એક ગ્લાસ પાણીમાં ઉમેરીદો આ વસ્તુ, નાના મોટા પાંચ રોગો જડમૂળથી થઈ જશે દૂર..

0
259

મિત્રો, સામાન્ય રીતે ભારતના લગભગ દરેક ઘરમાં હિંગનો ઉપયોગ દાળ અને શાકમાં થયો હોય છે. તેને વઘારણીના નામથી પણ ઓળખવામાં આવે છે. હિંગ ફેરુલા ફોઈટીસ નામના એક છોડનો ચીકણો રસ છે. આ છોડ ૬૦ થી ૯૦ સે.મી. જેટલો મોટો હોય છે. અને આ છોડ ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કીસ્તાન, બલુચિસ્તાન, કાબુલ અને ખુરાસનના પર્વતીય વિસ્તારમાં વધુ પ્રમાણમાં થાય છ

હિંગ કેવી રીતે એ પણ તમને જણાવી દઈએ. તો હિંગના છોડના પાંદડા અને છાલમાં થોડો ઘા લાગવાથી અંદરથી દૂધ નીકળે છે, અને તે દૂધ ઝાડ ઉપર સુકાઈને ગુંદર બની જાય છે. હિંગ બનાવવા માટે તેના રસને પાંદડા કે છાલમાં રાખીને સુકવી દેવામાં આવે છે. સુકાયા પછી તે હિંગ તરીકે ઓળખાય છે. પરંતુ વૈધ લોકો જે હિંગ ઉપયોગમાં લે છે. તે હીરા હિંગ હોય છે અને તે સૌથી સારી હોય છે.આપણા દેશમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. જણાવી દઈએ કે હિંગ ઘણા બધા રોગોનો નાશ કરે છે. અને આપણા વૈધોના જણાવ્યા અનુસાર હિંગનો ઉપયોગ કરતા પહેલા તેને શેકી લેવી જોઈએ. બજારમાં ચાર પ્રકારની હિંગ જોવા મળે છે, જેમ કે ક્ન્ધારી હિંગ, યુરોપીય વાણીજ્યની હિંગ, ભારતવર્ષીય હિંગ, વાપીડ હિંગ.

હિંગનો ઉપયોગ સામાન્ય રીતે ઘરે દાળના તડકો કરવા અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે થાય છે. હીંગ માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ જ વધારતો નથી પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં પણ થાય છે. જો તમે એક ચપટી હિંગને નવશેકા પાણીમાં પીશો તો તેને પીવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ દરેક રસોડામાં થાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે હીંગનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે.

હીંગનું પાણી પીવાના ફાયદા :પેટની સમસ્યાઓથી રાહત મળે છે:અપચો અને પેટની અન્ય સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે હીંગનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. હીંગના પાણીમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ તત્વો ખરાબ પેટ, એસિડિટી, પેટના કીડા તેમજ અપચોની સમસ્યાને દૂર કરે છે.સ્ત્રીઓ માટે ફાયદાકારક છે :હીંગમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી ફેક્ટર પીરિયડ્સ સાથે જોડાયેલી બધી સમસ્યાઓથી મુક્તિ આપે છે. હીંગનું નવશેકું પાણી પીવાથી લ્યુકોરિયા અને કેન્ડીડા ચેપ પણ ઝડપથી મટે છે.

