ફક્ત ભોજનમાં સ્વાદ માટેજ નહીં પરંતુ આ કામો માટે પણ ખુબજ ઉપયોગી છે તમાલપત્ર.

0
456

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે તમાલપત્રનું ભારતીય મસાલામાં એક ખાસ મહત્વ છે.તમાલપત્ર ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.લોકો તેમના ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરે છે.

તથા તમાલપત્રનો ઉકાળો અને લેપ મચકોડ આવવા પર અને નસમાં સોજા આવવા પર તેને દૂર કરે છે.તમાલપત્ર નો વધારે પડતો આપણે વાનગીમાં કરીએ છીએ. પરતું તમને એ નહિ ખબર હોય કે તેનો ઉપયોગ રસોઈઘર સિવાય પણ થાય છે. તેના ઘણા આયુર્વેદિક ઉપાયો પણ છે. તેના વિશે બધાને જાણ હોતી નથી. તેના ઉપયોગથી ઘણા ફાયદા પણ થાય છે. તેનું સેવન કરવાથી તણાવ દૂર થાય છે. તેનો ધુમાડો કરીને તેને શ્વાસમાં લેવાથી તણાવ દૂર થશે.

મિત્રો રાત્રે સુતી વખતે રૂમમાં તેનો ધૂપ કરવો તો આખા દિવસની થકાન અને તણાવ ગાયબ થઇ જશે. તેનાથી ત્વચા અને શ્વાસને લગતી તકલીફ પણ દૂર થઇ જશે.તમને સવારે ઉઠતા એકદમ સ્ફૂર્તિ અનુભવાશે. તો આજે આપણે તેનાથી થતા ઘણા લાભ વિશે જાની શું ? તમાલાપત્રને બાળવાથી આપણને ઘણા લાભ થાય છે. તેને આપણે એક ઔષધીના રૂપમાં પણ ઉપયોગ કરીયે છીએ. સશોધકો દ્ર્વારા જાણાવામાં આવ્યું છે કે આનો ઉપયોગ એરોમાથેરાપીમાં ફાયદો કરે છે. તેની સાથે સાથે તેને ચામડીની બિમારી અને શ્વાસની તકલીફ માંથી પણ રાહત આપે છે. તમાલપત્ર આપણને ઘણા ફાયદો આપે છે.તેનો ઉપયોગ શરદી અને ઉધસર માં પણ થાય છે. તેના માટે તેનાં બે કે ત્રણ લઇ તેને અડધો કપ પાણી નાખીને ધીમા તાપ પર ઉકાળીને પીવાથી પીવાથી ઘણો ફાયદો થશે.

જો તમને મધુપ્રમેહ હોય તો તેના પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી એક મહિનામાં તમારી ડાયાબિટીસ કાબુમાં રહેશે અને લોહીમાં રહેલા સુગરને અને કોલેસ્ટ્રોલનાં લેવલને ઘટાડશે. દાંતની ચમક વધારવા માટે તેના પાઉડરનો ઉપયોગ મંજનમાં કરવો.ઊંઘ ના આવતી હોય તો તેનો પાઉડર બનાવી રોજ રાતે સુતી વખતે તેને પાણીમાં ભેળવીને લેવો તેનાથી સરસ નિંદર આવશે. જો તમારે કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય તો તેના પાનને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો તે પાણી અડધું થયા પછી તેને ઠંડું કરવું અને તેને પીવાથી તમારા કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થશે.

આનો ઉપયોગ કરતા હોય ત્યારે તળેલી અને મસાલા વાળી વસ્તુ ન ખાવી. તેનો ઉપયોગ શાકમાં નાખીને પણ થઇ કે એ તેનાથી પેટની સમસ્યા દૂર થઇ જશે.તેના બે કે ત્રણ પાન દોધમાં કે ચામાં ઉકાળી પીવાથી કફની તકલીફ દૂર થાય છે. તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોય તો તેમાં કપૂર અને લીમડાનાં રસને ભેગો કરી તેને ઘરમાં છટકાવ કરવો તેનાથી મચ્છર વાયા જશે. વાંદાને ભાગાળવા પણ થાય છે. તેને દૂર કરીને માટે ઘરમાં તેની ધુમાડી કરવાથી વંદા દૂર થાય છે. તેના ધુમાડો કરવાથી વાતાવરણ શુદ્ધ થયા છે.તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે.તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.

