ફેફસાંને એકદમ ચોખ્ખા કરી દે છે આ ઉપાય ,જાણીલો અને અત્યારે જ ટ્રાઈ કરી જુઓ.

0
551

મિત્રો જીવન ટકાવી રાખવા માટે નું સૌથી અગત્યનું છે સ્વાસ લેવું, અને તેમાં માટે શરીર માં ફેફસા નું સ્વસ્થ હોવું જરૂરી છે. ફેફસા વગર માણસના જીવનની કોઈ કલ્પના જ નથી. જો તે જ ફેફસામાં કંઈ સમસ્યા આવે તો તે શ્વાસ તેમજ તેને સંબંધી અન્ય બીમારીઓનો ભોગ બનવું પડે છે અને ક્યારેક એટલી ગંભીર પરિસ્થિતિ અને સમસ્યાઓ સર્જાય છે કે જેના કારણે દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે.

તેથી જ્યારે પણ ફેફસાની કોઈ પીડા થાઈ તે પહેલા તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જેથી કરીને આપણે ક્યારેય ફેફસા સંબંધી ડોક્ટરની મુલાકાત નહિ લેવી પડે. સારવારમાં પૈસા નાખવા તેના કરતા તો તેનો ઉપચાર કરી લેવો વધારે સારો રહે છે મિત્રો. તેના સંદર્ભમાં જ આજે અમે એવા ઉપચાર લાવ્યા છીએ કે જેમાં તમે ઘરે બેઠા તમારા ફેફસાની સફાઈ ખુબ જ સરળતાથી કરી શકો છો. પણ હવે ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે હવે ઘરે બેઠા તમે હળદર, આદું અને લસણ દ્વારા તમારા ફેફસાને સ્વસ્થ રાખી શકો છો.

દિલ્હી-NCRમાં એક વાર ફરીથી વાયુ પ્રદૂષણ નો ખતરો મંડરાવા લાગ્યો છે. ઘણા વિસ્તારોમાં હવાની ક્વોલિટી (AIQ) બહુજ ખરાબ થઈ ગઈ છે. હવામાં મિશ્રિત પ્રદૂષણનાં ઝેરથી કોરોના ઈંફેક્શન (Corona infection)ના ફેલાવાની ગતિ પણ વધી શકે છે. કારણકે, તેનાંથી ખાસી અને છીંકના મામલા વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છેકે, બિમારી અને પ્રદૂષણના બેવડા મારથી ફેંફ્સા ઉપર ખરાબ અસર થઈ રહી છે. એટલા માટે તેની સફાઈ અને મજબૂતી બહુજ જરૂરી છે.

આપણા ફેફસા ખુબ જ જરૂરી અને અનિવાર્ય ઓર્ગન છે તેનું મુખ્ય કાર્ય છે વાતાવરણમાંથી ઓક્સીજન લેવું અને કાર્બનડાયોકસાઈડને બહાર કાઢવાનું. માટે આપણા ફેફસા યોગ્ય રીતે કાર્ય કરે તે ખુબ જ જરૂરી છે. પરંતુ જો તે વ્યવસ્થિત કામ ન કરે તો હૃદય અને શ્વાસ સંબંધી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. માટે તેની સફાઈ કરવા માટે અમે એક ખુબ જ જબરદસ્ત ઘરેલું ઉપચાર લાવ્યા છીએ.

ફેફસાની કોઈ સમસ્યા સર્જાઈ તે પહેલા જ જો આપણે તેની યોગ્ય કાળજી લઈએ તો આપણે ક્યારેય ફેફસા સંબંધી ડોક્ટરની મુલાકાત નહિ લેવી પડે. સારવારમાં પૈસા નાખવા તેના કરતા તો તેનો ઉપચાર કરી લેવો વધારે સારો રહે છે મિત્રો. તેના સંદર્ભમાં જ આજે અમે એવા ઉપચાર લાવ્યા છીએ કે જેમાં તમે ઘરે બેઠા તમારા ફેફસાની સફાઈ ખુબ જ સરળતાથી કરી શકો છો. વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી અને હંમેશા તમારા ફેફસા સ્વસ્થ અને કાર્યક્ષમ રહેશે.

