ઘરમા જો એક સાથે હશે ટોયલેટ કે બાથરુમમા તો જીવનમા આવી શકે છે આવી મોટી સમસ્યાઓ…….

0
278

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે જો તમારા ઘરમા પણ એકસાથે ટોયલેટ કે બાથરુમ હોય છે તો તમે કેવી સમસ્યાથી પીળાઈ શકો છો વાસ્તુદોષનું ઘરમાં ઉત્પન્ન થવું આપણા પરિવાર માટે ઘણું નુકશાનકારક માનવામાં આવે છે અને આ દોષોનું કારણ ઘણી વખત આપણા થતા કામોમાં અડચણ આવવા લાગે છે તો ક્યારેય ઘરમાં કલેશ દુર થવાનું નામ જ નથી લેતી તો આ બધી તકલીફોની પાછળનું રહસ્ય આપણે નથી જાણી શકતા કે ખરેખર આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ.

પરંતુ જાણે અજાણ્યે આપણે એવી ભૂલો કરીએ છીએ જેથી આપણે તકલીફોને જાતે જ આમંત્રણ આપીએ છીએ અને આજે અમે વાત કરી રહ્યા છીએ એટેચ લેટ-બાથની, તમને જાણીને નવાઈ થશે કે એટેચ ટોયલેટ અને બાથરુમ વાસ્તુદોષોને ઉત્પન્ન કરે છે તમને જણાવી દઇએ કે મિત્રો આજકાલ નવી ડિઝાઈનના ઘરોની સુંદર ડિઝાઈનિંગ અને સગવડો વિશે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘરમાં રહેતી દરેક વ્યક્તિની પસંદગીનું પણ આ ઘરોમાં ખ્યાલ રાખવામાં આવતું હોય છે.

અને સાથે તે દરેક ઘરના તમામ કમરામાં એક એવી સગવડની આવશ્યકતા જરૂરી થઈ ગઈ છે જેમાં એક સાથે બાથરૂમ અને ટોઈલેટ અને રેસ્ટરૂમ જેવું રાખવાનું સામાન્ય જ બની ગયું છે અને જો ઘરમાં રહેતાં સૌને સમય ખૂબજ ઓછો હોય છે તો દરેકને પોતાની પ્રાઈવસી અને પોતાના સમયની બહુ કદર હોય છે તેથી દરેકના રૂમમાં એટેચ બાથરૂમ ટોઈલેટ રાખવાનો આગ્રહ આજના જમાનામાં સૌ કોઈ રાખવા લાગ્યા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આજના સમયમાં લોકો પોતાની સગવડતા મુજબ ઘરમાં સાથે ટોયલેટ બાથરુમ હોય છે તો ઘણા જગ્યાના અભાવે એક સાથે બનાવરાવી લે છે પરંતુ તેનાથી ઉત્પન્ન થતા વાસ્તુદોષોથી ઘરમાં રહેવા વાળાને ઘણા પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ એટલે સ્નાનઘરમાં ચંદ્રમાંનો વાસ હોય છે અને શૌચાલયમાં રાહુનો વાસ હોય છે.

અને જો ઘરમાં સ્નાનઘર અને શૌચાલય એક સાથે હોય છે તો ચંદ્રમાં અને રાહુ એક સાથે હોય છે અને તે બન્ને સાથે હોવાને કારણે રાહુથી ચંદ્રને ગ્રહણ લાગી જાય છે જેથી ચંદ્રમાં દોષપૂર્ણ થઇ જાય છે તેમજ ચંદ્રમાંના દુષિત થતા જ ઘણા પ્રકારના દોષ ઉત્પન્ન થવા લાગે છે ચંદ્રમાં શાંત ગ્રહ માનવામાં આવે છે જે મન અને જળના કારક છે અને રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે એટલે કે તે ઝેરનો કારક હોય છે અને આવી રીતેની યુતિથી જળ અને ઝેરની યુગલ બની જાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ તેના દોષમાં ચંદ્ર નહાવાના સ્થળે બાથરૂમમાં અને રાહુ મળમૂત્ય ત્યાગના સ્થાને શૌચાલયમાં રહે છે અને જો ચંદ્ર અને રાહુ એક જગ્યાએ એક સ્થળે ભેગા થાય છે તો તે એક પ્રકારે ગ્રહણ યોગ બનાવે છે. આ તમારા ભાગ્યમાં રહેલા ચંદ્રની અસરને ભ્રષ્ટ કરે છે. ચંદ્ર દૂષિત થતાં જ તમારા જીવનમાં ઘણા પ્રકારની ખામી થવા લાગી છે તેવું અનુભવવા લાગો છો. કારણ કે ચંદ્ર મન અને જળનું પ્રતીક છે, જ્યારે રાહુ મગજને બગાડે તેને એક રીતે ઝેર તરીકે માનવામાં આવે છે. આ રીતે પાણી ઝેરી બની જાય છે. જે પહેલા વ્યક્તિના મન પર અસર કરે છે અને બીજું તેના શરીર પર ઉપર પણ ખરાબ અસર કરી શકે છે.

