત્યારથી તેને એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી. જો કે આજે પણ તેના ચાહકોની સંખ્યા લાખોમાં છે. મિત્રો એ વાત થી તમે બિલકુલ અજાણ હસો કે સ્નેહલતાનો જન્મ મુંબઈમાં એક મરાઠી ફેમીલીમાં થયેલો, તેના પિતાએ એ જ તેને ફિલ્મો તરફ આવવા માટે સપોર્ટ કરેલો અને પ્રેરણા આપેલી.

જણાવી દઈએ કે સ્નેહલતા ગુજરાતી ફિલ્મો પહેલા મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, પરંતુ સૌથી વધુ કામ ગુજરાતી ફિલ્મોમાં કર્યું છે. તેને લગભગ 70માં દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મળીને અને ૮૦ નાં દસકામાં નરેશ કનોડિયા સાથે મળીને ઘણીબધી ગુજરાતી સુપરહિટ ફિલ્મો આપી છે.

70 માં દાયકામાં સ્નેહલતાએ ઉપેન્દ્ર સાથે મળીને રા’નવઘણ, શેતલને કાંઠે, વીર માંગણાવાળો, ભાદર તારા વહેતા પાણી જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે તેમેજ ૮૦ના દાયકામાં સ્નેહલતાએ નરેશ કનોડિયા સાથે ઢોલા મારું, ટોડલે બેઠો મોર, મોતી વેરાણા ચોકમાં હિરણને કાંઠે જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. સ્નેહલતાને ગુજરાતી ફિલ્મો માટે વર્ષ 2013 માં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..