એક સમયે કરોડો રૂપિયાની માલિકી હતી આ બોલિવૂડ હસીનાઓ,આજે એક એક રૂપિયા માટે પણ તકલીફ થઈ રહી છે, જુઓ તસવીરો…..

0
860

‘એક દિન કી ચાંદની, ફિર વહી અંધેરી રાત’ તમે આ કહેવત સાંભળી હશે. હવે તેનું ફિલ્મ વર્ઝન સાંભળો.‘એક ફિલ્મની ચાંદની, ફિર વહી અંધેરી રાત’.ખરેખર આ કહેવત આપણા બોલીવુડના કેટલાક સ્ટાર્સ પર ખૂબ સારી રીતે લાગુ પડે છે. બોલિવૂડ એક એવી જગ્યા છે જ્યાં ફક્ત કોઈ ફિલ્મ હિટ આપવાથી કામ ચાલતું નથી.ઇન્ડસ્ટ્રીમાં ટકવા માટે તમારે સતત હિટ ફિલ્મો આપવી પડે છે નહીં તો મોટા સ્ટાર્સ પણ ઇન્ડસ્ટ્રીમાં બેકાર બની જાય છે.કહેવામાં આવે છે કે સમયનો કોઈ ભરોસો નથી. આજે તમે રાજા છો તો કાલે ફકીર પણ બનતા સમય નથી લાગતો.આવું જ કંઈક બોલિવૂડના આ ૧૦ સિતારાઓની સાથે પણ થયું. એક જમાનામાં તેઓ ખૂબ જ અમીર અને ફેમસ હતા. પરંતુ અંતિમ સમયમાં તેઓ બરબાદ થઈ ગયા હતા.

ઓ.પી. નય્યર : હિન્દી ફિલ્મ જગતનાં સદાબહાર સંગીતકાર એટલે ઓમપ્રકાશ નૈયાર જેને આપણે ઓ.પી.નૈયરથી ઓળખીયે છીએ. તેના ચાહકોમાં તો ફકત ઓ.પી. નામથી પ્રખ્યાત હતા. તેમનો જન્મ ૧૬-૧-૧૯૨૬માં થયો હતો અને અવસાન ૨૮-૧-૨૦૦૭માં થયું હતું.પ્રારંભમાં એમ.એમ.વી.કાંમાં મ્યુઝિક ડાયરેકટર તરીકે કાર્યકર્યુ બાદમાં સંગીજ કોલેજમાં નોકરી કરી અંતે બધુ છોડીને ફિલ્મ લાઇન પકડી ને સાદ અમર થઇ ગયા. તેમનો સંગીતનો જાદુ એવો હતો કે મહાન ગાયક મોહંમદ રફીએ એકવાર કહ્યું કે “યુ તો હમને લાખ હંસી દેખે કે, ઓ.પી.નૈયર જેસા સંગીતકાર નહી દેખા. ઓ.પી. નૈયરે વધુ ગીતો રફી આશા અને ગીતાદત પાસે ગવડાવ્યા હતા. એક ખાસ વાત કે તેમને મહાનગાયિકા લતામંગેશકર પાસે કયારેય ગીતો ન ગવડાવ્યા. આ પ્રશ્ર્નના જવાબમાં ઓ.પી. નૈયરે જલાવેલ કે તેમનો અવાજ મારા સંગીતમાં ફિટ ન બેસે.

ઓ.પી. નૈયરની સ્વતંગ વાળી પ્રજામ ફિલ્મ “છમ છમા છમ હતી. પછી તો ગુરૂ દત સાથે આરપાર, સી.આઇ.ડી, મી. એન્ડ મીસીસ ૫૫ જેવી શ્રેષ્ઠ ફિલ્મો કરી હતી. તેમની બધી ફિલ્મોનાં હીટ ગીતો આજે પણ જુના ગીતનાં રસીયા અચુક ગણગણાવે છે. તેમને મનોજકુમાર, દિલીપકુમાર, ગુરૂ દત્ત, દેવાનંદ, જોયમુર્ખજી, વિશ્ર્વજીત શમ્મીકપૂર જેવા વિવિધ કલાકારો માટે સંગીત આપ્યું. તેનો એવો મત હતો કે ફિલ્મનાં કોમેડિયન માટે પણ ગીત હોવું જોઇએ તેણે કોમેડીયન જોનીવોકર માટે શ્રેષ્ઠ ગીતો બનાવ્યા હતા. તેમનાં ગીતોમાં ટોમી (ધોડાગાડીના પગલાનો અવાજ)ના ગીતો તેની ખાસ પેર્ટન બની ગઇ હતી. લગભગ દરેક ફિલ્મમાં એકાદ સોંગ આ પ્રકારનું હોય જ તેણે ફિલ્મ સંગીત દુનિયામાં થોડું પણ શ્રેષ્ઠ અર્પણ કર્યુ હતું. તેની બધી જ ફિલ્મો હિટ હતી તો તેનાં ગીતો સુપરહીટ હતા. બધા સંગીતકારોમાં ઓ.પી.નૈયર બધાથી જુદા તરી આવતા હતા. ૧૯૫૯માં “તુમસા નહી દેખા તેનો સીતારો આસમાન ચુમ્યો હતો.

