આ છે દુનિયાનું સૌથી ખતરનાક વેશ્યાલય અહીં 95% સ્ત્રીઓએ, ક્યારેય બહારની દુનિયા નથી જોઈ……

0
2192

બાંગ્લાદેશના અધિકારીઓએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટેના નિવારક પગલા તરીકે દેશના સૌથી મોટા વેશ્યાલયને થોડા સમય માટે બંધ રાખ્યા હતા. વેશ્યાલય એ અન્ય ઘણા ધંધાઓમાંથી એક છે, જેને જીવલેણ વાયરસના ફેલાવા સામે લડવામાં મદદ કરવા માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ હાલમાં બધું જ ખોલી નાખવામાં આવ્યું છે.સ્થાનિક પોલીસ વડા આશિકુર રહેમાને કહ્યું, ‘આજથી (શુક્રવાર) થી, કોરોના વાયરસ સામેની સાવચેતીના ભાગ રૂપે દૌલતાડિયામાં વેશ્યાલયને અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યું છે. તેમાં કામ કરનારા તમામ લોકોને 5 એપ્રિલ સુધી કોઈપણ મુલાકાતીઓને મંજૂરી ન આપવા કહેવામાં આવ્યું છે.

આશીકૂરે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે બંધ દરમિયાન વેશ્યાલયમાં કામ કરતા બધાને ટેકો આપવા માટે વહીવટીતંત્રે લગભગ 32 મેટ્રિક ટન ચોખાની ફાળવણી કરી હતી. બાંગ્લાદેશમાં વેશ્યાવૃત્તિ મુખ્યત્વે ગેરકાયદેસર છે પરંતુ આશીકૂરે કહ્યું કે સદીઓથી દેશમાં ચાલતા વેપારમાં તેઓ દખલ કરતા નથી. ઢાકાથી આશરે 100 કિ.મી. પશ્ચિમમાં પદ્મા નદીના કાંઠે સ્થિત દૌલતિયા વેશ્યાગૃહ, મુખ્ય રાજમાર્ગ નજીક દેશમાં લગભગ 12 વેશ્યાગૃહોમાં સૌથી મોટો છે. શ્રમજીવી મહિલાઓની સેવાભાવી સંસ્થાના વડા, ઝુમુર બેગમે જણાવ્યું હતું કે વેશ્યાલયમાં આશરે 1,500 લોકો રોજગારી આપે છે અને લગભગ 5,000 ગ્રાહકો દરરોજ તેની મુલાકાત લે છે.

બાંગ્લાદેશમાં કાયદા દ્વારા વેશ્યાવૃત્તિ કાયદેસર છે. વેશ્યાગૃહોમાં રહેતી સ્ત્રીઓને તે ખોટું નથી માનતી, તે તેમના માટે કામ છે. તંગાલીનો કાંડપદા વેશ્યાલય અહીંનો સૌથી પ્રાચીન વેશ્યાલય છે. તેને બંધ કરવામાં આવ્યું હતું પરંતુ 2014 માં ફરી ખોલવામાં આવ્યું હતું. જો તમે અહીં રહેતી મહિલાઓના જીવનને નજીકથી જોશો તો તે કોઈ પણ માટે હ્રદયસ્પર્શી બની શકે છે.થોડા સમય પહેલા જ પ્રખ્યાત ફોટોગ્રાફર સાન્દ્રા હોઆને ફોટોગ્રાફ્સ દ્વારા જીવન બતાવવાની કોશિશ કરી હતી.

તેમાં દેખાતી મહિલાઓ ફક્ત યુવતીઓ જ નહીં, પરંતુ વૃદ્ધ મહિલાઓ પણ છે, અને નાની ઉંમરની છોકરીઓ પણ છે.આ મહિલાઓના જીવનમાં કોઈ સવાર નથી. એવી ઘણી સ્ત્રીઓ છે કે જેમણે અહીં બહારની દુનિયા જોઈ હોય કારણ કે તેઓએ અહીં જન્મ લીધો છે અને અહીં તેમનું આખું જીવન પસાર થઈ ગયું છે.અહીં જન્મેલી છોકરીઓને ઘણા પ્રકારના નિયમો સાથે રાખવામાં આવે છે. તેના ખરાબ દિવસો એ છે કે જ્યારે તેને પ્રથમ વ્યવસાયમાં લાવવામાં આવે છે.

