દુબઈ અને ભારતજ નહીં પરંતુ અમેરિકામાં પણ શાહરુખ પાસે છે આટલો મોંઘો બંગલો,જુઓ તસવીરો.

0
622

બોલીવૂડ ના સૌથી પૈસાદાર એકતર માંથી એક શાહરૂખ ખાન નું નામ દુનિયા ના સૌથી પૈસાદાર વ્યક્તિઓ ના લીસ્ટ માં પણ આવે છે.મુંબઈ માં સ્થિત તેમનો બંગલો “મન્નત” પ્રવાસીઓ માટે પ્રવાસ નું એક સ્થળ બની ગયું છે અને તેમના ચાહકો જયારે પણ મુંબઈ આવે છે ત્યારે તેમના બંગલા ની બહાર એક ફોટો જરૂર પડાવે છે.શાહરૂખ ખાન નું જીવન કોઈ રાજા મહારાજા થી ઓછું નથી.

અને શાહરૂખ ખાન એ તેમની આ સિયાસત તેમની પોતાની મહેનત થી બનાવી છે.શાહરૂખ ખાનને બોલિવૂડમાં 28 વર્ષ થઈ ગયા છે. શાહરૂખ જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમની પાસે માત્ર 300 રૂપિયા હતાં અને રહેવાં માટે ઘર પણ નહોતું. આજે શાહરૂખ ખાન આલીશાન સી-ફેસિંગ બંગલામાં રહે છે, જેનું નામ ‘મન્નત’ છે. આજે આ બંગલાની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. શાહરૂખે 1995માં આ બંગલાને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

શાહરૂખ ખાન આજકાલ ફિલ્મોથી દૂર પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તાજેતરમાં જ તેણે એક બિઓગ બજેટ ફિલ્મ સાઇન કરી છે, જે કૉમિક, એક્શન, થ્રિલર ત્રણેયની મજા આપે છે, તેનું નિર્દેશન રાજ નિદીમોરૂ અને કૃષ્ણા ડીકે કરશે. આ ફિલ્મ આવત અવર્ષે ફ્લોર પર આવશે. આ પહેલાં થોડો આરામ કરવા અને પત્ની ગૌરી સાથે વેકેશન ગાળવા શાહરૂખ યૂએસ ગયો છે.શાહરૂખે લૉસ એન્જેલસથી તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ પોસ્ટમાં તેણે પોતાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તસવીરોની સાથે શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું, “આખરે કેલિફોર્નિયામાં સૂરજ ઊગ્યો. આ પૂલ રમવાનો સમય છે, હું મારી લૉસ એન્જેલસની વિલામાં….”

શાહરૂખનું આ ઘર લૉસ એન્જેલસમાં છે. પહેલીવાર શાહરૂખ ખાનના આ આલીશાન ઘરની તસવીરો બહાર આવી છે. ગૌરી ખાને પણ તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જ્યાં તે યૂએસમાં હરતી-ફરતી જોવા મળી રહી છે,ગૌરીની તસવીર પર કમેન્ટ કરતાં શાહરૂખે લખ્યું, “લુકિંગ ફિટ”. ઉલ્લેખનિય છે કે, શાહરૂખ છેલ્લે વર્ષ 2018 માં આવેલ ‘ઝીરો’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જેમાં શાહરૂખ સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ હતી.

ફિલ્મ ફ્લોપ થયા બાદ શાહરૂખે બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. હવે શાહરૂખ ફિલ્મ પ્રોડ્યૂસ પણ કરી રહ્યો છે, તે ફિલ્મ ‘બૉબ બિસ્વાસ’ પ્રોડ્યૂસ કરશે. આ મૂવી વર્ષ 2012 માં આવેલ ફિલ્મ ‘કહાની’ ની પ્રીક્વલ હશે. ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં હશે.શાહરૂખ ખાને 6000 સ્ક્વેર ફૂટના આ બંગલામાં પત્ની ગૌરી અને ત્રણ બાળકો સાથે રહે છે.

આ બંગલામાં પાંચ બેડરૂમ, મલ્ટીપલ લિવિંગ એરિયા, એક જિમ અને લાઇબ્રેરી. ‘મન્નત’ પરિવાર માટે એક પ્રાઇવેટ અપાર્ટમેન્ટ છે.આ બંગલાનું ઇન્ટેરિઅર ખુદ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કર્યું છે. આ બંગલાને ડિઝાઇન કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો.વ્હાઇટ માર્બલથી બનેલાં આ બંગલાને શાહરૂખ ખાને વર્ષ 2001માં બાઇ ખોરશેદ ભાનૂ સંજના ટ્રસ્ટ પાસેથી લીઝ પર ખરીદ્યો હતો.ચાર વર્ષ સુધી ચાલેલાં રિનોવેશન પછી બંગલાનું નામ ‘મન્નત’ રાખવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત ફકીહ એન્ડ એસોશિએટ્સએ 6000 વર્ગ ફૂટના આ બંગલાને બનાવ્યો છે.મન્નતને બનાવતી વખતે ઇન્ટેરિઅરને ક્લાસિક લૂક આપવામાં આવ્યો. ઘરના દરવાજા ખોલતાં જ તમને ક્લાસિક બંગલો જોવા મળશે. તેનું સેટિંગ ડ્રામેટિક અને મૂડી છે.

