ફટાફટ વજન ઘટાડવું હોય તો આ રીત છે સૌથી વધારે ઉપયોગી,જાણીલો એક ક્લિકમાં.

0
388

શરીરની ચરબી ઘટાડવા માટે તમારે કલાકો સુધી ભૂખમરો લેવાની જરૂર નથી. જો તમે ઈચ્છો છો, તો તમે તમારા આહારમાં આવા કેટલાક બીજ શામેલ કરી શકો છો, જેનાથી તમને ભૂખ ઓછી લાગશે અને તમે જલ્દીથી વજન ઓછું કરી શકશો. સામાન્ય રીતે દરેક વ્યક્તિ ફીટ અને હેલ્ધી રહેવા માંગે છે. જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો બધું જ અજમાવવા તૈયાર હોય છે. તંદુરસ્તી એ સમયની જરૂરિયાત બની ગઈ હોવાથી, લોકો ક્રેશ ડાયટથી લઈને ભારે વર્કઆઉટ્સ સુધીનું બધું જ કરે છે.

વજન ઘટાડવા લોકો નવી-નવી એક્સસાઇઝ અને ડાઇટિંગ અપનાવે છે. પરંતુ આજકાલ લોકોમાં રિવર્સ ડાઇટિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શું ખરેખર આ ડાઇટિંગ ફાયદાકારક છે.આ એક એવી તકનીક છે. જેનો ઉપયોગ બોડી બિલ્ડરો, એથ્લેટ્સ વજન ઘટાડવા દરમિયાન એનર્જીના લેવલને વધારવા માટે કરે છે. ચાલો તમને જણાવીએ શું છે રિવર્સ ડાઇટિંગ અને કેવી રીતે કાર્ય કરે છે.રિવર્સ ડાઇટિંગ એક એવો ડાઇટ પ્લાન છે જે ધીરે ધીરે કેલેરીનું પ્રમાણ વધારે છે. સાથે જ તેનાથી મેટોબોલિજ્મ બૂસ્ટ થાય છે. અને વજન ઘટાડાની પ્રક્રિયા તેજ થાય છે. જો તમે તમારી જૂની ડાઇટ સાથે વજન ઘટાડવા માગો છો તો પણ તમારા માટે આ ફાયદાકારક છે.

બોડી બિલ્ડર્સમાં વધારે ફેમસ છે આ ડાઇટઆ ડાઇટ બોડી બિલ્ડર્સ અને એથ્લેટ્સમાં વધારે પોપ્યુલર છે. કારણ કે તેનાથી એનર્જી લેવલ બની રહે છે. સાથે જ વજનને પણ મેન્ટેન રાખે છે. એક્સપર્ટના અનુસાર તેનાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી તમે ઓવરઇટિંગથી પણ બચી શકો અને વજન ઘટાડવા મદદ મળે છે.મોટાભાગે ડાઇટ પ્લાનમાં કંઝ્યુમ કરવામાં આવેલી કેલેરીથી વધારે કેલેરી બર્ન કરવા પર ધ્યાન આપવામાં આવે છે. પરંતુ કેલેરીનું સેવન ઓછું કરતા વખતે તમારી વર્કઆઉટ અથવા તીવ્રતા વધારવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

રિવર્સ ડાઇટિંગમાં તમારે સામાન્ય ઇનપુટથી 50થી 100 કેલેરી લેવાની હોય છે. જેને 4-10 વીક સુધી ફોલો કરવાની હોય છે. પરંતુ ધ્યાન રાખવું કે આ દરમિયાન તમારૂ પ્રોટીન ઇનટેક એક સમાન હોય, તેની સાથે નોન એક્સેસાઇઝ એક્ટિવિટી રીતે વાત કરવી, ચાલવું અને સામાન્ય કામ પણ કરતા રહો. જેથી કેલેરી લેવલ બેલેન્સ થઇ શકે.

