એક થી એક ચડિયાતાં શોખ છે અંબાણી પરિવારના, લાખો રૂપિયાની ચા કરોડોના પ્લેન…….

0
242

દેશના સૌથી મોટા અમીર માણસ વિશે તો તમે જાણો જ છો અને તમને એ પણ ખબર હશે કે માણસ અમીર હોઈ ત્યારે અમીરીમાં મોટાભાગે લોકોના શોખ પણ અમિર જેવા હોય છે. જે સામાન્ય માણસ માટે અસંભવ છે. પણ અહીંયા વાત દેશના અમિર પરિવારની છે એટલે કે અંબાણી પરિવારની છે તો એમના શોખ પણ થોડા હટકે જ હશે.તો આજે અમે તમને અંબાણી પરિવારના આ જ શોખ વિશે જણાવીશું જેને સાંભળીને તમે હેરાન પણ થઈ જશો.

અંબાણી પરિવારથી જોડાયેલી જાણકારીને લઈને લોકો ઘણા ઉત્સુક રહે છે.તેમનું ખાવા પીવાનું, રહેવાનું, અને અન્ય બીજી ઘણી જાણકારી વિશે દિલચસ્પી રાખે છે.!ખબર આવી હતી કે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના દિવસની શરૂઆત ચા થી કરે છે જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે.જો મીડિયાવાળનું માનીએ તો આ ચા સાધારણ ચા નથી .તેમાં જાપાની ક્રોકરીનો ઉપયોગ થાય છે પરંતુ તેના વિશે કોઈ ઠોસ પ્રમાણ નથી.

અંબાણી પરિવારનું ચમકતું ધમકતું ઘર.ભારતનું સૌથી મોંઘુ ઘર અંબાણી પરિવારનું ઘર ‘ધ એન્ટીલા’ જે 100 કરોડ રૂપિયાનું એક 27 મંજિલનું ઘર છે.જે દુનિયાનું આલિશાન ઘર માનવામાં આવે છે આ 49,000ના સ્કવેર ફિટમાં બનેલા ઘરમાં વિશ્વસ્તરીય સુવિધાઓ છે.તેમાં સ્વિમિંગ પુલ, ઝીમ,ગાર્ડન, અને 600 નોકરોની ફોજ સાથે કાશ્મીરનો અનુભવ અપાવે તેવો સ્નો રૂમ એટલે બરફ જેવો રૂમ જેવી ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે.મોંઘા શોખની વાત કરીએ તો સૌથી પહેલું નામ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું આવે છે.દેશના સૌથી ધનિક વ્યક્તિની પત્ની કોર્પોરેટ મહિલા નિતા અંબાણીનું સુર્ખિયોમાં આવું સામાન્ય વાત છે .નિતા ગમે તે કાર્યક્રમમાં ભાગ લે,તેમનું લૂક દર વખતે નવું જોવા મળે છે.

અવે અમે તમને તેમના શોખ વિશે જણાવા જઈ રહ્યા છે.દરેક મહિલા ત્યારે વધારે ખુશ થાય છે જ્યારે તેમના શરીર ઉપર મોંઘા ઝવેરાત હોય.નીતા અંબાણી પણ કાંઈ કમ નથી અને તે જોરદાર ઝવેરાતની શોપિંગ કરે છે. પારંપરિક સોનુ અને કુંડનના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે. તેમના પ્રોફેશનલ એક્ટિવિટીઝ દરમ્યાન નીતા અંબાણી સોલિટેર (ડાયમંડ) ના ઝવેરાત પહેરવાનું પસંદ કરે છે તેમની રીંગની કિંમતની શરૂઆત 5 થી 7 લાખ રૂપિયા છે, જો કે, નીતા અંબાણીની પસંદની કિંમતી જવેલરી ડાયમંડ રિંગ છે જે મુકેશ અંબાણી એ પ્રપોઝ કરતી વખતે પહેરાવી હતી.તેની કિંમત આજથી 30 વર્ષ પહેલાં 18,700 રૂપિયા હતી.

