દવા વગર પણ તમે 2 જ વસ્તુ થી ઘટાડી શકો છો વજન,જાણી લો આ ઘરેલુ ઉપચાર….

0
160

આપણે વધુ પડતુ વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે.વજન વધવાની સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન છે. વજન ઘટાડવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. કેટલાક લોકો વજન ઓછું કરવા માટે દવાઓ પણ લે છે, જે યોગ્ય પદ્ધતિ નથી કારણ કે દવાઓને આડઅસરો થવાની સંભાવના છે. વજન વધવું સ્વાસ્થ્ય માટે સારું નથી, તે અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે.

આજે અમે તમને આવા જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારું વજન ઓછું થશે અને તેની કોઈ આડઅસર પણ નથી આજે અમે તમને વજન ઘટાડવાની આયુર્વેદિક રીત જણાવવા જઈ રહ્યા છીએવધતું વજન ઓછું કરવા માટે રોજ ગોળ અને લીંબુનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને વજન વધવાની સમસ્યા દૂર થાય છે.

તેનું સેવન કેવી રીતે કરવું ?

વજન ઓછું કરવા માટે તમારે ગોળ અને લીંબુનું એક સાથે સેવન કરવું જોઈએ.એક ગ્લાસ નવશેકું પાણી લો અને તેમાં લીંબુનો રસ અને ગોળ નાખો.જ્યારે ગોળ પાણીમાં ઓગળી જાય છે, તેનું સેવન કરો.ધ્યાનમાં રાખો કે પાણીનો સ્વાદ વધારે મીઠો ન હોવો જોઈએ, તેથી ગોળનું પ્રમાણ ઓછું રાખો.તમે સ્વાદ મુજબ ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો.એક સંશોધન મુજબ લીંબુ અને ગોળનું એક સાથે સેવન કરવાથી શરીર માટે ફાયદાકારક છે. સદીઓથી વજન ઘટાડવા માટે આ આયુર્વેદિક પદ્ધતિ અપનાવવામાં આવી છે.

ગોળના ફાયદા.

ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચંદ્રમાં એન્ટીઓકિસડન્ટો, ઝીંક અને સેલેનિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, ગોળનું પાણી ચયાપચયને પણ પ્રબળ કરે છે. જો તમને પાચનની તકલીફ હોય તો જમ્યા પછી ગોળનું સેવન કરવું જોઈએ. ઘણા નિષ્ણાતો ખાંડ કરતાં ગોળનું સેવન કરવાની ભલામણ કરે છે.

લીંબુના ફાયદા.

લીંબુમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. એક સંશોધન મુજબ લીંબુમાં પોલિફેનોલ એન્ટીઓકિસડન્ટ હોય છે જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.વજન ઓછું કરવા માટે દરરોજ યોગા કરવા યોગા કરવાથી પણ વજન ઓછો થઈ જાય છે.ગ્રીન ટીને વજન ઓછું કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેથી દરરોજ એક કપ ગ્રીન ટી પી શકો છો.દિવસમાં ઓછામાં ઓછું 20 મિનિટ સુધી વોકિંગ કરવું.લિફ્ટની જગ્યાએ સીડી ચડવી અને ઉતરવી.માત્ર ફાઇબર યુક્ત આહાર લેવો કેમકે ફાઈબરયુક્ત આહાર લેવાથી ભૂખ વધારે નથી લાગતી.પાણીની હંમેશા ગરમ કરીને પીવું એવું કરવાથી ચરબી ઓછી થઈ જાય છે.

આ સિવાય બીજો પણ એક ઉપાય છે.જે છે અજમો.

ajmo

અજમાનો ઉપયોગ ઘરમાં ન માત્ર મસાલા તરીકે જ લેવામાં આવે છે પણ નાની મોટી પેટની તકલીફો પણ તેના સેવનથી દુર થઇ જાય છે. ભોજન કર્યા પછી હજમ થવાનું સારું બનાવવું હોય તો તેનું ચૂર્ણ બનાવીને ખાવ અને પછી ફાયદા જુવો. આમ તો અજમો ખુબ કામની વસ્તુ છે પણ તેનો એક ફાયદો મોટાપો ઓછો કરવાના કામમાં પણ આવે છે.

આ રીતે તૈયાર કરો અજમાનું પાણી

મિત્રો ગમે તે રીતે સેવન કરવું પણ હાનિ કારક સાબિત થઈ શકે છે. તેનો પ્રોપર ઉપયોગ કરવાથી જ ફાયદો થશે. આ માટે તમારે ૫૦ ગ્રામ અજમો લઈને તેને એક ગ્લાસ પાણીમાં આખી રાત માટે પલાળીને રાખો અને પછી સવારે પાણીને ગાળી લો.

હવે જે પાણી ગાળ્યા પછી વધે તેમાં તમારે એક ચમચી મધ નાખીને રોજ સવારે ખાલી પેટે પી લો. આ રીતે તમારે સતત અજમાના પાણીને ૪૫ દિવસ પીવો. તમને ફાયદો જરૂર મળશે. આમ તો તમને તેની અસર માત્ર ૧૫ દિવસમાં જ જોવા મળશે પણ અસરકારક પરિણામ મેળવવું હોય તો ૪૫ દિવસ લાગશે. વજન ઓછું થવું તમારા શરીરના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. આ પાણી પીવાથી તમારું પાંચ કિલો વજન ઓછું થશે પણ તમે કોઈ બીમારી થી પીડિત ન હોય તો.જો તમે ઈચ્છો છો કે પરિણામ ખૂબ સારું મળે તો ભાત એકદમ છોડી દો રોટલીની સંખ્યા ધટાડી દો. એટલે કે તમે બે રોટલી ખાવ છો તો તેની અડધી કરી દો. બટેટા, ખાંડ, ફાસ્ટ ફૂડ અને તેલવાળું ફૂડ ન ખાવું. અને ખાસ કે ભોજન કર્યા પછી એક કલાક સુધી પાણી ન પીવો.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો – જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે – કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

સવાર-સાંજ ચાલો – તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.