ફિલ્મ “છેલ્લો દિવસ”ની અભિનેત્રી રીઅલ લાઈફ માં પણ દેખાય છે આટલી સુંદર,જાણો એના જીવન ની થોડી રસપ્રદ વાતો…

0
186

આ લેખ માં તમારું સ્વાગત છે આજે આપણે આ લેખ માં વાત કરવાના છે ગુજરાતી ફિલ્મો ની મશહુર અભિનેત્રી જાનકી બોડીવાલા ની.હા આ એજ અભિનેત્રી જેને તમને ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ માં જોવા મળી હતી.તો હવે જાણીને આ અભિનેત્રી વિસે.જેની સુંદરતા જોઈને તમે પણ જોતા રહી જશો.જાનકી બોડીવાલા જન્મ 30 ઓક્ટોબર 1995 એ અમદાવાદ, ભારતની એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે.તે છેલ્લો દિવસ 2015, તંબુરો 2017,છુટ્ટી જશે છક્કા 2018 અને બઉ ના વિચાર 2019 માટે જાણીતી છે.

ટાઉન ડીવા જાનકી બોડીવાલા જેટલી સુંદર અને ચાર્મિંગ છે એટલી જ ટેલેન્ટેડ પણ છે. એક્ટ્રેસ એકદમ નેચરલ અદાકારા છે સાથે જ ગુજરાતી ફિલ્મોમાં ધાંસૂ પર્ફોર્મન્સ આપીને વાહવાહી પણ ખૂબ મેળવી રહી છે. 2019માં આવેલી તેની ફિલ્મ ‘બઉ ના વિચાર’માં તેણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અમદાવાદ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2019 માં સૌથી વધારે વોટ મેળવીને તે ખૂબ ખુશ છે.

જાનકી બોડીવાલા ડેન્ટિસ્ટનું ભણતી હતી અને તેણે ભણવાનું અધવચ્ચે મૂકીને ફિલ્મ ‘છેલ્લો દિવસ’ સાઈન કરી હતી. આ ફિલ્મ આટલી હિટ જશે, તે જાનકીને પણ ખ્યાલ નહોતા. ફિલ્મ હિટ જતાં જ જાનકીએ ભણવાનું પડતું મૂકીને એક્ટ્રેસ બનવાનો નિર્ણય લીધો હતો. એક સમયે જાનકી બોડીવાલાનો પરિવાર જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો, જેમાં ત્રણ કાકા તથા તેમનો પરિવાર થઈને 25 લોકો ઘરમાં રહેતાં હતાં. જોકે, હાલમાં તો જાનકી પેરેન્ટ્સ તથા ભાઈ સાથે રહે છે.

પ્રારંભિક જીવન

જાનકીનો જન્મ અમદાવાદ માં થયો. ભરત બોડીવાલા અને કાશ્મીરા બોડીવાલા તેમના માતા-પિતા છે. તેણીનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. તેણે એમ.કે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદથી સ્કૂલનું શિક્ષણ લીધું છે. તેમણે ગાંધીનગરની ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઓફ ડેન્ટલ સાયન્સ બીડીએસ માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

કારકિર્દી

બોડીવાળાએ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ચેલો દિવાસ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 20 નવેમ્બર 2015 ના રોજ વિવેચકોની સકારાત્મક સમીક્ષાઓ અને વ્યાપારી સફળતા સાથે વિશ્વભરમાં 231 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી.2017 માં, તેણીએ અભિનય કર્યો ઓ તારી, તંબુરો અને દાઉદ પાકદ બાદમાં તે છુટી જશે છક્કા, તારી માટે વન્સ મોર (2018) અને બઉ ના વિચાર (2019) જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.જાનકી એ એક ઇન્ટરવ્યૂ માં જાનકી ને પૂછેલા સવાલ.

તારામાં જેવી કઈ બાબત છે જે તારા પ્રમાણે મોસ્ટ ડિઝાયરેબલ છે.જાનકી એ હસતા હસતા કહ્યું હતું કે તે કહેવું થોડું અઘરૂં છે પરંતુ મને લાગે છે કે મારી આંખો.મારી આંખોથી ઘણું બધું એક્સપ્રેસ કરી શકું છું. આ ઉપરાંત, મને જે પણ ટાસ્ક કરવા માટે મળે છે તેને હું સ્વીકારી લઉ છું અને તેને પૂરતો ન્યાય આપું છું. તે પણ ડિઝાયરેબલ બાબત હોવાનું મને લાગે છે.

એક્ટરમાં તને સૌથી વધારે ડિઝાયરેબલ કોણ લાગે છે.

હું રયાન ગોસલિંગ (Ryan Gosling)નું નામ લઈશ. તેણે ‘લા લા લેન્ડ’માં ખૂબ જ સારૂં કામ કર્યું છે.હું તેમ કહીશ કે તેનો ઓનસ્ક્રીન દેખાવ એકદમ રીયલ છે. તે પણ પોતાની જાતને આંખોથી એક્સપ્રેસ કરે છે. હકીકતમાં, તે એક એવો એક્ટર છે જે મને પ્રેરણા આપે છે.

ક્રિએટિવિટી પર તું કેવી રીતે ધ્યાન આપે છે.

મને નવી-નવી વસ્તુઓ શીખવાનો શોખ છે. ફેમિના મિસ ઈન્ડિયા પણ મારા માટે એક પડકાર સમાન હતું, તેમાંથી પણ મને ઘણું શીખવા મળ્યું.છેલ્લા કેટલાક મહિનાથી હું ડાન્સ શીખી રહી છું અને મારી લિસ્ટમાં હવે સિંગિંગ છે. હાલ તો હું એક્ટર તરીકે એન્જોય કરી રહી છું અને કેમેરાની સામે હોવું તે મને સૌથી વધારે સંતોષ આપે છે.

પ્રોફેશનલ લાઈફમાંથી તું શું શીખી.

મારા માટે અત્યારસુધીની જર્ની રોલર-કોસ્ટર રાઈડ જેવી રહી છે.મેં જે ફિલ્મો કરી તેની સફળતા-નિષ્ફળતાના કારણે જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા. હું એક્ટર નહોતી, પરંતુ છેલ્લો દિવસ કર્યા બાદ હું એક્ટિંગનો અર્થ જાણવા લાગી. હું મારા એક્ટિંગ પ્રોસેસની આભારી છું. મને ક્યારેય એક્ટિંગ શીખવા માટે ફિલ્મ સ્કૂલમાં જવાની જરૂર લાગી નથી.કેમેરા, કેમેરા એન્ગલ્સ તેમજ ફિલ્મમેકિંગ વિશે હું જે કંઈ પણ શીખી છું તે મારી ફિલ્મના સેટ પરથી શીખવા મળ્યું છે. મારા કો-એક્ટર્સે પણ મને મદદ કરી છે. હું મારી જાતને માત્ર મસાલા ફિલ્મ પૂરતી સીમિત રાખવા માગતી નથી, ગુજરાતી ફિલ્મોમાં પણ હું અલગ-અલગ રોલ પ્લે કરવા માગું છું