એક મા પોતાના બે વર્ષના બાળકને દરરોજ દબાવી રાખે છે રેતીમા કારણ જાણીને તમારી આંખો પણ ભરાઇ જશે…

0
555

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે જાણીશુ એક એવી મા વિશે જે પોતાના બે વર્ષના બાળક મે દરરોજ બે ક્લાક સુધી મુંબઈના મલાડ બીચ ઉપર લાવે છે અને તેને કલાકો રેતીમાં દબાવી રાખે છે અને જ્યારે આની પાછળનુ કારણ પૂછવામા આવ્યુ તો દરેક લોકો કારણ જાણીને આંખો ભરાઇ ગઇ હતી.

મિત્રો ફરવા માટે કદાચ મુંબઈ એક બેસ્ટ વિકલ્પ છે જેમા ત્યાનો દરિયા કિનારો તો એકદમ અદભુત અને તેમા પણ મુંબઈનો મલાડ બીચ ફરવા હજારો લોકો આવે છે પરંતુ અહિ આવેલા લોકોએ એક અજીબ કીસ્સો સામે આવ્યો હતો જેમા એક મહિલા દરરોજ તેના બાળક ને લઈને અહિયા આવતી હતી અને તેના બાળક ને કલાકો રેતીના ઢગલા મા દબાવી દેતી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે આ મહિલાનું નામ પ્રતિભા જોશી છે અને તેને 2 વર્ષનો બાળક છે જેનુ નામ રાજવંશ છે અને આ મહિલા છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ મલાડ બીચની મુલાકાતે આવે છે અને તે ત્યાં જાય છે અને પુત્ર રાજવંશને બે ફૂચના ખાડામાં બેસાડે છે અને રેતીના ઢગલામા દબાવી દે છે અને પ્રતિભા બે વર્ષના રાજવંશ સાથે કલાકો સુધી ત્યા બેસી રહે છે અને જ્યારે પ્રતિભાને તેના વિશે પૂછવામાં આવ્યું કે તે આવુ કેમ કરે છે અને શા માટે બે વર્ષના પુત્રને આ રીતે કલાકો સુધી રેતીમાં કેમ દબાવતી હોય છે ત્યારે તેણે એવું કારણ આપ્યું કે કોઇપણ તે સાંભળીને ભાવુક થઇ ગયા હતા.

મિત્રો જ્યારે આ મહિલા એ તેની વેદના જણાવી જેમા તેના આ બાળકના પગ સામાન્ય બાળકો જેવા નહતા તેમજ પ્રતિભાએ કહ્યું હતું કે જ્યારે બે વર્ષ પહેલા બાળકનો જન્મ થયો હતો ત્યારે તે સામાન્ય ન હતો અને જન્મ પછી બાળકને 22 દિવસ સુધી આઇસીયુમાં રાખવો પડ્યો હતો જેમા વંશનો જીવ તો બચી ગયો હતો પણ તે સામાન્ય બાળકની જેમ વધ્યો નહી અને બે વર્ષ થયા પછી તે પોતાના પગ પર ઉભો રહી શકતો ન હતો.

તેમજ પ્રતિભા કહે છે કે સમય જતાં એ સમજાયું કે બાળકના શરીરના ઘણા ભાગો વિકસી રહ્યા નથી અને જો ડૉકટરોને બતાવવામાં આવ્યું તો તેને ઘણી સારવાર અને ઘણી ઉપચાર આપવામાં આવ્યા હતા તેમજ પ્રતિભા કહે છે કે બાળકને અનેક સારવાર અને ઉપચાર ની જરૂર હતી અને જ્યારે તેના પતિની આવક મહિનામાં 8000 રૂપિયા છે તો આવી સ્થિતિમાં તેમને રાજવંશની મોંઘી દવા ન મળી શકે પરંતુ તે હિંમત હારી નહી.

