એક સમયની સુપરહિટ આ 10 હિરોઈનો હવે ગાયબ જ થઈ ગઈ છે, તસવીરો જોઈ તમે ઓળખી પણ નહીં શકો……

0
587

કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળે છે ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી હોતો અને  આપણું નસીબ પણ ચમકવા લાગે છે. જોકે તેની ચમકની કોઈ ગેરંટી હોતી નથી. આવું જ કંઈક સિનેજગતની ગ્લેમરસભરી દુનિયાનું પણ છે. એક સમયે દર્શકોનાં દિલમાં રાજ કરનાર અભિનેત્રીઓ આજે ગુમનામીનું જીવન જીવી રહી છે અને ફિલ્મોને બાય બાય કહી  કંઈક અલગ જ કામ કરી રહી છે. તો આજે આપણે એવી જ કેટલીક અભિનેત્રીની વાત કરીશું જેઓ ફિલ્મોને તિલાંજલિ આપી ગુમનામ જિંદગી જીવી રહી છે.બોલિવૂડમાં અનેક સ્ટાર્સ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે પણ કેટલાક એવાં પણ સ્ટાર છે જેમને ઓછા સમયમાં જબરદસ્ત પૉપ્યુલારિટી હાંસલ કરી છે અને કરિયરના થોડાંક જ વર્ષ પછી બોલિવૂડને એલવિદા કહી દીધું. આજે અમે તમને એવી જ બોલિવૂડ એક્ટ્રસ વિશે જણાવીશું જે અચાનક જ બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ.

મયૂરી કાંગો.

ફિલ્મ ‘પાપા કહતે હૈ’થી ઘરે-ઘરે પોતાના માસૂમ ચહેરાથી ઓળખાતી 90ના દાયકાની મયૂરી કાંગોએ ઘણાં સમય પહેલાં જ ફિલ્મોમાંથી અલગ થવાનું વિચાર્યું હતું. ફિલ્મ અને ટીવીને અલવિદા કહ્યાં પછી મયૂરી કાંગો માર્કેટિંગ અને ફાઇનાન્સમાં ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી MBA કર્યું હતું. આજે તે ગૂગલ ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રી હેડ તરીકે કામ રહી છે.મયુરીની ફિલ્મી સફર 1995માં શરૂ થઈ. તેણી ત્યારે હાઇ સ્કૂલની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. સઇદ અખ્તર મિર્ઝાની નજર મયૂરી પર પડી. તે તે દિવસોમાં બાબરી મસ્જિદ વિધ્વંશ પર ફિલ્મ ‘નસીમ’ બનાવી રહ્યા હતા. મયૂરીને તેમાં લીડ રોલ ઓફર કરવામાં આવ્યો. મયુરીએ કેટલીએ વાર ના પાડી. પણ છેવટે તે માની ગઈ. આ ફિલ્મના ખુબ જ વખાણ થયા.મહેશ ભટ્ટે ‘નસીમ’ જોઈ. તે મયૂરીની નિર્દોષતાથી પ્રભાવિત થયા અને પોતાની ફિલ્મ પાપા કહતે હૈ માં તેણીને કાસ્ટ કરી. ત્યાર બાદ મયૂરી હોગી પ્યારકી જીત અને બાદલ જેવી ફિલ્મમોમાં જોવા મળી પણ તેની એક્ટિંગ કેરિયર કંઈ ખાસ ચાલી ન શકી.ત્યાર બાદ વર્ષ 2000માં મયૂરીએ નાના પરદા પર પણ એન્ટ્રી કરી હતી તેણે નરગિસ (2000) થોડા ગમ થોડી ખુશી (2001),ડૉલર બાબૂ (2001) અને ‘કિટ્ટી પાર્ટી’ (2002) જેવી સિરિયલ્સમાં કામ કર્યું હતું પણ જો કે અહીં પણ તેણીને સફળતા ન મળી.અમેરિકા શિફ્ટ થયા બાદ અને એમબીએ કર્યા બાદ મયૂરીએ 2004થી 2012 સુધી અમેરિકામાં જ જોબ કરી. 2013માં તે ભારત પરત આવી ગઈ.હવે આ સુંદર ગીત ફરી ગણગણો અને ખોવાઈ જાઓ તમારી મુગ્ધાવસ્થામાં.

મીનાક્ષી શેષાદ્રી.

