ગાલ પર પડી ગયાં છે વધુ પડતાં ખાડા તો કરીલો,આ એકદમ સરળ ઉપાય બે દિવસમાંજ જોવાં મળશે પરિણામ.

0
191

આપણી ત્વચા કેટલી સ્વસ્થ છે તેની નિશાની પણ આપણી ત્વચા પર રહેલા ખાડા પરથી ખબર પડી શકે છે.અને તે ખાડા ચેહરા નું સુંદરતા ઘટાડે છે, તમને જણાવીએ કે જો તમારા ચહેરા પર મોટા રોમ છિદ્ર છે તો તમે વૃદ્ધ લાગી રહ્યા છો.વધુ માં જણાવીએ કે જો તમારે સ્વસ્થ ત્વચા જોઇએ છે તો તમારે ચહેરાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.મિત્રો આજ ના સમય માં ચેહરા ના ખાડા ને લીધે ખુબ મોટા પ્રશ્ન થાય છે, તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું. જેની મદદથી તમારી આ સમસ્યાને દૂર કરી શકાશે.ચાલો મિત્રો જાણીએ.

સુંદર અને ડાઘ-ધબ્બા વગરનો ચહેરો દરેક યુવતીની ઇચ્છા હોય છે. સુંદરતા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે.પરંતુ કેટલીક વખત ચહેરા પર ખીલના કારણે ખાડા પડી જાય છે. જે ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે. ચહેરા પરના આ ખાડાના કારણે લોકોની સામે ખરાબ ઇમ્પ્રેશન પડે છે. ચહેરા પરના ડાઘ-ધબ્બા અને ખાડા થવાના કેટલાક કારણો હોય શકે છે. જેને દૂર કરવા માટે તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો. તે સિવાય કેટલાક એવા ઘરેલું ઉપાય પણ કરી શકો છો. આ ખાડા પડવાનું કારણ ખીલનો ઇલાજ કર્યા પછી પણ ખાડા અને ડાઘ પડી જાય છે.

ચહેરા પરના ખાડાને દૂર કરવા માટે ચણાનો લોટ ખૂબ અસરકારક માનવામાં આવે છે. જોકે આ ઘરેલું ઉપાય લાંબો સમય સુધી કરવો પડે છે. જેના માટે દૂધ, ચણાનો લોટ,લીંબુનો રસ લઇને તેને બરાબર મિક્સ કરી લો અને આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. તેને અડધો કલાક સૂકાવવા દો અને સૂકાઇ જાય એટલે સાદા પાણીથી ચહેરાને બરાબર ધોઇ લો.દહી ચહેરા પરના ખાડા દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેમના માટે એક બાઉલમાં દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવી લો.

ચોખાના લોટથી ટેનિગ ઓછી થાય છે. ઉપરાંત, તેની જાડા પોત તમારી ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવા માટે એક ઉત્તમ ક્રીમનું તરીકે કામ કરે છે. જો દૂધમાં ભળી જાય તો તે ત્વચાને સારી રીતે સાફ કરે છે.ઠંડા દૂધમાં ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો.તેને ચહેરા અને ગળાના વિસ્તારમાંલગાવો.એકવાર સુકાઈ જાય પછી તેને તમારી ત્વચા પર થોડું પાણી વડે મસાજ કરો અને સાફ કરો.

બેકિંગ સોડાને લીંબુ કે મધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને હવે તેને ચહેરા પર લગાવી લો. તેનાથી પણ ચહેરા પર ખાડા ગાયબ થઇ જશે અને તમારી ત્વચા મુલાયમ થઇ જશે.મુલતાની માટે ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમા લીંબુનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને એક પેક તૈયાર કરી લો. તેને રોજ ચહેરા પર લગાવો. આ પેસ્ટ સૂકાઇ જાય એટલે નવશેકા પાણીથી ચહેરાને બરાબર ધોઇ લો.

ચંદનના પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરીને મુલાયમ પેસ્ટ બનાવી લો. પેસ્ટ તૈયાર કર્યા પછી તેને ચહેરા પર લગાવો અને તેને આખી રાત લગાવી રાખો. હવે સવારે ઉઠીને ઠંડા પાણીથી આ પેસ્ટને ધોઇ લો. અઠવાડિયામાં એક દિવસ છોડીને આ પેસ્ટ લગાવવી જોઇએ. જેનાથી તમને રાહત મળી શકે છે.

લીંબુ અને મધને સરખા પ્રમાણમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. આ પેસ્ટ દિવસમાં 2-3 વખત લગાવવી. જેથી ત્વચા મુલાયમ થશે અને સાથે જ ચહેરા પરના ડાઘ-ધબ્બા ગાયબ થઇ જશે..હળદરમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચા માટે ખૂબ અસરકારક હોય છે અને તેનું સેવન કરવાથી ખૂબ લાભ મળે છે. જો કોઇના પણ ચહેરા પર ખાડા હોય કે ડાઘ-ધબ્બા હોય તો હળદરમાં સરસોનું તેલ(સરસિયું) મિક્સ કરીને લગાવવાથી ખૂબ ફાયદો થશે.