હાડકા અને દાંત મજબૂત હોય છે :હીંગના પાણીમાં એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણધર્મો છે જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે. તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ દાંત મજબૂત બનાવે છે અને બીટા કેરોટિન આંખોને સ્વસ્થ રાખે છે.બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે :તમારા આહારમાં હીંગનો ઉપયોગ કરવા સાથે, હળવા પાણીમાં હીંગ પીવો, બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં આવશે. હીંગ અગ્નાશયના કોષોને ઇન્સ્યુલિન સ્ત્રાવિત કરવા માટે ઉત્તેજિત કરે છે, જે બ્લડ સુગર નું સ્તર ઘટાડે છે અને ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે.દુખાવો દૂર કરે છે :નવશેકા પાણીમાં હીંગ નાખીને દાંતના દુ :ખાવા, આધાશીશી જેવા દર્દથી રાહત મળે છે. તેમાં એન્ટી ઓકિસડન્ટો અને પેઇનકિલર્સ તત્વ મોજુદ છે જે પીડાને અને દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદગાર :મેટાબોલિઝમ ને વધારવા નું કામ હિંગ નો પાણી કરે છે. એ વધારા ની ચરબી ને જમા નથી થવા દેતો. એનાથી શરીર નું વજન ઓછું થાય છે. શરીર માં બનેલા કોલેસ્ટ્રોલ ના સ્તર ને એ કંટ્રોલ કરે છે. એનાથી હૃદય ની બીમારીઓ થી પણ બચાવે છે.શરદી અને માથા ના દુખાવા થી આરામ :હિંગ ની એક મોટી ખાસિયત એ છે ઇન્ફ્લેમેટરી ગુણ આવેલા છે. આવા માં જો તમારા માથા માં દુખાવા ની ફરિયાદ હોય તો હિંગ નું પાણી પીવા થી તમને માથા નો દુખાવો એકદમ દૂર થઈ જાય છે. શ્વાસ સંબંધી મુશ્કેલીઓ પણ હિંગ નો પાણી પીવા ના કારણે દૂર થઈ જાય છે. આના સિવાય હિંગ તમને શરદી થી પણ બચાવે છે. એટલા માટે હિંગ નું પાણી જરૂર પીવું જોઈએ.

ખાંસી ની સાથે અસ્થમા મા પણ આપે છે રાહત :એન્ટીવાયરલ અને એન્ટી બાયોટિક જે હિંગ માં પ્રચૂર માત્રા માં જોવા મળે છે, આના કારણે કોરી ખાસી ને દૂર કરવા નું કામ કરે છે. આટલું જ નહીં, આસ્થમા ની જો સમસ્યા થાય છે એમાં પણ હિંગ નું પાણી પીવું ફાયદો કરે છે. છાતી માં જલન ની સમસ્યા થાય, તો હિંગ નું પાણી પીવા થી દૂર થઇ જાય છે. સાથે જ જો કફ વધારે જમા થઇ ગયો હોય તો એને પણ દૂર કરવા માં મદદ કરે છે. શ્વાસ લેવા માં સમસ્યા થઈ રહી છે તો હિંગ, સોંઠ અને મધ ને હૂંફાળા પાણી માં મિક્સ કરીને પીવા માં આવે તો એનાથી આરામ મળે છે.

ભૂખ ન લાગવી :તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો જમ્યા પહેલા ઘી માં વાટેલી હિંગ અને આદુનો એક ટુકડો, માખણ સાથે લો. તેનાથી ભૂખ ખુલીને આવવા લાગશે.ઘા કે વાગવા ઉપર ઘી કે તેલ સાથે હિંગનો લેપ કરવાથી લાભ થાય છે. તેમજ હિંગને કાનમાં નાખવાથી કાનમાં અવાજનું ગુંજવું અને બહેરાશ દુર થાય છે. હિંગ ઝેરનો પણ નાશ કરે છે. હવાથી થતી બીમારીઓ પણ હિંગ મટાડે છે. હિંગ હળવી તેજ અને રૂચી વધારવાવાળી છે. હિંગ શ્વાસની બીમારી અને ખાંસીને દુર કરે છે. એટલા માટે હિંગ એક ગુણકારી ઔષધ છે.સાંપના કરડવા ઉપર :હિંગને એરંડીના કુંપળો સાથે વાટીને ચણા જેવી ગોળીઓ બનાવી લો સાંપના ઝેર ઉપર આ ગોળીઓ દર અડધા કલાકે લેવાથી લાભ થાય છે. તેમજ ગાયના ઘી સાથે થોડી હિંગ નાખીને ખાવાથી સાંપનું ઝેર ઉતરી જાય છે.

પાંસળીનો દુઃખાવો :પાંસળીનો દુઃખાવો થતો હોય તો હિંગને ગરમ પાણીમાં ભેળવીને પાંસળીઓ ઉપર માલીશ કરો. તેનાથી દુઃખાવામાં રાહત મળશે.પિત્ત :હિંગને ઘી માં ભેળવીને માલીશ કરવાથી તે પિત્તમાં લાભદાયી સાબિત થાય છે.ઝેર ખાઈ લીધા પછી :કોઈએ ઝેર ખાઈ લીધું હોય, તો એને હિંગ પાણીમાં ઘોળીને પીવરાવવાથી ઉલટી થઇને ઝેરની અસર દુર થઇ જાય છે.દાંતની બીમારી :દાંતોમાં દુઃખાવો થાય તો દુઃખતા દાંતની નીચે હિંગ દબાવીને રાખવાથી તરત આરામ મળે છે.