80-90નાં દશકની સુંદર એક્ટ્રસ મીનાક્ષી શેષાદ્રીએ વર્ષો પહેલાં બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. મીનાક્ષી શેષાદ્રીએ ‘દામિની’, ‘હીરો’, ‘અલ્લા રખ્ખા’, ‘વિજય’, ‘ઘાયલ’, ‘ઘર હો તો એસા’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યાં પછી છેલ્લે તેઓ 1996માં ‘સ્વામી વિવેકાનંદ’ ફિલ્મમાં જોવા મળ્યા હતાં. મીનાક્ષી શેષાદ્રી લગ્ન પછી અમેરિકામાં સેટલ થઈ ગયા હતા. તેમને ડાન્સનો પહેલાંથી જ શોખ હતો જે આ પણ છે. મીનાક્ષી તેમના બાળકોને ભારતીય ક્લાસિકલ ડાન્સ શીખવાડે છે.

આયશા ઝુલ્કા.

જો જીતા વહી સિંકદરથી લાઇમલાઇટમાં છવાયેલી આયશા ઝુલ્કાએ વર્ષો પહેલાં બોલિવૂડને અલવિદા કહ્યું હતું. આજે તે એક સફળ બિઝનેસ વુમન બની ગઈ છે અને પતિ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી રહી છે. આયશા ઝુલ્કા તેમના પતિ સાથે કન્સ્ટ્રક્શન, સ્પા અને પોતાના ખુદનાં ક્લોથિંગ લાઇન જેવા બિઝનેસ સંભાળી રહી છે.

કિમી કાટકર.

બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ કિમી કાટકરને ઓળખવાનું મુશ્કેલ થઈ ગયું છે. પોતાના જમાનામાં બોલ્ડ દ્રશ્યો કરીને ફેમસ થનારી 54 વર્ષીય કિમી હાલમાં પતિ શાંતનુ શૌરી અને દીકરા સિદ્ધાંત સાથે ગોવામાં એક ખૂબસુરત ઘરમાં રહે છે. 90ના દાયકામાં કિમીને જુમ્મા ગર્લ તરીકે ઓળખવામાં આવી હતી. કિમીને આ નામ 23 જાન્યુઆરી, 1991માં રિલીઝ થયેલી હમના જુમ્મા ચુમ્મા દે દે ગીતમાં અમિતાભ સાથેના ડાન્સને કારણે મળ્યું હતું.80-90ના દશકની બોલ્ડ એક્ટ્રસ કિમી કાટકરે ટારઝન અને હમ જેવી ફિલ્મમાંથી પોપ્યુલારિટી હાંસલ કરી હતી. લગ્ન પછી તેમને ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમના લગ્નના સિનેમેટોગ્રાફર અને પ્રોડ્યૂસર શાંતનુ શોરે સાથે થયાં હતાં. આજે તે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં રહે છે.

અનુ અગ્રવાલ.

એક જ ફિલ્મથી રાતોરાત સફળ થયેલી આ અભિનેત્રી આજે વર્ષો પછી જીવે છે એકલવાયું જીવન, ઘટી હતી ભયંકર ઘટના… અનુ અગ્રવાલઃ નેવુંના દશકની આ બહુ ચર્ચિત અભિનેત્રી સાથે બન્યું કંઈક એવું કે તે આજે પણ એકલતા ભર્યું જીવન જીવવા છે મજબૂર તેમજ જેમાં સાંસો કી ઝરૂરત હો જૈસે,ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ,અબ તેરે બીન જી લેંગે હમ,ઝહર જિંદગી કા પી લેંગે હમ,જેવા અનેક ગીતો આશીકી નેવુંના દશકમાં ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. એક જોડીએ રોમાંટિક યુગ તરીકે બહુ મોટી ફેનફોલોઈન્ગ મેળવી હતી રાહુલ રોય અને અનુ અગ્રવાલે રોશનીથી ડેકોરેટ કરેલી શીપ પર ફિલ્માયેલું આ ગીત એ સમયના યુવાનોને આજે પણ યાદ હશે જ. તેમાં પણ બોલિવૂડની એ સમયની અભિનેત્રીઓ કરતાં સહેજ હટકે લાગતી બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રીની હાઈટ બોડી એકદમ ચુસ્ત અને આકર્ષક હતાઅનુ અગ્રવાલે મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીથી સફળતાં હાંસલ કરી હતી અને આ અનુ અગ્રવાલ છેલ્લીવાર 1996માં ઓનસ્ક્રીન જોવાં મળી હતી. એક એક્સિડન્ટ પછી તેમણે ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યું હતું. આજે તે એક બિહારના એક યોગ વિશ્વવિદ્યાલયમાં યોગ શીખવાડે છે.