એક વાર ઇન્ટરવ્યુંમાં ઓ.પી.નૈયરે જલાવેલ કે “મારી દૃષ્ટિએ કોઇ પણ ગીત લોકપ્રિય થાય એમાં સૌથી વધુ ફાળો સંગીત કારનો પછી ગીતકાર ને છેલ્લે ગાયકકલાકારનો હોય છે. જો ગીત સંગીતમાં દમ હોય તો ગાયક કલાકાર ગમે તે ચાલે. ૧૯૫૨માં દલસુખ પંચોલીની ફિલ્મ “આસમાન ફિલ્મમાં ગીતાદતના સ્વરમાં ગીત રેકોર્ડ કર્યા હતા. શેખમુખ્તારની ફિલ્મ “દો ઉત્સાદ ૧૯૫૮માં રાજકપૂર, મદ્દલાલની જોડી, દેવ આનંદ (સી.આઇ.ડી.)અને દિલિપકુમાર (નયાદૌર) સિવાયની બાકીની ફિલ્મમાં મનોજકુમાર, કિશોરકુમાર, અશોકકુમાર, જોય મુખરજી વિશ્ર્વજીત અને છેલ્લ્ે અમીરખાન હતા. ઓ.પી.નૈયરના સંગીતમાં રફી સાહેબે કમાલનું ગાયું છે. “હમ સાબ ચોર હે (૧૯૫૬), મિ. લંબુ (૧૯૫૬), જોની વોકર (૧૯૫૭) શગુન (૧૯૫૮) તથા યે રાત ફિરના આયેગી (૧૯૬૬) આશા ભોંસલે સાથે કેટલાક સોલો યુગલ હિટ્સ સોંગ રફી સાહેબે ગયા હતા. જેમાં ફિલ્મ સોનેકી ચિડિયા (૧૯૫૮) ફિર વોહી દિલ લાયારું (૧૯૬૬), મેરે સનમ (૧૯૬૫) સાવન કી ઘટા (૧૯૬૬) જેવી ફિલ્મો હતી.ટેલેન્ટને કોઇ રોકી શકતુ નથી, ઓ.પી. નૈયાર તેનો પુરાવો છે. ૧૯૬૮ની ફિલ્મ ‘કિસ્મત’માં હિરો વિશ્ર્વજીત અને હિરોઇન બબીતા પર ફિલ્માવાયેલું એક કલબ ડાન્સ સોંગ હજી આજે ૫૦ વર્ષ પછી એટલું જ લોક પ્રિય છે.પરંતુ ઓ.પી. નૈયર તેમની શરાબની લતને કારણે બરબાદ થઈ ગયા હતા. પોતાની શરાબ પીવાની આદતને કારણે તેમણે પોતાના ફેમિલીને પણ છોડી દીધું હતું. એવું કહેવામાં આવે છે કે એક સમય એવો પણ હતો જ્યારે ઓપી નૈયર ઇન્ટરવ્યૂ આપવાના બદલામાં લોકો પાસેથી શરાબ અને પૈસા માંગતા હતા.

