ફક્ત સાત જ દિવસ સુધી કરો આ એક વસ્તુનું સેવન, શરીર માં આવી જશે જબરજસ્ત બદલાવ જાણીલો ફટાફટ.

0
346

અશ્વગંધા છે શરીર માટે એક જાદૂઈ ઔષધી, અશ્વગંધાને આયુર્વેદમાં એક જાદૂઈ જડી બુટ્ટી માનવામાં આવે છે કારણ કે તે તમારા મગજ, તમારા શરીર અને તમારા આત્મા ત્રણેનો કાયાકલ્પ કરે છે.અશ્વગંધા સ્વભાવે એન્ટિઓક્સિડન્ટ હોય છે, તે તમારા શરીર અંદરનું સંતુલન બનાવી રાખે છે તેમજ તેના સેવનથી તમારા શરીરના વિવિધ અંગો યોગ્ય રીતે કોઈ પણ જાતની અડચણ વગર કામ કરી શકે છે, આ ઉપરાંત તે તમારી સ્ટેમિના વધારે છે તેનાથી તમારું જીવન લાંબુ અને સ્વસ્થ બને છે.

આયુર્વેદ આપણને અવનવી અને વર્ષો જુની ઔષધીનો ઉપયોગ કરતાં શીખવે છે. આયુર્વેદની મદદથી આજકાલ ઘણાબધા અસાધ્ય રોગોની પણ સારવાર શક્ય બની છે. જેથી અમે તમને આયુર્વેદની વિવિધ ઔષધી અને તેના ઉપયોગ વિશે જાણકારી આપતા રહીએ છીએ. તો આજે અમે તમને જણાવીશું 4000 વર્ષ જુનો ઈતિહાસ ધરાવનાર ઔષધી અશ્વગંધા વિશે.

ભારતનાં ઠંડા અને ગરમ બન્ને પ્રદેશોમાં આ ઔષધી જોવા મળતી હોય છે. અશ્વગંધા આયુર્વેદનું અતિપ્રખ્યાત, ખૂબ જ પરિણામદાયી અને અસરકારક ઔષધ છે. અનેક રોગોની સારવાર માટે આ ઔષધીનો સદીઓથી આયુર્વેદ નિષ્ણાંતો ઉપયોગ કરતાં આવ્યા છે. તો આજે જાણી લો અશ્વગંધાના અક્સિર ગુણો વિશે, જે છે તમારા કામના.
અશ્વગંધા વાળા ને સફેદ થતા રોકે છે. અશ્વગંધા ના પ્રોટીન થી વાળ માં તાકત આવે છે અને વાળ મજબૂત બને છે.

નબળો શારીરિક બાંધો ધરાવતા લોકોએ તબિયત બનાવવી હોય તો શિયાળામાં દૂધ સાથે અશ્વગંધાનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બન્ને વધારે છે. વાયુને કારણે થતા રોગોની દવાઓમાં એનો અચૂક ઉપયોગ થાય છે. અશ્વગંધા વાજીકર હોવાથી સ્ત્રી અને પુરુષ બન્નેની પ્રજનન ક્ષમતા સુધારવામાં મદદ કરે છે. પુરુષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમ જ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં આ ઔષધ ઉત્તમ છે. શ્વસનતંત્રનાં રોગોમાં પણ અત્યંત અસરકારક છે.

બ્લડપ્રેશર વાળા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બ્લડપ્રેશર વાળા લોકો ને અશ્વગંધા ચુર્ણ ને દૂધ સાથે લેવું. આનાથી મન શાંત રહે છે. જે લોકો ને બ્લડપ્રેશર ની માત્રા ઓછી રહેતી હોય તેને આનું સેવન કરવું નહીં. અશ્વગંધા ને તમે 2 થી 5 ગ્રામ રોજ ખાઈ શકો છો. આના માટે તમે ૧૦૦ ગ્રામ અશ્વગંધા ને ૧૦૦ ગ્રામ મીશ્રી માં ભેળવી રાખી લ્યો, આની એક ચમચી રાતે દૂધ સાથે સેવન કરવુ.વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઉંઘ વધુ આવે છે, કફ કે વજન વધવાની પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી જો તમે તેનો પાઉડર લઈ રહ્યા છો તો તેની માત્રા 1 થી 5 ગ્રામ રાખવી અને ઉકાળો પીવો છો તો 10-20 મિલીગ્રામની માત્રા રાખવી.

ચહેરા ને જવાન બનાવવા માટે વાળ ને કાળા કરવા માટે, રોજ કરો અશ્વગંધા નું સેવનઅશ્વગંધા નો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ ને બનાવવામાં કરવામાં આવે છે અને આ ઘણું ગુણકારી વસ્તુ છે. અશ્વગંધા નું સેવન કરવાથી ઘણા બધા રોગ ને દુર કરવામાં આવી શકે છે. અશ્વગંધા ના ચૂર્ણ નું ઘણું સેવન લોકો કર્યા કરે છે અને જો તમે પણ તેને ખાવા માંગો છો તો તમે તેના ચૂર્ણ નું સેવન કરી શકો છો. તેનું ચૂર્ણ રાત ના સમયે ઊંઘતા ખાવાથી શરીર ને ઉત્તમ લાભ મળે છે.

