ઘર ના મંદિર માં ક્યારેય ના રાખો આ દેવી દેવતાઓ ની મૂર્તિઓ, નહીં તો ભોગવવું પડશે ખરાબ પરિણામ….

0
1600

ઘરમાં મંદિરો તો બધા જ બનાવતા હોય છે. પરંતુ, મંદિર સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર મુજબના જરૂરી નિયમો ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં બનેલ મંદિરને કારણે જ સુખ અને શાંતિ પ્રદાન થાય છે અને ભગવાનનો અખંડ વાસ ઘરમાં રહે છે.આપણા ઘર ના મંદિર મા અમુક દેવી-દેવતાઓ ની પ્રતિમા રાખતા સમયે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. શાસ્ત્રો પ્રમાણે પૂજાઘરમા વધુ મૂર્તિ ના રાખવી તેમજ રાખેલી મૂર્તિ ની પણ રોજ સાફ સફાઈ કરવી જોઈએ. માત્ર એટલું જ નહીં શાસ્ત્રોમા એવું પણ જણાવ્યું છે કે અમુક ભગવાન વિશે ઉલ્લેખ કરવામા આવ્યો છે કે જેમની પ્રતિમા પૂજાઘરમા ન રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ અમુક દેવી-દેવતાઓ ની પૂજા માત્ર મંદિરે જઈને જ કરવી જોઈએ તેમજ પૂજાઘરમા તેમની મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા જાણીએ કે તે કયા દેવી-દેવતાઓ કે જેમની મૂર્તિ મંદિરમા ન રાખવાની સલાહ શાસ્ત્રો મા અપાઈ છે.

શનિ દેવ હોય અથવા ભૈરવ દેવ, ઘરના મંદિરોમાં તેમની પૂજાની વ્યવસ્થા નથી, તેવા જ ઘરમાં શિવલિંગની સ્થાપના પણ કરવી બાધારૂપ માનવામાં આવે છે. અને આમ પણ ઘરમાં શિવલિંગ સસ્થાપના પણ કરવાની મનાઈ કરવામાં આવે છેશનિદેવ ની પ્રતિમાશાસ્ત્રો પ્રમાણે ઘરમા ક્યારેય પણ શનિદેવ નું પૂજન ન કરવુ જોઈએ. હંમેશા શનિદેવના મંદિરે જઈને તેમની પૂજા કરવી. તેથી તમારા પૂજાઘરમા શનિદેવ ની પ્રતિમા ને ના રાખો. જો તમારી કુંડળીમા શનિ દોષ હોય અથવા તો ભારે હોય છે, તો મંદિરે જઈને તેમનુ પૂજન કરવું જોઈએ. એક વાતનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ કે તેમની પૂજા કરતા સમયે શનિદેવ ની આંખો સામે ન જોવુ જોઈએ કારણ કે તેમની નજર વક્રી છે અને તેમની પૂજા એક ગ્રહ ની જેમ જ કરવામા આવે છે.

માતા મહાકાળી ની મૂર્તિમાતા મહાકાળી નું પૂજન મોટેભાગે દરેક ઘર મા થતુ હોય છે પરંતુ શાસ્ત્રોમા તેમની મૂર્તિને ઘરમા રાખવી યોગ્ય ગણાવી નથી. વાસ્તવમાં તેમનો આ અવતાર રાક્ષસો નો અંત કરવા માટે જન્મ લીધો હતો અને અંતે આ દાનવો નો નાશ કરતા સમગ્ર વિશ્વ મા પ્રલય આવી ગયો હતો. આ પ્રલય ની જ્વાળામા બધા દાનવો મરી ગયા હતા. ત્યારે માતાજી નો ક્રોધ શાંત કરવા માટે શિવજીએ આગળ આવવું પડ્યું હતુ અને ખુબ જ મુશ્કેલી થી તેમનો ક્રોધ શાંત થયો હતો. માતા મહાકાળી નું પૂજન કરવાથી તમામ દુખો નો નાશ થાય છે. માતા મહાકાળી ની પૂજા હંમેશા તેમના મંદિરે જઈને કરવી જોઈએ. ઘરે તેમની મૂર્તિ ન રાખવી જોઈએ.