જ્યારે નીતા તેમના શણગાર પાછળ પૈસા પાણીની જેમ ઉપયોગ કરે છે, તો તેમના કારની કિંમત શુ હશે, તેનો અંદાજ તમે સરળતાથી લગાવી શકો છો. 168 કાર પાર્કિંગ વાળા નીતા અંબાણીના ઘરમાં રૉલ્સ રૉયસ, મૅબેક 62, લેમ્બોરઘીની,ક્યુ 7 મરસિડીઝ એસ,અને મરસિડીઝ એસ એલ 500 છે. મૅબેક 62 નીતા અંબાણીની પસંદી કાર છે,જેને તેમના પતિ ગિફ્ટના રૂપમાં લંડનથી લાવ્યા હતા. ‘મૅબેક 62 કારને ભારતમાં લાવનારા મુકેશ અંબાણી પેહલા વ્યક્તિ હતા, આ કારની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે.

નીતા અંબાણીના બૅગ્સનું કલેક્શન પણ લાજવાબ છે.દુનિયાના સૌથી મોંઘા બ્રોન્ડ્સ કે હેન્ડબેગ જેવા હમ્સ, ચનેલ, ગોયાર્ડ, અને જિમ્મી ચું કેરી નીતા અંબાણીની પસંદ છે. મોટાભાગે ફક્શનમાં નિતા અંબાણી ‘જ્યૂડિયસ લાઈબર ના ગ્લેમર ગનેસ ક્લચની સાથે જોવા મળે છે.આ નાની સાઈઝના ક્લચ ઉપર હીરા લગાડેલા હોઈ છે. તેની કિંમત 3 -4 લાખથી શરૂ થાય છે.આ વાત પર પાક્કી મોહર ત્યારે લગાડવામાં આવી જ્યારે નીતા અંબાણીને ડાયમંડ કોટેડ 1.43 કરોડના હેન્ડબેગ સાથે જોવામાં આવ્યા.

નીતા અંબાણીને સ્ટાઇલિશ સેન્ડલનો વધારે શોખ છે એક ઈંગ્લીશ ન્યૂઝપેપરની જેમ, નીતા અંબાણીના ડ્રેસ, તેમના સેંડલ્સ ક્યારે પણ રિપીટ નથી થતા. તેમની પાસે પેડ્રો, ગાર્સિયા, ઝિમ્મી ચુ, પેલમોડા, માર્લિન બ્રાન્ડના સેંડલ્સ છે.આ બધી બ્રાન્ડના સેન્ડલસની કલેક્શન છે જેની કિંમત પણ 1 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

નીતા અંબાણી બ્રાન્ડેડ વૉચની પણ શોખીન છે.તેમના વૉચના કલેક્શનમાં બુલ્ગારી, કાર્ટીયર, રાડો, ગુચિ, કેલ્વિન કેલીન, અને ફૉશીલ જેવી બ્રાન્ડનો સમાવેશ છે.તે બ્રાન્ડના વૉચની કિંમત દોઢથી બે લાખ રૂપિયાથી શરૂ થાય છે. ધનવાન લોકો સામાન્ય રીતે પોતાના કેટલાક ખાસ વ્યક્તિઓને કંઈક એવી વસ્તુ ગિફ્ટ આપે છે જે વધારે જ ખાસ હોઈ જે ખૂબ મોંઘી પણ હોઈ છે.

નીતા અંબાણીને પણ મુકેશ અંબાણીએ તેમના 44માં બર્થડે ઉપર એક પ્રાયવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું.આ કોઈ સાધારણ જેટ નથી, આ જેટની અંદર કેબિન્સ, બાર ફેન્સી શોવર્સ, મ્યુઝીક સિસ્ટમ, ગેમ કંસોલ, સેટેલાઇટ ટીવી, સૌથી આધુનિક વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ પણ હાજર છે. આ એક ભવ્ય જેટ છે જે બધી સુવિધા પર સરસ સાબિત થઈ શકે છે.ખબરના અનુસાર આ જેટની કિંમત 390 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

નીતા અંબાણી દ્વારા વાપરવામાં આવેલી લિપસ્ટિક પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે. મીડિયાના અનુસાર જે વાત સૌથી વધારે ચર્ચામાં છે તે એ કે આ લિપસ્ટિકની કિંમત 39 લાખ રૂપિયાથી પણ વધારે બતાવામાં આવી રહી છે.આ હતી અંબાણી પરિવારના કેટલાક મોંઘા શોખની જાણકારી.પણ ભારતના સૌથી અમીર પરિવારના ઘણા ઊંચા શોખ હજુ પણ મીડિયાની નજરમાં નથી આવ્યા પરંતુ એ પણ વધારે દિવસો સુધી સંતાઈ નહી શકે અને જલ્દી પ્રત્યક્ષ થશે!