રિવર્સ ડાઇટિંગ દ્વારા અનહેલ્દી ફૂડને ખાવાની ઇચ્છા ઓછી થાય છે. એવામાં જોવા જઇએ તો વજન ઘટાડવા માટે સારૂ છે. તેનાથી મેટાબોલિજ્મ બૂસ્ટ થાય છે. અને ડાઇટિંગ બાદ ફરી વજન વધવાનો ખતરો પણ રહેતો નથી. જોકે તેના પર સંપૂર્ણ ભરોસો પણ કરી શકાય નહીં.

કેલેરી ઇનટેક વધતા તમારા મેટાબોલિજ્મ મજબૂત થાય છે. જેના કારણે નોન એક્સસાઇઝ એક્ટિવિટી શર્મોજેનેસિસ દ્વારા કેલેરી બર્ન કરવામાં આવે છે. જેમા ચાલવું વાત કરવા જેવી બાબતો શામેલ છે.રિવર્સ ડાઇટિંગ તમારા લેપ્ટિન હોર્મોનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. જે વજનને કંટ્રોલ કરે છે.વધારે કેલેરી ઇનટેકથી તમે પોતાને અનર્જેટિક અનુભવ કરશો. તેના કારણે તમારો મૂડ પણ સારો રહે છે. સાથે તમારૂ કોન્સનટ્રેશન પણ વધે છે.

આની મદદથી તમે કેટલાક સમય સુધી વજન ઘટાડી શકો છો. પરંતુ તેનો તમારા મોટાબોલિજ્મ પર ખરાબ અસર પડે છે. વધારે તેજ મેટાબોલિજ્મ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. અને બની શકે કે તમે તમારા ડાઇટિંગ રૂટીન પર પરત ફરવા માગો છો તો તે પણ સંભવ ન થાય.તમારે તમારા નિયમિત આહાર મા નિત્યપણે પૂરતા પ્રમાણ મા સલાડ નો ઉપયોગ કરવો. જયારે પણ ભૂખ લાગે ત્યારે વેફર ની જગ્યાએ સલાડ જેવા કે ગાજર, કાકડી, ફ્ગાવેલા મગ, ચણા નું સેવન કરવું જોઈએ.

બપોર ને સમયે આરોગવામા આવેલ ભોજન હોય કે પછી રાત્રી નુ ભોજન નિયમિત ભોજન લીધા બાદ ૧૫ થી ૨૦ મિનીટ માટે ચાલવાની ટેવ પાડો. ઘર હોય કે પછી ઓફિસ, આપણે જ્યાં પણ જમ્યા હોઈએ ત્યારબાદ આપળી આજુ બાજુ જો કોઈ પાર્ક હોય તો ત્યાં સુધી ચાલવા જવું અને ત્યાં પણ ચાલવું. ભોજન આરોગ્યા બાદ જો તરત જ સુવા મા આવે અથવા તો કોઇપણ બેસી ને કામ કરવામા આવે તો વજન મા વધારો થાય છે અને પેટ પણ બહાર નીકળતું જાય છે.ઓવર ઈટિંગ નો અર્થ થાય છે કે જયારે માણસ ને ભૂખ લાગી હોય અને તે તેના કરતા વધુ ભોજન આરોગે તો તેના શરીર મા વજન નો વધારો થાય છે. આ માટે જયારે પણ જમવા બેસો તો ત્યારે જેટલી ભૂખ હોય તેટલું જ ભોજન આરોગો.

જો તમે તમારો વજન ઘટાડવા ઇચ્છતા હોય તો દિવસ દરમિયાન દસ થી બાર ગ્લાસ પાણી અટેલે કે ત્રણ થી ચાર લીટર જેટલું પાણી પીવા નો નિયમ લઇ લો. આટલું પાણી જો રોજ પીવા મા આવે તો તેના થી શરીર નું મેટાબોલિઝમ સારી રીતે કાર્ય કરે છે અને સાથોસાથ જમવાનું પાચન પણ સારી રીતે થાય છે.