નીલમ કોઠારી.

9 નવેમ્બર 1968 ના રોજ હોંગકોંગ ખાતે નીલમનો જન્મ થયો હતો. નીલમ હોંગકોગમાં ઉછરી છે, તેના પિતાને જ્વેલરીનો બિઝનેસ હોવાના કારણે નીલમ મોટી થઇ ત્યારે તેઓ બેંગકાંેગ રહેવા ગયા, તે સમયે નીલમે મુંબઇ રહેવા આવવાનું પસંદ કર્યું. નીલમને પહેલેથી એક્ટિંગ ક્ષેત્રમાં રસ હોવાના કારણે તેણે ફિલ્મ ક્ષેત્રમાં આગળ વધવાનું વિચાર્યું. તેનું નસીબ પણ તેની સાથે જ હતું. તેણે ૧૯૮૪માં જવાની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું, આ ફિલ્મમાં તેની સાથે કુનાલ શાહ(ટીના મુનીમનો ભત્રીજો) હતો. 1886 માં ગોવિંદા સાથેની ફિલ્મ ઇલ્ઝામમાં દર્શકોએ તેની પર ધ્યાન આપ્યું. ત્યાર બાદ તેણે અંદાઝ પ્યાર કા, લવ 86 આગ હી આગ, ખુદગર્ઝ, તાકતવર, હત્યા, વક્તકી આવાઝ, ખતરો કે ખેલાડી, પાપ કી દુનિયા, સિંદૂર, ઘરાના, ઘર કા ચિરાગ, બદનામ, દૂધ કા કર્ઝ, અગ્નિપથ, એક થા રાજા, સોદા, કુછ કુછ હોતા હૈ, હમ સાથ સાથ હૈ, વગેરે જેવી ફિલ્મો પોતાનું યાદગાર પર્ફોમન્સ આપનાર નીલમે છેલ્લે 2001 માં કસમ ફિલ્મ કર્યા બાદ રૂપેરી પરદે જોવા મળી નથી1987માં આવેલી ફિલ્મ ‘ઘર કા ચિરાગ’થી પોપ્યુલર થયેલી નીલમ કોઠારીએ વર્ષ 2001 સુધી ફિલ્મોમાં કામ કર્યું હતું. આજે તે પડદાં પર નહીં પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. નીલમે ટીવી એક્ટર સમીન સોની સાથે લગ્ન કર્યાં હતાં. અત્યારે નીલમ મુંબઈમાં પોતાનો જ્વેલરી શૉરૂમ ચલાવે છે.

ભાગ્યશ્રી.

સુપરહિટ મૂવી ‘મૈને પ્યાર કિયા’ બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રસ ભાગ્યશ્રી હિન્દી ફિલ્મોમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. જોકે, તે અન્ય રિજનલ ફિલ્મોમાં એક્ટિવ છે. ભાગ્યશ્રી હિન્દી સિનેમામાં લાંબા સમયથી જોવા મળી નથી. અત્યારે ચર્ચા છે કે, તે પ્રભાસ-પૂજા હેગડે સ્ટારર ફિલ્મ ‘રાધે શ્યામ’માં જોવા મળશે.

ગ્રેસી સિંહ.

લગાન મુન્નાભાઈ MBBS’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી ગ્રેસી સિંહ પડદાં પરથી ગાયબ થઈ ગઈ છે. ગ્રેસી સિંહે સિરિયલ ‘જય સંતોષી’માં પણ કામ કર્યું છે.હાલ બોલિવુડ ની આ અદાકારા ગ્રેસી સિંહ આજ રોજ તેમનો ૩૯મો બર્થ ડે ઉજવી રહી છે. બોલિવુડ ની ખ્યાતનામ અદાકારા ગ્રેસી સિંહ એ તેમની કારકિર્દી નો આરંભ અમીર ખાન ની મુવી લગાન થી શરુ કરી હતી. ગ્રેસી સિંહ ની આ પ્રથમ મુવી સકસેસ ગયા હોવા છતા પણ તે ફિલ્મ ઈંડસ્ટ્રિઝ મા થી જતી રહી. મુવી મા ગ્રેસી સિંહ આવી તે પૂર્વે તે ટેલિવિઝન ના કાર્યક્રમ મા કાર્ય ફરજ બજાવતી હતી. ૧૯૯૭ ના વર્ષ મા જીટીવી ના એક શો ‘અમાનત’ મા ગ્રેસી સિંહે ડીંકી નુ પાત્ર ભજવ્યુ હતુ.

