દુબઈની લક્ઝૂરિયસ હોટલમાં આવી રીતે મોજ કરે છે ભારતીય ક્રિકેટરો, જાણો શુ ખાય છે આ ભારતીય ક્રિકેટરો….

0
374

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તામરુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ અત્યારે દુબઇ મા આઇપીએલ રમી રહેલા ટીમો ના ખિલાડીયો વિશે તમને જણાવી દઇએ કે દરેક ખીલાડીઓ ની લાઇફ સ્ટાઇલ ખુબજ આલિશાન હોય છે અને તેવી જ રીતે તેઓ જીવવાનુ પસંદ કરે છે અને આજે અમે તમને જણાવીશું કે આપણા ભારતીય ક્રિકેટરો કેવી મજા માણી રહ્યા છે જેમા દુબઈની નાઇટ લાઇફની સાથે સાથે અહીંનું ફૂડ પણ વિશ્વ-વિખ્યાત છે. અહીંના મોટાભાગનો પરંપરાગત ખોરાક ખૂબ જ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે.

મિત્રો કોરોનાને કારણે આ વખતે અહીં કોઈ કાર્યક્રમ તો નથી, પરંતુ આઇપીએલ માટે જે ટીમો ત્યાં હાજર છે તે વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી રહી છે. લગભગ 1 મહિનાથી વિશ્વભરના ક્રિકેટરો અહીં હાજર છે, તેમાં આ ખેલાડીઓએ ઘણી વાર તેમની હોટલોમાંથી સ્વાદિષ્ટ ભોજનની તસવીરો શેર કરી છે આજે તમને બતાવીએ કે દુબઈની મોંઘી હોટલના રૂમમાં ક્રિકેટરો શું ખાઈ રહ્યા છે.

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી, તેની ફિટનેસ અને ડાયેટ અંગે કેટલા જાગૃત છે તે આપણે બધા જાણીએ છીએ. તેઓ આલ્કલાઇન પાણીથી લઈને દરેક વસ્તુ શેકેલી અથવા બાફેલી જ ખાવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે દુબઈની હોટલ વાલ્ડોર્ફ એસ્ટોરિયામાં રોકાયા છે.આ વિશે વિરાટ કોહલીના કોચનું કહેવુ છે, ‘હવે જ્યારે તે ઘરે આવે છે તો પેક્ડ જૂસ નથી પીતો અથવા તમે તેને ફળોનો ફ્રેશ જ્યૂસ આપો, નહી તો કઇ નહી લે. વિરાટ કોહલીની ડાઇટમાંથી કાર્બોહાઇડ્રેટ બહાર થઇ ચુક્યુ છે. તે માત્ર પ્રોટીન લે છે. રોટલી પણ નથી ખાતો, માત્ર ગ્રિલ્ડ અથવા ઉકાળેલુ ભોજન જ ખાય છે. બ્લેક કોફી પીવે છે તેમાં શક્કર પણ નથી હોતી.

કિંગ્સ ઇલેવન પંજાબના ઓલરાઉન્ડર ક્રિસ ગેઇલ થોડા સમય પહેલા દુબઇમાં જ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા હતા. આ સમય દરમિયાન, તે ફક્ત હળવો ખોરાક જ લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે તેમની સ્ટ્રોબેરી ખાતા એક તસવીર શેર કરી હતી. તેઓ અહીં દુબઈની હોટેલ સોફિટેલમાં રોકાયા છે.

દુબઈની હોટલ તાજમાં રોકાયેલ ટીમ સીએસકેના સ્ટાર ખેલાડી શેન વોટસન અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (એમએસ ધોની) પણ એક સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને હોટલમાં જ નાસ્તો કરી રહ્યા હતા.ધોની લગભગ દરેક ચિકન ડીશને ચાહે છે, તે કબાબ હોય, ચિકન માખણ મસાલા, ચિકન ટીક્કા પિત્ઝા, તે બધું જ તેના પ્રિય ફૂડ લિસ્ટમાં શામેલ છે. ગાજર હલવા અને ખીરના હૃદયમાં વિશેષ સ્થાન છે. દૂધ એ તેમનું પ્રિય પીણું છે, તેઓ દરરોજ ઘણું દૂધ પીવા માટે જાણીતા છે

મુંબઇ ઇંડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અબુધાબીના સેન્ટ રેજીસ સાદીયાત આઇલેન્ડ રિસોર્ટમાં રહીને પોતાનું મનપસંદ એનર્જી ડ્રિંક પીવાનું ક્યારેય ભૂલતા નથી મિત્રો હાર્દિક પંડ્યાની મનપસંદ વસ્તુઓ વિશે વાત કરતાં, તેને વેજ અને નોન-વેજ બંનેનો શોખ છે. નોન વેજ માં, તેઓ ચિકન બટર મસાલા, ચિકન ટીક્કા પિત્ઝા, કબાબ ખાવાનું પસંદ કરે છે. શાકાહારીમાં તેમને પીળી દાળ, ચોખા, રોટલી અને લીલા શાકભાજી ગમે છે.

જો તમે મીઠાઈની વાત કરો તો પંડ્યા ને સોન પાપડી, ગુલાબ જામૂન અને રસગુલ્લાને જોવાની લાલચે છે.રાજસ્થાન રોયલ્સ (આરઆર)ના બેટ્સમેન રોબિન ઉથપ્પાએ પણ તેના હોટલની એક તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે બારબેકયુની મજા માણી રહ્યા છે. જણાવવાનું કે તે વન એન્ડ ઓનલી ધ પામ દુબઈમાં રોકાયેલ છે.

કુલદીપે ધોનીને તેમનો કોચ ગણાવ્યો હતો. બીજા પ્રશ્નના જવાબમાં કુલદીપે કહ્યું કે તેમનો પ્રિય ખોરાક રાજમા ચોખા છે અને પ્રિય ક્રિકેટર પાજી સચિન તેંડુલકર છે કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ના ડાબોડી સ્પિનર કુલદીપ યાદવે પોતાની હોટલના રૂમની બાલ્કનીમાં એન્જોય કરતા તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં તે હેલ્ધી ફૂડ અને જ્યુસ ખાતા પણ જોવા મળ્યા હતા. તે અબુધાબીના ધ રીટ્ઝ-કાર્લટન ખાતે રોકાયેલ છે.હાર્દિક પંડ્યાના ભાઈ અને મુંબઈ ઇંડિયન્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા એ પણ અબુધાબીની હોટલ સેન્ટ રેજીસ સાદિયતથી તેમની ઘણી તસવીરો શેર કરી હતી.