જો તમે સાચે જ તમારું વજન ને નિયંત્રિત કરવા કે ઓછુ કરવા ઈચ્છતા હોય તો તમારે જંકફૂડ તેમજ બહાર બજાર મા મળતી તમામ વસ્તુઓ નો ત્યાગ કરવો. ઘણા માણસો તીખું ચટપટું ખાવા માટે બજાર મા મળતી વસ્તુઓ નુ સેવન કરતા હોય છે.નિયમિત એક ટેવ પાડો કે સવાર ના સમયે ઉઠતા ની સાથે નયણાં કોઠે એક ગ્લાસ નવશેકું પાણી પીવું. આ રીતે પાણી પીવા થી શરીર મા રહેલી વધારા ની ચરબી ઓગળે છે અને સાથોસાથ શરીર ના મેટાબોલિઝમ પણ સારી રીતે કાર્ય કરે છે.વજન ને નિયંત્રિત કરવા અથવા તો ઓછુ કરવા તેમજ શરીર ને સુદૃઢ બનાવવા માટે રોજ હળવી કસરત શરીર માટે ઘણી લાભદાયી સાબિત થાય છે. કસરત થી શરીર ના સ્નાયુઓ પર ભાર પડે છે તેમજ શરીર મા સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

જો તમે ખાવાપીવા ના વધારે શોખીન હોય અને તમે તમારી આ લત્ત થી મુશ્કેલી ની અનુભવ કરતા હોય તો તમારે આખા અઠવાડિયા મા ઓછા મા ઓછું એકવાર તો ઉપવાસ જરૂર થી કરવો જોઇએ. આ ઉપવાસ દરમિયાન તમારી ઈચ્છા હોય તો તમે અઠવાડિયા મા એક દિવસ પ્રવાહી પદાર્થો નુ સેવન કરી ને પણ ઉપવાસ કરી શકો છો. આ પ્રદાર્થો મા પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે જેવી વસ્તુઓ નુ સેવન કરી શકાય છે. આ ઉપવાસ દરમિયાન સલાડ કે ફળાહાર નો ઉપયોગ કરી શકાય છે જે તમને વજન નિયંત્રિત કરવામા મદદરૂપ થશે.

કમર તેમજ પેટ ના ભાગ મા જામેલી ચરબી ને ઓછી કરવા અથવા તો શરીર નો વજન નિયંત્રિત કરવા માટે નિત્યપણે સવારે ઊઠી ને યોગ કરવા ની ટેવ પાડવી. આ યોગ મા ઘણા એવા આસન છે કે જેના પ્રયોગ થી પેટ તેમજ કમર મા જામેલી ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે. આમ જોવા જઈએ તો યોગ માનવ શરીર ને નિરોગી રાખે છે આ માટે સૂર્ય નમસ્કાર ની તમામ ક્રિયાઓ સાથે સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે આસન નો સમાવેશ કરવો જોઇએ.

મધ મા ઘણા ગુણો નો સમાવિષ્ઠ હોય છે અને જે તમને જાડા તેમજ પાતળા થવા મા મદદરૂપ થાય છે. માનવ શરીર ને સુદૃઢ બનાવવા તેમજ શરીર મા વધેલા વજન ને નિયંત્રિત કરવા નિત્યપણે સવાર ના સમયે નવશેકા પાણી સાથે મધ નુ પણ સેવન કરવું. આ પ્રયોગ થી તમે ઝડપે કમર તેમજ પેટ મા જામેલી ચરબી ને ઓછા કરી શકશો.

જો તમે ચા પીવા ના શોખીન છો તેમજ તમે ઝડપ થી વજન ઓછો કરવા ઈચ્છતા હોય તો તમારી આ ચા પીવા ની ટેવ તમને વજન ઓછો કરવા મા મદદરૂપ થશે. પરંતુ આ ચા દૂધવાળી ના હોવી જોઈએ એટલે કે આ દૂધ ની ચા પીવા ને બદલે તમારે નિયમિત એન્ટીઓક્સિડેન્ટ થી ભરપુર ગ્રીન ટી, લેમન ટી અથવા તો બ્લેક ટી પીવી જોઈએ. વાસ્તવ મા દૂધવાળી ચા પીવા થી તમારા શરીર મા સ્થૂળતા વધે છે માટે આ રીત ની ગ્રીન ટી નો ઉપયોગ કરવો જોઈએ.