ફુદીના નું એક પાન તમને બચાવી શકે છે આ 10 ભયાનક રોગોથી,જાણી એના ફાયદા….

0
292

ફુદીનો ઔષધિય ગુણોનો ભંડાર છે, તેના અનેક ફાયદા છે. તે આપણા ઘરોમાં સામાન્ય રીતે વપરાય છે, અને આના ફાયદા વિષે લગભગ બધા જાણે છે કે આ કેટલો ફાયદાકારક છે. ફૂદીના માંથી ચટણી બનાવવામાં આવે છે, અથવા તે જલજીરા બનાવવામાં ઉપયોગ કરાય છે, પરંતુ અહી અમે તમને જણાવી દઈએ કે ફૂદીનામાં ઘણા પ્રકારના ઔષધિય ગુણો હોય છે, અને આનાથી મોટી-મોટી તકલીફોનો ઉપચાર થાય છે. અને ફુદીનો ઘણી બધી એન્ટીબાયોટિક દવાઓમાં પણ ઉપયોગમાં લેવાય છે.

ફુદીનાનો સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે. ફુદીના ની અંદર વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ફુદીનાના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે લાભ થતા હોય છે. સામાન્ય રીતે રસોઈનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે તેનો ઉપયોગ કરીને પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફૂદીનાના પાન ના અમુક એવા ફાયદાઓ કેજે તમારા માટે થશે ઉપયોગી.

ફુદીનો ગુણોની ખાણ છે સામાન્ય દેખાતો આ છોડ પોતાના માં જ ખુબ શક્તિશાળી અને ચમત્કારી પ્રભાવ રાખે છે. ઉનાળામાં ફુદીનાની ચટણી ખાવી પણ આરોગ્ય માટે ખુબ લાભકારી છે. ફુદીનો ઔષધિય ગુણોની સાથે-સાથે તમારા ચહેરાનું સૌન્દર્ય નિખારવા માટે પણ ખુબ લાભદાયક છે, તેના સિવાય ફુદીનો એક ખુબ સારી એન્ટી બાયોટિક દવા પણ છે.

ફૂદીનામાં ફાયબર હોય છે અને તેમાં રહેલા ફાયબર તમારા કોલેસ્ટેરોલનું લેવલ ને ઓછુ કરવામાં મદદ કરે છે, અને તેમાં રહેલ મેગ્નેશિયમ તમારા હાડકાને શક્તિ આપે છે, અને તેને મજબુત બનાવે છે. કોઈ વ્યક્તિને ઉલટી થાય ત્યારે ૨ ચમચી ફુદીનો દર ૨ કલાકમાં તે દર્દીને પીવડાવો તેનાથી ગભરામણ અને ઉલટી જેવી બીમારીમાં ખુબ જલ્દી રાહત મળે છે.

મો ની દુર્ગંધ માટે

મોમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે ફુદીનાના સુકા પાન નું ચૂર્ણ બનાવી તેના દ્વારા મંજન કરો. આમ કરવાથી તમારા મોંમાં આવતી દુર્ગંધ દુર થાય છે. સાથે સાથે તમારા દાંતની અન્ય સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.

ખીલને ભગાડવા : ફુદીનાના થોડા પાન લઈ તેની અંદર ૨ થી ૩ ટીપા લીંબુનો રસ ભેળવી ચહેરા ઉપર લગાવવાથી તમારા ચહેરા ઉપર રહેલા ખીલ અને તેના ડાઘા દૂર થઈ જાય.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા
b.p
ફૂદીનાના પાન હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર આમ બને પ્રકારના બ્લડ પ્રેશરની સમસ્યા મદદરૂપ સાબિત થાય છે. ફુદીના ના પાન ની અંદર એક ચપટી મીઠું કાળા મરી અને સિંધવ ઉમેરી સેવન કરવાથી લો-બીપીની સમસ્યામાં રાહત મળે છે. હાઈબ્લડપ્રેશરના દર્દીઓ ફુદીનાના પાનનો સીધું જ સેવન કરી શકે છે.

