ગીતા મુજબ આ પ્રકારના લોકો સાથે રહેવાથી થઈ જવાય છે ગરીબ, જાણીલો અત્યારેજ.

0
421

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મ ગણાતો હોવા છતા એ ફક્ત હિંદુ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ જ્યારે યુદ્ધભૂમિ પર પહોંચે છે ત્યારે અર્જુન તેના સારથી બનેલા શ્રીકૃષ્ણ રથને બન્ને સેનાની વચ્ચે લેવાનો કહે છે. બન્ને સેનાનું અવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે.

યુદ્ધના પરિણામોના વિચારથી તે ગભરાઇ જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ કરવાની ના કહી દે છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે તે શ્રીકૃષ્ણને માર્ગદર્શન પુરુ પાડવા કહે છે. આ તકે અર્જુનના જે પ્રશ્નનોનું સમાધાન શ્રીકૃષ્ણે કર્યું તે સંવાદ એટલે શ્રીમદ્ ભગવત્ ગીતાના અઢાર અધ્યાય. ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું જ પડે છે. આ યુદ્ધમાંથી પીછેહઠ કર્યા વિના આગળ વધવું તે જ ગીતાનો સંદેશ છે.

શ્રીમદ્ ભગવત્ ગીતામાં જ સંયમ અને સહનશીલતાનું મહત્વ પણ વર્ણવવામાં આવ્યું છે. ગીતાજીના બોધ અનુસાર સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. જેમ યોગ્ય સમય આવતાં ઠંડી-ગરમીની મોસમ બદલાય છે, સુખ પછી દુ:ખ આવે છે તેવી જ રીતે જીવનની પ્રતિકુળતા પણ કાયમની નથી. જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું. પરંતુ મોટાભાગે લોકો દુ:ખના સમયમાં નિરાશામાં ગરકાવ થઈ જાય છે. પરંતુ મનની હિંમતને ક્યારેય તુટવા ન દેવી જોઈએ. સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો કે અંધારામાંથી પણ તે તમને ઉગારશે.

વ્યક્તિએ હંમેશા ઉત્સાહવાદી રહેવું જોઈએ. હંમેશા એક વાતને યાદ રાખવી કે સંસારમાં બધુ જ પરિવર્તનશીલ છે. જો આજે તમારી પાસે ધન નથી અને તમે ધનના અભાવમાં જીવન પસાર કરી રહ્યા છો તો આશા રાખવી કે આ દિવસો પણ પસાર થઈ જશે અને તમે પણ ધનવાન બનશો. જો તમે વારંવાર નિષ્ફળ થતાં હોય તો સહનશક્તિ દાખવવી અને તે સમયને સંયમથી પસાર કરી લેવો. ધીરેધીરે સમસ્યાઓ દૂર થવા લાગશે અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ ખુલી જશે.

શ્રીમદ ભાગવદ ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ ઉપદેશો પર આધારિત છે. શ્રીમદ ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપતા એવા ૩ લોકોની વિશે જણાવ્યું છે જેની સાથે રહેવાથી જીવન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે અને તમે હંમેશા દુઃખી જ રહો છો. આ ૩ પ્રકારનાં લોકોનાં લીધે જીવનમાં તમને ક્યારેય પણ સુખ મળતું નથી અને મન દરેક સમયે અશાંત રહેવા લાગે છે. તેથી તમારે આ ૩ પ્રકારનાં લોકો સાથે મિત્રતા ના કરવી જોઈએ અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ આ લોકોથી દૂર જ રહેવું જોઈએ.

શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે જીવનમાં અજ્ઞાની લોકોથી દૂર રહેવું જોઈએ. અજ્ઞાની લોકોને ધર્મ જ્ઞાન હોતું નથી અને તે સાચા ખોટાની પરખ કરી શકતા નથી. આવા લોકોની સાથે રહેવાથી તમારી વિચારસરણી પર પણ ખરાબ અસર પડે છે અને તમે પણ અજ્ઞાની બની જાઓ છો. અજ્ઞાની વ્યક્તિ પાસેથી કોઈપણ સરળતાથી પોતાની વાતને મનાવી શકે છે અને આવા લોકો સાથે દોસ્તી કરવાથી તમને જ હાનિ પહોંચે છે. અજ્ઞાની વ્યક્તિની સાથે રહેવાથી દુઃખમાં વધારો થાય છે અને આવા લોકો તમને હંમેશા મુશ્કેલીમાં નાખતા હોય છે.

જ્ઞાન મેળવવાની કોઈ સીમા હોતી નથી. ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાની બની શકતો નથી. ભગવાન શ્રીકૃષ્ણનાં અનુસાર એવા લોકોથી દૂર રહેવું જોઈએ જે પોતાને સૌથી મોટો જ્ઞાની માને છે અને જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખતો નથી. વ્યક્તિને હંમેશા જીવનમાંથી કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે પરંતુ જે લોકો પોતાને જ્ઞાની માને છે તે નવી ચીજોને શીખવાની ઇચ્છા રાખતો નથી અને આવા વ્યક્તિ ખૂબ જ જલ્દી નષ્ટ થઈ જાય છે. પોતાને જ્ઞાની સમજતા લોકોની સાથે મિત્રતા કરવાથી તમારા વિચારો પણ તેમની જેવા જ થઈ જાય છે અને તમે જીવનમાં કંઈક નવું શીખવાની ઈચ્છા ગુમાવી બેસો છો. તેથી તમારે એવા લોકો સાથે મિત્રતા ના કરવી જોઈએ જે પોતાને સૌથી વધારે જ્ઞાની માને છે.

