દીવાલ પર ઘડિયાળ છે તો ખાસ રાખીલો આટલી વાતો નું ઘ્યાન ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધન…….

0
520

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘરમાં બીમારી, પૈસાની કમી વગેરે જેવી સમસ્યા ઓ રહે છે. આનું કારણ એ છે કે વસ્તુ શાસ્ત્ર છે જો તમે વસ્તુ શાસ્ત્ર મુજબ તમારા ઘરના બનાવ્યું હોય તેથી આવી બધી સમસ્યાઓ રહે છે. તો આજે તમને વસ્તુ શાસ્ત્ર મુજબ, ઘર બનાવતી વખતે, લોકો વાસ્તુ પર ધ્યાન આપે છે, પરંતુ ઘરની સજાવટ કરતી વખતે લોકો ઘડિયાળ અને અન્ય વસ્તુઓ પર ધ્યાન આપતા નથી. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુને તેની સાચી દિશા મુકવી જોઇએ. દરેક ઘર અને ઓફિસમાં એક ઘડિયાળ હોય જ છે, કારણ કે, આપણને સમય જોવા માટે ઘડિયાળની જરૂર પડે છે, પછી ભલે તે ઘરનું કામ હોય કે ઓફિસનું કામ હોય.

પરંતુ શું તમે જાણો છો કે, ઘડિયાળને દીવાલ પર લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ તમારા માટે દુર્ભાગ્ય લાવી શકે છે. તેથી, ઘડિયાળ લગાવતી વખતે વાસ્તુની આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલી અને ખરાબ ચીજોને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ઘરમાં ઘડિયાળ લગાવતી વખતે ધ્યાનમાં રાખો કે, ઘડિયાળ ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ. ઘરમાં લગાવેલી ઘડિયાળ બંધ ન હોવી જોઈએ, બંધ ઘડિયાળને દીવાલ પરથી ઉતારી લેવી જોઈએ અને તેને ચાલુ કરી ફરી પાછી લગાડવી જોઈએ.

જો તમે તમારા ઘર અને ઓફિસમાં ઘડિયાળ લગાવી રહ્યાં છો, તો યોગ્ય દિશાને ધ્યાનમાં રાખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘડિયાળ પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશાની દિવાલ પર લગાડવી જોઈએ. આનાથી કોઈપણ કાર્યમાં અવરોધ આવતા નથી. તેથી ઘડિયાળને ઉપરોક્તમાંથી કોઈ એક દિશામાં લગાડવી જોઈએ.જે રીતે યોગ્ય દિશામાં લગાડેલી ઘડિયાળ આપણને ફાયદો આપે છે, તેવી જ રીતે, ખોટી દિશામાં લગાડેલી ઘડિયાળથી આપણને નુકસાન થઈ શકે છે. તેથી, ઘડિયાળને ખોટી દિશામાં લગાડવી જોઈએ નહીં. વાસ્તુ શાસ્ત્ર મુજબ, દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. તેથી, ઘરે અથવા ઓફીસમાં દક્ષિણ દિશાની દીવાલ પર ક્યારેય ઘડિયાળ લગાડવી જોઈએ નહીં. આનાથી ઘર અને વ્યવસાયના વિકાસમાં અવરોધો આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર પણ ઘડિયાળ લગાડવી જોઈએ નહીં.

આ ઉપરાંત જો તમે નવું ઘર બનાવતી વખતે આ બાબતો નું ધ્યાન રાખો ઘરના નિર્માણ કાર્ય સમયે જ જો વાસ્તુ શાસ્ત્રના સિદ્ધાંતોનું ધ્યાન રાખવામાં આવે તો એ ઘર ચોક્કસપણે ફળદાયી અને સુખ આપનારું નિવડે છે. એ ઘરમાં પૈસાની ક્યારેય ખોટ પડતી નથી. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ઘર બનાવતા પહેલાં ભૂમિ પૂજન કરવું જોઈએ અને પાયો ખોદતી વખતે પણ પૂજન કરવું જોઈએ. આ પૂજન પણ ચોક્કસ દિસામાં કરવામાં આવે તો ક્યારેય ધનની કમી પડતી નથી.જ્યારે ભૂમિ પૂજન કરીને ખોદકામ પછી નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે ત્યારે જો સૌથી પહેલાં નળના પાણી માટે ટાંકી બનાવવી જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરના નિર્માણ પછી તેમાં રહેનારા સર્વ પ્રકારે સુખી થાય છે. તેમને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

જો તમે ઘર બનાવડાવતા હોય તો ઘર નિર્માણ દરમિયાન સાધન સામગ્રી ક્યાં રાખવી તે વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં વિધાન છે. યોગ્ય દિશામાં જો મકાન બનાવટ માટેની સામગ્રી જેવી કે ઈંટ, પત્થર, લોખંડ, ટાઈલ્સ, સીમેન્ટ જેવી ચીજોને રાખવી જોઈએ. સામાન્ય રીતે આ સામગ્રી દક્ષિણ પશ્ચિમ કે નૈઋત્ય ભાગમાં રાખવામાં આવે તો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઉત્તર-પૂર્વ કે ઈશાન ખુણામાં આ પ્રકારની સામગ્રી ન રાખવી જોઈએ.

