ધામધૂમ સાથે પત્નીને લાવ્યો ઘરે, પાંચ દિવસ પછી થયું એવું કે પોલીસ સ્ટેશનના ચક્કર લાગી ગયા…

0
140

દેશમાં છોકરા અને છોકરીઓની સંખ્યામાં ચિંતાજનક અસમાનતા ઊભી થઈ છે. આ ઉપરાંત પણ બીજા ઘણા કારણો છે કે, લગ્નવાંચ્છુક યુવકોને કન્યાઓ નથી મળી રહી. જેનો લાભ ઊઠાવી કેટલાક લોકોએ આવા યુવકોને શિકાર બનાવવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે. બિહારના ગોપાલગંજ જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નના ફક્ત પાંચ દિવસ પછી જ નવદંપતી તેના પ્રેમી સાથે સાસરિયાના ઘરેથી ભાગી ગઈ હતી.

નવી પરિણીત પુત્રવધૂ ઘરમાંથી ભાગી જતાં પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. મામલો બિહારના સિધાવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સુપૌલી ગામનો છે. પોલીસના જણાવ્યા મુજબ સારણ જિલ્લાના ઇસુઆપુર પોલીસ સ્ટેશનના નિપાનિયા ગામના રહેવાસી મદન દાસની પુત્રી પૂજાના લગ્ન ગત 1 ડિસેમ્બરના રોજ સુપૌલી ગામના લક્ષ્‍મણ સાહના પુત્ર રાહુલ કુમાર સાથે થયા હતા.લગ્નના પાંચ દિવસ પછી જ રાહુલના મોબાઈલ પર એક કોલ આવ્યો અને કહ્યું કે હું પૂજાના પિયરથી છું.પૂજા સાથે વાત કરાવો.

જે બાદ રાહુલે તેની પત્નીને મોબાઈલ આપ્યો અને પૂજાએ વાત કરવાનું શરૂ કર્યું. તેના પછી તેની પત્ની તે જ રાત્રે સાસરિયાના ઘરેથી 80 હજાર રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હતી.આ કેસમાં નવદંપતિના પતિ રાહુલ કુમારના નિવેદન પર સિધવલિયા પોલીસ સ્ટેશનમાં સારણ જિલ્લાના ઈસુઆપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સલેમપુર ગામના સુભાષ શાહના પુત્ર અભિષેક સાહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. FIR દાખલ થયા પછી પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે. જ્યારે આ ઘટના પછી પીડિત લોકોએ પોલીસ પાસેથી ન્યાયની માંગ કરી છે.