ડોક્ટરના ઘરે કામ કરતી નોકરાણીએ બંધ બાથરૂમમાં આપઘાત કરી લેતા ડોક્ટરના પગ નીચેથી જમીન ખસકી ગઈ, લોકોના ટોળા ઉમટી પડ્યા..!

રોજબરોજ ઘણા બધા લોકો પોતાની મુશ્કેલીઓથી કંટાળી જઈને ન ભરવાના પગલાઓ ભરે છે, જેને લઇ તેમના પરિવારજનોને ખૂબ જ દુઃખની ઘડી સહન કરવાના વારો આવી જતો હોય છે. અત્યારે હરિયાણાના પંચકુલાના સેક્ટર-4 ની અંદર એક ડૉકટરના ઘરે હલ્લો મચી ગયો હતો. એક નામચીન ડોક્ટરના ઘરમાં એક મહિલા નોકરાણી તરીકે કામકાજ કરવા માટે આવતી હતી..
તેઓ ડોક્ટરની અંદર દરેક જુદા-જુદા કામકાજ કરીને ત્યાં જ જીવન ગુજારતી હતી, એક દિવસ સવારના સમયે ચંપા નામની નોકરાણી ડોક્ટરના ઘરની અંદર આવેલા બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. પરંતુ લાંબો સમય સુધી તે બહાર ન આવતા ડોક્ટરે ચંપાને બૂમ લગાવવાની શરૂ કરી..
પરંતુ તેણે દરવાજો ન ખોલ્યો એટલા માટે તાત્કાલિક ધોરણે આ ડોક્ટરે તેમના પડોશમાં રહેતા ડ્રાઇવરને પણ બોલાવ્યો તેને પણ દરવાજા ખોલાવવાની ઘણી બધી કોશિશ કરી પરંતુ દરવાજો ન ખોલતાની સાથે જન્યો એક જગ્યાએ ઘરની અંદર ફર્નિચરની કામકાજ ચાલતું હતું ત્યાંથી તેઓએ મિસ્ત્રીને બોલાવ્યો અને આ દરવાજાનો લોક તોડાવી નાખ્યો હતો..
જ્યારે અંદર પ્રવેશતાની સાથે જો તેઓએ ચંપાને મૃત હાલતમાં જોઈ હતી, બાથરૂમની અંદર તેણે આપઘાત કરી લીધો હતો, ચંપા દરેક કામને ખૂબ જ સારી રીતે કરી જાણતી હતી. તે મૂળ નેપાળની રહેવાસી હતી, અને તે છેલ્લા કેટલાક સમયથી હરિયાણાના પંચકુલામાં આવેલા આ ડોક્ટરના ઘરે કામકાજ કરીને જીવન ગુજારતી હતી..
ડોક્ટરના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને તેઓ ચીસો વાળી ગયા કારણ કે તેમના ઘરે જે કામવાળી કામકાજ કરે છે, તેને એવું તો શું દુઃખ આવી પડયુ હશે કે તેણે આપઘાત કરીને જીવ પણ ટૂંકાવી દીધો છે. તેવો વિચારવા મજબુર બન્યા હતા, કે ચંપાએ શા માટે આપઘાત કર્યો છે..
તેનું હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ આ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી ત્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ લાશને પોસ્ટમોર્ટમ માટે એક નાગરિક હોસ્પિટલ ની અંદર મોકલી આપવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મૃત્યુના કારણોને પણ જાણી શકાશે..
આ ઘટનાને લઈને ડોક્ટરની કોલોનીની અંદર લોકોના ટોળેટોળા ઉંટી પડ્યા હતા, પોલીસે પ્રાથમિક માહિતી મેળવવા માટે ડોક્ટરને પૂછપરછ કરી હતી કે આ કામવાળી એવું તો શું દુખ આવ્યું હશે કે તેને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. પરંતુ એ વખતે ડોક્ટરે જણાવ્યું કે તેઓ પણ આ બાબતને લઈને ખૂબ જ દુઃખી છે..
કારણ કે તેમના ઘરે કામ કરવા માટે આવતી આ કામવાળી મહિલા ખૂબ જ ખુશ ખુશ રહેતી હતી અને તે સંતોષકારક જિંદગી જીવતી હતી છતાં પણ તેણે આપઘાત કરી લીધો છે તો નક્કી તેના પાછળ કોઈ રહસ્યમય કારણ જોડાયેલું હશે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.