એક ઇન્ટરવ્યુ માં સોનુ સૂદને પૂછવામાં આવ્યું કે PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એમ બન્નેમાંથી એકને પસંદ કરવાનો હોય તો કોને કરશો…

0
232

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંકોરોના વાયરસના કારણે ભારતભરમાં લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે મદદ કરીને બોલીવૂડ સ્ટાર સોનુ સુદે ભારે વાહવાહી મેળવી હતી.

હવે સોનુ પોલીસને મદદ કરવા માટે મેદાનમાં આવ્યો છે.સોનુએ મહારાષ્ટ્ર પોલીસને 25000 ફેસ શિલ્ડ ડોનેટ કર્યા છે.જેથી પોલીસ કર્મીઓને કોરોના સામે બચવામાં મદદ મળે.મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ સોશ્યલ મીડિયા પર આ માટે સોનુ સુદનો આભાર માન્યો હતો.સોનુએ તેના જવાબમાં લખ્યુ હતુ કે, તમારા શબ્દોને વાંચીને હું સન્માનિત થયો છું.પોલીસમાં કામ કરનારા આપણા ભાઈ બહેનો સાચા અર્થમાં હીરો છે અને તેમના માટે આટલુ તો હું કરી જ શકુ છું.

જણાવી દઈએ કે સોનુ સુદ લોકડાઉન દરમિયાન જે કામગીરી કરી હતી તેના પર એક પુસ્તક પણ લખવાનો છે.જેમાં તે શ્રમિકોને ઘરે મોકલવા દરમિયાન કયા પ્રકારના અનુભવો થયા તેનુ વર્ણન કરશે.જોકે હજી તેણે આ પુસ્તકનુ નામ જાહેર કર્યુ નથી.તાજેતરમાં પ્રવાસી શ્રમિકોને વતન પહોંચાડવા માટે ખૂબ ચર્ચામાં રહેલા અભિનેતા સોનૂ સૂદે કહ્યું છે કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક છે.

તેની શરૂઆત એક ટ્વિટર યુઝરે એક મહિલાની સાથે તેના બે નાના છોકરાઓને રસ્તા પર પડેલી તસવીર પોસ્ટ કરી હતી. તેણે સમજાવ્યું કે તેના પતિના અવસાન પછી, મકાનમાલિક દ્વારા તેમને પૂણેમાં ભાડાનું એપાર્ટમેન્ટ ખાલી કરવા જણાવ્યું હતું. પરિવારને ક્યાંય જવું ન હતું અને ત્યારબાદથી તેમને શેરીમાં રહેવાની ફરજ પડી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓએ લાંબા સમય સુધી પણ ખાધું નથી.

એક મુલાકાત દરમિયાન તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે જો તેમને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી એકને પસંદ કરવાના હોય તો તે કોને પસંદ કરશે. આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે તે બંનેને પસંદ કરે છે પરંતુ વડાપ્રધાન મોદીના મોટા ફેન છે.

રાહુલ અને પીએમ મોદી પર વાત કરતાં આગળ સોનૂ સૂદે કહ્યું હતું કે, “ તે બંને મને પસંદ છે. જો તમે મને મુક્તમને કહેવાનું કહો છો તો મારો જવાબ છે કે હું મોદીનો મોટો ફેન છું. જે રીતે તેઓ સામાન્ય માણસ સાથે જોડાયેલા છે તે મારા માટે પ્રેરણાદાયક છે. તે એક એવા નેતા છે જે દેશમાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લઈને આગળ વધી રહ્યા છે “.

સોનૂએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષમાં કોઈ મિત્ર નથી. પરંતુ લોકડાઉન દરમિયાન તેમણે જે કામ કર્યું તેની પ્રશંસા અનેક પાર્ટીઓના નેતાઓએ કરી હતી. તેમાં સૌથી પહેલા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી હતા. તેમણે સૌથી પહેલા મારા વખાણ કર્યા હતા.આ અંગે તેમના શબ્દો હતા કે, “ પાર્ટીઓમાં ક્યારેક ક્યારેક મંત્રી કે નેતા મળી જતા હતા પરંતુ તેમની સાથે કોઈ મિત્રતા ન હતી. પરંતુ લોકડાઉનમાં શ્રમિકોને વતન પરત મોકલવાન કામ પર દરેકે મારા પ્રયત્નોને વખાણ્યા. જો કે પ્રિયંકા ગાંધી પહેલા નેતા હતા તેમણે મારા કામની નોંધ લીધી અને વખાણ્યું. આ સિવાય એનસીપી નેતા દેશમુખે કહ્યું કે હું સારું કામ કરું છું. મને ખબર નથી કે સિસ્ટમ કેમ કામ કરે છે પરંતુ મને ખબર છે કે નેતા પણ જાણે છે કે મારા ઈરાદા સારા છે. “