ભૈરવદાદા ની મૂર્તિઆપણા ધાર્મિક ગ્રંથો પ્રમાણે એક વખતે ભગવાન બ્રહ્મા તેમજ વિષ્ણુ વચ્ચે એક વાત ને લઈને વાક્ય યુદ્ધ થવા લાગ્યું હતું કે તે બંને માંથી કોણ સૌથી શ્રેષ્ઠ છે. આ સમયે બ્રહ્મા તેમજ વિષ્ણુજીએ ભગવાન ભોળાનાથને આ પ્રશ્ન કર્યો કે તેમના બંને માંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે. પરંતુ ત્યારે બ્રહ્માજીએ ગુસ્સામા આવી શિવજી નુ અપમાન કર્યો. જેથી ભગવાન ભોળાનાથ ક્રોધિત થયા અને આ ક્રોધ થી ભૈરવદાદા પ્રગટ થયા. ભૈરવદાદા ને ભોળાનાથ નુ ક્રોધ નુ સ્વરૂપ માનવામા આવે છે. તેથી તેમની મુર્તિની ઘરમા રાખવી શુભ નથી માનવામા આવતી. ઘરમા ભૈરવદાદા ની મૂર્તિ રાખવાથી ઘરમા અશાંતિ રહે છે. તેથી તમે ભૈરવદાદાની મૂર્તિ પૂજા ઘરમા ના રાખો અને તેમની પૂજા માત્ર તેમના મંદિરે જઈને કરો.

હનુમાનજી ની પ્રતિમામહાબલી હનુમાનજીના ક્રોધિત સ્વરૂપ વાળી પ્રતિમા અથવા તો તસ્વીર ક્યારેય પણ પૂજાઘરમા ન રાખવી જોઈએ. મહાબલી ની એવી જ પ્રતિમાઓ અથવા તસ્વીરો ઘર ના મંદિર મા રાખવી જોઈએ જેમા તેઓ શાંત હોય.શિવલિંગવાસ્તવમાં ભગવાન શિવની ઉપાસનાનું પ્રતિક ‘શિવલિંગ’ અપાર શક્તિનું પ્રતિક છે. તેથી તેનું ઠંડુ રહેવું પોઝિટિવ એનર્જી માટે ઘણું જરૂરી છે. મંદિરમાં સ્થાપિત શિવલિંગ ઉપર સતત અથવા તો આવનારા ભક્તગણ પાણી ચડાવતા રહે છે અથવા તો પછી શિવાલિંગ ઉપર એક જળથી ભરેલો લોટો લટકાવીને શિવલિંગ ઉપર સતત પાણી ચડાવવામાં આવે છે.

શિવલિંગ માંથી સતત ઉર્જા બહાર નીકળતી રહે છે, જે આસપાસનું વાતાવરણ સકારાત્મક અને શુભ રાખે છે. પરંતુ આ અપાર ઉર્જાને મંદિરમાં તો પૂરતી જગ્યા અને પૂરતું પાણી મળતું રહે છે, પરંતુ ઘરમાં સ્થાપિત શિવલિંગ ઉપર સતત જલાભિષેક કરવો શક્ય નથી હોતો અને ન તો શિવલિંગની પૂજા અર્ચના સાથે સંબંધિત બીજા નિયમોનું યોગ્ય પાલન કરવું સરળ હોય છે.

અપાર શક્તિ બની શકે છે મુશ્કેલીઓનું કારણ :ઘર ઉપર સ્થાપિત શિવલિંગથી એટલી વધારે શક્તિ ઉત્સર્જિત થાય છે તે કે ઘરમાં ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે, જેનાથી માથાનો દુ:ખાવો, માનસિક ચિંતા, શારિરીક બિમારીઓ અને ક્રોધ વગેરે મુશ્કેલીઓ આવી શકે છે. આ અતિ ઊર્જા ખાસ કરીને ઘરની સ્ત્રીઓને નુકસાન પહોંચાડે છે, જેનાથી તેમના તનાવ, ઘણાં પ્રકારનાં સ્ત્રી રોગ ઉભા થઇ શકે છે અને ઘરમાં વાદ વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે. ઊર્જા પોતાનામાં એક જ્વાળા જેવી હોય છે, જેનો અતિ કોઈ પણ વસ્તુના અતિની જ જેમ નુકસાન થાય છે.