આદુંવાળી ચાની અંદર એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં કારગર છે. સાથે જ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને બીટા કેરોટીન જેવાં ઔષધીય તત્વ પણ છે. એક સ્ટડી મુજબ, આદું શરીરમાં કેન્સર સેલ્સનો ખાતમો કરી શકે છે. ફેંફ્સાની સફાઈ માટે નિયમિત રૂપે આદુંની ચા પીવો.

ફેંફ્સા સાથે જોડાયેલી મુશ્કેલી દૂર કરવા માટે તજની ચા પણ ઘણી ઉપયોગી છે. રોમન સામ્રાજ્યમાં તેનો ઉપયોગ ડાયજેશન અને રેસ્પિરેટરી ટ્રેકટમાં દવાની જેમ કરવામાં આવતો હતો. એક ગ્લાસ પાણીમાં થોડા તજ નાંખી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય, તેને પીવાથી ફેંફ્સાની સારી સફાઈ થઈ શકે છે.

ફેંફ્સાની સફાઈ માટે સ્ટીમ થેરેપી સૌથી સારી અન સરળ ઉપાય છે. પાણીની વરાળ ફક્ત બંધ પડેલાં એર પેસેજ જ નથી ખોલતી પરંતુ ફેંફ્સામાંથી કફને પણ નીકાળે છે. ઠંડીની ઋતુમાં તે વધારે ફાયદાકારક છે. સ્ટીમ બહુજ ઓછા સમયમાં શ્વાસની તકલીફમાંથી રાહત અપાવી શકે છે.

દરરોજ નિયમિતરૂપે પ્રાણાયમ કરવાથી ફેંફ્સાનાં એર પેસેજ માટે સારી માનવામાં આવે છે. તેનાંથી છાતીમાંથી કફ પણ જામતો નથી. ફેંફ્સાનાં ફંક્શન માટે તે બહુજ કારગર છે. નાકમાં સીસમનાં તેલનું એક ટીપું નાખો અને પ્રાણાયમ કરો. બહુજ જલ્દીથી તમને તેનાં ફાયદાઓ દેખાવા લાગશે.

અમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશન દ્વારા પ્રકાશિત એક જર્નલ મુજબ, અખરોટમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ફેંફ્સા માટે તે બહુજ ફાયદાકારક વસ્તુ છે. ડાયેટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ સામેલ કરવાથી તમે ફેંફ્સાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તે શ્નાસની મુશ્કેલીની સમસ્યા અથવા અસ્થમામાં પણ ફાયદાકારક છે.

જે માછલીમાં ફેટની માત્રા વધારે હોય છે તેનું સેવન કરવાનું પણ ફેંફ્સા માટે ફાયદાકારક હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ માટે સાલ્મન ફિશ સૌથી સારો વિકલ્પ હોય છે.
અમેરિકન કેંસર સોસાયટી મુજબ, બીન્સ શાકભાજીઓનું સેવન ફેંફ્સા માટે લાભદાયી છે. બીન્સમાં શરીર માટે જરૂરી દરેક પ્રકારનાં ન્યૂટ્રીશન મળી જાય છે. એટલા માટે તેને ડાયેટમાં સામેલ કરવાનું ક્યારેય ભુલશો નહી.

હેલ્ધી ફેંફ્સા માટે દરરોજ એક સફરજન ખાવ, તેમાં હાજર વિટામિન્સ ફેંફ્સાને હેલ્ધી બનાવી રાખે છે. એક શોધ મુજબ, ફેંફ્સાનાં સ્વાસ્થ્ય માટે વિટામિન-ઈ, વિટામીન-સી, બીટા કેરોટીન અને ખાટા ફળો ઘણા સારા માનવામાં આવે છે. સફરજનમાં આ બધા જ પોષકતત્વ હોય છે.જરદાળુંમાં હાજર વિટામિન-એ ફેંફ્સા માટે વધુ લાભદાયી છે. તેમાં હાજર ગુણકારી પોષક તત્વ ફેંફ્સામાં થતાં ઇંફેક્શનનાં ખતરાને ઘટાડી શકે છે.

