એક સમયે વિરાટ ના પ્રેમ માં પાગલ હતી ઇંગ્લેન્ડ ની યુવતી,તસવીરો જોઈને જોતા રહી જશો….

0
125

ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન શું કરી લીધા, તેમાં તો ઘણા લોકોના દિલ તૂટી ગયા. તેમજ ઘણા લોકોએ વિરાટ-અનુષ્કાને તેમના જીવનની નવી ઈનિંગની શરુઆત માટે શુભકામનાઓ પણ પાઠવી. દુનિયામાં ઘણી છોકરીઓ વિરાટને પસંદ કરતી હતી. કોઈને વિરાટ બૉયફ્રેન્ડના રુપમા તો કોઈને તે પોતાનો લાઈફ પાર્ટનર બને તેવી ઈચ્છા હતી.

ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ વેટ ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. કેટલીક વાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પ્રપોઝ કરે તો કેટલીક વાર લિજેન્ડ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સાથે લેવાયેલી તસવીરોને કારણે અને હવે આ મહિનાના અંતમાં ભારત,ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રિકોણીય મેચ સીરિઝ પહેલા પણ ડેનિયલ ચર્ચામાં છે. હકીકતમાં, આ સિરીઝમાં, ડેનિયલ તે જ બેટથી રમશે, જે તેને એક વખત ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગિફ્ટમાં આપ્યુ હતું. આપને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની સુંદર ક્રિકેટર ડેનિયલ વેટ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ખૂબ મોટી ફેન છે. તેણે વિરાટને લગ્ન માટે પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જોકે વિરાટે તે દરખાસ્ત સ્વીકારી ન હતી પણ વિરાટે તેને ભેટ તરીકે પોતાનું બેટ આપ્યું હતું.

ટ્વિટ કરીને વિરાટને લગ્ન માટે મૂક્યો હતો પ્રસ્તાવ હકીકતમાં, 2014માં થયેલી ટી -20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે વિરાટની 72 રનની ઇનિંગથી ડેનિયલ ખુબજ પ્રભાવિત થઈ હતી, અને ત્યારબાદ તેણે ટ્વિટ કરીને વિરાટને લગ્ન કરવાની ઓફર આપી હતી. જો કે, ત્યારબાદ વિરાટે આ પ્રસ્તાવને નકારી દીધો હતો, પરંતુ બદલામાં તેણે વેટને તેનું બેટ આપ્યું હતું.

ડેનિયલ ઇંગ્લેન્ડની સ્ટાર ખેલાડી છે જે તેના સારા પ્રદર્શન માટે હંમેશાં હેડલાઇન્સમાં રહે છે તાજેતરમાં જ જ્યારે ઇંગ્લેન્ડે મેજમાન ઑસ્ટ્રેલિયા સામેની ટી -20 સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી, ત્યારે ડેનિયલ વેટ્ટે ટી 20 ફોર્મેટમાં ફક્ત 56 બોલમાં રન બનાવી સદી ફટકારીને બધાને આશ્ચર્યચકિત કર્યા.

ત્યાજ, માર્ચના અંતમાં ત્રિકોણીય સિરીઝમાં પણ ડેનિયલ સારો દેખાવ કરશે એવી આસા છે અને અગત્યની બાબત એ છે કે આ સિરીઝમાં, ડેનિયલ ટીમ ઈન્ડિયા સામે તે જ બેટનો ઉપયોગ કરવા જઈ રહી છે જે વિરાટે તેને ગિફ્ટમાં આપ્યુ હતું. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ડેનિયલે જણાવ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયા સામેની ટી -20 સીરિઝમાં મેં જે બેટ સાથે સદી ફટકારી હતી તે બેટ ઘણા સમય પહેલા તૂટી ગયું છે. તેથી હવે હું વિરાટનું બેટ વાપરી રહ્યિ છું.

તે જ સમયે, જ્યારે તેમને વિરાટ માટેના પ્રસ્તાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડેનિયલે કહ્યું કે જ્યારે મેં વિરાટના ટ્વીટર પર ‘કોહલી મેરી મી’ લખ્યું હતું, તો ત્યારે દસ મિનિટ પછી મેં મારો ફોન જોયો, તો તેમાં 1000 થી વધુ રીટ્વીટ મળ્યાં હતાં અને તે સમાચાર ભારતીય મીડિયામાં ફેલાઈ ગયા હતા. બધા મારા પિતાને ઇમેઇલ કરી રહ્યા હતા. આ પછી જ્યારે અમે મળ્યા, ત્યારે કોહલીએ મને કહ્યું તમે ટ્વિટર પર આવું ના કરી શકો! ખરેખર, તે ચીજોને ખૂબ સિરીયસલી લે છે. એટલા માટે મેં કહ્યું, ઓકે, સોરી!

કોહલીને જ્યારે લાગ્યું કે, ડેનિયલ તેની ઘણી મોટી પ્રશંસક છે તો તેણે પોતાનું એક બેટ ભેટમાં આપ્યું હતું. ડેનિયલ આ બેટથી ઘણી ખુશ છે અને પ્રથમ વાર આ બેટનો ઉપયોગ કરવા તૈયાર છે. ગત વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ મેચમાં ૫૬ બોલમાં સદી ફટકારી હતી. ડેનિયલે કહ્યું કે, જે બેટ દ્વારા મેં સદી ફટકારી હતી તે ઘણા સમય પહેલાં તૂટી ગયું હતું. હવે હું આ સિરીઝમાં વિરાટ દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલા બેટનો ઉપયોગ કરીશ. ડેનિયલ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં સદી ફટકારનાર ઇંગ્લેન્ડની પ્રથમ મહિલા ક્રિકેટર પણ છે.

ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બર 2017 ના રોજ ઇટાલીમાં થયેલી વિરાટ અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન બાદ ડેનિયલે પણ તેને લગ્નની શુભકામના આપી હતી.