શંકામાં રહેતો વ્યક્તિ ક્યારેય પણ પોતાના નિર્ણય સાચા લઈ શકતો નથી અને આ પ્રકારનાં વ્યક્તિની સાથે રહેવાથી તમે પણ સાચા અને ખોટાની ઓળખ કરી શકતા નથી. શંકામાં રહેતા લોકો કોઈપણ કાર્યને કરતાં પહેલાં જ એવા વિચારમાં પડી જાય છે કે તે કામ કરે કે નહિ. આ દુનિયામાં શંકાનો કોઈ ઉકેલ નથી અને શંકા કરનાર વ્યક્તિ હંમેશા અસફળ જ રહે છે. તેથી તમારે આવા લોકો સાથે મિત્રતા ના કરવી જોઈએ કારણ કે સમય આવતા આ લોકો તમારી મદદ કરતા પહેલા પણ શંકામાં જ રહેતા હોય છે.જો તમે સુખી જીવન પસાર કરવા માંગતા હોય તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા આ ત્રણ લોકોથી હમેશા દૂર રહેવું જોઈએ.

શ્રીમદ્ ભગવત્ ગીતાના દરેક અધ્યાયના અંતે ભગવાને પણ આવો જ ઉપદેશ આપ્યો છે કે, સાચો માર્ગ શું છે તે જણાવી દીધું છે હવે કયા માર્ગે ચાલવું, કેવી રીતે વર્તન કરવું તે માણસ માત્રનો નિર્ણય હોય છે. તો તમે પણ આજથી જ બદલો નિરાશાવાદી વિચાર અને સંયમના માર્ગે ચાલતાં ચાલતાં બદલી દો તમારું પણ જીવન.

ગીતા અનુસાર જીવનમાં જે કર્મ કરો છો તે પુણ્ય થઈ સેવા બને તેવું કરો. પરંતુ ન્યાય માટે જો વિષાદ ઉત્પન્ન થાય છે તો ઈશ્વર પણ સાથ છોડશે. બીજા અધ્યાયમાં ત્રણ ભાગ પડેલા છે. (૧) આત્માનું અમરત્વ (૨) શરીરનો ધર્મ (૩) કર્મ કરવું પણ આસક્તિ ન રાખી ધર્મથી ટકવું. સાધુ કહે મારે જ્ઞાાન જ મેળવવાનું શ્રમ નહીં, તો સમન્વય કરતાં પણ વાર લાગે છે. અભ્યાસથી જ્ઞાાન વધશે તો આત્માનું કલ્યાણ કરી શકશો.

તેવું ગીતામાં કહેવાયું છે. મૂર્તિપૂજાનો ઉલ્લેખ પણ છે. ઈશ્વર ક્યાં છે? કેવો છે? તેનાં હજાર ગુણ છે. ભગવાન દીનાનાથ છે. તેનાં ગુણ પ્રમાણે નામ છે. તેથી તેને ઓળખવો હોય તો શી રીતે ઓળખવો? સત્યનારાયણની કથા એ કથા નથી પણ સત્યનું વ્રત છે. દયા એ ધર્મ નથી પણ તેનું મૂળ છે. કરુણા થાય તે ધર્મ છે માટે દુઃખો દૂર કરે છે. બીજાની અનુકંપા થતા દુઃખનું નિવારણ થાય છે.

ગીતા વાંચવાથી જીવન જીવવાનું બળ મળે છે. નવા શક્તિ-સંચાર સાથે નિરાશ માણસ ઊભો થઈ વેગથી કામ કરે છે. વાંચન શ્રેષ્ઠ છે. ગુણો વાંચવા વાંચ્યું કહેવાય. પરંતુ ગીતા વાંચ્યા પછી મનન કરવું. ચિંતન કરવું, સ્વાધ્યાય કરવું એ જ મહત્ત્વનું છે. સ્વાધ્યાય એટલે આત્માનો સ્વાધ્યાય. બીજાના ભલા માટે જાતને હોમી દેવી એને ‘લોક કલ્યાણ’ કહે છે.

ગીતાનાં દરેક અધ્યાય મનુષ્ય આચરણ માટે દીવાદાંડી સમાન છે. કુંવારા રહેવું એટલે બ્રહ્મચારી ન કહેવાય. પરંતુ બ્રહ્મ એટલે પરમાત્મા અને તેના તરફ પગલું ભરે તે બ્રહ્મચારી. જે બ્રહ્મ તરફ જાય છે પછી તેને શરીરના ભોગ નથી રહેતો એ શીખવા માટે ગુરુ પાસે જાય છે. એનું મોં શરીર તરફ નથી. જીવવા માટે ખવડાવે છે. વિશ્વનું હિત કેમ થાય છે એ જુએ છે. લોકનું કલ્યાણ હિત થાય તે જુએ તે બ્રહ્મચર્ય. એના માટે પવિત્ર ગુરુવારે જાય અને ટેવ પાડે છે. શ્રેષ્ઠ માનવી જે જે આચરણ કરે છે. તેનું અનુકરણ બીજા લોકો કરે છે. તેને જે પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે.