દુધમા તુલસીના પાન ને નાખીને પીવાથી મળે છે આ રોગો સામે રક્ષણ,નથી ખબર તો આજે જ જાણી લો…

0
293

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ દૂધ અને તુલસીના ઉપયોગ થી થતા ફાયદાઓ વિશે કોરોના વાયરસથી લોકોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગ અથવા કસરત અને સારુ ખાવાની ટેવ શરૂ કરી દીધી છે અને હવે લોકો તેમના સ્વાસ્થ્ય પર પહેલા કરતા વધારે ધ્યાન આપી રહ્યા છે અને આવી સ્થિતિમાં ભારતના લોકોએ હજારો વર્ષ જૂની સંસ્કૃતિને પોતાના માટે પસંદ કરી છે અને આમાં સૌથી સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે તુલસી તમને દરેક ભારતીય ઘરમાં તુલસીનો છોડ મળશે.

તુલસીની પૂજા સાથે તેની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક ગુણધર્મો પણ છે અને આ સમયે તુલસીના દૂધની વાત કરવામાં આવી રહી છે અને દૂધ સાથે તુલસી લેવી યોગ્ય છે તેમજ મિત્રો તુલસી મા વધારે માત્રામાં એન્ટીઓકિસડન્ટોમાં જોવા મળે છે અને આ તમારા હૃદયને સ્વસ્થ રાખે છે તેમજ તે શ્વસન રોગો સામે લડવામાં પણ મદદ કરે છે અને તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે અને આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હવામાનમાં પરિવર્તન સાથે આવતા ફ્લૂથી બચાવે છે.

જો દૂધની વાત કરિએ તો દૂધમાં એક નહીં પણ અનેક પોષક તત્વો હોય છે અને જુદા જુદા સમયે અથવા વસ્તુઓ સાથે દૂધનું સેવન કરતી વખતે ઘણા ફાયદા થાય છે અને વર્કઆઉટ પછી દૂધ પીવાથી શરીરની એનર્જી લેવલ વધે છે તો કેટલાક તાજેતરના અધ્યયનોએ એવું પણ નોંધ્યું છે કે દૂધમાં હાજર એસિડ ચરબી ને કાપવામાં પણ મદદ કરે છે તેમજ દૂધ હાડકાં અને દાંતને મજબૂત રાખે છે અને બાળકોના વિકાસ માટે પણ દૂધ ખૂબ ફાયદાકારક છે.

મિત્રો દરેક વ્યક્તિ જાણે છે કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને દૂધમાં પુષ્કળ પોષક તત્વો હોય છે અને આ સિવાય તે કેલ્શિયમથી પણ ભરપુર છે જે હાડકાંને મજબુત બનાવવાનું કામ કરે છે પરંતુ શું તમે જાણો છો કે જો તમે દૂધમાં કેટલીક પૌષ્ટિક વસ્તુઓ મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને બમણા કરી શકે છે અને આજે અમે તમને દૂધમાં તુલસીના પાન નાખીને પીવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તનાવ. મિત્રો જો તમને ઓફિસનું ટેન્શન હોય કે પછી કામના બોજથી જો તમે હમેશા તણાવ કે ડીપ્રેશનથી ઘેરાયેલા રહેતા હોવ તો દુધમાં તુલસીના પાનને ઉકાળીને પીવો કારણ કે એ પીવાથી માનસિક તનાવ અને ચિંતાઓ દુર થાય છે.

દમ રોગ : મિત્રો જો તમે શ્વાસ સંબંધિત સમસ્યા દમ જેવા કોઈ રોગથી પરેશાન છો તો દૂધ સાથે તુલસીના પાન ઉકાળીને પીવો એવું કરવાથી દમ રોગીઓને ફાયદો થશે.

રોગ પ્રતિરોધક ક્ષમતા. : લસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાથી એ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. એ સિવાય, તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણ પણ હોય છે, જે શરદી ખાંસી ,જુકામથી વ્યક્તિને દુર રાખે છે.

માથાનો દુખાવો. : જો તમને માઇગ્રેનની સમસ્યાને કારણે માથાનો દુખાવો થાય છે, તો પછી તુલસીના પાન સાથેનું દૂધ આ માટે અસરકારક સારવાર માનવામાં આવે છે તેમજ દુધમાં તુલસીના પાન ઉકાળીને પીવાથી માથાનો દુખાવો કે માઈગ્રેન જેવી સમસ્યાઓથી રાહત મળે છે અને નિયમિત રીતે તુલસીના દૂધનું સેવન કરવાથી આ સમસ્યાને જડથી સમાપ્ત કરી શકાય છે.

પથરી. : જો કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય તો એણે નિયમિત રીતે ખાલી પેટ તુલસીનું દૂધ પીવું જોઈએ. એવું કરવાથી કિડનીની પથરીની સમસ્યા અને દર્દ દુર થાય છે.

કેન્સર. : દૂધ અને તુલસી કેન્સરમાં પણ ખૂબ ફાયદાકારક છે દૂધ અને તુલસી વિટામિન અને પૌષ્ટિક ખનિજોથી ભરપુર હોય છે અને આ સિવાય તુલસીના પાંદડામાં પણ ઘણાં એન્ટીબાયોટીક ગુણધર્મો જોવા મળે છે જે કેન્સર જેવા જોખમી રોગ સામે લડવામાં સક્ષમ છે તેમજ દૂધમાં તુલસીના પાન નાખો અને તેને ગરમ કરો અને તેને રોજ સવારે અને સાંજે નિયમિત પીવાથી કેન્સરના દર્દીઓમાં ફાયદો થાય છે.

ફ્લૂથી રાહત.: મિત્રો તુલસીના દૂધમાં ઝડપથી ફ્લૂ મટાડવાની ક્ષમતા હોય છે જે તુલસીમાં હાજર બળતરા વિરોધી તત્વો ફ્લૂના લક્ષણો મટાડવામાં અને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે અને તુલસી માં હાજર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી બાયોટીક ગુણધર્મો તાવની સારવારમાં પણ મદદગાર છે.

હૃદયની તંદુરસ્તી.: મિત્રો હૃદયને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે સવારે ખાલી પેટ પર દૂધ અને તુલસીનું સેવન કરવું જોઈએ આ કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને હૃદયને લગતી બિમારીઓ શરીરથી દૂર રહે છે.