અચલા સચદેવ : પોતાના જમાનાની મશહૂર અભિનેત્રી અચલા સચદેવનાં દીકરા અને દીકરી એ તેમને છોડી દીધા હતા. જ્યારે તેઓ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે તેમની પાસે પરિવારનો કોઈ સદસ્ય હતો નહીં. એકલા જ દર્દ ભરેલી પરિસ્થિતિમાં ભગવાન પાસે ચાલ્યા ગયા હતા.60 ના દાયકાની બોલિવૂડ અભિનેત્રી અચલા સચદેવનું નિધન થયું છે. તેઓ છેલ્લા છ મહિનાથી બીમાર હતાં. 91 વર્ષના અચલાનો ઇલાજ કરી રહેલા પૂણે હોસ્પિટલના ડૉક્ટર વિનોદ શાહે સોમવારે જણાવ્યું, “અચલા સચદેવનું કાલે(રવિવારે) સાંજે સાડા પાંચ વાગે પૂણાની હોસ્પિટલમાં અવસાન થયું. અમે અમેરિકામાં રહેતા તેમના પુત્રને તુરંત માહિતી આપ. તેઓ કાલે(મંગળવારે) પહોંચી રહ્યાં છે.”ડૉક્ટર શાહે જણાવ્યું કે અચલા છ મહિના પહેલા પોતાના ઘરમાં પડી ગયાં હતાં જેના કારણે તેમનો ડાબો પગ તૂટ્યો હતો. તેમજ માથામાં ઇજા પહોંચવાને લીધે મગજની એક નસ બ્લોક થઇ ગઇ હતી જેનાથી તેમની દ્રષ્ટિ ચાલી ગઇ હતી. તેઓ હરી-ફરી શકતા ન હતા. તેમના પુત્ર જ્યોતિન અમેરિકાથી પરત આવશે એટલે મંગળવારે સાંજે અચલાના અંતિમ સંસ્કાર અહીંના વૈકુંઠમાં થશે.અભિનેત્રી અચલા સચદેવની કારકિર્દીની વાત કરીએ તો 1965માં બનેલી ફિલ્મ ‘વક્ત’માં બલરાજ સાહની સાથે તેમના પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘એ મેરી ઝોહરા જબીં’થી તેમને ઓળખવામાં આવતા હતા. 15 દિવસ પહેલા તેમની સર્જરી કરવામાં આવી હતી અને ત્યારથી એક નળી દ્વારા ભોજનના રૂપમાં તેમને પ્રવાહી પદાર્થો આપવામાં આવતા હતા. અચલાની અંતિમ મહત્વની ફિલ્મ કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’ હતી જેમાં તેમણે અમિતાભ બચ્ચનની માતાનું પાત્ર ભજવ્યું હતું. તેમણે 250થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એટલું જ નહીં અચલા અનેક સામાજિક સંગઠનો સાથે પણ જોડાયેલા હતા.

ડૉક્ટરોએ જણાવ્યું કે અચલાએ તેમના બધા પૈસા વિવિધ સંગઠનોને દાનમાં આપ્યા હતા. જનસેવા ફાઉન્ડેશનને તેમણે 20 લાખ અને પુણે કેમ્પમાં આવેલું પોતાનું 2બીએચકે એપાર્ટમેન્ટ પણ દાન કરી દીધું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અચલાએ સાત દાયકાથી પણ વધુ સમય સુધી પોતાની સેવા આપી.અચલાની પહેલી ફિલ્મ ‘ફેશનેબલ વાઇફ’ વર્ષ 1938માં રિલીઝ થઇ હતી. તેમને ‘બંધન’, ‘મેરી સૂરત તેરી આંખે’, ‘કોરા કાગઝ’, ‘હકીકત’, ‘મેરા નામ જોકર’, ‘જૂલી’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મોમાં આપેલા અભિનય માટે હંમેશા યાદ કરવામાં આવશે.પુણેના ભોસારી સ્થિત એક ફેક્ટરીના માલિક અને બ્રિટિશ વ્યવસાયી ક્લીફોર્ડ ડગલસ પીટર્સ સાથેના લગ્ન બાદ તેઓ પુણેમાં જ રહેતા હતાં.

પરવીન બાબી. : જૂનાગઢના નવાબી પરિવારમાં જન્મેલ પરવીન બાબી નાની ઉંમરથી જ પ્રતિભાશાળી હતા. રાજકોટની રાજકુમાર કોલેજના વાર્ષિકોત્સવમાં પાંચ વર્ષની ઉંમરે એક નાટકમાં અભિનય કરીને તેમણે ભારે પ્રશંસા મેળવી હતી. અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેમણે અંગ્રેજી સાહિત્યમાં તેમણે ડિસ્ટિંક્શન મેળવ્યું હતું.પરવીન બાબી પોતાના જમાનામાં ખૂબ જ ફેમસ એક્ટ્રેસ હતી. જોકે ૨૨ જૂન ૨૦૦૫નાં રોજ પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જણાવવામાં આવે છે કે તેમને કોઈ માનસિક બીમારી હતી. તેમના મૃત્યુ બાદ બે દિવસ સુધી તેમની બોડી લેવા માટે પણ કોઈ આવ્યું ન હતું. તેવામાં મહેશ ભટ્ટે તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