કમરનો દુઃખાવો :તમને જાણીને નવાઈ લાગશે કે ,૧ ગ્રામ શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં ભેળવીને ધીમે ધીમે પીવાથી કમરનો દુઃખાવો, સ્વર ભેદ, જૂની ખાંસી અને જુકામ વગેરેમાં લાભ થાય છે.કમળો :હિંગને ગુલરના સુકા ફળ સાથે ખાવાથી કમળામાં લાભ થાય છે. એ સિવાય કમળો થવાથી હિંગને પાણીમાં ઘસીને આંખો ઉપર લગાવો ઘણી રાહત થશે.ઘા માં જીવાત :જાણકારી માટે જણાવી દઈએ કે, હિંગ અને લીંબડાના પાંદડા વાટીને લેપ કરવાથી વ્રણ (ઘા) માં પડેલ જીવાત મરી જાય છે.

પાગલ કુતરો કરડે તો :જણાવી દઈએ કે, પાગલ કુતરાના કરડવા ઉપર હિંગને પાણીમાં વાટીને કરડેલા ભાગ ઉપર લગાવો. તેનાથી પાગલ કુતરાના કરડયાનું ઝેર દુર થઇ જશે.તાવ :હિંગ તાવમાં પણ ઉપયોગી છે. હિંગનું સેવન કરવાથી સીલન ભરી જગ્યામાં થતો તાવ મટાડી આપે છે. હિંગને સદાર કે ગુગલ સાથે આપવાથી ટાઈફોઇડ તાવમાં લાભ થાય છે.અજીર્ણ :હીંગની ગોળી (ચણાના આકારની) બનાવીને ઘી સાથે ગળવાથી અજીર્ણ અને પેટના દર્દોમાં લાભ થાય છે.

વાતશુલ (ચહેરા અને મસ્તક વચ્ચે આવતા ચસકાનું દર્દ):યાદ રાખવું કે, હિંગને ૨૦ ગ્રામ પાણીમાં ઉકાળી જયારે થોડું જ પાણી વધે ત્યારે તે પાણી પીવાથી વાતશુલમાં લાભ થાય છે.પેશાબ ખુલીને આવવો :હિંગને વરીયાળીના રસ સાથે સેવન કરવાથી પેશાબ ખુલીને આવશે.ચક્કર :ઘી માં શેકેલી હિંગને ઘી સાથે ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન આવનારા ચક્કરો અને દુઃખાવો દુર થઇ જાય છે.

કાનમાં દુઃખાવો :કાનમાં દુઃખાવો થતો હોય તો હિંગને તલના તેલમાં ગરમ કરીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી ઝડપથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.મોટાભાગે હિંગનો ઉપયોગ મસાલામાં કરવામાં આવે છે. તે ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તેને મેડિકલ યૂઝ માટે પણ વાપરવામાં આવે છે. જૂના સમયમાં પીરિયડ્સમાં પેટનો દુઃખાવો ઓછો કરવા હિંગનું પાણી પીવામાં આવતું. હિંગ ખાંસી દૂર કરે છે. તે અસ્થમાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. એટલું જ નહીં તેનું પાણી પીવાથી પણ અનેક ફાયદા થાય છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ હિંગનું પાણી પીવાથી થતા ફાયદા વિશે.

આયુર્વેદ અનુસાર ગરમ પાણીમાં અડધી ચપટી હિંગ નાંખીને રોજ પીવાથી તમને આ 7 ફાયદા થઇ શકે છે. જ્યારે હિંગને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે ત્યારે બાથરૂમ લાગે છે અને કિડની અને બ્લેડર ક્લીન થાય છે. આ યૂરિન ઇન્ફેક્શનને પણ રોકે છે.હિંગ એન્ટી ઇફ્લેમેટરી પ્રોપર્ટીની સાથે આવે છે. આ ડાઇજેશન રિલેટેડ સમસ્યાને ફિક્સ કરવાની સાથે એસિડિટીને દૂર કરે છે.નોંધ: આ લેખમાં આપેલી માહિતી સંશોધન પર આધારિત છે. અમે દાવો કરતા નથી કે આ સંપૂર્ણપણે સાચા અને સચોટ છે, તેમને અજમાવવા અને અપનાવતા પહેલાં, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.