એકદમ સરળતાથી મળી જતી આ વસ્તુની મદદથી ઘરેજ થઈ જશે પાર્લર જેવા એકદમ સ્ટેટ વાળ, જાણીલો આ ખાસ ઉપાય વિશે…………

0
146

વાળ સીધા કરવાના ઉપાય અને ઘરગથ્થું રીત : ચમકદાર, સુંવાળા અને સીધા વાળ સૌને ગમે છે. વાળ સીધા કરવા માટે લોકો બ્યુટી પાર્લર જઈને ઘણા બધા પૈસા ખર્ચે છે તો અમુક લોકો વાળ સીધા કરવાની ક્રીમ નો ઉપયોગ કરે છે. થોડા સમય માટે તો આ બધાથી વાળ સીધા અને સુંદર લાગે છે પણ થોડા સમય પછી ફરી વખત પહેલા જેવા જોવા મળે છે. આજે અમે વાળને સીધા કરવાના ઘરગથ્થું નુસખા અને કુદરતી રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી વાળ સુંવાળા અને લાંબા થાય છે અને વાળ ઉપર આડ અસર પણ થતી નથી. આવો જાણીએ.અમુક છોકરા અને છોકરીઓ એવા પણ હોય છે જે પોતાના ઘૂઘરાલા વાળ (Curly Hairs) થી ખુબ જ ચિંતિત છે, કર્લી હેયર્સ ને સ્ટ્રેટ કરવા માટે આ નુસખો ઘણો ઉપયોગી છે.

સીધા અને સરળ વાળ ગુંચવાયા વિના ખૂબ જ સ્ટાઇલિશ અને ફંકી લાગે છે. તે તમારા દેખાવની સુંદરતા પણ વધારે છે. સ્ત્રીઓ હંમેશાં આવા સીધા વાળ મેળવવા માટે બ્યુટી પાર્લરમાં જાય છે. અહીં બ્યુટિફિકેશન કેમિલક્સ અને ગરમ લોખંડની સળીયાનો ઉપયોગ તેમના વાળ સીધા કરવામા થાય છે પરંતુ, આ કરવાથી તમારા વાળને ખુબ જ હાની પહોંચે છે. વાળના સ્વાસ્થ્ય અને વિકાસ પર તેની નકારાત્મક અસર પડે છે.આ સિવાય તેના ઉપયોગથી આડ-અસરોનુ જોખમ પણ વધે છે. તેમછતા પણ આ બધું પાર્લરમાં કરવામાં પૈસા ખર્ચ કરવામાં આવે છે. જો કે ખુબ જ ઓછા લોકો જાણે છે કે, તમે ઘરે જ સીધા, સ્વચ્છ અને સરળ વાળ મેળવી શકો છો. આ માટે આજે અમે તમને અમુક ઘરગથ્થુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયોમા વપરાતી સામગ્રી તમને તમારા રસોઈઘરમા મળશે.

એગ્સ એન્ડ ઓલિવ ઓઈલ.

ઇંડા અને ઓલિવ ઓઈલ એ તમારા વાળની વણઉકેલાયેલી સમસ્યાને હલ કરવામા અને તેને સિલ્કી બનાવવામા ખુબ જ ઉપયોગી ઐત થાય છે. ઇંડાની અંદર ભરપૂર પ્રમાણમા પ્રોટીન સમાવિષ્ટ હોય છે, તે તમારા વાળના સ્વાસ્થ્યને સુધારે છે. આ ઉપરાંત તેમા ઓલિવ ઓઇલ ઉમેરવાથી વાળમા ચમક આવે છે અને વાળને મજબૂત બનાવે છે.

વિધિ.

જો તમે એક ચમચી ઓલિવના ઓઈલમા એક અથવા બે ઇંડાનો પીળો ભાગ ઉમેરો. ત્યારબાદ તમે તેમાં થોડુ દહીં અથવા પાણી ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને તેને તમારા વાળ પર લગાવો. તેને એક કલાક રાખ્યા બાદ સામાન્ય પાણીથી ધોઈ લો. તમારે એક દિવસ પછી શેમ્પૂનો ઉપયોગ કરવો પડશે. જો તમે વાળમાંથી આવતી ગંધથી ખૂબ જ પરેશાન છો, તો તમે તે જ દિવસે કરી શકો છો. આ સલામત પગલાથી તમારા વાળ ચળકતા અને રેશમી બનશે. એટલુ જ નહીં પરંતુ તમારા વાળ ખરવાની સમસ્યા પણ બંધ થઈ જશે.

એલોવેરા એન્ડ હની.

