1 કલાકમાં સાંધાનો દુખાવો દૂર કરી દેશે કોબી પાંદડા, જાણો બીજા પણ ચમત્કારી ફાયદા.

0
1013

કોબીજને શાકભાજીની સાથે સલાડ અને ફુડ્સની ગાર્નિશીંગમાં વાપરવામાં આવે છે. મોટાભાગે દરેક લીલા શાકભાજીમાં ઘણા સારા પોષક તત્વો હોય છે માટે તેને શરીર માટે ફાયદાકાર માનવામાં આવે છે. કોબીજ પણ ન્યુટ્રીશન અને પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે તેમાં ફાઈબરની માત્રા પણ વધારે પ્રમાણમાં હોય છે. ડાયેટીંગ કરવા વાળા માટે કોબીજ ઘણો સારો ઓપ્શન છે કારણ કે આમાં ઘણી ઓછી કેલરી હોય છે પરંતુ પોષક તત્વોથી ભરેલી છે. શરીર સિવાય ત્વચા માટે પણ કોબીજ ઘણી ફાયદાકારક છે.

કોબી એ પોષક તત્વોથી ભરપુર હોય છે. આ ઉપરાંત તેમાં ફાયબરનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. કોબીના પાનનો ઉપયોગ વજન ઘટાડવાથી સંધિવા સુધીના દુખાવામાં રાહત માટે થાય છે. હા, કોબીના પાંદડા સાંધાનો દુખાવો સહિત ઘણી સમસ્યાઓથી રાહત આપી શકે છે. તેમાં ફોલેટ, ફાઇબર, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ, વિટામિન બી 1, વિટામિન બી, સી વગેરે જેવા ઘણા તત્વો શામેલ છે. આ સિવાય તેમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પેન્ટોથેનિક એસિડ, ફોસ્ફરસ અને નિયાસિન પણ હોય છે. તેના ઉપયોગથી, તમે મચકોડ, તાણ, સોજો અર્થરાઈટીસ, અલ્સર, સંધિવા અને સાંધાનો દુખાવોથી રાહત મેળવી શકો છો.

કોબીજને વારંવાર ખાવાથી અથવા તેનું જ્યુસ પીવાથી ઉંમરનો પ્રભાવ ઓછો થાય છે. તેને ખાવાથી કરચલીઓ, ફાઈન લાઈન, આંખની નીચેના કુંડાળા જેવાના પ્રભાવને ઓછો કરે છે અને ત્વચાને લાંબા સમય સુધી યુવાન અને સુંદર રાખે છે. કોબીજમાં એન્ટી ઓક્સિડન્ટ હોવાને લીધે તે ત્વચામાં આવતા પરિવર્તનને રોકે છે. આ સિવાય તેમાં વિટામીન ડી અને એ હોવાને લીધે તે શરીરના સ્કીન સેલ્સને ડેમેજ થતા બચાવે છે.

સાંધાનો દુખાવોથી રાહત. : કોબી તમને સાંધાના દુખાવાથી ત્વરિત રાહત આપી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે, પહેલા એક પછી એક બધા કોબીના પાંદડા કાઢો. આ પછી તેને સારી રીતે ધોઈ લો. તેને સુકાવા માટે મુકો. આ પછી, આ પાંદડાને એલ્યુમિનિયમ વરખમાં લપેટી લો અને થોડીવાર માટે ગરમ કરો..

ઘા પર સોજો. : જો તમારા શરીરમાં કોઈ પ્રકારની ઇજા થવાને કારણે સોજો આવી ગયો છે, તો કોબીના તાજા પાંદડાને સોજોવાળી જગ્યાએ લપેટીને પાટાની મદદથી બાંધી દો. આ બળતરાની સમસ્યાને દૂર કરશે.

થાઇરોઇડ ગ્રંથિ. : ગળાના નીચલા ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ હોય છે, જે પાચક સિસ્ટમ માટે હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. જો તમને આ ગ્રંથિમાં કોઈ સમસ્યા છે અથવા તે યોગ્ય રીતે કાર્ય કરતું નથી, તો પછી કોબીના પાનનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ કરવા માટે, રાત્રે કોબીના પાંદડાને ગળા પર લપેટી લો અને તેને કોઈ વસ્તુની મદદથી આવરી લો. સવાર સુધીમાં તમારી સમસ્યા ઓછી થઈ જશે.

માથાનો દુખાવો પણ ઓછો કરે. : જો તમને માથાનો દુખાવો થાય છે, તો સૂતી વખતે કોબીને તમારા માથા પર રાખો. તેને પાટાની મદદ સાથે બાંધીને સૂઈ જાઓ. આ કરવાથી માથાનો દુખાવો થવાની સમસ્યા દૂર થઈ જશે.કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીજથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે.

વજન ઘટાડો. : કોબીજ વજન ઘટાડવામાં ખૂબ લાભકારી છે. આ માટે કોબીજને ઉકાળો અને સૂપ બનાવીને પી લો. તેને રોજ દહીં અને અન્ય શાકભાજીની સાથે સલાડ બનાવીને ખાવ. તેનાથી ખૂબ ફાયદો મળશે.

આંખોની સુરક્ષા. : કોબીજમાં બીટા કેરોટીન જોવા મળે છે, જે મોતિયાબિંદ અને નેત્ર સંબંધી સમસ્યાને દૂર કરે છે અને આંખોની સુરક્ષા પણ કરે છે.

રોગ પ્રતિરોધક ક્ષમતા. : કોબીજમાં વિટામિન-સીની માત્રા વધુ હોય છે. જે ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરે છે અને શરીરને સુરક્ષિત રાખે છે.ત્વચા રહે સ્વસ્થ કોબીજનું નિયમિત સેવન કરવાથી ચહેરો સુંદર દેખાય છે અને ત્વચામાં ચમક આવે છે. ડ્રાય સ્કીનને લીધે આપણી ત્વચાની રંગત અને ચમક ખોવાઈ જાય છે. પરંતુ નિયમીત કોબીજ ખાવાથી ચહેરા પરની ડ્રાયનેસને દૂર કરી શકાય છે અને તમારી ત્વચા સોફ્ટ રહેશે. આ સિવાય કોબીજ ત્વચાને પ્રી-મેચ્યોર એજીંગથી બચાવે છે. કોબીજમાં સલફર હોય છે જે શરીરમાં કેટરીનની માત્રા વધારવામાં મદદ કરે છે. કેટરીનને કારણે આપણા વાળ, ત્વચા અને નખને સ્વસ્થ રાખે છે.

કોબીજને રોજ ખાવાથી તમારી ત્વચાના રંગમાં બદલાવ નજરે આવશે. કોબીજમાં પોટેશિયમ હોય છે જે શરીરમાં રહેલી અશુદ્ધિઓને બહાર કાઢે છે અને તેને ડીટોક્સીફાઈડ કરે છે. તેના કારણે ત્વચાનો રંગ નીખરે છે. તે સિવાય તેમાં વિટામી એ અને ઈ હોય છે, જે નવી સ્કીન ટીશુઝના વિકાસમાં મદદ કરે છે.કબજિયાતnકોબીજથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.કેન્સર કોબીજનું સેવન કરવાથી શરીરમાં કેન્સરની શક્યતા થોડી હદ સુધી ઓછી થઈ જાય છે. કારણકે તેમાં કાર્બોનોલ, સલ્ફોરે જોવા મળે છે. જેનાથી કેન્સરની શક્યતા ઓછી થાય છે.