મિત્રો જે ઘરમાં રહેવા વાળા લોકો માટે સારું નથી માનવામાં આવતું તેની અસર પહેલા તો વ્યક્તિના મન ઉપર પડે છે અને બીજું તેના શરીર ઉપર બાથરૂમ અને ટોયલેટ એક સાથે હોવાથી ઘરના સભ્યો વચ્ચે ઝગડા દુર થવાનું નામ જ નથી લેતા અને તે કારણે વાસ્તુ શાસ્ત્રમાં લેટબાથને એક સાથે બનાવવા યોગ્ય નથી માનવામાં આવતા. જો તમે પણ તમારા ઘરમાં વાસ્તુદોષ માંથી મુક્ત રહેવા માગો છો, તો તમારા ઘરમાં લેટબાથને જુદી જુદી જગ્યા ઉપર બનાવો.

મિત્રો આટલી સમસ્યા સામે તેના અમુક ઉપાય પણ દર્શાવામા આવ્યા છે જેમા ઇશાનનો ખૂણો હંમેશા સ્વચ્છ અને ખાલી રાખવો જોઈએ અને તે સ્થળે શૌચાલય પણ ન હોવું જોઈએ તેમજ ઘરમાં અગ્નિનું સ્થાન વાસ્તુ સંમત દિશામાં હોવું જોઈએ તેમજ અગ્નિનું સ્થાન આગ્નેય ખૂણો છે એટલે રસોડા યથાસંભવ ઘરની દક્ષીણ પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. ચૂલો ઉત્તર પૂર્વ દિશામાં ન હોવો જોઈએ અને ઘરમાં રાખવામાં આવેલી સાવરણીને રસ્તા પાસે ન રાખવી જોઈએ.

કેમ કે સાવરણી ઉપર પગનો સ્પર્શ થવાથી ધનનો નાશ થાય છે તેમજ રસોડાના દરવાજાની બરોબર સામે બાથરૂમનો દરવાજો હોય, તો તે નકારાત્મક ઉર્જા આપશે. આ દોષથી બચવા માટે બાથરૂમ કે રસોડા વચ્ચે એક કપડાનો પડદો કે કોઈ બીજા પ્રકારનું પાટીશન ઉભું કરી શકો છો, જેથી રસોડાથી બાથરૂમ દેખાય નહી દરવાજાના મઝાગરામાં તેલ નાખતા રહો નહિ તો દરવાજા ખોલવા કે બંધ કરતી વખતે અવાજ આવે છે.

મિત્રો વાસ્તુ શાસ્ત્રના મુખ્ય ગ્રંથ વિશ્વકર્મા પ્રકાશ અનુસાર પૂર્વામ સ્નન મંદિરામ.એટલે કે બિલ્ડિંગની પૂર્વ દિશામાં બાથરૂમ હોવો જોઈએ. બીજી બાજુ તે જ લખાણમાં કહેવામાં આવ્યું છે કે અથવા નૈરત્ય માધ્યય પુરીષ ત્યાગ મંડીરમ એટલે પુરૂષ એટલે કે દક્ષિણ અને નૈરત્ય દક્ષિણ પશ્ચિમ દિશાની મધ્યમાં આંતરડાની ગતિનું સ્થાન હોવું જોઈએ જેનો અર્થ એવો કરી શકાય કે તે દિશામાં શૌચાલય બનાવડાવવું જોઈએ.જે વાસ્તુ મુજબ અશુભ અને નુકશાનકારક હોય છે હળદરને પાણીમાં ઘોળીને એક પાનના પાંદડાની મદદથી તમારા આખા ઘરમાં છંટકાવ કરો. તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ અને શાંતિ જળવાયેલા રહે છે.