આપણા ચહેરા પરના ખીલ,ડાઘ દૂર કરવા માટે જાયફળ ખુબ જ મદદરૂપ થાય છે. જાયફળને દૂધની મલાઈ સાથે ઘસીને ખીલ પર લગાવવામાં આવે તો તેનાથી ખીલ જલ્દી જ મટી જાય છે. આ એક ખુબ જ સરળ અને સસ્તો ઘરેલુ ઉપચાર છે. ખીલ થવા પર તમારે આનો ઉપયોગ કરવો જોઈએ.કાચા પપૈયામાં જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે, તેને ખીલ પર લગાવવાથી પણ ખીલ ઝડપથી મટે છે, અને તમારો ચહેરો સુંદર બને છે.

સૂતી વખતે નવશેકા પાણીથી મોઢું ધોયા પછી ચારોડીને દૂધ સાથે ઘસીને તેનો લેપ બનાવી તેને મોઢા પર લગાવીને સુઈ જવું. બીજા દિવસે સવારે ઉઠીને સાબુ વડે મોઢું ધોઈ નાખવું. આ નુસખાથી પણ ખીલ દૂર થાય છે.જો તમને વારંવાર ખીલ થતા હોય અને તેના લીધે ચહેરા પર ખીલના ડાઘ પડી જતા હોય, તો તેના ઈલાજ માટે તમે તુલસીમાં લીંબુનો રસ નાખીને તેને થોડું ઘાટું થાય ત્યાં સુધી તેને તડકામાં મૂકી રાખો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી તેનું પરિણામ તમને અઠવાડિયામાં દેખાશે.

ચેહરા પર સ્ક્રબિંગ બાદ ચહેરા પર ટોનર લગાવવાનું ન ભૂલવું જોઇએ,તમને જણાવીએ કે કારણ કે સ્ક્રબિંગથી ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે અને મોટા થતા જાય છે.અને તેનાથી છીદ્રો સારા થાય છે, જેથી આ ખુલ્લા રોમ છિદ્રને નાના કરવા માટે ટોનિંગ કરો.ચેહરા પર રોજ ફેસ વોસ કરી ને અઠવાડિયા માં એક વાર સ્ક્રબ કરવું જોઈએ, તમારે અઠવાડિયામાં 2-3 વખત તમારા ચહેરાને સ્ક્રબ કરવું જોઇએ। તેનાથી કોઇ ફરક પડતો નથી.પરંતુ તમારા ચહેરા પર બ્લેકહેડ્સ છે કે નહીં જેના માટે તમે આ ઉપાયને રુટીનમાં સામેલ કરશો તો ચહેરા પરની ગંદકી દૂર થવાની સાથે બ્લેકહેડ્સ પણ નહીં થાય. અને બ્લેકહેડ્સ દુર થાય છે.

જ્યારે તમારી ત્વચા પર વધેલા ખા઼ડા બંધ કરવા માટે તમે કોસ્મેટિકનો ઉપયોગ કરો છો તો એક વાત તમે ભુલી જાઓ છો તમે વધારે પ્રમાણમાં મેકઅપ કરો છો તો તમારી ત્વચા શ્વાસ લઇ શકતી નથી.અને તે ખાડા માં પુરતો શ્વાસ જાતો નથી તેને લીધે ખાડા દુર થતા નથી, પાવડર લગાવવાથી ત્વચા બ્લોક થઇ જાય છે.

બ્લેક હેડ્સ ને દુર કરવા માટે અમે તમને ઉપાય જણાવી રહયા છીએ, ચહેરા પરની ગંદકીથી બ્લેકહેડ થઇ જાય છે.જો તેને દૂર કરવામાં ન આવે તો ચહેરા પર ડાઘ પડી જાય છે.મિત્રો તમને જણાવીએ કે તેને દૂર કરવા માટે તમે સ્ટીમ લો અને તે બાદ તેને દબાવીને નીકાળી લો.મિત્રો તમને જણાવીએ કે સ્ટીમ એટલે કે ગરમ પાણી ની વરાળ લેવાની, તે સિવાય તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.

મિત્રો તમને જણાવીએ કે ધૂળ અને તેલ એક સાથે મળીને તમારી ત્વચામાં બ્લેકહેડ્સ જેવી સમસ્યા થવા લાગે છે.અને તે વધુ માત્ર માં ન લાગ્ગાવવી જોઈએ, જેથી આ સમસ્યાને દૂર કરવા માટે તમારે દર બે કલાકમાં તમારા ચહેરાને પાણીથી ધોઇ લો.અને તે જેનાથી તેલ અને ગંદકી સાફ થશે અને સ્કિન પોર્સ પણ ખુલી જશે.