ગાજરને નાના ટૂકડામાં સમારી લો. હવે તેમાં પાણી નાખી તેને પકાવવાના છે. ગેસ પર ગાજરમાં પાણી નાખી મૂકો અને જ્યાં સુધી ગાજર પાકે નહિ ત્યાં સુધી તેનેપકાવો. ગાજરમાં પાણી એટલું નાખવાનું કે જેમા ગાજર પાક્યા પછી પણ પાણી બચે. હવે ગાજર પાક્યા બાદ ગાજરને મીક્ષ્યરમાં નાખો અને તેનું પાણી સંભાળીને રાખો.ગાજરને મીક્ષ્યરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો. પેસ્ટ બન્યા બાદ તેમાં ઉપરથી ચાર ચમચી મધ નાખી તેને બરાબર મિક્સ કરી લો. તેમાં જે ગાજર પકાવ્યા હતા તેનું પાણી હતું તે પણ મિક્સ કરી દો.હવે આ મિશ્રણને કોઈ વાસણમાં ઢાંકીને અથવા તો કોઈ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી રાખો.

ફેફસાની સફાઈ કરવા માટે દિવસમાં ત્રણ વખત આ મિશ્રણનું સેવન કરવાનું છે. દરેક વખતે બે ચમચીનું સેવન કરવાનું છે. આવું કરવાથી ફેફસાં વધારે કાર્યક્ષમ રહેશે અને તેમાં ક્યારેય ગંદકી જમા નહિ થાય તેમજ  ફેફસા સાફ રહેશે. મસુર ની દાળ અને મેથી ફેફસા ને સ્વસ્થ રાખે છે.દરરોજ તેનો ઉપયોગ કરો.ફેફસા માટે વિટામિન સી ધરાવતા ફળો ખાવા ફાયદાકારક છે.ફળો માં નારંગી ,લીંબુ ,ટામેટાં ,કીવી ,સ્ટ્રોબેરી,દ્રાક્ષ વગેરેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણ માં હોય છે. તેથી ફેફસા ને ફાયદો  છે.

પાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખો તેમાં મધ નાખી ને ચા બનાવો.ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે . ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ લેવો. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીરમાં રહેલા બલગમ ને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે.

ઠંડી ઋતું માં જેમ જેમ હવાનું દબાણ ઓછું થાય છે તેમ તેમ પ્રદૂષણ પણ વધવા લાગે છે.ધુમાડો અને ધુમ્મસ જમીન પર સ્થિર થઈ જે છે જમાંથી સ્મોગ બને છે. સાથે પ્રદૂષણનું સ્તર પણ વધવા  લાગે છે. એટલા માટે નાસ લેવો ફેફસા માટજરૂરી છે . ફેફસાની સફાઈ કરવા માટે મધ પણ ઉપયોગી છે. મધમાં એન્ટીમાઇક્રોબિયલ, એન્ટી-ઇનફલામેન્ટ્રી જેવા ગુણો હોય છે, જે ફેફસાના કનજેક્શનને સાફ કરવામાં મદદ કરેછે. આ સુંદર કુદરતી સ્વીટનર નો ઉપયોગ પ્રાચીન કાળથી ફેફસાને સાફ કરવા માટે થાય છે. માત્ર એક ચમચી મધ ફેફસા માટે ઘણું ફાયદાકારક છે.

ગ્રીન-ટી ફેફસા ની સફાઇ માટે પણ ઘણી ફાયદાકારક છે. ગ્રીન ટી માં એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને ફેફસા ઇમફલામેશનને ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટી માં રહેલ અનેક પ્રકાર ની વસ્તુઓ  ફેફસા ને ધુમાડા થી થતાં નુકશાન થી બચાવે છે.ઓમેગા ૩ ફેટી એસિડ્સ ફેફસા ને સાફ કરવા માટે ખુબજ અસરકારક નીવડે છે. ઓમેગા ૩ ફેટી એસિડ માછલી,ડ્રાઈ ફ્રૂટ અને અળસીમાંથી મળે છે. ફોલેટયુક્ત ખોરાક ખાવાથી  ફેફસા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

ફુદીના ના સેવનથી પણ શરીરને અનેકવિધ લાભ પહોંચે છે, સંસ્કૃતમા કહેવાયુ છે તે મુજબ દરેક વસ્તુનો યોગ્ય પ્રમાણમા ઉપયોગ કરવો જોઈએ. આ ફુદીનાના પર્ણો અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત શરીરમા પ્રવર્તતા બેક્ટેરિયાથી રક્ષણ મેળવવા માટે નિયમિત ૩ થી ૫ ફુદીના ના પર્ણોને ચાવી તેનુ સેવન કરવુ.