મીના કુમારી. : મીનાકુમારી બોલિવૂડની ખૂબ જ જાણીતી અભિનેત્રી છે. તેમને દરેક લોકો પસંદ કરતા હતા. તે પોતાની કારકિર્દીના ટોપ પર હતા. જોકે બાદમાં તેમણે પોતાના પ્રેમી કમલ અમરોહી સાથે લગ્ન કરી લીધા હતા અને તેમને શરાબની આદત પડી ગઈ હતી. તેના કારણે તેમનો અંત પણ ખૂબ જ ટ્રેજિક હતો.ભારતની સૌથી બેમિસાલ અદાકારા મીના કુમારીની કહાની આજે પણ જાણવા લોકો ઉત્સુક છે. તેનો જન્મ 1 ઓગસ્ટ 1933ના દિવસે થયો હતો. તેની ઉંમર 19 વર્ષની હતી ત્યારે તેના લગ્ન લેખક-ડાયરેક્ટ કમાલ અમરોહી સાથે થઈ ગયા હતા.પરંતુ તેના પતિએ તેની પર એટલી બળજબરી કરી અને કોઈપણ કારણ વગર તે મારપીઠ કરતો હતો અને ગાળો પણ બોલતો હતો. તેની જિંદગીમાં પણ ધર્મેન્દ્ર, અશોક કુમાર, ગુલઝાર જેવી હસ્તિઓ સાથે જોડાતું રહ્યું. તેણે 39 વર્ષની નાની ઉંમરમાં દુનિયા છોડી દીધી હતી.મીના કુમારીની લખેલી અને વાંચીલે વાતોમાં એક વાતનો ઉલ્લેખ ઓછો થાય છે જેમાં તેણે જિંદગીભર પોતાનો ડાબો હાથ કેમ છુપાવીને રાખ્યો હતો. મીના કુમારીના ડાબા હાથની સૌથી નાની આંગળી વળેલી હતી. તેના પાછળની વાત કમાલ અમરોહીના દીકરા તાજાદાર અમરોહીએ જણાવી હતી, તે જણાવે છે કે 21 મે 1951ના રોજ મીના કુમારી મહાબલેશ્વરથી મુંબઈ પાછી વળી રહી હતી.રે તેની કારનો એક્સીડેન્ટ થય હતો. અને ઘણા દિવસો સુધી તે હોસ્પિટલમાં રહી હતી. ત્યારે તેના ડાબા હાથ પર ઘણી ઈજા થઈ હતી. અને નાની આંગળી તૂટીને ત્રાંસી થઈ ગઈ હતી, તેનો શેપ બદલાઈને ગોળ થઈ ગયો હતો. મીના કુમારીનું ઓરિજિનલ નામ મહજબીં બાનો હતું. પાકીઝા, સાહબ બીબી અને ગુલામ જેવી ફિલ્મો અને તેના ગીતોથી આજે પણ લોકો તેને યાદ કરે છે.રાઝદાર બતાવે છે કે મીના કુમારી હંમેશાં પોતાનો હાથ કેમેરાથી છુપાવીને રાખતી હતી. તેણે કરિયરમાં આગળ જેટલી પણ ફિલ્મો કરી તેમાં આંગળીને છુપાવી રાખી હતી. તે પોતાનો ડાબો હાથ શૂટ દરમિયાન હંમેશાં દુપ્પટા અથવા સાડીથી છુપાવીને રાખતી હતી. જેથી તેની વળી ગયેલી આંગળીને ન જોવે.

રાજ કિરણ. : અભિનેતા રાજ કિરણ જેણે ‘પ્યાર કા મંદિર’, ‘પ્યાર કા દેવતા’, ‘અર્થ’ જેવી ઘણી યાદગાર ફિલ્મો આપી હતી. આ ચહેરો જોઈને તમે જાણી ગયા હશો કે આ ચહેરો સુભાષ ઘાઇની ફિલ્મ કર્જમાં પણ જોવા મળ્યો હતો, જેણે ૠષિ કપૂરની યુવાનીની ભૂમિકા ભજવી હતી. પરંતુ રાજ કિરણ ગુમનામના અંધકારમાં કેટલું ખોવાઈ ગયું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના વિશે આજે કોઈને કોઈ સમાચાર નથી. એક સમયે પણ લોકો તેને મૃત માનતા હતા. રાજ કિરણ પોતાના સમયમાં એક શ્રેષ્ઠ અભિનેતા હતા. જો કે વર્ષ ૨૦૧૦માં તેઓ એટલાન્ટાના એક પાગલખાનામાં મળી આવ્યા હતા. તેઓ અચાનક ગાયબ થઇ ગયા હતા તો લોકોને લાગ્યું હતું કે તેઓ મરી ગયા છે. પરંતુ બાદમાં તેમના કર્જ ફિલ્મનાં સહ કલાકાર ઋષિ કપૂરે શોધખોળ કરાવી અને રાજ કિરણ પાગલખાનામાં મળી આવ્યા હતા.

