ફેસબુક ફ્રેન્ડ ની ધમકી,તું મારી નઈ તો બીજા કોઈ ની નઈ,હું કહું એમ તારે કરવું પડશે નહીં તો,વાંચો વિગતે…..

  0
  418

  સોશિયલ મીડિયા હાલમાં આપણી જીંદગીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પરિસ્થિતિ એવી છે કે પોતાની જીંદગી સાથે જોડાયેલી નાનામાં નાની વાત લોકો સોશિયલ મીડિયા દ્વારા શેર કરવા લાગ્યા છે. મોટાભાગના લોકો પોતાનો ખાલી સમયનો ઉપયોગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા અથવા પોસ્ટ વાંચવામાં પસાર કરવા લાગ્યા છે. પરિણામે વ્યક્તિગત જીવનમાં સોશિયલ મીડિયાના વધતા જતા હસ્તક્ષેપે આપણા શરીરમાં કેટલાક કુપ્રભાવ પણ નાખવાનું શરૂ કરી દીધું છે.

  મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરત શહેરની છે જેમાં એક મહિલાને 20 વર્ષીય યુવક સાથે મિત્રતા થઈ અને ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબર ની આપલે થઈ અને બંને એક બીજા સાથે મોબાઈલ ફોન દ્વારા વાતચીત કરવા લાગ્યા અને બંને એક બીજાને અવારનવાર મળવા લાગ્યા થોડા સમય બાદ બંને એક બીજા સાથે શારીરિક સુખ નો પણ આનંદ લઇ લીધો.

  મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેરના લિંબાયતની પરિણીતાને ફેસબુક ફ્રેન્ડ સાથેની મિત્રતા બાદ બાંધેલો શરીર સંબંધ ભારે પડયો હતો. પરિણીતા સાથેના શરીર સંબંધ બાદ ફેસબુક ફ્રેન્ડે તેણીને પોતાની સાથે મિત્રતા રાખવા બળજબરી કરી ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

  લિંબાયત વિસ્તારમાં રહેતી બે સંતાનોની 41 વર્ષીય માતાની મોટાવરાછાના 20 વર્ષીય રાજન મનસુખ ગજેરા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. આશરે સાતેક મહિના અગાઉ બંને વચ્ચે ફેસબુક પર થયેલી મિત્રતા બે માસ અગાઉ ચેટિંગથી આગળ વધી હતી. ત્યારબાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી ફોન પર શરૃ થયેલી વાતચીતનો સંબંધ રૃબરૃમાં મળવા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધતા બંનેએ એકબીજાની મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યો હતો.

  સબંધ બંધાયા બાદ રાજન તેણીને મન ફાવે તે સમયે મળવા બોલાવતો હતો. જોકે પરિણીતા પરિણીત હોવા સાથે દુકાનના વ્યવસાયમાં સંકળાયેલી હોય તેને મળવા જઈ શકતી નહોતી, જેને પગલે રાજન તેણીને ફોન કરી ગાળો ભાંડતો હતો. રાજનના વ્યવહાર થી તંગ આવીને પરિણીતાએ તેની સાથેના સબંધ પર પૂર્ણવિરામ મુકીને પોતાના પતિને જાણ કરી હતી. જેને લીધે ઉશ્કેરાયેલા રાજને તેણીને, ‘તુ મારા રિમોટ કંટ્રોલનું રમકડું છે, હું તને જે કહું તે તારે કરવું પડશે અને નહીં કરે તો તારા પરિવારનું શું થશે તે જોઈ લેજે અને તારી જિંદગી અને મોત મારા હાથમાં છે’.રાજનની આવી ધમકીથી ભયભીત પરિણીતાએ મંગળવારે ફરિયાદ આપતા લિંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગે પીએસઆઈ એન. એમ. જોષી તપાસ કરી રહ્યાં છે.

  બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સોશિયલ મીડિયામાં અજાણી વ્યકિત સાથે મિત્રતા જોખમી નિવડી શકે છે, તેવી લાલબત્તી ધરતી એક ઘટના શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી સાથે બની છે. જેમાં સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા મુંબઈના યુવાને યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરી તેને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધી હતી. આ અંગે યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મુંબઈના યુવાન સામે ફરિયાદ નોંધાવી છે.

  શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને છ મહિના પહેલા સોશિયલ મીડિયામાં મુંબઈના એક યુવાન સાથે ઓળખાણ થઈ હતી. દરમિયાન બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લઈ વાતચીતનો દોર શરૂ કર્યો હતો.બે મહિના પહેલાં યુવક સાથે ફોન પર વાતચીત થતાં તેણે યુવતીને કહ્યુ હતું કે, તે મુંબઈથી બાઈક લઈને વડોદરા આવ્યો છે અને તેને મળવા માગે છે. આથી યુવતી ઘરે કોઈને કહ્યા વિના યુવકને મળવા વડોદરા ગઈ હતી. જ્યાં યુવકના ભાઈના ઘરે તેઓ એક દિવસ રોકાયા હતા ત્યારે યુવકે તેમના બંનેના ફોટા મોબાઈલમાં પાડ્યા હતા.

  દરમિયાન યુવતીનો પરિવાર ચિંતામાં હતો કે, તે ક્યાં ગઈ તેમનો ફોન આવતા તેણે વડોદરા હોવાનું કહેતા તેના પિતા તેને આવીને લઈ ગયા હતા. ત્યારબાદ યુવતીએ યુવકને ફોન કરી કહ્યું હતું કે, મારા ઘરમાં ખબર પડી ગઈ છે તેથી મારે તમારી સાથે મિત્રતા રાખવી નથી. હવે ફોન કે મેસેજ કરતો નહીં. તેમ છંતા યુવક અવારનવાર ફોન કરી યુવતીને હેરાન કરતો હતો. જો કે યુવતી બીકની મારી પરિવારમાં કોઈને કહેતી નહતી.

  તાજેતરમાં સોશિયલ મીડિયા જોતાં યુવતીના ધ્યાને આવ્યું હતું કે, તેના યુવક સાથેના આઠ જેટલા ફોટા મુકાયા હતા અને તેની ઉપર હિન્દીમાં યુવતીનું નામ લખી બિભત્સ લખાણ લખેલું જોવા મળ્યું હતું.આથી યુવતીએ યુવકને ફોન કરી ફોટા વિશે પૂછતા તેણે કહ્યું હતું કે, મેં જ તારા ફોટા ફરતા કર્યા છે, હજુ પણ બીજા ફોટા મુકીશ અને તને મરાવી નાખીશ તેવી ધમકી આપી હતી.કોઈપણ અજાણી વ્યકિતના ફોટા કે તેના સ્ટેટસ પર ભરોસો કરવો જોઈએ નહીં, સામાન્ય ઘરની યુવતીઓને આકર્ષવા માટે અમુક ગઠિયાઓ પોતે ખૂબ જ પૈસાદાર છે તેવા ફોટા સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે.

  યુવતીઓનો સંપર્ક થાય પછી પ્રેમનું નાટક કરી તેમનું આર્થિક કે શારીરિક શોષણ કરવામાં આવતું હોય છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોને સાવધ રહેવા સમયાંતરે અપીલ કરવામાં આવતી હોય છે.પોલીસ વારંવાર લોકોને સોશીયલ મીડિયાનો ઉપયોગ કરવા સાથે સાવચેતી રાખવાની અપીલ કરે છે. સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રોજના અનેક લોકો સોશિયલ મીડિયાના ભોગ બન્યાની ફરિયાદ કરવા માટે આવે છે. તેમાં ઓનલાઈન છેતરપિંડીને બાદ કરતા મોટાભાગની ફરિયાદ સોશિયલ મીડિયાના કારણે ધમકી અથવા ફોટાના કારણે પૈસા માગવાની અથવા બદનામ કરવાની ફરિયાદનો સમાવેશ થાય છે.

  પ્રેમમાં પડ્યા પછી યુવાનો ભાન ભૂલીને ફોટા પડાવી લે છે જેનો સબંધ બગડતા પ્રેમી ફાયદો ઉઠાવી પરેશાન કરે છે. જે તેમના માટે ખતરનાક સાબિત થાય છે. થોડા સમય પહેલાં અમદાવાદ પૂર્વમાં સરસપુરની એક યુવતીના પ્રેમીએ તેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરી દેતાં યુવતીએ આબરૂ જવાની બીકે આત્મહત્યા કરી લીધી હતી.