ત્રીસી ચાલીસી વટાવ્યા બાદ અવારનવાર સ્ત્રી-પુરુષને હોર્મોનલ ઇનબેલેન્સની સમસ્યા સતાવતી હોય છે. આ ઇનબેલેન્સ ખાસ કરીને આધુનિક અને બદલાતી જતી જીવનશૈલીના કારણે વધારે અસર પામે છે પણ અશ્વગંધાના નિયમિત સેવનથી તમે આ ઇનબેલેન્સને ફરીથી સ્થાપિત કરી શકો છો. તે થાઈરોઇડ અને એડ્રીનલ ગ્રંથીમાં હાજર શરીર માટેના મહત્ત્વના હોર્મોન્સને સંતુલિત કરે છે અને માટે જ જે લોકોને થાઈરોઇડનો પ્રોબ્લેમ હોય છે તેમને અશ્વગંધા લેવાની સલાહ આપવામા આવે છે.

અશ્વગંધા નું સેવન કરવાથી ત્વચા પર સારી અસર પડે છે અને તેને ખાવાથી ત્વચા જવાન બની રહે છે. અશ્વગંધા માં મળવાવાળા એન્ટીઓક્સીડેન્ટસ ત્વચા ના એજિંગ પ્રોસેસ ને ધીમું કરી દે છે, જેના કારણે ત્વચા પર તિરાડો જલ્દી નથી પડતી અને ચહેરા ની ત્વચા યંગ બની રહે છે. જો તમે અશ્વગંધા નું સેવન નથી કરવા માંગતા તો તમે બજાર માં વહેંચાવા વાળું અશ્વગંધા નું ટોનર નો ઉપયોગ પોતાના ચહેરા પર કરી શકો છો.

વાળ માં ડેન્ડ્રફ ની સમસ્યા થવા પર તમે બસ અશ્વગંધા નો ઉપયોગ વાળ પર કરો. તમે ઈચ્છો તો અશ્વગંધા ની પેસ્ટ બનાવીને તેને વાળ પર લગાવી શકો છો અથવા પછી દુકાન માં વહેંચાવા વાળું અશ્વગંધા ના શેમ્પુ નો ઉપયોગ કરી શકો છો. અશ્વગંધા ને વાળ માં લગાવવાથી ડેન્ડ્રફ ને એકદમ દુર કરી શકાય છે અને વાળ ને તેનાથી મજબુતી પણ મળે છે.જે લોકો ના વાળ ઉંમર થી પહેલા જ સફેદ થઇ રહ્યા છે તે લોકો પોતાના વાળ પર અશ્વગંધા લગાવી લો. વાળ પર અશ્વગંધા નું શેમ્પુ લાવવાથી સફેદ વાળ કાળા થઇ જાય છે અને કાળા વાળ ને અશ્વગંધા સફેદ થવાથી પણ રોકે છે.

અશ્વગંધા નું સેવન કરવાથી મગજ પર પણ સારી અસર પડે છે અને તેને ખાવાથી માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યા થી રાહત મળે છે. જે લોકો ને પણ માનસિક તણાવ ની સમસ્યા રહે છે તે બસ અશ્વગંધા નું સેવન કરી લો. અશ્વગંધા પર થયેલ શોધ માં આ વાત બરાબર સાબિત પણ થઇ ચુકી છે કે તેમને ખાવાથી તણાવ ને 70 ટકા સુધી ઓછો કરી શકાય છે.અશ્વગંધા નું સેવન કરવાથી આંખો ની રોશની પર સારી અસર પડે છે. તેથી જે લોકો ની આંખો ની રોશની ઓછી છે તે અઠવાડિયા માં ત્રણ વખત અશ્વગંધા નું સેવન કરો.

ઊંઘ ના આવવાની સમસ્યા થી પરેશાન લોકો અશ્વગંધા નું સેવન કરવાનું શરૂ કરી દો. અશ્વગંધા ને ખાવાથી મગજ શાંત થાય છે જેના ચાલતા સારી રીતે ઊંઘ આવે છે. હા વધારે અશ્વગંધા ખાવાનું જોખમી થઇ શકે છે. તેથી તમે તેનું સેવન વધારે ના કરો.અશ્વગંધા ખાવાથી શરીર ને ઘણા ફાયદા મળે છે. પરંતુ ઘણા એવા લોકો હોય છે જેમના માટે આ હાનીકારક થઇ શકે છે. તેથી તેને ખાવાથી પહેંલા તમે ડોક્ટર થી એક વખત સલાહ કરી શકો. ત્યાં જે લોકો તેનું વધારે સેવન કરો છો તેમને ઉલટી અને દસ્ત જેવી સમસ્યા થઇ શકે છે. તેથી તેનું સેવન સીમિત રૂપ થી કરવું જોઈએ.