ઘણી મોટી બિમારીઓમાં રામબાણ ઈલાજ છે કાળામરી, હુંફાળા પાણી સાથે સેવન કરો અને પછી જુઓ પરિણામ..

0
418

કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે. પણ ઘણી નાની-નાની સમસ્યાઓમાં તેના નુસખાઓ વિશે લોકોને ખબર હોતી નથી.કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ,એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોવાને કારણે ખૂબ જ અસરકારક ઔષધી પણ માનવામાં આવે છે. રોજ કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ પણ મળે છે.

ગરમ મસાલામાં કાળા મરીનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. જેને જાણીને લોકો પોતાની ઘણી બિમારીઓની સારવાર ઘરે બેઠા જ કરી શકે છે. બ્લેક મરી ના ફાયદાઓની વાત કરીએ તો, જો કાળા મરી સવારે ખાલી પેટ પર હળવા પાણી સાથે પીવામાં આવે છે, તો તે આપણા શરીરને ખૂબ ફાયદો કરી શકે છે. ઉપરાંત, કાળા મરીથી વાળ ખરતા ઘટાડો થાય છે. ચાલો જાણીએ કે મરી આપણા રોગોમાં કેવી રીતે રાહત આપે છે.

પેટમાં ગેસ અને એસિડિટીથી ફાયદો જો પેટમાં ગેસ હોય અથવા જો એસિડિટી હોય તો લીંબુના રસમાં કાળું મીઠું અને કાળા મરીનો એક ચપટી પાવડર મેળવીને લેશો, એક જ ક્ષણમાં દુખાવો હળવો થાય છે.

સ્ટેમિના વધારે છે. હુંફાળા પાણીની સાથે કાળા મરીનું સેવન કરવાથી શરીરની ક્ષમતામાં વધારો થાય છે. ઉપરાંત, શરીરમાં પાણીનો અભાવ પણ નિયંત્રિત થાય છે.

મરી ખાવાથી તણાવ દૂર થાય છે મરીમાં પિપરાઈન શામેલ છે અને તેમાં એન્ટી-ડિપ્રેસન્ટ ગુણધર્મો છે. જેના કારણે મરી લોકોને તણાવ અને હતાશાને દૂર કરવામાં મદદ કરે છે.

પેઢાની નબળાઇ દૂર કરે કાળા મરીથી પેઢાના દુખાવામાં ખૂબ જ ઝડપથી રાહત આપે છે. કાળા મરી, જાયફળ અને સીંધા લૂણ સમાન પ્રમાણમાં મેળવી પાવડર બનાવો અને સરસવના તેલમાં થોડા ટીપાં નાખીને દાંત અને પેઢા પર લગાવો અને અડધા કલાક પછી મોં સાફ કરો. આની સાથે તમારા દાંત અને પેઢામાં દુખાવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

મરી કેન્સર સામે પણ રક્ષણ આપે છેમહિલાઓ માટે કાળા મરી ખાવા ખૂબ ફાયદાકારક છે. કાળા મરીમાં વિટામિન સી, વિટામિન એ, ફ્લેવોનોઇડ્સ, કેરોટેન્સ અને અન્ય એન્ટી-ઓકિસડેન્ટ હોય છે, જે મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.

શરદીમાં રાહત આપે છેઆ સિવાય કાળા મરીને ગરમ દૂધમાં મેળવી પીવાથી રાહત મળે છે. આ સિવાય, વારંવાર શરદી રહેતી હોય, જો છીંકો સતત આવે છે, તો પછી કાળા મરીની સંખ્યા એકથી શરૂ કરો અને તેને દરરોજ એક-એક વધારો એવું પંદર દિવસ કરો, પછી દરરોજ પંદર માંથી એક-એક ઘટાડો. આ રીતે બીજા પંદર દિવસ કરો, તમને શરદીની સમસ્યામાંથી રાહત મળશે.

ડિહાઇડ્રેશનની સમસ્યાને દૂર કરે છેજો તમને ડિહાઇડ્રેશનની સમસ્યા છે, તો પછી કાળા મરીનું સેવન હુંફાળા પાણી સાથે કરવાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી. તેનાથી થાકનો અનુભવ પણ થતો નથી. આ સાથે ત્વચામાં શુષ્કતા પણ રહેતી નથી .હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંઘવાથી લાભ થાય છે.કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઊણપની સમસ્યા દૂર થાય છે.

આંખ માટે કાળા મરી :જો તમારી આંખ નબળી છે, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી લો. અને એને દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.

ગઠિયા રોગ :જે લોકોને ગઠિયાના રોગની પરેશાની છે, તે લોકો તલના તેલને ગરમ કરીને તેમાં કાળા મરી મિક્ષ કરો અને એને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.

 

શ્વાસની સમસ્યા :જો શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળા મરી એડ કરીને ખાવું તમારા માટે ફાયદા કારક સાબિત થશે.

ચહેરા માટે :કાળા મરી ખાવાથી ચહેરાની ઘણી બધી સમસ્યાઓ જેવી કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.

હરસમાં પણ ફાયદાકારક :હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે.

દાંતોની સમસ્યા :દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો સારો થવા લાગે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. તમને રાહત મળશે.

નબળી યાદશક્તિ :જો તમને યાદશક્તિ નબળી થવાની સમસ્યા છે, તો મધમાં કાળામરીનો પાઉડર મીક્ષ કરી દિવસમાં 2 વાર સેવન કરો. તમને જરૂર લાભ થશે.

હાઈ બલ્ડ પ્રેસરમાં ફાયદાકારક :કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા છે, તો રોજ જમ્યા પછી એક ચમચી કાળામરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે.

ઉધરસ વધુ હોય અને ઊંઘી ન શકતા હોય તો મરીના એકાદ દાણાને મોંમાં મૂકી ચૂસતા રહો. ઉધરસમાં આરામ મળશે તથા ઊંઘ પણ સારી આવશે. થોડો આદુ તથા 3-4 મરી ભેગા કરી ઉકાળો બનાવી પીવાથી તરત ઉધરસમાં લાભ થશે. ચાને બદલે આનો પ્રયોગ કરી શકો છો.