ફક્ત 7 ધોરણ ભણેલા ગોંડલ નો ખેડુત કરે છે,123 દેશોમા પોતાનો બિઝનેસ…જાણો વિગતે

0
132

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા વ્યક્તિ વિશે જેઓ ખુબજ મહેનત કરી પોતાનો વ્યવસાય 123 દેશો સાથે ચલાવે છે આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ અને સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો અને આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે તેમજ આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સખત મહેનત કરવાની જરૂર છે.

અને આજના આ આધુનિક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે તેમજ મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી અને એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે અને સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી અને જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે.

અને આવો જ એક કીસ્સો ગોંડલના સાઢવયા ગામના કિસાન શ્રી રમેશભાઇ રૂપારેલીયા ના જીવનમાં કૃષિ મહોત્સવએ પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે જે ખુબ જ ઉત્સાહી, ખંતીલા અને સખત મહેનતુ રમેશ ભાઇ ગોંડલ ના ખેડૂત છે અને આ ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે અને ત્યાં વરસાદ માત્ર 300 થી 350 એમ એમ જેટલો ઓછો પડે છે અને ભૂગર્ભ પાણી પણ ખુબ જ ઊંડા છે અને આ પરિસ્થતિમાં બાગાયતી પાકોની ખેતી લગભગ અશકય જ છે ઉપરાંત જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોજ, હરણ વગેરેનો પણ દ્યણો પ્રશ્ન રહે છે.

આમ છતાં રમેશભાઈએ પોતાના ખેતરને કાંટાળા તાર, નેટ અને જાળીથી રક્ષિત કરેલ છે. તેમનો પરિવાર સંપૂર્ણપણે ખેતી પર આધારિત છે અને તેમની પાસે અન્ય કોઈ આવકનો સ્ત્રોત ન હોવાથી તેમણે ખેતીને જ ધંધાનું સ્વરૂપ આપ્યું છે રમેશભાઈ ખેતીની સાથે પશુપાલન કરતા સામાન્ય ખેડૂત છે છેલ્લા 25 વર્ષથી તેઓ મગફળી, કપાસ, મકાઇ, જુવાર, રજકો વગેરે પાકોની અન્ય ખેડૂતોની જેમજ સામાન્ય ખેતી કરી રહ્યા હતા અને થોડા અનુભવ બાદ તેમણે રીંગણની ખેતી શરૂ કરી પરંતુ કઇંક નવું કરવાની ધગશ ધરાવતા રમેશભાઈએ કૃષિ મહોત્સવ દરમ્યાન ખારેકની ખેતી વિષે જાણ્યું અને ખારેકની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો.

શરૂઆતમાં તેમણે કચ્છની દેશી ખારેકનું વાવેતર કર્યું અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકની માહિતી મેળવી અને થોડા સમયમાં તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કર્યું હતુ ગોંડલના કિશાન રમેશભાઈ રૂપારેલિયાની જે રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં આવેલ સાંઢવાયા ગામ વાતની છે અને હાલ ગોંડલ ખાતે ખેતીનો વ્યવસાય કરે છે ગોંડલના કિશાન રમેશભાઈ રૂપારેલિયાએ માત્ર 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોઈ અલગ અલગ વ્યાપાર ધંધા હાથ અજમાવ્યો હતો.

પરંતુ સફળતા ના મળી અને છેવટે તેમને ખેતીના વ્યવસાયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી જમીનમાં સંપૂર્ણ પણે ફર્ટીલાઇઝર છોડ અને ગોબર ગૌમુત્રથી ખેતી કરવાનો નિયમ લીધો હતો. પોતાની ઓર્ગેનિક ખેતી-ડેરી ઉત્પાદનો માટે એપીપી વિકસિત 123 દેશોમાં જૈવિક ખેતીના ઉત્પાદનો- ડેરી ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે રમેશભાઈએ જણાવ્યું હતું કે, મેં લગભગ 14 વર્ષ પહેલા ફક્ત ગોબરના ગૌમૂત્રથી ખેતી કરવાનું કામ શરૂ કર્યું હતું, અને ધીરે ધીરે તે ખૂબ સફળ રહ્યું હતું.

અને 2010માં અમે 25 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતુ જેમાં 3.5 મિલિયન ડુંગળીનું ઉત્પાદન થયું. ધીમે ધીમે ખુબ જ સફ્ળતા મળી હતી અને ગુજરાત સરકાર દ્વારા પણ ઘણા બધા એવોર્ડ આ ખેડૂતને મળેલ છે. અને અત્યારે ડોકટર, લેખક, પાયલોટ, વૈજ્ઞાનીક જેવા લોકો મારે ત્યા ગૌપાલનની ટ્રેંનિંગ લેવા આવે છે અને હું તેમને જણાવું છુ અને ભણાવું છું તેમજ ગૌપ્રેમી કિશાન રમેશભાઈ આજે 12 ભાષાઓ માં એપ્લિકેશન તૈયાર કરી રહ્યા છે આ એપ્લિકેશન દ્વારા સજીવ ખેતી ગાયની ખેતીમાં આવતી સમસ્યાઓ અને તેના નિરાકરણો ખેડૂતોને તાલીમ વિશે માહિતી આપશે.

સજીવ ખેતી, અમે આધુનિક ટેકનોલોજીને એક સાધન બનાવીને ડેરી કાર્ય પણ શરૂ કર્યું. આજે તેમની પાસે પણ 150થી વધુ ગીર ગાય છે.આધુનિક ખેડૂત રમેશભાઈ એક કોલ સેન્ટર ચલાવે છે અને આ કોલ સેન્ટરોમાં 40થી વધુ લોકો રોજગારી આપે છે. 123 દેશોમાં કાર્બનિક ખેતીની પેટા પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. ખેડૂતોને કાર્બનિક ખેતી પર તાલીમ આપે છે. તમે ખેડૂતો માટે યુટ્યુબ ચેનલો પણ ચલાવો છે.

સૈનિક ખેતી માટે અનેક વખત ગુજરાત સરકારને એવોર્ડ પણ મળ્યા છે અને આ સ્થાન પર લોકો દૂરથી જૈવિક ખેતી અને ગાય ઉછેરની તાલીમ લેવા આવે છે અને 2015 માં ગુજરાત સરકારે રમેશભાઇ ને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ પણ આપેલ અને ગુજરાત રાજ્યનો 2014 સ્ટેટે રાજ્યનો શ્રેષ્ઠ પશુ ખેડૂત એવોર્ડ મેળવ્યો છે. હાલ એક સંસ્થા નિર્માણ કરી છે શ્રી ગીર ગૌ કૃષિજતન સંસ્થાને હાલ ગોંડલ મુકામે કાર્યરત છે.