12 થી 14 વર્ષની ઉંમરે, આ છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે, તેઓને “બોંડેડ ગર્લ ” કહેવામાં આવે છે.ભલે તે અહીં રહેતી મહિલાઓના જીવનનિર્વાહનું સાધન હોય, અને તેઓ તેને તેમનું કામ માને છે, પરંતુ તેમની જીવનશૈલી જોઇને, તેમના નરકથી ભરેલા જીવનનું ચિત્ર પોતે જ સ્પષ્ટ થઈ જાય છે.તેમની પાસે રહેવા માટેનાં મકાનો નથી, છતમાંથી પાણી ટપકે છે, દિવાલો રીપેર કરેલી છે. નવા જન્મેલા બાળકને દૂધ પીવડાવવા માટે ગ્રાહકના જવાની રાહ જોવી પડે છે.જો તમને લાગે કે ફક્ત મહિલાઓ જ આ યાતનામાંથી પસાર થઈ રહી છે, તો તમે ખોટા છો. અહીં મહિલાઓ જ નહીં, ટ્રાન્સજેન્ડર્સ પણ વેશ્યા છે. તેમનો પોતાનો ગ્રાહક જૂથ છે, પરંતુ દુ: ખદ જીવનની વાર્તા એકસરખી છે. તમે ફોટા જોઈને પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકો છો.

મિત્રો તમને જણાવી દઈએ કે લોકડાઉનમાં અનેક લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. દરમિયાન જીસ્મના ધંધામાં ફસાયેલી યુવતીઓની હચમચાવી મૂકતી કહાની વાઈરલ થઈ છે. આ યુવતીનું નામ છે નોડી. નોડી માત્ર 14 વર્ષની હતી ત્યારે તેને વેશ્યાવૃતિના દલદલમાં ધકેલી દેવામાં આવી હતી. પરીણિત અને એક બાળકની માતા પોતાના પતિની શોધખોળ કરવા ઘરની બહાર નીકળી હતી જે પૂર્વ બાંગ્લાદેશનો એક નામચીન જુગારી હતો. એટલામાં એક ડ્રાઇવર તકનો લાભ લઇને બહારની દુનિયાની સૌથી મોટી સેક્સ વર્કર્સની બસ્તી દૌલતદિયા (બાંગ્લાદેશ)માં તેણીને વેંચી દીધી.

નોડીએ જણાવ્યું કે એ શખ્સે મને છેતરી અને હું તેની ઝાળમાં ફંસાઇ ગઇ. વેશ્યાવૃતિના ધંધામાં ગ્રાહક તેને તેના પહેલાના નામ નોડી સાથે જોડવા લાગ્યા. નોડીએ જણાવ્યું કે તેના પતિ અને ઘરવાળાએ એક વખત તેને શોધી પણ લીધો પરંતુ સેક્સ વર્કરના કલંક બાદ તેને કોઇ સાથે લઇ જવા તૈયાર ન થયો. અંદાજે 10 વર્ષ સુધી પોતાનું શરીર વેંચ્યા બાદ તેને આ નર્કમાંથી છૂટકારો મળ્યો જ્યારે તેને અન્ય જગ્યાએ વેંચી દેવામાં આવી. બાંગ્લાદેશમાં કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનના કારણે 25 વર્ષની નોડી આજે ભુખમરી સામે લડી રહી છે.

