ગુજરાતના વાતાવરણમાં ફરી આ તારીખે આવશે પલટો! અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી..

0
598

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો જ નથી છોડી રહ્યો. ઉનાળામાં વરસાદ આવી ચુક્યો છે, હવે શિયાળામાં પણ વરસાદ આવી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલની આગાહી મોટે ભાગે હવામાન અંગેના તારણો સચોટ હોય છે. તેવામાં જો ફરી કમોસમી વરસાદ આવે તો ખેડૂતોની સ્થિતિ વધારે કફોડી બની શકે છે. ગુજરાત વિભાગની હવામાન આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચનાને કારણે ગુજરાતમાં આ કમોસમી વરસાદ પાકિસ્તાનના કરાચી થઈને લંબાશે. આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં 5 થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે.

જેના કારણે ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધી રહી છે.આ સાથે આગાહી પ્રમાણે આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા અને પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અપેક્ષા છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.

ત્યાર ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 6 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે 5 અને 6 જાન્યુઆરીએ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. 2 થી 3 ડિગ્રી સુધી ઘટવા માટે. આ સાથે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. તો લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો શમી ગયો છે. ઠંડા પવનો ફૂંકાતાં રાજ્યના 12 શહેરોમાં તાપમાન 29 થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા છે. 2022માં પશ્ચિમની વિક્ષેપની અસર તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હીમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેતા દિલ્લી પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સુધીના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને કમોસમી વરસાદ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે બનાસકાંઠા પંચમહાલ મહેસાણા અને કચ્છ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઝાલાવાડના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કમોસમી વરસાદની શક્યતા છે. કોઈ કોઈ ભાગોમાં વધુ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે.

કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, જીરૂ સહિતના ઉત્પાદિત પાક અને સૂર્ય પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે ખેતીવાડી અધિકારી એચ.ડી.વાડીએ મીડિયાને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ ઉભા પાક તેમજ ખેત પેદાશોના રક્ષણ માટે જરૂરી કાળજી લેવી જરૂરી છે.ખેડૂતોએ તેમના પાકને ગોડાઉનમાં સુરક્ષિત સ્થાને રાખવો જોઈએ અથવા ખજૂરના પાંદડાઓથી ઢાંકવો જોઈએ, APMC અથવા પ્રાપ્તિ કેન્દ્ર પર વેચાણ માટે ખેત પેદાશોને આવરી લેવી જોઈએ, જો શક્ય હોય તો આવી હવામાનની આગાહી દરમિયાન ખેત પેદાશોનું વેચાણ કરવાનું ટાળવું જોઈએ. અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજના લીધે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વત્તા-ઓછા વરસાદ થઈ શકે છે. માવઠુ જાન્યુઆરી તારીખ 5થી 7 વચ્ચે થવાની શક્યતા છે.

10 જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો રહી શકે છે.ત્યાર બાદ માવઠા થતા જ રહે અને 15 જાન્યુઆરી પછી પણ હવામાનમાં પલટો આવી શકે વાદળવાયુ અને ઠંડીનો ચમકારો રહે તેવી શક્યતા છે. 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવે તેવી શક્યતા છે. કમોસમી વરસાદના લીધે મસાલાના પાકો, જીરા જેવા પાકો અને શાકભાજીના પાકોમાં હવામાનની વિપરીત અસર પડી શકે છે. કપાસ અને દિવેલાના પાકમાં પાન સુકાવાની શક્યતા રહી શકે છે. ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી છે.