ધાર્મિક કામમાં વપરાતી આ વસ્તુઓનો હોય છે ખાસ મતલબ, ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય.

0
283

આપણા દેશમાં ધર્મનું ઘણું મહત્વ છે દરેક ધર્મના લોકો આપણા દેશમાં રહે છે ,એવામાં હિન્દૂ ધર્મમાં પૂજા પાઠનું પણ ઘણું મહત્વ હોય છે.કોઈ ધાર્મિક કાર્ય કરતા પહેલા ઘણી બધી વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે.ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફક્ત પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ આ વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં જ ઘણા પ્રકારે ઉપયોગમાં લેવાય છે. કોરોનાના કારણે દરેક જગ્યાએ ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે.

લોકો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. હેલ્દી ડાયટ લઈ રહ્યાં છે, જેથી તેઓ બીમારીથી દૂર રહી શકે છે. પૂજા-પાઠ અને હવનના ઉપયોગમાં આવતી 5 વસ્તુઓ જેના રોજિંદા ઉપયોગથી તમે તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવી શકો છો. તો ચાલો જાણીએ પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવા એ કંઈ વસ્તુ છે જે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને મજબુત કરે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

હવન અથવા તો ઘણી પૂજામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગના ઉપયોગ વિના હવન અને પાઠ પૂજાને અધૂરી પણ માનવામાં આવે છે. હકીકતમાં હિંદુ ધર્મમાં લવિંગને ખુબ જ પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. લવિંગને ઈમ્યુનિટી વધારવા માટે પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ઘરમાં કંકાશ(કકળાટ)વાતાવરણ દૂર કરવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે તમારે દેસી કપૂરની સાથે સાદા લાકડા પ્રગટાવવા પડશે. આંબાની લાકડીઓની સંખ્યા 2 કે 3 પણ હોય શકે છે. ત્યાર બાદ 11 જોડી લવિંગ લઈ લો. ધ્યાન રાખો લવિંગ તૂટેલું ન હોય અને તે સાથે તે તાજા હોવા જોઈએ. આ લવિંગને ઘીની સાથે અગ્નિમાં પ્રજવલિત કરી લો. કહેવાય છે કે, સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ એવી પૂજા કરવા પર કંકાશ(કકળાટ) દૂર થશે.

શાસ્ત્રો પ્રમાણે હવન હોમ કરવાથી મનમાં ઉઠતી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જે ઘરમાં નિયમિત પણે હવન થતાં રહે તે ઘરમાં કોઈ વાતે અભાવ રહેતો નથી. સાથે જ સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. હવન સ્ત્રી કે પુરુષ બંને કરી શકે છે. કોઈ એક વ્યક્તિ પણ હવન કરી શકે છે.આર્ય સંસ્કૃતિમાં હોમ અને હવનનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. ઋષિ મુનિથી માંડીને આમ વ્યક્તિ સુધી દરેક માટે હવન કરવો અનિવાર્ય માનવામાં આવે છે. કહેવાય છે કે હવન કરવાથી રોગ દૂર ભાગે છે અને દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં હવન ઘર પરિવાર અને વાતાવરણની શુદ્ધિ માટે વિશેષ રીતે મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે હવન દરમિયાન કુંડમાં અગ્નિ દ્વારા દેવતાઓને પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ વિશે જણાવવામાં આવે છે. એસાથે જ એ પણ માન્યતા છે કે જો ઘરમાં કે ઘરની આસપાસ કોઈ પ્રકારની નકારાત્મક શક્તિઓ કે ખરાબ આત્માઓ ભટકતી હોય તો હવનના પ્રભાવ હેઠળ દૂર ચાલી જાય છે. તો આવો જાણીએ હવન સાથે જોડાયેલી કેટલીંક મહત્વપૂર્ણ વાતો… સાથે જ એ પણ જાણો કેવી રીતે યજ્ઞ કરવાથી તમારી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે.હવનકુંડમાં ગાયના છાણમાંથી બનેલા છાણાં, આંબાના ઝાડની લાકડીઓ તેમજ યજ્ઞ સામગ્રીઓનો ઉપયોગ કરીને હવન કરવામાં આવે છે. એનાથી વાતાવરણમાં રહેલાં ખતરનાક બેક્ટેરિયા અને જીવાણુંઓનો નાશ થાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓછામાં ઓછો જો અડધો કલાક સુધી હવનમાં આહૂતિઓ હોમવામાં આવે તો તેના ધૂમાડાથી શરીરમાં રહેલા ટાઈફોઈડ જેવા રોગ ફેલાવતા જીવાણુંઓ ખતમ થઈ જાય છે. શરીર શુદ્ધ થઈ જાય છે. આધુનિક સંશોધનમાં હોમ હવન કરવાથી સ્વાઈન ફ્લૂ જેવી બીમારી ફેલાતી અટકી જાય છે.

કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે ઘરમાં યજ્ઞ કરાવવો જોઈએ. તેથી ઘરમાં સકારાત્મક શક્તિઓ આવે છે.યજ્ઞની સાથે સાથે યજ્ઞના ઉપયોગમાં આવતી સામગ્રીઓનું બહું જ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તેના થકી અગ્નિકુંડમાં આહુતિ આપવામાં આવે છે ત્યારે અતિ પ્રભાવશાળી વિષાણુઓનો પણ ખાત્મો બોલાઈ જાય છે. તે નાશ પામે છે.યજ્ઞના ધૂમાડાથી માનવીના મસ્તિષ્ક અને ફેફસામાં રહેલી શ્વાસ સંબંધી સમસ્યાઓ નાશ પામે છે. વ્યક્તિની શ્વાસ લેવાની પ્રક્રિયામાં વધું સુધાર આવે છે.

જો તમે લક્ષ્મીવાન બનવા ઈચ્છતા હોય તો ઘરમાં નિયમિત પણે હવન કરવો જોઈએ. જો દર પૂનમે કે આઠમે હવન કરવામાં આવે તો દેવી કૃપાની પ્રાપ્તિ થાય છે. થોડાં જ દિવસોમાં ધનનો અભાવ દૂર થઈ જાય છે.અનેક લોકો ગ્રહ દોષ નિવારણ માટે પણ હવન કરાવે છે.અનેક લોકો ચોક્કસ દેવી દેવતાના માનાર્થે હવન કરાવતા હોય છે. જેમ કે વિષ્ણુ ભગવાનના માનાર્થે વિષ્ણુયાગ, દેવીના માનાર્થે નવચંડી યજ્ઞ, શિવજીના માનાર્થે હોમાત્મક લધુરુદ્ર કરાવવામાં આવતો હોય છે. આ ઉપરાંત પણ ગણેશયાગ, ગાયત્રી યજ્ઞ, ગૃહશાંતિ યજ્ઞ એમ અનેક પ્રકારના યજ્ઞ કરાવવામાં આવે છે. આ ચોક્કસ પ્રકારના યજ્ઞ ચોક્કસ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવે છે.

આપણે ત્યાં એવી માન્યતા છે કે, કપૂર સળગાવવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે આરતીના સમયે કપૂર જરૂરથી સળગાવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો કપૂર સળગાવવાથી ભગવાન તો ખુશ થાય જ છે. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ કપૂરથી ઘણા બધા લાભ થાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, કપૂર સળગાવવાથી ઘણા બધા રોગોને દુર કરી શકાય છે. એના વડે તમે ફીટ અને હેલ્દી રહી શકો .કપૂર પૂજામાં ઉપયોગમાં લેવાતું મહત્વપૂર્ણ તત્વ છે.

આ એક વાયુ થનારો વનસ્પતિક પદાર્થ છે. જે સામાન્ય રીતે હવન અને આરતીના અંતમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની સુંગધના કારણે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેની સુંગધના કારણે મન અને મસ્તિષ્ક બંનેને શાંતિ મળે છે. તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, ઘરમાં કપૂરના નિયમિત ઉપયોગથી લોકોની ઇમ્યુનિટી વધે છે. એવી માન્યતા છે કે, રાતે સુતા પહેલાં પીતળના વાસણમાં કપૂરને લઈને તેને ગાયના ઘીમાં બોળીને તેને પ્રગટાવો. આમ કરવાથી પતિ-પત્નીના સંબંધમાં સુધારો આવે છે. તો બીજી તરફ એવી પણ માન્યતા છે, કે ઘરમાં રોજ સવાર, બપોર અને સાંજે કપૂર પ્રગટાવવામાં આવે તો પિતૃદોષ સમાપ્ત થાય છે.

સાથે જ ઘર માં નાણાં નો ખોટો થતો વ્યય પણ અટકી જાય છે. નાણાં ની બચત પણ થાય છે. જો સૂર્ય અસ્ત થયા સમયે તમારા ઘરના સુવાના રૂમ ની અંદર કપૂર સળગાવવામાં આવે તો તેના કારણે તમારા ઘરની તમામ સમસ્યાઓ નો અંત આવી જાય છે. જો ગંગાજળ માં કપૂર ભેળવીને ઘરના મુખ્ય દ્વાર પર રાખી દેવામાં આવે અથવા તો તે પાણીનો છંટકાવ કરવામાં આવે તો તેના કારણે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઉદભવે છે અને સાથોસાથ નકારાત્મક ઉર્જા તમારા ઘર માંથી દૂર રહે છે.