સોનૂ સૂદે લોકડાઉન દરમિયાન શ્રમિકોને મદદ કરવા માટે જે કામ કર્યું તેના કારણે મીડિયામાં તેની ખૂબ ચર્ચાઓ હતી. તેવામાં તેના કામની પાછળ ભાજપ છે તેવી વાત મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેનાએ કરી હતી. શિવસેના સાંસદ સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં સૂદ પર કટાક્ષ કર્યો હતો કે તે ભાજપના એજન્ટ છે અને અભિનેતાને મહાત્મા સૂદ બનાવવાની તૈયારી ચાલી રહી છે. તે ટુંક સમયમાં વડાપ્રધાન મોદીને મળશે અને મુંબઈના સેલિબ્રિટી મેનેજર બની જશે. આ એક સાંઠગાંઠ છે જેમાં સોનૂ સૂદને હીરો બનાવી રજૂ કરવામાં આવી રહ્યો છે જેથી મહારાષ્ટ્ર સરકાર નબળી દેખાય.બોલિવૂડ એક્ટર સોનુ સુદે થોડાં સમય પહેલાં જ મુંબઈના કામ કરતાં શ્રમિકોને કર્ણાટક તેમના ઘરે જવાની વ્યવસ્થા કરી આપી હતી. હવે, સોનુ સુદે શ્રમિકોને ઉત્તર પ્રદેશ, બિહાર તથા ઝારખંડ જવાની વ્યવસ્થા કરી આપી હતી.

શ્રમિકોને મળવા આવ્યો હતો.

સોનુ સુદ માસ્ક તથા ગ્લવ્ઝ સાથે શ્રમિકોને મળવા આવ્યો હતો. સોનુ સુદે તમામ રાજ્યોમાંથી યોગ્ય પરવાનગી લીધી હતી અને ત્યારબાદ જ શ્રમિકોને બસમાં રવાના કર્યાં હતાં. મુંબઈના વડાલા વિસ્તારથી યુપીના લખનઉ, હરદોઈ, પ્રતાપગઢ તથા સિદ્ધાર્થનગર સહિત રાજ્યના વિવિધ શહેરો તથા બિહાર અને ઝારખંડ માટે બસ રવાના કરી હતી. આ કામમાં સોનુની ખાસ મિત્ર નીતિ ગોયલે તેને સાથ આપ્યો હતો.

શ્રમિકોને રસ્તા પર ચાલતા જોઈ અનુકંપા થઈસોનુ સુદે કહ્યું હતું કે શ્રમિકોને મદદ કરવી તે આપણી ફરજ છે. હાઈવે પર પોતાના પરિવાર અને બાળકો સાથે શ્રમિકોને ચાલતા જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. આ સમયે તે એસીમાં બેસીને ટ્વીટ કરીને શ્રમિકો પ્રત્યે ચિંતાગ્રસ્ત હોવાનું જણાવી શકે નહીં. જ્યાં સુધી રસ્તા પર નહીં આવીએ ત્યાં સુધી તેઓ તેમના ઘરે પહોંચી શકશે નહીં. જો તેમના માટે રસ્તા પર નહીં આવીએ તો તેમને એ વિશ્વાસ જ નહીં થાય કે કોઈક તેમની પડખે છે. આથી જ તેણે શ્રમિકોને ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી અને અલગ-અલગ રાજ્યોમાંથી પરવાનગી પણ લીધી.

લૉકડાઉનમાં બસ આ એક જ કામ.

વધુમાં સોનુ સુદે કહ્યું હતું કે હવે તેને રોજના અનેક મેસેજ તથા સેંકડો ઈમેલ મળે છે. તે સવારથી સાંજ સુધી આ બધી વ્યવસ્થામાં વ્યસ્ત રહે છે. લૉકડાઉનમાં અત્યારે તેની આ જ એક જવાબદારી છે. આ કામથી તેને ઘણો જ સંતોષ મળે છે અને તે શબ્દોમાં વ્યક્ત કરી શકે તેમ નથી. જ્યારે તેણે શ્રમિકોને રસ્તા પર ચાલતા જોયા ત્યારે તેને અંદરથી એવું થયું કે આપણે માણસ હોવાનું સન્માન ગુમાવી દઈશું. તે રાત્રે સૂઈ શક્યો નહોતો. તે આખો દિવસ સતત શ્રમિકોને તેમના વતન કેવી રીતે મોકલવા તેની વ્યવસ્થામાં જ વ્યસ્ત હોય છે. તે જાતે જઈને શ્રમિકોને તેમના વતન મોકલવા ઈચ્છે છે.

સોનુએ આગળ કહ્યું હતું કે આ શ્રમિકો જ ભારતનો વાસ્તવિક ચહેરો છે. આ જ શ્રમિકોએ આપણાં ઘર બાંધવા માટે તેમના ઘર છોડ્યાં, પેરેન્ટ્સ છોડ્યાં, પરિવાર છોડ્યો અને આપણાં માટે આકરી મહેનત કરી. જો આજે આપણે તેમને સપોર્ટ નહીં કરીએ તો આપણને માણસ કહેવાનો કોઈ જ હક નથી. આપણે શક્ય તેટલી મદદ કરવી જોઈએ. આપણે તેમને રસ્તા પર એકલા મૂકી શકીએ નહીં. હાઈવે પર તેમને મરતા છોડી શકીએ નહીં. નાનકડાં બાળકો રસ્તા પર ચાલે તે કલ્પના જ તે કરી શકતો નથી. અંતે, સોનુએ એમ કહ્યું હતું કે જ્યાં સુધી તમામ શ્રમિકો તેમના ઘરે નહીં પહોંચી જાય ત્યાં સુધી તે સતત આ કામ ચાલુ રાખશે. જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..