ઘર બનાવવા માટે પાયો ખોદવાની શરૂઆત હમેંશા ઈશાન(ઉત્તર-પૂર્વ) ખુણામાંથી કરવી જોઈએ. ઈશાનખૂણાથી શરૂ કરીને વાયવ્ય ખૂણા સુધી એટલે કે ઉત્તર પશ્ચિમ ખૂણા સુધી કરવી જોઈએ. બીજી તરફ ઈશાનથી આગ્નેય ખૂણા સુધી પુર્વ અને દક્ષિણ ખૂણા સુધી પાયો ખોદવો જોઈએ. અંતમાં આગ્નેય ખૂણાથી શરૂ કરીને નેઋત્ય ખૂણા પર ખોદકામ પૂર્ણ કરવું જોઈએ.

જ્યારે પાયો ભરવામાં આવે ત્યારે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. નૈઋત્ય ખૂણો એટલે કે દક્ષિણ-પશ્ચિમ ખૂણો પહેલાં ભરવો જોઈએે. ત્યાંથી અગ્નિ ખૂણા સુધી પાયો ભરવો જોઈએ. એ પછી વાયવ્ય ખૂણાથી ભરવાનું કામ શરૂ કરીને નૈઋત્ય ખૂણા સુધી ભરવો જોઈએ. એ પછી આગ્નેય ખૂણાથી ઈશાન ખૂણા તરફ લઈ જતાં પાયો ભરવો જોઈએ. અંતમાં વાયવ્ય ખૂણાથી ઈશાન ખૂણાનો પાયો ભરવો જોઈએ.

ભવન કે મકાનની દિવાલો જ્યારે ચણવામાં આવે ત્યારે ઉત્તર અને પૂર્વ દિશાની દિવાલો થોડી નીચી અને દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલો થોડી ઉંચી હોવી જોઈએ. મકાનની છત થોડી ઉત્તર- પૂર્વ તરફ ઢળતી હોવી જોઈએ. મકાનમાં યોગ્ય ઉંચાઈ ધાબુ ભરવું જોઈએ. મકાનમાં બારી દરવાજા સામસામે આવે તે રીતે તેની બનાવટ કરવી જોઈએ. જો આ નિયમોને ધ્યાનમાં રાખીને મકાન બનાવવામાં આવે તો તે નિશ્ચિતપણે શુભફળદાયી નિવડશે. તેમાં રહેનારા સુખી થશે.

આ દિશામાં પગ રાખીને સુવાથી, સવારે ઉઠવા જ અનુભવાય છે થાક, જાણો શું છે? તેની પાછળનું કારણ.આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર ઉત્તર, દક્ષીણ, પૂર્વ અને પશ્ચિમ આ ચાર મૂળ દિશાઓ છે. અને વાસ્તુ વિજ્ઞાનમાં આ ચાર દિશાઓ ઉપરાંત ૪ વિદીશાઓ છે. અને આકાશ અને પાતાળને પણ તેમાં દિશા સ્વરૂપમાં જોડવામાં આવેલા છે. આ રીતે ચાર દિશા, ચાર વિદિશા, આકાશ અને પાતાળને જોડીને આ વિજ્ઞાનમાં દિશાઓની સંખ્યા કુલ દશ માનવામાં આવે છે. એમાં જણાવ્યા અનુસાર મૂળ દિશાઓના માધ્યમની ઇશાન, આગ્નેય, નેરુત્ય અને વાયવ્યને વિદિશા કહેવામાં આવે છે. જો વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતોનું માનીએ, તો દરેક કામની જેમ સુવાની પણ એક યોગ્ય પદ્ધતિ હોય છે. અને એમાં જણાવ્યા અનુસાર દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુઇએ છીએ, તો તે આરોગ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ પૃથ્વીના બન્ને ધ્રુવ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની અંદર ચુંબકીય શક્તિ રહેલી છે. શારીરિક સંરચના મુજબ જો તમે ઉત્તર દિશા તરફ માથું અને દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવો છો, તો તેવામાં તે પ્રતિરોધકનું કામ કરે છે, અને તેની બરોબર વિરુદ્ધ દિશાઓ એક-બીજાને આકર્ષિત કરે છે. આથી સમાન દિશાઓ પ્રતિરોધક બની જાય છે, જેને લીધે તમારા આરોગ્ય અને મગજ ઉપર ઊંડી અસર પડે છે. અને એટલું જ નહિ, જો આપણે વૈજ્ઞાનિકોનું માનીએ તો દક્ષીણથી ઉત્તર તરફ સતત ચુંબકીય ધારા પ્રભાવિત રહે છે. એટલે જયારે આપણે દક્ષીણ તરફ માથું રાખીને સુઇએ છીએ, તો તે ઉર્જા આપણા માથા તરફથી પ્રવેશ કરે છે અને પગ તરફથી બહાર નીકળી જાય છે. તેવામાં સવારે ઉઠવાથી લોકોને તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

એના પાછળ નું ધાર્મિક કારણ એ છે કે આપણે ત્યાની જૂની માન્યતાઓ પ્રમાણે દક્ષીણને યમની દિશા માનવામાં આવે છે. અને એના વિષે એ પણ જણાવવામાં આવે છે કે, આ દિશામાં પગ રાખીને સુવાથી દોષ લાગે છે. તે સાથે જ મહાભારતના અનુશાસન પર્વ, પદ્મ પુરાણ અને સૃષ્ઠી પુરાણ અનુસાર દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવાથી ઉંમર ઓછી થાય છે. એમ સુવાથી બીમારીઓ વધે છે અને તેમ લક્ષ્મી માતા ઘર માંથી જતા રહે છે.