ધોધ પાસે સેલ્ફી લેવા ગયેલી દીકરીનો પગ લપસી જતા હજારો ફૂટની ખીણમાં વહી ગઈ, માં-બાપનું કાળજાતોડ રુદન જોઈ હચમચી જશો..!

હરવા ફરવાની જગ્યાએ ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે અજાણી જગ્યા ઉપર જો મન ફાવે તેમ વર્તન કરવામાં આવે તો કોઈ વખત મોટી મુશ્કેલી સહન કરવાનો પણ મારો આવી જતો હોય છે. મોટાભાગે જ્યારે કોઈ જગ્યાએ હારમાં ફરવા જવાનું હોય ત્યારે અત્યારના બાળકોને ફરવાનો આનંદ માણવાની બદલે જુદા જુદા ફોટો પાડવાનો ખૂબ જ શોખ હોય છે..
તેઓ મોબાઇલ ફોનમાં હંમેશા જુદા-જુદા ફોટોગ્રાફ ખેંચે છે, અને તેને યાદીમાં સાચવી મૂકતા હોય છે. અત્યારે મા બાપ સાથે ફરવા માટે નીકળી 17 વર્ષની રાધિકા નામની એક દીકરીને સેલ્ફી લેવી ખૂબ જ ભારે પડી ગઈ છે. પાછળના સમયમાં એવા ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે કે, જેમાં સેલ્ફી લેવા જતા કોઈ એવો બનાવ બની જતો હોય કે અંતે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે..
અત્યારે એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં 17 વર્ષની રાધિકા તેના માતા પિતા સાથે મધ્યપ્રદેશમાં તેમના ધાર્મિક ગુરુના આશ્રમે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ નજીકમાં આવેલી એક પહાડી ઉપર ધોધ જોવા માટે ગયા અને ત્યાં પાસેથી પસાર થતું ઝરણું જોઈને રાધિકાને સેલ્ફી લેવાનું મન થયું હતું..
અને તે તેના પિતાનો મોબાઇલ ફોન લઈને ઝરણા પાસે સેલ્ફી લેવા માટે નજીક ચાલી ગઈ હતી, ધોધનું પાણી એટલું બધું જોર હતું કે નજીક જતાની સાથે રાધિકાને પગ લપસી ગયો અને તે હજારો ફૂટ ઊંડી ખીણમાં નીચે પડી હતી. આ ઘટના બની ત્યારે રાધિકાના માતા-પિતા ત્યાં હાજર હતા પરંતુ તેઓ અન્ય વાતચીતમાં વ્યસ્ત હોવાને કારણે તેમને ખબર રહી નહીં કે રાધિકા આ ઝરણાની અંદર વહી ગઈ છે..
જે લોકોએ આ દ્રશ્ય નજર સામે જોયું તેમના તો હોશ છૂટી ગયા હતા કારણ કે, કોઈ વ્યક્તિને હજારો ફૂટ ઊંચાઈએથી નીચે પડતું જોવું એ કોઈ વ્યક્તિ માટે સહેલું હોતું નથી, પાણીનો વહેણ એટલું બધું શ્વાસ હતું કે માત્ર બે થી ત્રણ સેકન્ડની અંદર જ 17 વર્ષની આ દીકરી હજારો ફૂટ નીચે ઢળી પડી હતી..
સમગ્ર પરિવારના હસ્તો ખેલ તો ફરવા માટે ગયો હતો, પરંતુ માત્ર એક સેલ્ફીએ આ પરિવારજનોની ખુશી મોતના માતમમાં ફેરવી નાખી હતી. આ ઘટનાની જાણકારી તેમના પરિવારના અન્ય સભ્યોને પણ આપી હતી કે, રાધિકાનું અકસ્મિક રીતે મૃત્યુ થઈ ગયું છે. આ ઉપરાંત પોલીસને પણ ખબર પહોંચાડી દેતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..
સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને રાધિકાના મૃતદેહને શોધખોળ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પણ અતોપતો મળ્યો નથી, માત્ર એક સેલ્ફી આજે એક દીકરીનો જીવ લઈ લીધો હતો. તેના માતા પિતા સાથે નદીના નીચેના ભાગ ઉપર જ્યારે ફોટો પડાવવા માટે ઉતરી હતી..
તે ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાધિકાનો પરિવાર દુઃખની આ ઘડીને સહન કરી શક્યો નહીં, રાધિકાની માતા તો તેને ત્યાં જ ઢળી પડી હતી અને તેને દીકરીને મૃત્યુને લઈ તેના હાલ બે હાલ થઈ ગયા હતા. શરૂઆતમાં પરિવારજનોને આશા હતી કે રાધિકા જીવતી હાલતમાં મળી આવશે..
પરંતુ હજુ સુધી તેનો અતો પતો મળી આવ્યો નથી, એટલા માટે હવે પરિવારજનો મનો મન ધારી લીધું છે કે, રાધિકાનું મૃત્યુ થઈ ગયું હશે અને તેનું મૃતદેહ ક્યાં આવશે તેની પણ હજુ કોઈ વ્યક્તિને ખબર પડી નથી કારણ કે તે હજારો ફૂટની ઊંચાઈથી નીચે પાણીમાં ખાબકી ગઈ હતી..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.