દાવો/ તો શું ?? ISI અને LTTE શ્રીલંકા ના આતંકી સંગઠને ભેગા મળીને CDS રાવતનું હેલિકોપ્ટર તોડી પાડ્યું? …

0
108

હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવતના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. આ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCSની મહત્વની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ વાયુસેનાએ તેના સ્તરે તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનામાં જનરલ રાવતની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સેનાના જવાનોના મોત થયા છે. સેનાના રિટાયર્ડ બ્રિગેડિયર સુધીર સાવંતે આ દુર્ઘટનાને લઈને કોઈ કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે. CDS જનરલ બિપિન રાવતની શહાદત પર આખો દેશ ગમગની છે અને તેમના મોતના આઘાતમાં છે ત્યારે CDSના હેલિકોપ્ટર ક્રેશ પાછળ ભારતીય સેનાના પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે એક ગંભીર દાવો કરીને બધાને ચોંકાવી મૂક્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સાવંત કહ્યું કે જે વિસ્તારમાં સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે વિસ્તાર LTTEનો ગઢ છે અને આ વિસ્તારના ઘણા લોકો LTTEના સમર્થકો છે. તેમણે કહ્યું કે જે રીતે સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ થયું તે રીત LTTEને મળતી આવે છે. ભારતીય સેનાના પૂર્વ બ્રિગેડિયર સાવંત કહ્યું કે LTTE ઘણા લાંબા સમયથી ભારતીય સેના અને ભારતની નારાજ છે. ભારતીય સેનાએ LTTEનું નેટવર્ક તોડી પાડ્યું હતું. તેથી LTTEના બાકી બચેલા લોકો અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ પણ હોઈ શકે.

તેમણે કહ્યું કે બની શકે કે LTTE અને ISIએ ભેગા મળીને હેલિકોપ્ટર તોડી પાડ્યું હોય.હેલિકોપ્ટર ક્રેશ કેમ થઈ શકે છે તેના ૩ કારણો બ્રિગેડિયર સાવંત સમજાવે છે કે કોઈ પણ વિમાન અથવા હેલિકોપ્ટર ક્રેશ થવાના ૩ કારણો છે. પ્રથમ- તકનીકી ખામી, બીજું પાઇલટ ભૂલ અને ત્રીજું- બોમ્બ રોપીને ધડાકો. પ્રથમ બે કિસ્સાઓમાં પાઇલટ અને એર કન્ટ્રોલનો સંદેશાવ્યવહાર થાય છે. પાઇલટ મદદની માંગ કરે છે અને આ બધી વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ થતી હોય છે. હવે બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. તેથી, જો તે ફક્ત અકસ્માત હશે, તો માહિતી બહાર આવશે.

ત્રીજી આશંકા એ છે કે હેલિકોપ્ટર પર બોમ્બ મારો કરવામાં આવ્યો હોય અને વિસ્ફોટ કરવામાં આવ્યો હોઈ શકે આ કિસ્સામાં, પાઇલટ અને એર કન્ટ્રોલ વચ્ચે કોઈ સંદેશાવ્યવહાર નથી અને બધું અચાનક થાય છે. આ વિસ્તાર એલટીટીઈનો ગઢ રહ્યો હોવાથી આ હુમલા પાછળ એલટીટીઇસ્લીપર સેલનો હાથ હોઈ શકે તેવી પ્રબળ આશંકા છે. ‘હેલિકોપ્ટર જે વિસ્તારમાં ક્રેશ થયું હતું તે પણ વીરપ્પનનો વિસ્તાર રહ્યો છે. સાથે જ એલટીટીઈનો ગઢ પણ. ઊટી, કોઈમ્બતુર અને મેટુપલનનું આખું જંગલ વીરપ્પનનો વિસ્તાર રહ્યો છે. બ્રિગેડિયર સાવંત કહે છે, “હું કમાન્ડો ઇન્સ્ટ્રક્ટર હતો અને અમારો સામનો એલટીટીઈ સાથે પણ થયો છે, તેથી અમે એલટીટીઇની બધી નાડ પારખીએ છીએ.

બ્રિગેડિયર સાવંતે કહ્યું છે કે કોઈપણ પ્લેન કે હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ 3 કારણો હોય છે. ટેકનિકલ ખામી, પાયલોટની ભૂલ અને બોમ્બ પ્લાન્ટેશન દ્વારા બ્લાસ્ટ. ટેકનિકલ ખામી અથવા પાઇલટની ભૂલના કિસ્સામાં, પાઇલટ મદદ લે છે. પાયલોટ એર કંટ્રોલ સાથે વાત કરે છે અને આ વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ થઈ જાય છે. જનરલ રાવતના હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. તેથી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે હેલિકોપ્ટરના બ્લેક બોક્સની તપાસ કરવામાં આવશે ત્યારે અકસ્માતના કારણો સામે આવી શકે છે. હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી તે કોઈ કાવતરું હતું તે પણ જાણવા મળશે.