ગુજરાતમાં જાણો ક્યાં ક્યાં અને ક્યાર સુધી ગાઢ ધુમમ્સ સાથે પડશે કમોસમી વરસાદ…

0
217

રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો વધતા ચિંતા પ્રવર્તી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્ય પર ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. વરસાદની સાથે-સાથે ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ધૂમ્મસવાળું હવામાન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.આજના તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નથી નોંધાયો. સૌથી નીચું ઘણા શહેરોનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે.

ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા પાટણ,દાહોદ, પંચમહાલ, મહીસાગર,અરવલ્લી અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે.જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં બેવડી ઋતુની અસર થઇ રહી છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી સાથે જ કમોસમી વરસાદ કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સાથે જ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદર કચ્છમાં ગાઢ ધુમ્મસ રહેશે ધુમ્મસના કારણે વહેલી સવારે વિઝીબિલિટી ઘટી જશે. જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડશે. અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમા ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં ધૂમમ્સના કારણે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખી વાહન ચાલવું પડી રહ્યું છે.જોકે, અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 15 ડીગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, વેસ્ટન ડિસ્ટર્બના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

ત્યારે ગત રાતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર ગુજરાતના વાતાવરણ આજ અને આવતીકાલે પણ જોવા મળશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે, ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 30 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ થશે.અને ત્યાર બાદ લઘુતમ તાપમાન નીચું જશે.અને ગુજરાતમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અનેન કચ્છ સહિત દાહોદ, પંચમહાલ, મહિસાગર અને અરવલ્લીમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા હળવો કમોસમી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ રાજ્યનો પીછો નથી છોડી રહ્યો, આ અગાઉ પાછલા બે મહિનાઓમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશનના લીધે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો હતો.