ઢીંચણ અને સાંધાના દુખાવાનો રામબાણ ઘરેલુ ઉપચાર,જાણી લો કામ ની માહિતી….

0
395

રોગ શારીરિક હોય કે માનસિક, શરીરમાં એક વખત પ્રવેશી જાય એટલે તેની યોગ્ય સારવાર કરવી જ જોઈએ. આપણાં શરીરમાં થતો સાંધાઓનો દુખાવો એક એવી પરેશાની છે જેના કારણે દૈનિક જીવનની બીજી અનેક મુશ્કેલીઓ પણ આપણે ભોગવવી પડે છે. આજે આપણે આ વિશે વાત કરવાના છીએ.

શિયાળો આવતાંની સાથે જ સાંધાના દુખાવાની અને ઢીંચણના દુખાવાની તકલીફ વધતી જાય છે. આ તકલીફમાંથી રાહત મેળવવા મોટેભાગે આપણે દુખાવો દૂર થાય તેની ટીકડીઓ લઇને થોડા સમય માટે તેમાં રાહત મેળવી લઇએ છીએ. પણ આ ટીકડી શરીર માટે બીજી રીતે ઘણી જ હાનિકારક સાબિત થાય છે. દુખાવો દૂર કરતી આ દવાઓના ઓવરડોઝની અસર સીધી આપણાં લિવર અને કિડની ઉપર પડતી હોય છે. તેથી આવી દવાથી થોડા સમય માટે આ દુખાવામાં રાહત મેળવવા કરતાં વધારે સારું એ છે કે તમે ઘરેલુ ઉપાય વડે દુખાવો દૂર કરો. તો ચાલો, સાંધા અને ઢીંચણના દુખાવાને દૂર કરતાં ઘરેલુ ઉપાય ઉપર એક નજર કરીએ.

સાંધાના દુઃખાવા માટે જવાબદાર આર્થ્રાઇટીસ વિશે વધારે જાણો… : આર્થ્રાઇટીસ એટલે શું ?આર્થ્રાઇટીસ એટલે સાંધા નો દુઃખાવો અથવા સોજો. આર્થ્રાઇટીસ ઘણાં પ્રકારનાં હોય છે. તેના ત્રણ મુખ્ય પ્રકારો છે. ઘસારો થવાનાં કારણે જે મજ્જા હાડકાની આજુબાજુ આવેલી છે તેમાં પાણી ભરાવાનું ચાલુ થાય છે, નાની નાની તીરાડો બને છે અને હાડકાની સપાટી પર નાની હાડકીઓ (ઓસ્ટીઓફાઇટસ) બને છે. આના કારણે સાંધાના હલનચલનમાં તકલીફ થાય છે. ઘણીવાર મજ્જાનો નાનો ભાગ સાંધાની અંદર આવી જાય છે અને વધારે દુઃખાવો કરે છે. મજ્જાનો ઘસારો વધારે ને વધારે થવાથી, સાંધાનો ભાગ વધારે નાનો થાય છે અને હાડકા-હાડકાની સપાટીને ઘસારો પહોંચે છે, સપાટી ખરબચડી થતાં પગ વળતો નથી.

અશ્વગંધા અને સૂંઠનો પાઉડર : ચાલીસ ગ્રામ અશ્વગંધા પાઉડર, વીસ ગ્રામ સૂંઠનો પાઉડર અને ચાલીસ ગ્રામ દળેલી ખાંડ લેવી. આ ત્રણેયને સરખી રીતે મિક્સ કરી લેવાં. આ મિશ્રણને રોજ બે ચમચી દૂધમાં નાખીને પીવાથી જોઇન્ટ્સના દુખાવામાં ખૂબ રાહત થશે.

મેથીના દાણા : મેથીના દાણાનો કડવો ભાગ દુખાવામાં ખૂબ રાહત આપે છે. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ ભરપૂર માત્રામાં હોય છે તેથી મેથી પાઉડર રોજ રાત્રે સૂતા પહેલાં એક ચમચી ગરમ પાણી સાથે ફાકવાથી આ દુખાવામાં તો રાહત થશે જ સાથે સાથે ગેસની તકલીફ પણ દૂર થઇ જશે.

લસણ અને દૂધ : અઢીસો ગ્રામ દૂધમાં બેથી ત્રણ કળી લસણની વાટીને નાખવી. આ દૂધને સરખું ઉકાળીને શિયાળાની સિઝનમાં રોજ રાત્રે એક ગ્લાસ પી લેવું. તેનાથી ઠંડીના કારણે જકડાઇ ગયેલા સ્નાયુમાં રાહત થાય છે. સાંધાના દુખાવામાં રાહત થાય છે, આયુર્વેદના મતે લસણ વાયુને દૂર કરે છે અને સાંધાના દુખાવાનું એક કારણ વાયુ પણ છે. તેથી જો તમને પણ આવી કોઇ તકલીફ હોય તો તમે પણ લસણનું દૂધ પી શકો છો.