જો તમે શાકાહારી છો અથવા કોઈ કારણસર ઇંડા વાપરવા માંગતા નથી તો તમે એલોવેરા અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંનેમાંથી તૈયાર કરવામા આવેલ પેસ્ટ શુષ્ક, સુકા અથવા ગુંચવાયા વાળથી મુક્તિ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. એલોવેરામાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે જે તમારા વાળને મૂળમાંથી મજબૂત અને સ્વસ્થ બનાવે છે. તે તમારા વાળને સરળ અને ડેડ સેલ્સને વૈકલ્પિક રિપેર કરે છે. તે જ સમયે, મધ તેમાં ચમક ઉમેરવાનું કામ કરે છે.વિધિ:સૌથી પહેલા એલોવેરાના પલ્પ અને મધને મિક્સરમા ફેરવો અને એક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેને તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવો. ત્યારબાદ હેર કેપ પહેરો અને એકથી બે કલાક પછી તેને પાણીથી ધોઈ લો. તમે તેનું શ્રેષ્ઠ પરિણામ પહેલી વારમા જ જોઈ શકશો. આનાથી તમારા વાળ સીધા થવા સાથે તેમાં ચમક આવે છે અને રફનેસ્સ પણ સમાપ્ત થાય છે.લીલી કોથમીર મિક્સરમાં વાટી લો અને નીચોવીને તેનો રસ જુદો કરીને રાખી દો. કોથમીરના રસને વાળ ઉપર લગાવવાથી વાળ સીધા થવા લાગશે. આ ઘરે જ બનાવવા થી સફેદ વાળ કાળા કરવામાં મદદ મળે છે.

દૂધ અને મધ.

દૂધ અને મધનું મિશ્રણ વાળ માટે આશીર્વાદ સમાન છે. જેના વાળ કર્લી હોય અને તેઓ પોતાના વાળને કુદરતી રીતે સીધા અને સુંદર બનાવવા માગતા હોય તો તે માટે દૂધ અને મધ સરખાં પ્રમાણમાં મિક્ષ કરી લેવું અને આ મિશ્રણ વાળમાં લગાવી અડધા કલાક પછી વાળ ધોઈ નાખવા. આવું કરવાથી વાળને પોષણ તો મળશે સાથે કર્લી વાળ સ્ટ્રેટ થઈ જાય છે.

હોટ કોકોનટ ઓઈલ.

નારિયેળ તેલ એક એવું તેલ છે જે વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. નારિયેળ તેલના અન્ય પણ અનેક ફાયદા છે. વાળને સીધા કરવામાં નારિયેળ તેલ એટલું ઉપયોગી છે. તેના માટે નારિયેળ તેલ લઈ તેને ગરમ કરી લેવું. તેને વાળમાં લગાવી હળવા હાથે માલિશ કરવી. ત્યારબાદ ગરમ ટોવેલથી વાળને ઢાંકી દેવા. આવું નિયમિત કરવાથી વાળમાં ચમક આવશે અને વાળ સીધા થઈ જશે.

મુલતાની માટી.

એક કપ મુલતાની માટી લઈ અને તેમાં એક ઈંડુ અને ૫ ચમચી ચોખાનો લોટ મિક્ષ કરવો અને તેને સરખી રીતે મિક્ષ કરી લેવું. મોટા દાંતિયાવાળી કંઘીથી સરખી રીતે વાળ ઓળી લેવા. વાળમાં માટી લગાવ્યા બાદ વાળને ખુલ્લા જ રાખવા તેને બાંધવા નહીં. આ માટીને વાળમાં ૪૦ મિનિટ સુધી લગાવીને રાખવો અને સંપૂર્ણ રીતે સૂકાયા બાદ વાળ ધોઈ નાખવા. આ પેસ્ટને વાળમાં મહિનામાં બે-ત્રણવાર અવશ્ય લગાવવું. આનો પયોગ કરવાથી વાળ સીધા અને ચમકદાર બને છે.

લીંબૂનો રસ અને નારિયેળ.

નારિયેળને ફોડીને તેનું પાણી કાઢી લેવું, ત્યારબાદ તેમાં લીંબૂનો રસ નાખી બરાબર મિક્ષ કરી લેવું. આ મિશ્રણને એક દિવસ માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ આ એકદમ ક્રિમી પેસ્ટ બની જશે. આ મિશ્રણને વાળ અને મૂળમાં સરખી રીતે લગાવી મસાજ કરવો. ત્યારબાદ હોટ ટોવેલનો ઉપયોગ કરવો. એક કલાક બાદ તેને ધોઈ લેવા અને સપ્તાહમાં ત્રણવાર આ પ્રયોગ કરવો. આવું કરવાથી વાળ સિલ્કી સ્ટ્રેટ બનશે અને વાળને પોષણ પણ મળશે.

દૂધ.

એક સ્પ્રે બોટલ લેવી અને તેમાં એક તૃતીયાંશ પાણી અને એક તૃતીયાંશ દૂધ મિક્ષ કરવું અને તેનાથી તમારા વાળ પર સ્પ્રે કરવો. બધાં વાળમાં સરખી રીતે સ્પ્રે થવો જોઈએ. ત્યારબાદ મોટા દાંતિયાવાળી કંઘીથી પોતાના વાળ ઓળી લેવા. જેથી બધાં વાળ સુધી દૂધ અને પાણીનું મિશ્રણ પહોંચી જાય. આ મિશ્રણને એક કલાક સુધી વાળમાં લગાવી રાખવું અને ત્યારબાદ સરખી રીતે પાણીથી ધોઈ લેવું. શેમ્પૂથી ધોયા બાદ કંડીશનરનો પણ ઉપયોગ કરવો. આવું કરવાથી લાંબા સમયે વાળ ઘણી હદ સુધી સીધા થઈ જશે અને વાળને કોઈ નુકસાન પણ થશે નહીં.