ગુજરાત નો આ ખૂંખાર રાજા ભોજન માં ખાતો હતો ઝેર,બીજી જે ખાતો હતો એ જાણીને તમે હેરાન થઈ જશો…..

0
185

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.શું તમે સપનામાં પણ વિચારી સકો છો ક તમે એક દિવસમાં 35 કિલો જમવાનું આરોગી સકો. તમે પણ પડી ગાયનવિચારોમાં કે એક દિવસમાં આટલું બધુ કોણ ખાય સકે. આપણે કાઠીયાવાડ ની એક કહેવત પણ છે કે, ’તારે પેટ છે કે પટારો’… બસ આવું જ કઈક એક આજનિ સ્ટોરી છે જ એક દિવસમાં 35 કિલો ખોરાક આરોગી લેતો હતો. તો આવો જાણીએ આ રાજા વિશે…

દુનિયાભરમાં અનેક લોકો સ્વાદિષ્ટ ખાવાના શોખીન હોય છે. વળી, અમુક લોકો સ્વાદના નહિ પણ પેટ ભરીને ખાવાના શોખીન હોય છે.પરંતુ રોજ 35 કિલો જેટલો ખોરાક લગભગ કોઈક જ ખાઈ શકે. એવું મનાય છે કે મોટા કદના પહેલવાન લોકો કદાચ આટલો ખોરાક ખાતા હોય તો ખાતા હોય બાકી સામાન્ય લોકોનું તો આ કામ જ નથી.પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા શાસક વિષે જણાવવાના છીએ જે આરામથી રોજનો 35 કિલો જેટલો ખોરાક આરોગતા હતા અને પચાવી પણ જાણતા હતા. એટલું જ નહિ પણ તે રોજ નિયત માત્રામાં ઝેરનું પણ સેવન કરતા હતા.

આ શાસકનું નામ મહમુદ બેગડા હતું અને તેઓ ગુજરાતના છઠ્ઠા સુલતાન હતા. માત્ર 13 વર્ષની વયે રાજગાદી સંભાળનાર આ શાસકે 1459 ઈસ્વી થી 1511 ઈસ્વી સુધી 52 વર્ષ સફળતાપૂર્વક ગુજરાત પર શાસન કર્યું હતું અને આજે પણ તેને પોતાના વર્ષના સૌથી પ્રતાપી શાસક તરીકે યાદ કરવામાં આવે છે.સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧ (શાસનકાળ: ૨૫ મે ૧૪૫૮- ૨૩ નવેમ્બર ૧૫૧૧) એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના રાજ્યકર્તા સુલ્તાન હતા.

તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું. તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા. તેમના વિજયોથી, તેમણે માલવામાં તેના વિજય દ્વારા ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું.મહમદ બેગડા એ પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન” થી નવાજ્યાં. તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી. તેમણે સરખેજ, રસુલાબાદ (સાજીદે મજીલ), વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં.આ બધી તો એની પ્રાથમિક માહિતી થઈ આજે અમે તમને વાત કરવાની છી એના રોજના ખોરાક વિશે. મહમદ બેગડાને રોજનું 35 કિલો જમવાનું જોતું હતું.

મહમૂદ બેગડાનું અસલ નામ મહમુદ શાહ પ્રથમ અતું. અને તેઓએ જયારે ગિરનાર, જૂનાગઢ અને ચંપાનેરનો પ્રદેશ જીત્યો ત્યારે તેઓને ” બેગડા ” ની ઉપાધિ મળી હતી. કહેવાય છે કે ગિરનારના કિલ્લા પર બેગડાની સત્તા મળવાની સાથે ત્યાંના રાજાએ પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો અને ત્યારબાદ તેની સેનાએ મહમુદ બેગડાની સેનામાં ભળી ગઈ હતી.મહમુદ બેગડાના આકર્ષક વ્યક્તિત્વની ચર્ચાઓ આજે પણ થાય છે. તેમના વ્યક્તિત્વ અને દેખાવ વિષે કહેવાય છે કે તેઓની દાઢી એટલી લાંબી હતી કે કમર સુધી પહોંચતી હતી. એ સિવાય તેમની મૂછો પણ ઘણી લાંબી હતી અને મૂછોને તેઓ પોતાના માથા પર બાંધી લેતા હતા.

મહમુદ બેગડા વિષે સૌથી પ્રચલિત વાતો પૈકી એક વાત એ પણ છે કે તેઓ એક દિવસમાં ઓછામાં ઓછું 35 કિલો જેટલું ખાવાનું ખાતા હતા. કહેવાય છે કે તેઓના સવારના નાશ્તામાં એક વાટકો મધ, એક વાટકો માખણ અને 100 થી 150 કેળા ખાતા હતા. એટલું જ નહિ પરંતુ રાત્રીના સમયે પણ તેઓની પથારીમાં તકીયાની બન્ને બાજુ ખાવાનું રાખવામાં આવતું જેથી જો રાત્રે તેમને ભૂખ લાગે તો ખાઈ શકે.તમને કોઈ જમ્યા બાદ પાછું જમવાનું પૂછે તો તમારી ના જ હસે પણ મહમદ બેગડા બધા થી અલગ હતા જમ્યા બાદ ડિસર્ટમાં 4.6 કિલો મીઠા ભાત ખાતા હતા.આ ઉપરાંત રાતના ટાઈમે અચાનક ભૂખ લાગે તે માટે મહમદ બેગડા પોતાના તકીયા નીચે સમોસા રાખીને સૂતા હતા. તે ભુખ ને જરા પણ જીરવી શકતા ન હતા. આખા દિવસનું ભોજન ને તમે એકઠું કરો તો આખા દિવસનું 35 કિલો જેવુ ભોજન થતું હતું.એ સિવાય એમ પણ કહેવાય છે કે સુલતાન બેગડાને બાળપણથી જ ઝેરનું સેવન કરાવવમાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ દરરોજ ભોજનની સાથે સાથે થોડું ઝેર પણ લેતા હતા. કહેવાય છે કે સુલતાનના શરીરમાં એટલું ઝેર એકઠું થઇ ગયું હતું કે તેને શરીર પર કોઈ માખી બેસતી તો એ પણ મરી જતી.

