દિવાળી પહેલા આ દિવસે આવે છે મા લક્ષ્મી તમારા ઘરે, માલામાલ બનવા કરો માત્ર આ ઉપાય…

0
139

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ,નો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે.

હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.દીપાવલીનો તહેવાર થોડા દિવસોમાં આવી રહ્યો છે.

દિવાળી પર લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ છે. દિવાળી પર લક્ષ્મીજી અને ભગવાન ગણેશ ની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. દિવાળી પહેલા, દેવી લક્ષ્મી વૈકુંઠમાંથી પૃથ્વી પર આવે છે. જે દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ એ દિવસ આસો મહિનાની પૂર્ણિમા છે.દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે,મનના પ્રકાશની જાગૃતિ.સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે.

આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે.એવું માનવામાં આવે છે કે કોણ જાગૃત છે તે જોવા માટે દેવી લક્ષ્મી શરદ પૂર્ણિમા પર ઘરે ઘરે જાય છે. આ વખતે શરદ પૂર્ણિમા 30 ઓક્ટોબરે છે.

શરદ પૂર્ણિમાને પૂર્ણ ચંદ્ર ખીલી ઉઠે છે જેને તમામ પૂર્ણિમા કરતા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે, ચંદ્ર તેની 16 કળાએ ખીલી ઉઠે છે અને પૃથ્વી પર અમૃતના કિરણોનો વરસાદ કરે છે. શરદ પૂર્ણિમા પર સુખ અને શુભતા મેળવવા માટે રાત્રે જાગૃત થયા પછી મંત્રોચ્ચાર કરવો પડે છે.ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજા એ દિવાળીનો સૌથી વધુ મહત્વનો દિવસ છે. હિન્દુ ઘરો સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા કરે છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા સળગાવી સમૃદ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે.

શરદ પૂર્ણિમાનું મહત્વ.અશ્વિન મહિના (આસો મહિના)ની પૂર્ણિમાને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમાં અશ્વિન પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, શરદ પૂર્ણિમા અને કૌમુદી વ્રત જાણીતા છે. શરદ પૂર્ણિમા આ દિવસે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ચંદ્રની સુંદરતા અનેકગણી વધે છે. શરદ પૂર્ણિમા પર ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવવાના કારણે તે ખૂબ જ સુંદર લાગે છે.ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે

અને આગામી વર્ષ માટેના સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ કરવાનો સમય તથા શિયાળા પહેલાની છેલ્લી મોટી ઉજવણી સૂચવે છે. લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારુ જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની પૂજા સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે.ધાર્મિક માન્યતા અનુસાર, આ પૂર્ણિમાએ સંપત્તિની દેવી લક્ષ્મી નો જન્મ થયો હતો.

ખરેખર, દેવી અને રાક્ષસો વચ્ચે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીનું પ્રાગટય થયું હતું જેના કારણે શરદ પૂર્ણિમાની તિથિને દેવી લક્ષ્મીની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા (પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છે) રાક્ષસ રાજા બલિને મારવા માટે વિષ્ણુએ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યાર બાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા

આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છે અને માનસિક, શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે.શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે પૃથ્વીની મુલાકાત માટે આવે છે. તેમજ શરદ પૂર્ણિમા પર ચંદ્રની 16 કળાઓ જોવા માટે તમામ દેવી-દેવીઓ પૃથ્વી પર આવે છે.

તો આ દિવસે ખાસ રાત્રે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ની કરીલો પૂજા અર્ચના ધનવૈભવ પ્રાપ્ત થશે.આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં લક્ષ્મી-પંચાયતન પ્રવેશે છે. શ્રી વિષ્ણુ, શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર શ્રી ગજેન્દ્ર અને શ્રી લક્ષ્મી આ પંચાયતન (પાંચનું જૂથ)ના સભ્યો છે.દિવાળી દિવસે લક્ષ્મી પૂજન થાય છે. અનેક લોકો એવા હોય છે કે ખુબ કમાણી હોય પરંતુ આમ છતાં પૈસા બચાવી શકે નહીં. કારણ કે લક્ષ્મી અત્યંત ચંચળ હોય છે. આવામાં તેમના પૈસા ખર્ચાતા રહે છે.

જો તમારે પણ આ સમસ્યા હોય તો દિવાળીના દિવસે આવા કેટલાક ઉપાયો અજમાવો તો તમારા પર લક્ષ્મી માતાની કૃપા રહેશે.દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનમાં પીળી કોડીઓ રાખો. હવે પૂજા બાદ આ કોડીઓને તમારી તિજોરીમાં કે પર્સમાં રાખો. તમારું ખિસ્સું હંમેશા પૈસાથી છલોછલ રહેશે.દિવાળીની રાતે પીપળાના ઝાડ નીચે ઘીનો દિવો પ્રગટાવો. તેની પાસે રૂપિયાનો સિક્કો રાખો. દિપ પ્રગટાવતી વખતે  લક્ષ્મીજીનો કોઈ મંત્ર પઢો. હવે દિપ પ્રગટાવ્યા બાદ સિક્કાને તમારા ખિસ્સામાં રાખો. આમ કરવાથી ધનનો વ્યય અટકશે.

દિવાળીની રાતે મહાલક્ષ્મીના મંદિરમાં જઈને પાંચ કમળના ફૂલ અર્પિત કરો. તેનાથી દેવી માતા પ્રસન્ન થાય છે. હવે ત્યાંથી એક ફૂલ ઉઠાવીને તમારી પાસે સૂકવીને રાખો. તેનાથી ધન વધશે.દિવાળીના દિવસે માતા લક્ષ્મીને કેસર અર્પણ કરો. બીજા દિવસે કેસરને ડબ્બીમાં રાખીને તેને તમારા પર્સ કે ખિસ્સામાં રાખો. તેનાથી ધનનું આગમન થાય છે.જે લોકો પાસે પૈસા ટકતા નથી તેમણે દિવાળીના દિવસે પોતાના ખિસ્સામાં એક રૂપિયાનો સિક્કો રાખવો. આ સિક્કાને રાખતા પહેલા લક્ષ્મી પૂજન વખતે પૂજામાં અવશ્ય મૂકવો.

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીને લાલ નાડાછડી ચઢાવો. પૂજના બીજા દિવસે તેને તમારા પર્સમાં રાખો. તેનાથી ધન વધશે.દિવાળીની રાતે તમારા પર્સમાં મહાલક્ષ્મી કે કુબેર યંત્ર રાખો. તે ખુબ જ શુભ મનાય છે.ધન વધે તે માટે દિવાળીના દિવસે માતા લક્ષ્મીને અર્પણ કરાયેલા કોઈ પણ લાલ ફૂલ એક કાગળમાં લપેટીને તમારા ખિસ્સામાં રાખો.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.