અને બાળક પહેલાની જેમ યોગ્ય થયું નહી જો કે પ્રતિભા અનેક તબીબોને મળી અને મદદની વિનંતી કરી અને પ્રતિભાને ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી હતી કે આવા કિસ્સાઓમાં રેતી ઉપચાર પણ અનેક મામલામાં અસરકારક સાબિત થાય છે અને ત્યારબાદ પ્રતિભા તેના પુત્રને લઇને મુંબઈના મલાડ બીચ પર આવી અને તેને દરરોજ કલાકો સુધી રેતીમાં રાખવાનું શરૂ કર્યું હતું.

અને પ્રતિભાને કોઈએ બીચ પર કહ્યું હતું કે આ પહેલા પણ એક મહિલા આ રીતે બીચ પર તેના બાળકને લઇને આવતી હતી અને તેનો દીકરો એક વર્ષમાં ચાલવા લાગ્યો હતો જો કે આ ઉપચારની સારવારથી પ્રતિભાને આશાનું નવું કિરણ દેખાયું હતું અને તે દરરોજ બાળકની સાથે બીચ પર આવે છે અને તેના દીકરાને રેતીમાં દબાવે છે અને તે કહે છે કે વંશ એક દિવસ ચોક્કસ તેના પગ પર ચાલશે.

જ્યારે મિત્રો બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે માનવતાને પણ શરમિત કરશે જ્યા ખટીમા વિસ્તારના ચાટિયા ફાર્મ ગ્રામીણ વિસ્તારમાં આવેલા એક ફાર્મમાં નવજાતને અજાણ્યા લોકોએ જીવંત દફન કર્યો હતો અને આ અંગે ફાર્મના માલિક કુંડલસિંહ ભંડેરીને બુધવારે સવારે તેમના ખેતરમાં કામ કરવા ગયા ત્યારે ખબર પડી ત્યારે કુંડલે ખેતરના એક ખૂણામાંથી રડતા બાળકનો અવાજ સાંભળ્યો હતો.

જ્યારે તે ઘટના સ્થળે ગયો અને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા કારણ કે ત્યાં થોડા દિવસો નો નવજાત જમીનમાં દફનાવવામાં આવ્યો હતો જ્યારે કુંડલ ભંડારીએ ગ્રામજનોને જાણ કરતાં ગામ લોકો ત્યાં એકઠા થયા હતા અને આ પછી મહિલાઓએ નવજાત બાળકને ખાડામાંથી બહાર કાઢીને તેને સાફ કરી હતી. બાળક શ્વાસ લેતો હતો અને ઉતાવળમાં લોકો તેને ખાટીમાની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને પોલીસને આ માહિતી આપવામાં આવી.

તમને જણાવી દઇએ કે ડોકટરોનુ કહેવુ છે કે જ્યારે બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી અને તેનું શરીર ભુરુ પડી ગયુ હતું અને તે ખુબજ અકડાઈ ગયુ હતું અને ઇમરજન્સીમાં તેની સારવાર કરવામાં આવી રહી છે તેમજ નવજાત બાળક સાથે કરવામાં આવેલા આ અમાનવીય કૃત્યથી સ્થાનિક લોકો ગુસ્સે છે અને હાલ આ બાળક ડોકટરોની દેખરેખ હેઠળ સલામત છે.

મિત્રો લોકો માને છે કે સમાજમાં અપમાનના ડરથી કોઈએ આ શરમજનક ઘટના કરી છે અને આ સાથે જ ગ્રામજનોએ વહીવટને અપીલ કરી છે કે આવી કૃત્ય કરનારા આરોપીઓને પકડી કડક સજા કરવામાં આવે પરંતુ આ બધાની વચ્ચે સારા સમાચાર એ છે કે સારા સમાચાર એ છે કે હવે નિ સંતાન દંપતી જે માતા-પિતા બનવાની ઇચ્છા રાખે છે તેઓ દત્તક લેવા બાળક સુધી પહોંચવા લાગ્યા છે અને ટૂંક સમયમાં કાયદેસર ની કાર્યવાહી કરશે અને યોગ્ય કાર્યવાહી કરશે.