એક બે વાર નહીં ચાર ચાર વાર લગ્ન કર્યા છે આ બોલિવૂડ કલાકારોઓ,એક નામતો એવું છે કે જાણી ચોંકી જશો…..

0
114

બોલીવુડ સ્ટારના લગ્ન હંમેશા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. લગ્નને લઇને તેમના ચાહકો દરેક બાબતની અપડેટ મેળવતા રહે છે અને મેળવવા માટે પ્રયાસો કરતા રહે છે. બોલીવુડ માં જો દેખવામાં આવે તો છૂટાછેડા લેવા વાળા ની સંખ્યા ઘણી વધારે છે ત્યાં કેટલાક લોકો લગ્ન ના આટલા વર્ષ પછી પણ સંબંધ નિભાવી રહ્યા છે.બોલીવુડ સિતારાઓ ની જિંદગી ઘણી ઉતાર ચઢાવ થી ભરેલ હોય છે. તેમની જિંદગી માં ક્યારે શું થઇ જાય કંઈ કહી નથી શકાતું. અહીં અચાનક કોઈ સ્ટાર લગ્ન નો નિર્ણય લે છે તો એમ જ અચાનક કોઈ છૂટાછેડા ની ખબર આવી જાય છે. અહીં કંઈ પણ નિશ્ચિત નથી. અહીં પર આવ્યા દિવસે સંબંધ બનતા બગડતા રહે છે.બોલિવૂડમાં એકથી વધુ લગ્ન કરવા એ હવે ફેશન જેવું બની ગયું છે. ઘણા ઓછા એવા કપલ છે જેમણે વર્ષોથી લગ્ન કર્યા છે અને હજી પણ સુખી જીવન જીવી રહ્યા છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના કેટલાક એવા લોકો સાથે પરિચય કરાવા જઇ રહ્યા છીએ, જેમણે એક નહીં પણ અનેક લગ્નો કર્યા છે તો ચાલો જાણીએ.

કિશોરકુમાર.

કિશોર તે સમયનો ગાયક અને અભિનેતા હતો.તેના 4 લગ્ન થયા હતા.પહેલી પત્નીનું નામ રૂમ ગુહા હતું પરંતુ આ સંબંધ આઠ વર્ષ સુધીજ ચાલ્યો પછી કિશોર કુમારે બીજી પત્ની મધુબાલા હતી પરંતુ નવ વર્ષ પછી મધુબાલાનું મૃત્યુ થઈ ગયું આ પછી કિશોર કુમારે ત્રીજી પત્ની જેમનું નામ યોગિતા બાલી હતું અને તે પછી કિશોર કુમારે બોલિવૂડ એક્ટ્રેસ લીના ચંદ્રાવકર સાથે લગ્ન કર્યા.કિશોર કુમારે તેમના જીવનમાં 4 લગ્નો કર્યા હતા.

સિદ્ધાર્થ રોય કપૂર.

સિદ્ધાર્થ રોય કપૂરનું નામ બોલિવૂડના મશહૂર ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવે છે. સિદ્ધાર્થે બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા છે. વિદ્યાએ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા પછી સોશિયલ મીડિયામાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી.તમને જણાવી દઈએ કે વિદ્યા સિદ્ધાર્થની ત્રીજી પત્ની છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન બાળપણની મિત્ર સાથે થયા હતા. જ્યારે ત્રીજા લગ્ન તેણે એક ટેલિવિઝન નિર્માતા સાથે કર્યા હતા તેમનો આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં અને સિદ્ધાર્થે વિદ્યા બાલન સાથે લગ્ન કરી લીધા.

સંજય દત્ત.

તમને જણાવી દઈએ કે સંજય દત્તે ત્રણ વાર લગ્ન કર્યા છે.માનયતા સંજયની ત્રીજી પત્ની છે. સંજયની પહેલી પત્નીનું નામ રિચા શર્મા હતું, જેનું બ્રેઇન ટ્યુમરથી મૃત્યુ થયું હતું જેમાં બંને ને એક દીકરો પણ છે. આ પછી સંજયે રિયા પિલ્લઇ સાથે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટક્યો નહીં અને તૂટી ગયા. વર્ષ 2008 માં, માન્યાતા સંજયની ત્રીજી પત્ની બની અને તે હાલમાં તેની સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

કરણસિંહ ગ્રોવર.

કરણ સિંહ ગ્રોવરે ત્રણ વાર લગ્ન કર્યા છે જેમાં બોલીવુડ હોટ અને બોલ્ડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. આ પહેલા તેણે શ્રદ્ધા નિગમ અને જેનિફર વિગેટ સાથે લગ્ન કર્યાં હતાં. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા નિગમ કરણની પહેલી પત્ની હતી. જોકે બંનેએ લવ મેરેજ કર્યાં હતાં, પરંતુ તેમના લગ્ન માત્ર 10 મહિના ચાલ્યા હતા, ત્યારબાદ તેઓએ જેનિફર વિગેટ સાથે લગ્ન કર્યાં. 2014 માં જેનિફરથી છૂટાછેડા થયા પછી, તેને 2016માં ત્રીજી વખત બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા.

નીલિમા અઝિમ.

નિલીમા અઝીમ શાહિદ કપૂરની મા છે જેમને ચાર વખત લગ્ન કર્યા છે. તે ચાર જુદા જુદા લોકોની પત્ની રહી છે. નીલિમાના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા હતા જેમાં તેમણે શાહિદ કપૂરને જન્મ થયો હતો. પંકજથી છૂટાછેડા લીધા બાદ તેણે બીજી વખત રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. બાદમાં, બંનેના છૂટાછેડા પણ થઈ ગયા, ત્યારબાદ નીલિમાએ બાળપણના મિત્ર ઉસ્તાદ રઝા અલી ખાનને તેનો જીવનસાથી બનાવ્યો આ પછી પણ તેમનું લગ્ન જીવન ત્યાં જ સમાપ્ત થઈ ગયું.

અદનાન સામી.

અદનાને પહેલા લગ્ન પાકિસ્તાની અભિનેત્રી જેબા બખ્તિયાર સાથે કર્યા. બંનેના લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા અને લગ્નના ત્રણ વર્ષ પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી, અદનાને દુબઈ સ્થિત યુવતી સાબા ગલાદરી સાથે લગ્ન કર્યા. બંનેના આ બીજા લગ્ન હતાં. દુર્ભાગ્યે, અદનાનના આ લગ્ન પણ દોઢ વર્ષ પછી તૂટી ગયા. આ પછી, વર્ષ 2010 માં, અદનાને રોયા ફર્યાબી સાથે ત્રિજા લગ્ન કર્યા જે દરમિયાન રોયાએ એક દીકરીને જન્મ આપ્યો અને તેનું નામ મેદિના છે.