એવું ‘ખતરનાક’ હતું આ ગામનું નામ…ગ્રામીણો બોલી જ નહતા શકતા,આ રીતે બદલ્યું નામ…

0
473

આપણા દેશમાં કેટલીક જગ્યાઓના નામ અજીબોગરીબ છે, જેને સાઁભળીને તમે પણ હૈરાન થઈ જશો. તમે વિચારતા હશો કે, આ જગ્યાના નામ લેવામાં હેરાની કેમ થાય. ભારતના અનેક રાજ્યોના કેટલાક ગામડા અને શહેરોના નામ એવા છે જેમના વિશે સાંભળીને કે વાંચીને તમને હસવું આવી જશે. એવા પણ કેટલાક ગામના નામ છે જેને બોલતા ગ્રામીણોને ખુબ શરમનો અનુભવ થતો હતો. રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એવા કેટલાક ગામ છે જેના નામ ત્યાંના સ્થાનિકોએ બદલવા માટે અવાજ ઉઠાવ્યો જેમાં કેટલાક સફળ થયા તો કેટલાક લોકો હજુ પણ પોતાના એડ્રસ એટલેકે રહેણાંક વિસ્તારના નામ બદલવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં વાત કરીએ છીએ ઝારખંડના એક ગામની.

ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર પ્રખંડની બંકા પંચાયત સ્થિત એક ગામનું નામ એવું હતું કે આજની ઈન્ટરનેટના જમાનાની હાઈટેક પેઢીના છોકરા છોકરીને શાળા અને કોલેજમાં પોતાના ગામનું નામ બતાવવામાં શરમ આવતી હતી. હકીકતમાં આ ગામનું નામ ભો…. હતું, જેના કારણે વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ પોતાના શિક્ષણ સંસ્થાનો સહિત મિત્રોને પણ પોતાનુ નામ જણાવી શકતા નહતા.અહીં રહેતા લોકોને હંમેશા એ વાતની ચિંતા રહેતી હતી કે કેવી રીતે તેમના ગામનું નામ બદલવું.

ગામનું નામ એવું હતું કે તેના પર મજાક ઉડાવવામાં આવતી હતી અને આથી ગ્રામીણોએ તે માટે અવાજ ઉઠાવ્યો. જાતિ પ્રમાણપત્ર, આવાસ પ્રમાણ પત્ર અને ઈનકમ પ્રુફ જેવા સર્ટિફિકેટમાં દેવઘરના આ ગામનું નામ જોઈને લોકો હસી પડતા હતા. વર્ષોથી ચાલતી આ પરેશાની દૂર કરવા માટે યુવાઓએ કમર કસી અને પંચાયતનો સહારો લઈને સફળતા મેળવી. હકીકતમાં બંકા પંચાયતના ગ્રામ પંચાયત પ્રધાન રંજીતકુમાર યાદવે ગામના તમામ સરકારી દસ્તાવેજોમાં નવું નામકરણ કરવા માટે ગ્રામ સભાની બેઠક બોલાવી.

જેમાં સર્વસંમતિથી ગામનું જૂનું નામ બદલીને નવું નામ મસૂરિયા રાખવાનો પ્રસ્તાવ પાસ થયો. ત્યારબાદ તમામ સરકારી કાર્યાલયો અને દસ્તાવેજોમાં ખાસ રીતે મસૂરિયાના નામથી ગામની એન્ટ્રી કરાવવામાં આવી. અનેક મહિનાઓના સંઘર્ષ બાદ સફળતા મળી તો હવે રાજસ્વ વિભાગની વેબસાઈટમાં પણ જૂના ગામ ભો…નું નામ બદલીને મસૂરિયા ગામ તરીકે નોંધવામાં આવ્યું છે.હવે આ ગામના નામથી લોકો પોતાની જમીનનું લગાન પણ જમા કરે છે. હવે પ્રખંડ કાર્યાલયથી સંચાલિત વિકાસ યોજના પણ મસૂરિયાના નામે થઈ રહી છે.

વિદ્યાર્થીઓને શાળા કે કોલેજોમાં દાખલા માટે જાતિ, આવાસીય કે આવક પ્રમાણપત્ર પણ મસૂરિયાના નામે જ અપાય છે. વિદ્યાર્થીઓ હવે પોતાના ગામનું નામ જરાય ખચકાયા કે શરમ વગર ખુલીને મસૂરિયા જણાવે છે. પ્રભાત ખબરમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ બંકા પંચાયકના પ્રધાન રંજીતકુમાર યાદવ કહે છે કે જૂના પરચામાં ગામનું નામ આપત્તિજનક હતું. હવે તો પીએમ આવાસ યોજના (PMAY) પણ મસૂરિયાના નામથી ફાળવવામાં આવે છે. તમામ પ્રમાણપત્ર પણ હવે મસૂરિયા ગામના નામથી જારી થાય છે.