મમતા કુલકર્ણી.

બોલ્ડ અભિનેત્રી તરીકેનું બિરુદ પામેલી અભિનેત્રી મમતા કુલકર્ણીની એક ફિલ્મથી જ તેનો બહોળો ચાહકવર્ગ બની ગયો હતો. પણ પોતાની ફિલ્મો કરતાં એક પછી એક આવતી કોન્ટ્રોવર્સીને કારણે તે વધારે છવાયેલી રહી. સૌથી પહેલાં તેનું નામ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે જોડાયું. ત્યારબાદ ખબરો વહેતી થઈ કે તેને ડ્રગનો ધંધો કરતા વિજય ગોસ્વામી સાથે સંબંધ છે. મમતા કુલકર્ણી તેની સાથે પહેલાં દુબઈમાં અને ત્યારબાદ કેન્યામાં રહેવા લાગી. ખૂબ રૂપકડી દેખાતી મમતા કુલકર્ણીનું નામ ડ્રગ્સના ધંધા અને અન્ડરવર્લ્ડમાં સંડોવાતાં તેને જેલની હવા ખાવી પડી. એ પછી તેની ફિલ્મ કારકિર્દીનો અંત આવી ગયો.મમતા કુલકર્ણીએ વર્ષ 1993માં ફિલ્મ ‘તિરંગા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ હિટ થઈ અને તે ફેમસ થઈ હતી. મમતાએ ફિલ્મ ‘કરણ-અર્જુન’, ‘બાજી’, ‘નસીબ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. 90નાં દશકની ટૉપ એક્ટ્રસ રહેલી મમતા કુલકર્ણી અત્યારે ફિલ્મોથી દૂર છે. 2013માં મમતાએ વિક્રમ ગોસ્વામી સાથે લગ્ન કર્યાં હતા.

નેહા.

1998માં ફિલ્મ કરીબથી બૉલિવૂડમાં ડેબ્યુ કરી નેહા રાતો-રાત સ્ટાર બની ગઈ હચી. રિતીક રોશન સાથે તેમની ફિલ્મ ‘ફિઝા’માં તે જોવા મળી હતી. એક્ટર મનોજ વાજપેયી સાથે લગ્ન કર્યાં પછી તેમણે ખૂબ જ જલ્દી ફિલ્મો છોડી દીધી હતી. આજે તેમની એક દીકરી છે. નેહા તેમના પરિવાર સાથે ખુશ છે.

આયશા ટાકિયા.

આયશા ટાકિયાએ ફિલ્મ ‘ટારઝન ધ વંડર કાર’થી ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.પહેલી ફિલ્મથી જ તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ત્યારબાદ તેણે ફિલ્મ ‘ડોર’ કરી અભિનયના હુનરથી દર્શકોનાં દિલ જીતી લીધાં. જોકે ૨૦૦૯માં સલમાન ખાન સાથે આવેલી તેની ફિલ્મ ‘વોન્ટેડ’ તેની ફિલ્મ કારકિર્દીનો ર્ટિંનગ પોઈન્ટ બની. આમ, સફળતાનું એક પછી એક પગલું ભરતી આયેશાએ અચાનક ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધાં અને લગ્ન બાદ તેની ફિલ્મી કારકિર્દીનો ગ્રાફ નીચે જતો ગયો અને તેની એક પછી એક ફિલ્મો નિષ્ફળ થતી ગઈ અને આખરે તેણે ફિલ્મોથી છેડો ફાડી લીધો.

અનુ અગ્રવાલ.

મહેશ ભટ્ટની ફિલ્મ ‘આશિકી’માં મુખ્ય ભૂમિકામાં ચમકેલી અનુ અગ્રવાલ હાલમાં ફિલ્મજગતની ઝાકઝમાળ ભરેલી દુનિયાથી જોજનો દૂર છે. ફિલ્મ આશિકીથી રાતોરાત તેની ગણતરી સફળ અભિનેત્રીઓમાં થવા લાગી. પણ ત્યારબાદ તેની ફિલ્મી સફર ઘણી કપરી રહી. નવ વર્ષ સુધી તો તેણે ફિલ્મોમાં ટકી રહેવા માટે ઘણી મહેનત કરી તેમ છતાં તેને સફળતા મળી નહીં. તે દરમિયાન ૧૯૯૯માં અનુ અગ્રવાલનો ગંભીર એક્સિડેન્ટ થયો અને તેના કારણે તેની યાદશક્તિ જતી રહી.