નોડીએ કહ્યું કે કોરોના વાયરસના કારણે આજે અમે મોટા સંકટમાં છીએ. અમારી પાસે કોઇ કામ નથી. બાંગ્લાદેશમાં માર્ચના અંતમાં લોકડાઉન લાગુ થયું હતું. જોન હોપકિંસ યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે આજે દેશમાં કોરોનાના 36,000થી વધુ કેસ સામે આવ્યા જેમાંથી 500થી વધુ લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.લોકડાઉનના કારણે અહીં વેપાર અને પરિવહન સંપૂર્ણ ઠપ્પ થઇ ગયા છે. સરકારે પણ તમામ વેશ્યાલય બંધ કરી દીધા છે અને હવે અહીં ગ્રાહકોને જવાની મંજુરી નથી.

વેશ્યાવૃતિને અહીં વર્ષ 2000માં લીગલ રાઇટ મળ્યું હતું. પરંતુ લોકો આજે પણ તેને ખરાબ નજરથી જ જુએ છે.અમારું વેશ્યાલય પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશી ચેરિટી મુક્તિ મહિલા સમિતીના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર મોરિજીના બેગમે જણાવ્યું કે બહારથી આવતા કોઇપણ ગ્રાહકને અહીં જવાની મંજુરી નથી. હવે સેક્સ વર્કરની પાસે કમાણીનું કોઇ સાધન નથી.એક સમયે પોતે પણ સેક્સ વર્કર રહેલી બેગમે જણાવ્યું કે સરકાર, પોલીસ, લોકલ એનજીઓ સહિત તેમનું સંગઠન આવી મહિલાઓ સુધી દરેક સંભવ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

જો કે વેશ્યાલયોમાં રહેતી અનેક મહિલાઓએ સીએનએનના હવાલેથી કહ્યું કે તેમને પુરતી મદદ નથી મળી રહી. 12 એકરની આ જગ્યા પર આજે અંદાજે 1500 મહિલાઓ ફંસાયેલી છે. જે ઝૂપડપટ્ટી, સાંકડી શેરી, નાની દુકાનો અને ખુલ્લી ગટરમાં ઘેરાયેલી છે. આ જગ્યાએ દિવસ-રાત બદબુ આવતી રહે છે.

તેમાંથી અનેક ગર્ભવતી મહિલાઓએ વેશ્યાલયમાં જ નવજાત બાળકને જન્મ આપ્યા છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે અહીં રહેતા અંદાજે 500 બાળકોમાંથી અંદાજે 300 બાળકો 6 વર્ષથી નાની વયના છે. નોડીએ જણાવ્યું કે અમારી પાસે ખાવાનો સામાન નથી. જો આવું લાંબા સમય સુધી ચાલતુ રહ્યું તો અમારા બાળકો ભૂખ્યા મરી જશે. અમે દુઆ કરીએ છીએ કે વાયરસ ઝડપથી માણસની દુનિયામાંથી જતો રહે.

કેટલીક મહિલાએ પોતાના બાળકોને અહીંથી દૂર કોઇ સંબંધીની પાસે અથવા ચેરિટી શેલ્ટરમાં મોકલી દીધા છે. કારણ કે તેઓ નથી ઇચ્છતી કે તેમના બાળકો આવું જીવન જીવે. નોડીએ જણાવ્યું કે તેનો 11 વર્ષનો પુત્ર છે જેની સાથે તેની આજ સુધી વાત થઇ નથી.નોડીનો પુત્ર હવે તેના સાસરિયાવાળા સાથે ઢાકામાં રહે છે. નોડીએ જણાવ્યું કે તે ઇચ્છે છે કે તેનો પુત્ર તેનાથી દૂર રહે અને એક સારો માણસ બને. ઉલ્લેખનીય છે કે દૌલતદિયામાં અંદાજે 1500 મહિલાઓ રહે છે. જે દેહવ્યાપારથી માત્ર 150 રૂપિયાના હિસાબે કમાણી કરે છે. અગાઉ અહીં રોજના ત્રણ હજારથી વધુ લોકો આવતા હતા.