આ સિવાય આગળ ઇતિહાસની વાત કરીએ તો.સુલતાન મહમદ બેગડાએ ઈ.સ. 1468 મા જુનાગઢ પર ચડાઈ કરતાં રા’માંડલીકે તેનો એક વિર પુરુષની જેમ મુકાબલો કરતાં જુનાગઢ નો કિલ્લો કબજે કરવાનુ કામ મહમદ બેગડા માટે ખુબજ કઠીન થય ગયું હત.આથી કંટાળેલા કટ્ટરપંથી બાદશાહે સોરઠની પ્રજા પર અમાનુષી કેર કરવાનુ ચાલુ કરતા ખેતરો ઉભા પાક સાથે ગામોના ગામ સળગાવવા, લોકોના પશુધન તેમજ ઘરબાર લુટવા, મંદીરો તોડી લોકોને બે રહમ કતલ કરવી તથા જુવાન તથા કુંવારી કન્યાઓને ઉઠાવી લશ્કરના હવાલે કરવા જેવા અધમ અત્યારથી પ્રજા ત્રાહીમામ પોકારી ઊઠી હતી.આવા જોર જુલમ વચ્ચે મુસ્લિમો એ અર્થીલા (હાલનું લાઠી) કબજે કરી રૈયત પર અત્યાચાર આચરતા જે આડે આવ્યા તેને મોતને ઘાટ ઉતારી ગામ લુટ્યુ હતુ. અખાત્રીજના દિવસે અર્થીલા પર ચડી આવેલા મુસ્લિમોને આ સમયે અખાત્રીજના દિવસે આહિરો ના સમૂહ લગ્ન નો દિવસ હોય ગામમાં રહેતા કેટલાક આહિરો લગ્નમાં મા બહારગામ ગયા હોય મુસ્લિમ સેનાની જલાલુદીને લાઠી લુટી ગામની કુંવારી કન્યાઓને દરબારગઢમાં નિર્વિધ્ને પકડી પકડીને ભેગી કરતાં છોકરીઓ એ યવનોના અત્યાચાર સામે રોકકળ કરી મુકી હતી.

લાટી પર મુસ્લિમોના હુમલા થી અજાણ આહિર યુવાન દેદો પોતાના ઘોડા પર ચડી કેડે લટકતી તલવાર સાથે લાઠી ગામની ઉજ્જડ બજારમાંથી નવાઈ સાથે આગળ વધતાં તેના કાને દરબારગઢ માંથી સ્ત્રીઓ ના રુદન નો અવાજ સંભળાયોઅવાજ સાંભળતાં દેદા આહીરે દરબારગઢની બારીમાંથી ડોકીંયા કરતી યુવાન કન્યાઓ પાસેથી તેમની આપવીતી સાંભળી એકલવીર દેદા આહીરે પોતાના ખંભાના જોરે દરબારદરબનો તોતીંગ દરવાજો તોડી મુસ્લિમ સૈનિકો ને મારી ભગાડી લાઠી ની બેન દિકરયું ને છોડાવી હતીદેદા આહીરની વીરતા ભરી વાતની જુનાગઢનો ઘેરી ઘાલીને પડેલા મહમદ બેગડાને જાણ થતાં તે કાળજાળ થતો જુનાગઢના રાજા રા’ સાથે સમાધાન કરી લાઠી પર ચડી આવ્યો હતો લાઠીને ઘેરો ઘાલી પડેલા યવનસેના સામે દેદા આહીરે ગઢ માંથી બહાર નીકળી કેસરીયા કરતા બંને હાથથી તલવાર વીંઝતો દેદો આહીર અનેક મુસ્લિમોના માથા વાઢતા આગળ વધી રહ્યો હતો ત્યારે દુશ્મનો એ તેનુ માથુ વાઢતા તેનુ ધડ લડી રહ્યુ હતું.

દેદા આહીરનુ ધડ લડતું જોય દુર હાથી પર બેઠેલો મહમદ બેગડો આ દ્રશ્ય જોઈ ભય પમતો સેના સાથે જીવ બચાવતો લાઠી ના પાદર માંથી ભાગ્યો હતોદેદા આહીરની વીરતા ભરેલી શહીદી પર આમેય સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ તેના રુણમાંથી મુક્ત થવા દર વર્ષેઅષાઢી પુનમના દિવસે દેદો કૂટી આ અમર શહીદને શ્રદ્ધાંજલી આપે છ લાઠી ગામમા આવેલી દેદા આહીરની ખાંભી તથા માંડલીક મહાકાવ્ય આ વિર પુરુષની વિરતાની સાક્ષી પુરે છેજય હો અમર શહીદ આહિરદેદા બાપાજય મુરલીધરજો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..