પેટની સમસ્યાઓ માં : ફુદીનો પેટને લગતી દરેક બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો દરરોજ ફુદીનાની અંદર લીંબુ નો રસ અને મધ ભેળવીને સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

માસિક ધર્મમાં લાભકારી

જો તમારે પણ માસિક ધર્મ સમયે ન આવતું હોય તો તમે ફુદીનાના રસનું સેવન કરી શકો છો. પુદીના ના સુકા પાનનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી માસિક ધર્મની સમસ્યામાં રાહત મળે છે.

ડિહાઇડ્રેશનથી છુટકારો : ડીહાઇડ્રેશનની ઘાતક અવસ્થા થી બચવા માટે ફુદીનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ડિહાઈડ્રેશનની સમસ્યા ના ફુદીનો ડુંગળી અને લીંબુના રસને બરાબર માત્રામાં ભેળવીને પીવાથી લાભ મળે છે.

લુ લાગવા પર

ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે ફુદીના અને ડુંગળીની ચટણી બનાવી તેનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. વધુ પડતી ગરમીથી છુટકારો મેળવવા માટે એક ચમચી સૂકા ફૂદિનાના પાન ની અંદર અડધી ચમચી એલચીનો પાઉડર ભેળવી ગરમ પાણીમાં પીવાથી લાભ મળે છે.

એડકી દૂર કરવા : ફૂદીનાનો રસ પીવાથી હેડકી ની સમસ્યામાં રાહત મળે છે. તરત જ અટકી ને બંધ કરવા માટે ફુદીનાના રસની અંદર લીંબુનો રસ ભેળવી પીવાથી રાહત મળે છે..શરદી ખાંસી માં: શરદી ખાંસી અથવા જૂની શરદી હોય તેના માટે તમે થોડો ફુદીનાનો રસ લો અને તેમાં મરી અને થોડું સંચળ મેળવી લો અને જે રીતે આપણે ચા પીએ છીએ બસ તે જ રીતે આને ચાની જેમ ઉકાળીને પીવાથી શરદી ખાંસી અને તાવ માં ખુબ જલ્દી રાહત થઇ જાય છે.

જો કોઈને વાગી જાય અથવા પછી ઘસાઈ જાય તો તે સ્થાન પર કેટલાક ફુદીનાના તાજા પાંદડા લઈને તેને વાટીને લગાવવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. અને જો તમને કોઈ પણ પ્રકાર ના દાદર, ખંજવાળ, અથવા બીજા અન્ય પ્રકારના કોઈ ચામડીના રોગ હોય તો તમે તાજા ફુદીનાના પાંદડાને સરખી રીતે વાટી લો અને આ લેપને પ્રભાવિત ત્વચા પર લગાવો આનાથી ખુબ જલ્દી આરામ મળે છે.

ગળાના રોગોમાં ફુદીનાના રસને મીઠાંના પાણીની સાથે ભેળવીને કોગળા કરવાથી તમારો અવાજ પણ સાફ થાય છે અને જો ગાળામાં ભારેપણું અથવા ગળું બેસી જવાની ફરિયાદ હોય તો તે પણ આનાથી દુર થઇ જાય છે.સૌન્દર્ય માટે ફુદીનાનો ઉપયોગ કેવી રીતે કરવો: ફુદીનાના રસને મુલતાની માટીની સાથે ભેળવીને તમારા ચહેરા પર લેપ કરવાથી તમારી ઓઈલી ત્વચા સરખી થઇ જાય છે અને ચહેરા પરથી કરચલીઓ ઓછી થઇ જાય છે તેના સિવાય તેને લગાવવાથી તમારા ચહેરાની ચમક વધી જાય છે.

તૈલીય ત્વચા માટે ફુદીનાનું ફેશિયલ: જો તમારી ત્વચા તૈલીય હોય તો તમારા માટે ફુદીનામાથી બનેલું ફેશિયલ ઘણું સારું રહેશે. તેના માટે તમે બે મોટી ચમચી સારી રીતે વાટેલા ફુદીનાના પાંદડા બે ચમચી દહીં અને એક મોટી ચમચી ઓટમીલ આ બધાને ભેળવીને એક લેપ બનાવી લો અને આ લેપને તમારા ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાવીને રાખો, ત્યારબાદ તમારા ચહેરા ને ઠંડા પાણીથી ધોઈ લો અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર આ પ્રયોગ કરવાથી તમારી તૈલીય ત્વચા સરખી થઇ જાય છે,