કલાત્મકતા સાથે કન્ટેમ્પરી ગોથિક આયરૉનિકનો મેળ છે. કલર પેલેટ ડાર્ક છે, જેની સરફેસ અનફિનિશ્ડ રાખવામાં આવી છે.શાહરૂખ-ગૌરીના આ બંગલાનો ઢાંચો 20મી સદીના ગ્રેડ-3 હેરિટેજનો છે, જે દરેક બાજુ ખુલે છે.ઇન્ટેરિઅર સાથે સ્ટાઇલિંગનું કામ ખુદ ગૌરી ખાને કર્યું છે. તેમણે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘તે માટે મારે ચાર વર્ષનો સમય લાગ્યો હતો.’

આ બંગલો ક્યારેક ‘વિલા વિએન’ના નામથી ઓળખાતો હતો. આ બંગલાનો માલિક મુંબઈની કલાની દુનિયામાં એક મોટું નામ ધરાવનાર ગુજરાતના પારસી કિકૂ ગાંધી હતાં.કિકૂ ગાંધી મુંબઈના પ્રતિષ્ઠિત ‘શિમૉલ્ડ આર્ટ ગેલેરી’ના પણ સંસ્થાપક હતાં. મન્નતની બાજુમાં જ એક બીજો બંગલો છે, જેને કિકી બિલ્ડિંગ કહેવામાં આવે છે. ત્યાં કિકૂ ગાંધીના માતા-પિતા રહેતાં હતાં.

આ બંને બંગલા કિકૂ ગાંધીના પિતાનાં હતાં. એટલું જ નહીં, કિકૂ ગાંધીનો જન્મ પણ આ બંગલામાં થયો હતો, જ્યાં અત્યારે શાહરૂખ ખાન રહે છે. આ બંને બંગલા આજુ-બાજુમાં જ છે અને તેની વચ્ચે માત્ર એક જ દિવાલનો ફરક છે.શાહરૂખ ખાને તેનાં એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું તે, ‘Yes Bossના શૂટિંગ વખતે આ બંગલો ખરીદવાની ઇચ્છા થઈ હતી.

બોલિવૂડ ના કિંગ ખાન વાસ્તવિક જીવનમાં રાજાની જેમ જ જીવે છે. મુંબઈમાં સ્થિત તેમનો બંગલો મન્નત વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેની કિંમત ઓછામાં ઓછી 200 કરોડથી પણ ઉપર છે. આ સિવાય દુબઈના જુમેરાહમાં તેમનો વિલા પણ આવેલ છે, તેનું નામ ‘સિગ્નેચર’ છે પણ તે કોઈ જન્નત થી ઓછું નથી અને તમારે તેને જરૂર જોવું જોઇએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈ નજીક જુમેરાહમાં સ્થિત આ સુંદર વિલાની કિંમત 2.8 મિલિયન એટલે કે લગભગ 20 કરોડ રૂપિયા છે. આ વિલા 8,500 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે અને સમુદ્ર તટ પર સ્થિત આ બંગલો એક કૃત્રિમ ટાપુ(આર્ટીફીશીયલ આઈલેન્ડ) છે.

આ વિલા ને સપ્ટેમ્બર 2007 માં દુબઈના એક પ્રોપર્ટી ડેવલપરે તેમને ગિફ્ટ માં આપ્યો હતો. આ વૈભવી વિલામાં 6 સુંદર બેડ-રૂમ અને બે રિમોટ કંટ્રોલ ગેરેજ બનેલા છે અને આ વિલામાં ખૂબ જ  સુંદર પૂલ અને ખાનગી બીચ પણ આવેલ છે. અહીં સમુદ્ર કિનારા પર રમવામાં આવતી રમતોનો સ્વતંત્ર રીતે આનંદ માણી શકાય છે અને શાહરૂખ અવાર-નવાર અહીં તેના પરિવાર સાથે આનંદ માણવા આવે છે.

આ વિલાનો અંદર નો ભાગ શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ડિઝાઇન કર્યો છે, જે એક ઓફિસિયલ  ઇન્ટિરિયર ડિઝાઇનર છે. વર્ષ 2016 માં એક ઇન્ટરવ્યુ દરમિયાન ગૌરીએ આ વિલા વિશે જણાવ્યું હતું કે તેમના દુબઈ વાળા વિલાની બહારનો નજારો ખૂબ જ સુંદર છે અને તેને તે  ખૂબ જ પસંદ છે. આનો ખુલાસો કરતાં ગૌરીએ કહ્યું અમને દુબઇ જવું ખુબ સારું લાગે છે. અને ઘણી વાર હું મારા પરિવાર સાથે જાઉં છું અને અમે ત્યાં ઘણી મસ્તી કરીએ છીએ.

હવે જો વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન આજકાલ તેમના હોમ પ્રોડક્શન રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટમાં ધ્યાન આપી રહ્યા છે અને એક પછી એક ફિલ્મ અહીંથી રિલીઝ થઇ રહી છે. આ ઉપરાંત તે વેબ સિરીઝ પણ આ કંપની હેઠળ બનાવે છે.

પરંતુ શાહરૂખનું ફિલ્મી કરિયર ખુબ જ ખરાબ ચાલી રહ્યું છે, તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2018 ના ડિસેમ્બર માં આવી તેનું નામ ‘ઝીરો’ હતું અને તે ખુબ મોટી ફ્લોપ મૂવી નીકળી હતી. આ પહેલા પણ શાહરૂખની ફિલ્મો કંઈ ખાસ બતાવી શકી ન હતી. પરંતુ શાહરૂખ કોઈ પ્રોજેક્ટ વિશે જલ્દીથી તેના ચાહકો ને જણાવી શકે છે. આમ તો ખબર છે કે  શાહરૂખ ટૂંક સમયમાં જ અયાન મુખર્જી ની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કેમિયો કરતા જોવા મળશે.