જ્યોતિષમાં ઈલાયચીને શુક્રનો પદાર્થ માનવામાં આવે છે. તો વિજ્ઞાન અનુસાર, ઈલાયચીના રોજિંદા પ્રયોગથી ઈમ્યૂનિટી મજબૂત હોય છે. ધાર્મિક માન્યતાઓમાં પણ ઈલાયચીને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સારી નોકરી મેળવવા માટે ઈલાયચીનો ઉપયોગ ખુબ જ કારગર સાબિત થાય છે. આ પ્રયોગને એક ગુરુવારથી શરૂ કરીને સતત 3 ગુરુવાર સુધી કરવાથી લાભ થાય છે. કહેવાય છે કે, પીપળાના ઝાડ નીચે પીપળાના પાન પર 2 લીલી ઈલાયચી અને 5 પ્રકારની મીઠાઈ રાખવાથી નોકરી-ધંધામાં લાભ થાય છે.

શુક્ર નબળો હોય તો આ ઉપાય કરો.જો તમારો શુક્ર નબળો છે અથવા ખરાબ અસર આપી રહ્યું છે. તેથી એક લોટો પાણી લો અને તેમાં 2 મોટી એલચી ઉમેરી દો અને અડધુ પાણી સુધી ઉકાળો.ત્યારબાદ આ પાણીને તમારા ન્હાવાના પાણીમાં ભળી દો અને ન્હાવો. સ્નાન કરતી વખતે શુદ્ધતાનું ધ્યાન રાખો,તેમજ શુક્રના આ મંત્રનો જાપ કરો.ॐ જયંતી મંગલા કાલી ભદ્રકાળી,દુર્ગા ક્ષમા શિવ ધત્રી સ્વાહા સ્વાધા.આ પગલાં લેવાથી શુક્ર સાથે સંકળાયેલ તમામ ખરાબ અસરો દૂર થઈ જશે.

જો તમારા લગ્નમાં વિલંબ થાય છે તો શુક્લ પક્ષના પહેલા ગુરુવારે આ પ્રયોગ કરી શકાય છે.આમાં ગુરુવારે સાંજે મંદિરમાં બે લીલા એલચી અને શુદ્ધ ઘીનો દીવોવાળી પાંચ પ્રકારની મીઠાઇ ચઢાવવી જોઈએ.જો તમે સ્ત્રી છો, તો ગુરુવારે કરો અને જો તમે પુરુષ છો,તો શુક્રવારે આ ઉપાય કરો.જો પતિનો પત્ની પ્રત્યેનો પ્રેમ ઓછો થયો છે,તો શ્રી કૃષ્ણને યાદ કરો અને શુક્રવારે ત્રણ ઇલાયચી તેના શરીરને સ્પર્શ કરીને પલ્લુ અથવા રૂમાલમાં બાંધી દો.શનિવારે સવારે એલચીને પીસીને કોઈ પણ ડીશમાં મિક્સ કરી પતિને ખવડાવો.3 શુક્રવાર સુધી આ કરો,આ ઉપાય રવિવારે પણ કરી શકાય છે.

મધનો ઉપયોગ ઈમ્યુનિટીને વધારે છે. રોજ મધ ખાવાથી ઘણી બીમારીઓથી દૂર રહી શકાય છે. ત્યાં જ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો કુંડળીમાં મંગળની સમસ્યા હોય તો દર મંગળવાર શિવલિંગ પર મધ અર્પણ કરો. જો બૃહસ્પતિ ખરાબ પરિણામ આપી રહ્યા છે તો મધને પીતળના પાત્રમાં લઈને તેનું સેવન કરો. ઉપરાંત મધને શીશીમાં ભરીને રાખવાથી દાંપત્ય જીવનમાં મધ જેવી મીઠાશ રહે છે.

ગાયના ઘીનો ઉપયોગ પૂજામાં વિશેષ રીતે કરવામાં આવે છે. ગાયના ઘીના સેવનથી શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે માટે ગાયનું ઘી ઈમ્યુનિટીને પણ ખુબ જ વધારે છે. ગાયના ઘીના ઘણા ઉપાય ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે તથા ધનવાન બનાવે છે. માન્યતા છે કે રોજ સાંજના સમયે કેસર નાંખીને ઘીનો દીવો કરવાથી વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.