તમાલપત્રમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇંફ્લામેટ્રી અને દુખાવાને દૂર કરવાના ગુણ રહેલા છે.જેના કારણથી તે દુખાવા માટે લાભાદાયી છે.આ સાથે તમાલપત્રનો ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. કઇ રીતે તે આપણે જોઇએ.જાણીને આશ્ચર્ય થશે કે તમાલપત્રનો ઉપયોગ ઘરમાં સુગંધ ફેલાવા માટે પણ કરી શકો છો.ઘણા લોકો તેમના ઘરને સુગંધિત રાખવા માટે બજારમાં મળતા મોંઘાદાટ, કેમિકલવાળા રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરે છે.પરંતુ આ મોંઘી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરવાની જગ્યાએ તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો.તમે રૂમમાં કે ઘરમાં તમાલપત્રને સળગાવી દો.

તેને સળગાવવાથી જે સુગંધ આવે છે તે રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી આવશે.પ્રાચીન સમયથી જ તમાલપત્રનો ઉપયોગ આ કામમા કરવામાં આવી રહ્યો છે.તમને આ વાત જાણીને હેરાની થશે કે તમાલપત્ર માત્ર ઘરમાં સુગંધી માટે જ નહીં પરંતુ તેને સળગાવવાથી તેમાથી આવતી સુગંધથી દિમાગ પણ શાંત રહે છે.તમાલપત્રનો ધુમાડો વાતાવરણમાં રહેલા દુષિત કણોને પણ દૂર કરે છે.તમાલપત્રના ધુમાડાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને માનસિક ગતિવિધિઓ પણ તેજ રહે છે.જો તમે વધારે પ્રમાણમાં તણાવમાં છો તો તમાલપત્રને સળગાવી તેની સુગંધ લો. તેનાથી તમને તરત રાહત મળશે. આનાથી થાક પણ દૂર થાય છે અને દિમાગની નસોને પણ આરામ મળે છે.

તમાલપત્રનો ધુમાડો જ્યારે શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય છે તેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.આટલું જ નહીં એવું પણ જણાવી દઇએ કે તમાલપત્રનો પ્રયોગ ખાસકરીને દવાઓને બનાવવામાં પણ કરવામાં આવે છે, ખાસ કરીને ભારતીય દવાઓ. તમાલપત્ર ગરમ મસાલાનો એક મહત્વનો ભાગ છે. એનો પ્રયોગ હંમેશા આયુર્વેદમાં કરવામાં આવી રહ્યો છે. ઘણા પ્રકારની બિમારીઓમાં તમાલપત્ર ફાયદાકારક સાબિત થાય છે. તો બીજી બાજુ તમે તમાલપત્રનો પાઉડર દરરોજ સવારે પાણીની સાથે લેવાથી ડિયાબિટીસ દૂર થાય છે. દિવસમાં ત્રણ વખત લેવો જોઇએ.

તમાલપત્રનો ઉપયોગ મગજને તેજ કરવામાં પણ થાય છે. જી હાં જણાવી દઇએ કે એનાથી યાદશક્તિ વધે છે. કંઇ પણ યાદ કરવામાં મુશ્કેલી પડતી નથી. એને દરરોજ ખાવામાં ઉપયોગ કરવો જોઇએ. એને ખાનાર શખ્સને અલ્ઝાઇમર જેવી મગજથી જોડાયેલી બિમારીઓ થવાની શક્યના નહિવત થાય છે. ઘડપણમાં યાદશક્તિને લઇને સમસ્યા આવતી નથી. આ ઉપરાંત તમાલપત્ર મહિલાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે.

મચકોડ આવવા પર તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો રામબાણ ઇલાજ છે. મચકો઼ડ આવવા પર તેનુ સેવન કરી શકો છો. જે દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદરૂપ છે. તે સિવાય તમે તમાલપત્ર અને લવિંગને પાણીમાં પીસીને તેનો લેપ બનાવી શકો છો. તમાલપત્ર અને લવિંગનો લેપ લગાવવાથી દુખાવામાં તમને આરામ મળશે.નસોમાં આવતા સોજામાં આરામ,નસોમાં સોજા આવવાના કારણે ઘણી તકલીફ થાય છે અને તેની અસર કામ પર પડે છે.

નસોમાં સોજો વધારે પડતું ખેંચાણ, ઇજા અને નસો પર દબાણ પડવાથી થાય છે. આ સ્થિતિમાં તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો પીવાથી સોજો ઓછો થાય છે. તે સિવાય તમાલપત્ર, તજ અને લવિંગને પીસીને તેનો લેપ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે. તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે.

એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ. પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.

માથાનો દુખાવો, ગેસ અને ઉધરસમાં રામબાણ,પારંપારિક હર્બલ જાણકારો મુજબ, તમાલપત્રના તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો, લકવો અને માંસપેશીઓમાં દુખાવા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. રાતે સૂતા પહેલાં આના તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. પાતાળકોટના આદિવાસીઓ કહે છે જેના મોઢામાં ચાંદા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે.