ઘર માં ગરોળી ને આવતી રોકવા માટે કરો આ ઉપાય

0
1842

તમે જોયું જ હશે એવા ઘણા જીવજંતુઓ ઘર માં ફરતા રહે છે. અને ઘર માં ગંદકી ફેલાવતા રહે છે.જેના લીધે બીમારીઓ પણ ફેલાય છે. આ જીવજંતુઓ માં એક છે ગરોળી.ગરોળી ઘર ના ચારે બાજુ ફરતી રહે છે.તે ઘર માં હોય તો જરા પણ મજા નથી આવતી અને તેને કાઢવા માટે લોકો સતત પ્રયાસ કરતા હોય છે.આજે અમે તમને એવા અમુક ઉપાયો વિષે જણાવીશું જે કરવાથી તમે ગરોળી થી છુટકારો મેળવી શકશો.

કોફી અને તમાકુ નો પાઉડર કરી લો અને પછી તેની ગોટીઓ બનાવી લો. પછી આ ગોટીઓ ને બાકસ ની સળી અથવા ટુથપીક પર લગાવી અને એવી જગ્યાઓ એ રાખી દો જ્યાં તમને ગરોળી આવવાની સંભાવના લાગે. આ મિશ્રણ ગરોળી માટે જાનલેવા હોય છે. માટે જયારે ગરોળી આ ખાઈ લેશે પછી તે મારી જશે અને પછી તમારે ગરોળી ના મૃત શરીર ને બહાર ફેકવાનું રહેશે.

ગરોળી ને ડુંગળી નું સુગંધ પણ પસંદ નથી હોતી. આ માટે જ્યાં ગરોળી આવવાની સમભાવના લાગે ત્યાં ડુંગળી ની છાલ રાખી દો. આવું કરવાથી ત્યાં ગરોળી નહિ આવે. આ શિવાય ઈંડા છાલ થી પણ ગરોળી દુર રહે છે. ગરોળી ને તેની સ્મેલ પણ નથી ગમતી તો આ ઈંડા ની છાલ ને પણ બારી દરવાજા અને ગરોળી આવે તેવી જગ્યા એ રાખી દેવાથી ગરોળી ઘર માં પ્રવેશી નથી શક્તિ.

ગરોળી લસણ થી પણ દુર ભાગે છે. લસણ ની સ્મેલ પણ ગરોળી ને નથી ગમતી. આ અતે ગરોળી થી બચવા માટે લસણ ની કળીઓ ને ઘર માં ટીંગાળો આવું કરવાથી ગરોળી દુર રહેશે. આ શિવાય તમે લસણ નો રસ ઘર માં છાટી દેવાથી પણ ગરોળી નહિ આવે. ગરોળી લસણ ની સુંગધ થી બહુ દુર રહે છે.

ગરોળી ને ભગાડવા માટે નેપથ્લીન બોલ્સ નો ઉપયોગ કરવો જોઈએ. આનો ઉપયોગ કરવો પણ ખુબ જ પ્રભાવ સાળી હોય છે. જેને તમે રસોડા અને કબાટ માં રાખી શકો છો. આવું કરવાથી ગરોળી તમારા ઘર થી દુર ભાગશે.