આ સિવ્યા આ વાતનુ પણ ધ્યાન રાખવું

ઘરના મંદિરની નિત્ય સફાઈ કરવી. મંદિરને સાફ કરતા સમયે ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરવોત્રણ ટાઈમ દેવી-દેવતાઓને ભોજન અર્પણ કરવું.ઘરમાં સવારે અને સંધ્યાકાળે દીપક જ્યાં ત્યાં ન પ્રગટાવવો. ઠીક ભગવાનની પ્રતિમા સામે જ પ્રગટાવવો.ઘરમાં શંખ રાખવો સારું માનવામાં આવે છે પણ શંખની સંખ્યા ભૂલીને પણ બે ન રાખવી. આમ કરવાથી ઘરમાં કલેશ અને લડાઈ-ઝઘડા થાય છે. દેવાલય જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઈશાન ખુણામાં (ઉત્તર દિશામાં) જ બનાવો. જો ઈશાન ખુણામાં શક્ય ન બને તો પૂર્વ કે પશ્ચિમમાં સ્થાપિત કરો. ઘરમાં મંદિર એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં સૂર્યનો તડકો અને હવા ઉજાસ આવી શકે. કારણકે તાજી હવા ઉજાસને કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા દુર થઇ હકારાત્મક ઊર્જાનું સંચાર થાય છે.

ઘરના મંદિરની આસપાસ Toilet હોવું અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં નેગેટીવ ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે એવા સ્થાન પર દેવાલય બનાવો કે જ્યાં આજુબાજુમાં શૌચાલય ન હોય. ઘરના મંદિરમાં વધારે મોટી મૂર્તિઓ રાખવાની જરુર નથી પણ શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો આપણે ઘરમાં શિવલિંગ રાખવી હોય તો આપણા અંગુઠાના આકાર કરતા મોટી ન હોવી જોઈએ. શિવલિંગને ખુબજ સંવેદનશીલ માનવામાં આવે છે. નાના નાના શિવલિંગ ઘરના મંદિરમાં રાખવું શુભ માનવામ આવે છે.જો કોઈ રૂમમાં પૂજા સ્થળ બનાવવામાં આવ્યું હોય તો ત્યાં અમુક સ્થાન ખુલો હોવો જોઈએ, જેથી સરળતાથી બેસી શકાય.

ભૂલેચૂકે પણ મંદિરમાં મૃત લોકો કે પિતૃઓની Images ન લગાવવી.રાત્રે સુતા પહેલા ભગવાનને પાણી પીવડાવીને મંદિર પડદાથી ઢાંકી દેવું.પૂજામાં વાસી ફળ, ફૂલ કે પાન અર્પણ ન કરવા. જોકે, એ પણ ઘ્યાનમાં રાખો કે તુલસીના પાન અને ગંગાજળને ક્યારેય વાસી નથી માનવામાં આવતું.ઘરના મંદિરની નીચે અગ્નિ સબંધિત ઇન્વર્ટર એક વિદ્યુત મોટર વગેરે ન રાખવું.શુભ મુહુર્ત કે તહેવારોમાં મંદિરને શણગારવું.

પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો. પૂજાના પવિત્ર પાણીને ઘરના દરેક ખુણામાં છાંટો.મંદિરમાં કુળ દેવતા, દેવી, અન્નપુર્ણા, ગણપતિ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરો. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ માનવામાં આવે છે. આમની પૂજા બધા કાર્યોમાં કરવામાં આવે છે. પ્રતિદિન પૂજા કરતા સમયે આ પંચદેવનું ધ્યાન રાખવું. આનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ કે ફોટો ન રાખવા. આવું કરવાથી આપના પરિવાર પર આપત્તિ આવી શકે છે.દેવી-દેવતાઓની મૂર્તિ આમને સામને ન રાખવી. અ વાત નું ખાસ ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

ભગવાનની મૂર્તિઓ વચ્ચે 1-1 ઈંચની જગ્યા અવશ્ય રાખવી. ક્યારેય પણ મંદિર માં ગીચતા ન રાખવી જોઈએ. ભગવાનને પણ છુટા છુટા રાખવા જોઈએ.એક ઘરમાં એક જ મંદિર હોવું જોઈએ. જો બે મંદિર બનાવવામાં આવે તો ઘરના સભ્યોને શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાઓ ભોગવવી પડે છે.મંદિર પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ક્યારેય ન હોવું જોઈએ. મંદિરની સ્થાપના કરતી વખતે આ બાબત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.પૂજા ઘર ઈશાન ખૂણામાં હોય તેને શુભ માનવામાં આવે છે. પૂજા કરતી વખતે ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ હોવું જોઈએ.રસોડામાં મંદિર ન બનાવવું જોઈએ. આવી વ્યવસ્થાના કારણે ઘરના વ્યક્તિઓ વચ્ચે ક્લેશ થાય છે.