એક પણ રૂપિયાના ખર્ચ વિના ઘરે બેઠાં જ ઓછું કરો વજન,જાણી લો આ અસરકારક ઉપાયો

0
113

સ્લિમ ફિટ હોવું ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ રોજબરોજના જીવનમાં સ્ફુર્તિ જાળવવા માટે પણ જરૂરી છે પણ ઘણીવાર હેલ્થ પ્રૉબ્લેમ્સ કે પછી અન્ય વર્કઆઉટને કારણે સમય ફાળવી શકાતો ન હોવાને લીધે ઘણાં પ્રયત્નો છતાં સ્ત્રીઓ વજન ઘટાડવામાં અસફળ રહે છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ સ્ટ્રેસમાં આવી જતી હોય છે અને કૉમ્પ્લેક્સમાં અટવાય છે. જો તમે પણ તમારા વધતાં વજનને લઇને ચિંતામાં છો તો અમે તમને વજન ઘટાડવાના સરળ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી અને ખૂબ જ સરળતાથી તમારું વજન ઘટી શકશે.

કહેવાય છે કે ફક્ત કસરત કરવાથી જ શરીર ઉતરતું નથી. તેની સાથે જો યોગ્ય ડાયટ લેવામાં આવે તો તેનો લાભ ઝડપથી મળે છે. જો તમે વેટ લોસ કરવા ઈચ્છો છો તો તમે આયુર્વેદનો આ નુસખો અપનાવો. આ ઘરેલૂ નુસખામાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. ફક્ત લીંબુ અને ગોળનું પાણી આ રીતે પીશો તો તમારું વજન ફટાફટ ઉતરવા લાગશે.

આ રીતે તૈયાર કરી લો ગોળ અને લીંબુનું પાણી લીંબુ અને ગોળ બંને પોષક તત્વોથી ભરપુર હોય છે. અનેક વર્ષોથી વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લીંબુ અને ગોળનું એકસાથે સેવન કરવું વધુ ફાયદાકારક હોય છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને એક નાનો ટુકડો ગોળ મેળવો. પાણીમાં ગોળઓગળી જાય ત્યારે તેને પી લો. વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.આ સમયે પીવાથી મળશે વધુ લાભ વજન ઘટાડવા માટે રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગોળ અને લીંબુ પાણીનું સેવન કરવું ફાયદાકારક હોય છે. પાણી બનાવતી સમયે ખાસ ધ્યાન રાખો કે ગોળનું પ્રમાણ ઓછું હોય. જેથી પાણી વધુ ગળ્યું ન બની જાય.

ગોળ આપે છે આ ફાયદા ખાંડ કરતાં ગોળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તેમાં કેલેરી ઓછી હોય છે. ગોળ એન્ટીઓક્સીડન્ટ હોવાની સાથે ઝિંક અને સેલેનિયમથી ભરપુર હોય છે. તેનાથી ઈમ્યુનિટી પણ જળવાઈ રહે છે. ગોળ શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે અને મોટાબોલિઝમને મજબુત બનાવે છે. જમ્યા પછી તરત ગોળનો એક નાનો ટુકડો ખાવાથી ભોજન પણ ઝડપથી પચી જાય છે, માનવામાં આવે છે કે તે શ્વાસ અને પાચનતંત્રની સફાઈ માટે ઉત્તમ છે.લીંબુના ફાયદા લીંબુમાં વિટામીન સી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. લીંબુ શરીરને હાઈડ્રેટ રાખે છે અને મોટાબોલિઝમને વધારે છે. એક રીસર્ચ અનુસાર લીંબુમાં રહેલ પોલીફીનોલ એન્ટીઓક્સીડન્ટ વજનને કંટ્રોલમાં રાખે છે.આ સિવાય તમે અન્ય વસ્તુઓથી પણ ફેટ બર્ન કરી શકો છો જેમ કે.