મિતાલી શર્મા. : મિતાલી શર્મા ભોજપુરી ફિલ્મોની ટોપ અભિનેત્રી હતી. પરંતુ થોડા સમય પહેલાં જ તેમને રસ્તા પર ભીખ માંગતા જોવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસ દ્વારા તેમને ચોરી કરતા પણ પકડી લેવામાં આવી હતી.

ભગવાન દાદા. : એક્ટર અને ડિરેક્ટર ભગવાન દાદા એક જમાનામાં ખૂબ જ અમીર હતા. લક્ઝરી કાર થી લઇને મોટા-મોટા બંગલા સુધી તેમની પાસે બધું જ હતું. જોકે પોતાના અંતિમ સમયમાં તે મુંબઈ ના સ્લમ એરિયામાં રહેવા માટે મજબૂર બની ગયા હતા. એવું કહેવામાં આવે છે કે તેમની આ પરિસ્થિતિ “જમેલા” અને “અલબેલા” ફિલ્મ ફ્લોપ થયા બાદ થઈ હતી.

ભારત ભૂષણ.: ભારત ભૂષણ બોલીવુડના દિગ્ગજ અભિનેતા માંથી એક છે. તેમના ખોટા ખર્ચાની આદતને કારણે અને મીનાકુમારી સાથે અફેરને કારણે તેમણે પોતાની પાસે હતું એ બધું જ ગુમાવી દીધું હતું. સૂત્રોનું માનવામાં આવે તો તે પોતાના ખર્ચ માટે ફિલ્મ સ્ટુડિયોનાં ગેટ પર ચોકીદારી પણ કરતા હતા.

ગીતાંજલી નાગપાલ. : ગીતાંજલી નાગપાલ અનેક જાણીતા ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કરી ચૂકેલી 32 વર્ષીય મોડલ ગીતાંજલી નાગપાલ 2007માં ભીખ માંગતા જોવા મળી હતી. તે સાઉથ દિલ્હીના એક પોશ બજારમાં ભીખ માંગતી જોવા મળી હતી. મશહૂર મોડલથી ભિખારી બનનાર ગીતાંજલી નાગપાલ ડ્રગના નશામાં એવી જકડાઇ કે તે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નોકરાણી પણ બની. સુસ્મિતા સેન જેવી એક્ટ્રેસ સાથે કેટવોક કરી ચૂકેલી ગીતાંજલી ખરાબ હાલતમાં રસ્તા પર જોવા મળીએક જમાનામાં ફેશન ડિઝાઈનરની પહેલી પસંદગી તેને દિલ્હીમાં ભીખ માંગતા અને ઘરોમાં કામવાળી બનીને કામ કરતા પણ જોવામાં આવેલ છે.

જગદીશ માલી. : જગદીશ માલી અંતરા માલીના પિતા અને ફેમસ ફોટોગ્રાફર જગદીશ માલી મુંબઇના રસ્તા પર ભીખ માંગતા જોવા મળ્યા હતાં. ત્યારપછી ઇન્ડસ્ટ્રીનો એક બીજો જ ચહેરો સામે આવ્યો હતો. જગદીશને મિંક બરાર નામની મોડેલે ઓળખી લીધાં હતાં. તેણે તેમને ભોજન આપ્યું અને પછી સલમાનની કારથી ઘરે પહોંચાડ્યા હતાં. જગદીશ માનસીક રૂપથી સ્વસ્થ નહોતા લાગી રહ્યાં. તેમણે ફાટેલા કપડાં પહેર્યાં હતાં જેના પરથી ખ્યાલ આવતો હતો કે તેઓ કઇ હાલતમાં રહેતા હશે. 13 મે, 2013ના રોજ તેમનું અવસાન થયું હતું