હળદરનું દૂધ : હળદર પણ સાંધાના દુખાવામાં અને આ દુખાવાને કારણે આવી ગયેલા સોજામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. માટે રોજ હૂંફાળા દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને રોજ રાત્રે પીવાથી દુખાવામાં અને સોજામાં રાહત મળશે.

કેસ્ટર ઓઇલ અને રસાયણાદી ક્વાથ : રસાયણાદી ક્વાથ અને કેસ્ટર ઓઇલ જોઇન્ટના દુખાવા માટેની ખૂબ સારી દવા છે. આ રસાયણાદી ક્વાથ પાઉડર સ્વરૂપમાં માર્કેટમાં મળે છે. તેને લઇને ૨૦૦ એમ.એલ પાણીમાં એક ચમચી આ પાઉડર મિક્સ કરી બરાબર ઉકાળવું. પાણી પચાસ એમ.એલ જેટલું બાકી રહે એટલે ગેસ ઉપરથી ઉતારી તેને ગાળી લેવું. ત્યારબાદ તેમાં ૨૦ એમ.એલ જેટલી માત્રામાં દિવેલ મિક્સ કરો. રોજે રાત્રે આ પાણી ગરમગરમ પીવું. તેનાથી સાંધાનો દુખાવો બિલકુલ હેરાન નહીં કરે, તેમજ તેનાથી ગેસ અને કબજિયાતની તકલીફ પણ દૂર થઇ જશે.

મસાજ અને શેક : ૨૫૦ ગ્રામ સરસવનું તેલ એક કઢાઈમાં લઇને તેમાં આઠ-દસ કળી લસણની નાખવી. આ બંનેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું. તેમાં એક ચમચી અજમો, મેથીના દાણા અને સૂંઠ પાઉડર નાખવાં. આ તેલને શિયાળાના દિવસોમાં સવારના તડકામાં બેસીને સાંધા પર આ તેલ લગાવીને માલિશ કરવાથી દુખાવો દૂર થશે.

જ્યાં સુધી વાના પ્રકારનું નિદાન ન થાય ત્યાં સુધી ડૉક્ટર શરૂઆતમાં દર્દશામક દવાઓ આપે છે. જો દર્દી આ દવાઓ બંધ કરી દે તો ફરીથી દુખાવો થવા લાગે છે એટલે દર્દનો પ્રકાર જાણી તેની યથાયોગ્ય સારવાર ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. રોગના નિદાનથી લઈને તેના પરિક્ષણો અને યોગ્ય ઉપચાર પધ્ધતિને અમલ કરવા સુધીના સમયગાળામાં દર્દીએ થોડી ધીરજ રાખવી જરૂરી છે. ડૉક્ટર સાથે યોગ્ય પરામર્શ અને માર્ગદર્શન લઈ રોગના ઉપચાર અને ફેર પડવા સુધી સૂચનોને અનુસરવા આવશ્યક છે. વાના પ્રકારોને થોડા વિસ્તારથી સમજીએ. વાના જુદા જુદા પ્રકારો વિશે વાત કરીએ તો લગભગ 70 ટકા કેસીઝમાં ઉંમરના કારણે થતા ઘસારાની સમસ્યા જોવા મળે છે જેને સામાન્ય રીતે ઢીંચણના દુખાવા તરીકે ઓળખીએ છીએ. આપણી રહેણી-કરણીમાં જમીન પર બેસવું, પલાંઠી વાળવી, કુદરતી હાજત વખતે ઉભાપગે બેસવું જેવી ક્રિયાઓ કારણભૂત હોય છે. આ સિવાય વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. વિટામીન ડી અને કેલ્શિયમની ઉણપને કારણે હાડકાંની ઘનતા ઘટતી જાય છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાને બદલે લોકો એ.સી ઘર-ઓફિસોમાં રહે છે. મેદસ્વીતાને કારણે હલન-ચલન કરતા ઘૂંટણના સાંધા પર વજન આવે છે. સ્નાયુઓમાં શક્તિ ઓછી હોય તથા હાંડકા પોચા હોય તો સાંધા પર વધારે ઘસારો અનુભવાય છે. જે વ્યક્તિઓના પગ એકદમ સીધા ન હોય એટલે કે HKA AXIS (Hip-Knee-Ankle angle) પ્રમાણે થાપા-ઢીંચણ અને ઘૂંટીના સાંધા એક સમાંતર ન હોય તેને મિકેનિકલ એક્સિસ કહેવાય છે, તેઓના સાંધા પણ ઝડપથી ઘસાય છે.