સફરજન માટે અંગ્રેજીમાં કહેવત છે An apple a day keeps a doctor away એટલે કે રોજનું સફરજન ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પડતી. સફરજનમાં રહેલા પોષક તત્વો વિશે બધા માહિતગાર છે જ.ઘણા બધાં ગુણોની સાથે સાથે સફરજનમાં ફાઇબર પણ ઘણી માત્રામાં જોવા મળે છે. તેથી જ તે વેટ લૉસ માટે ઉપયોગી માનવામાં આવે છે.

હેલ્થ બેનિફિટ્સથી ભરપૂર છે સફરજન સફરજનમાં સોડિયમ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આ શરીરમાંથી વધારાના પાણીને બહાર કાઢવામાં મદદરૂપ બને છે. વિટામિનનું સ્ત્રોત માનવામાં આવતું મધ પણ એનર્જી લેવલ વધારે છે અને કેલરી બર્ન કરવામાં પણ મદદરૂપ થાય છે. એક નાનકડા સફરજનમાં લગભગ 65 કેલરી મળે છે જેમાં ફેટની માત્રા હોતી જ નથી. અને મીડિયમ સાઇઝના સફરજનમાંથી 110 કેલરી મળે છે. સફરજન ખાવાથી વેટલૉસ સિવાય અન્ય પણ કેટલાક ફાયદાઓ થાય છે જેમ કે દાંત સફેદ અને હેલ્ધી રહે છે. મગજ પણ સ્વસ્થ રહે છે. ડાઇજેશન યોગ્ય રાખવામાં સફરજન ઉપયોગી બને છે. જેના ડાયેટરી ફાઇબર્સ પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજન નિયમિત રૂપે ખાવાથી કેન્સર અને ડાયાબિટીઝનું જોખમ પણ ઘટી જાય છે. આ હ્રદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. સફરજનમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ્સ શરીરના ટૉક્સિન્સથી દૂર કરવામાં મદદ કરે છે.

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા હાથનો ઉપયોગ કર્યા વિના ધીરે-ધીરે પથારીમાંથી ઉઠવું. ત્યારબાદ તમારા પગને ફેલાવીને આગળની તરફ ઝુકવાનો પ્રયત્ન કરવો. ત્યાં સુધી ઝુકવું જ્યાં સુધી તમને તમારી પીઠ પર ખેંચાણનો અનુભવ ન થાય. આ ખેંચાણને રોકીને રાખવું. આવું કરવાથી તમારી પાસળીઓ પર દબાણ પડશે. આ સ્થિતિમાં પાંચ સેકન્ડ રહેવું અને ત્યારબાદ બેસવાની અવસ્થામાં આવી જવું. આ ક્રિયાને ફરી કરવી. જો રોજ સવારે તમે આ સરળ વર્કઆઉટ કરશો તો ઓછા સમયમાં જ તમે ફરક અનુભવશો. આ વર્કઆઉટથી તમારી 10 કેલરી બર્ન થઈ શકે છે.

જ્યારે તમે સવારે ઓફિસમાં જાઓ ત્યારે અથવા અન્ય કોઈ સમયે એવું વિચારવું કે તમે ખુરશી પર બેઠા છો પરંતુ હકીકતમાં તમારે ખુરશી પર બેસવું નહીં. તસવીરમાં બતાવ્યા પ્રમાણે ખુરશી પર બેસ્યા વિના અને તમારા હાથનો ઉપયોગ કર્યા વિના એ સ્થિતિમાં આવવું અને પછી ઉભા થઈ જવું. ત્યારબાદ સ્કવેટિંગ સ્થિતિમાં આવવું. તમારા હિપ્સને નીચે તરફ કરીને ઘૂંટણને આગળની તરફ વાળવા. તમારા શરીરનું બધું વજન તમારી એડીઓ પર નાખવું. આ રીતે તમને જ્યારે અનુકૂલતા આવે ત્યારે તમે ઓફિસમાં કરી શકો છો. આનાથી તમારા પગ અને હિપ્સ સુડોળ બનશે અને શરીર પણ સ્લિમ રહેશે. ઓફિસમાં ફ્રિ ટાઈમમાં તમે આ સરળ વર્કઆઉટ કરી શકો છો જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ.