ગુજરાતનું આ અનોખું ગામ જેને 3 મહિના મોડી મળી હતી આઝાદી,પણ કેમ જાણો અહીં…..

0
92

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું એક એવું ગામ કે જે દેશ આઝાદ થયા બાદ પણ તેમને આઝાદી નહોતી મળી. અને જુનાગઢ નવાબના તાબામાં આવેલું આ ગામ એટલે ગાધકડા ગામ.સાવરકુંડલા તાલુકાનું આ ઐતિહાસિક ગામ ફુલઝર નદીના કિનારે આવેલું છે. આ ગામ 14 હજારની વસ્તીની સાથે તમામ ધાર્મિક સ્થળોથી સ્થાપિત છે.

આ ગામ દેશ આઝાદ થયા બાદ પણ આઝાદી નહોતી મળી. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો અને 5 નવેમ્બર 1947 સુધી આ ગાધકડા ગામ જૂનાગઢ નવાબના તાબામાં હતું. આખરે 6 નવેમ્બર 1947ના રોજ આઝાદ થયેલા આ ગામમાં જુનાગઢ નવાબનું શાસન હતું.

આજે પણ ગાધકડા ગામમાં નવાબી કિલ્લો ગામ ફરતા કોઠા મસ્જિદ તેમજ ગામમાં પ્રવેશ કરવાના 4 પ્રવેશ દ્વાર હતા.જે આજે એક પ્રવેશ દ્વાર મોજુદ છે અને એક ખખડધજ હાલતમાં દાદરા તૂટી ગયેલ લાઇબ્રેરી છે.હવે ગાધકડા ગામની સમસ્યા અને સુવિધાઓ પર નજર કરીએ તો ગામમાં સ્કુલ છે, બેન્ક છે અને કેટલાક રસ્તાઓ સારા છે ત્યારે ગામના મોટાભાગના રસ્તાઓ ખખડધજ હાલતમાં છે.

ગામ લોકોની રજૂઆતો છતાં પણ રોડ રસ્તા બાબતે આજે પણ ગ્રામજનો પીડાઈ રહ્યા છે. ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે, ગામના ઉત્તર અને દક્ષિણ બંને દરવાજા પાસે આવેલા બંને બસ સ્ટેન્ડ ખખડધજ હાલતમાં છે અને આ ગામમાં એસટી સુવિધા પણ નથી. ત્યારે આ ઐતિહાસિક ગામમાં લોકો ખાનગી વાહનો મારફતે મુસાફરી કરી રહ્યા છે.

સમગ્ર દેશમાં આઝાદીનું પર્વ પ્રજાસત્તાક દિન મનાવાઇ રહ્યું છે ત્યારે સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર માં મને રોગીઓની સેવા કરાય છે ઉપરાંત અહીંયા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર આશ્રમ અહીંયા ૫૫ જેટલા મનોરોગી મહિલાઓ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહ્યા છે.

ત્યારે આ આશ્રમમાં માત્ર રાષ્ટ્રીય તહેવારો એટલે કે ૧૫ મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર દિનની જ ઉજવણી કરવામાં આવે છે.

અહીંયા સાવરકુંડલાના સમાજ સેવક નનકાભાઈ મૈસૂરિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું અને મનોરોગી મહિલાઓના જીવનમાં પૂર્ણ સ્થાપન કરવાના પ્રયાસ સાથે સાથે રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો પ્રયાસ છે.

માનવતાનો ધર્મ સ્વીકારી અહીંયા મને રોગીઓની સેવા કરવામાં આવી રહી છે ત્યારે આ સેવાને અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સાવરકુંડલાના હોમગાર્ડ ની ફોજ અને રાષ્ટ્રપ્રેમી લોકો ની વિશાળ હાજરી અહીંયા આવે છે.