દાંતની પીળાશને દુર કરો માત્ર ૫ મિનિટમા, તમારા ટૂથપેસ્ટમા ઉમેરો ફક્ત આ બે વસ્તુઓ

0
577

દાંત ચહેરાની સુંદરતાને વધારવાનું કામ કરે છે. રોજ દિવસમાં બે વખત બ્રસ કરવાથી અને યોગ્ય સાચવણી કરવાથી દાંત મોતીની જેમ ચમકવા લાગે છે. પરંતુ ગુટખા,તમાકું, સિગારેટ, દારૂ, વધારે ગળ્યું ખાવાથી, ધૂમ્રપાન કરવાથી, બ્રશ કર્યા વગર ખાવાથી. રોજ દાંત સાફ ન કરવાથી દાંતમાં પીળાશ આવી જાય છે. દાંતની ચમક પરત લાવવા માટે અને પીળાશ દૂર કરવા માટે લોકો કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી એવામાં કેટલીક ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરવાથી દાંતને મોતીની જેમ ચમકાવી શકો છો. દાંત ની પીળાશ મોટેભાગે બધા ની એક સામાન્ય સમસ્યા છે. ઘણા વ્યક્તિઓ ના દાંત તો મજબુત હોય પરંતુ તેમના પીળા દાંત થી તે લોકો અચકાતા હોય છે અને આમ પણ ચેહરા ની સુંદરતા મા પીળા દાંત એક દાગ સમાન લાગે છે. તો આજે આર્ટીકલ મારફતે વાત કરવી છે એક એવી પદ્ધતિ ની કે જેનાથી પીળા દાંત ચમકશે ચાંદી ની જેમ. તો ચાલો વાત કરીએ આ વિશે.

આયુર્વેદિક ડૉક્ટર તેમને એક એવા ઘરગથ્થું ઉપચાર વિશે વાત કરી કે જેના ઉપયોગ કરવાથી દાંત ની પીળાશ માત્ર પાંચ મિનીટ કરતા પણ ઓછા સમય મા દૂર કરી શકાય છે. તેમજ આ ઘરગથ્થું ઉપચાર હોવાથી તેની કોઈ આડઅસર પણ જોવા મળતી નથી. આ સાથે તેમને જણાવ્યું કે આ નુસખા ને તમે જાતે ઘરે જ તૈયાર કરી શકો છો.આ પ્રકાર ના પેસ્ટ કે જેનાથી દાંત ની પીળાશ દુર થશે બનાવવા માટે ઉપયોગ કરો આ ત્રણ વસ્તુઓ ચણા ના દાણા જેટલી ઘર મા વપરાતી કોઈપણ ટૂથપેસ્ટ, માત્ર એક ચપટી કરતા થોડો વધુ બેકિંગ સોડા અથવા ખાવા મા વપરાતો સોડા, અને એક ચમચી લીંબુ નો રસ

આ પેસ્ટ બનાવવા ની પ્રક્રીયા.એક નાની વાટકી મા ચણા ના દાણા જેટલી ટૂથપેસ્ટ લઇ લો. ત્યારબાદ તેમાં એક થી બે ચમચી લીંબુ નો રસ કાઢી ભેળવી લેવો અને ત્યારબાદ તેમાં એક ચમચી ના ચોથા ભાગ જેટલું બેકિંગ સોડા ઉમેરો. હવે આ ત્રણેય વસ્તુઓ ની સારી રીતે ભેળવી લો. જયારે તમે તેને ભેળવતા હશો ત્યારે તેમાં ફીણ દેખાવા લાગશે અટેલે કે તમારી પેસ્ટ બની ને તૈયાર છે.હવે આ પેસ્ટ ને દાંત ની પીળાશ દુર કરવા માટે આંગળીનો ઉપયોગ કર્યા વગર ટૂથબ્રશ નો ઉપયોગ કરી તેમાં આ પેસ્ટ ને લઇ દાંત ઉપર હળવા હાથે મસાજ કરો. દાંત ની પીળાશ તેમજ ગંદકી દુર થતી જશે. ત્યારબાદ સાફ પાણી થી કોગડા કરો અને તમને તાત્કાલિક એજ સમયે તમારા દાંત મા ફેરફાર જોવા મળશે. દાંત ની પીળાશ પેહલા કરતા ઓછી થતી લાગશે. આ રીતે અઠવાડિયા મા માત્ર બે વાર આ રીત નો ઉપયોગ કરવાથી થોડા સમય માં જ દાંત ની પીળાશ સાવ દુર થઇ ને તમારા દાંત મોતી જેવા ચમકદાર થતા જણાશે.

સફરજન.દાંતની પીળાશ દૂર કરવા માટે સફરજનનો ઉપયોગ કરી શકો છો. સફરજનનો એક ટૂકડો લો અને તેને દાંત પર બરાબર રગડી લો. થોડાક દિવસમાં તમને ફરક જોવા મળી શકે છે. રોજ આ ઉપાય કરવાથી દાંત જલદી જ સાફ થઇ જશે.

સ્ટ્રોબેરી.સ્ટ્રોબેરી ખાવા સિવાય દાંત ચમકાવવામાં પણ ખૂબ ઉપયોગી છે. પાકેલી સ્ટ્રોબેરીને પિચકાવીને દાંત પર રગડવાથી ખતમ થાય છે. તમે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી નવશેકા પાણીથી કોગળા કરી લો.

કોલસા.કોલસો પણ દાંત ચમકાવવાનું કામ કરે છે. સૌ પ્રથમ એક કોલસો લો અને તેને યોગ્ય રીતે પીસી લો હવે રોજ દાંત પર તેનાથી મંજન કરો તેના કણ પીળાશ દૂર કરીને દાંત ચમકાવી દેશે.

બેકિંગ સોડા.બેકિંગ સોડા દાંતની પીળાશ દૂર કરવા અને ચમકાવવાનું કામ કરે છે. ટૂથબ્રશ કર્યા પછી બેકિંગ સોડાને દાંત પર રગડો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી દાંતમાં એકદમ ચમક આવી જશે.

નારંગીની છાલ.નારંગીની છાલ રોજ દાંતની સફાઇ કરે છે. રોજ રાત્રે સૂતા સમયે છાલને દાંત પર રગડી લો. નારંગીની છાલમાં વિટામીન સી અને કેલ્શ્યિમ હોય છે જે દાંતને મજબૂત કરવાથી સાથે પીળાશ દૂર કરી ચમક લાવે છે.

લીંબુ.લીંબુમાં કુદરતી બ્લિચીંગના ગુણ રહેલા છે. તેના દાંત પર રગડવાથી પણ દાંત સફેદ દુધની જેમ ચમકવા લાગે છે. લીંબુના રસમાં થોડૂક મીઠું મિક્સ કરીને મસાજ કરો.આમ બે અઠવાડિયા આ ઉપાય રોજ કરવાથી દાંચ ચમકવ લાગશે.

લીમડો.લીમડામાં દાંતને સફેદ બનાવવા તેમજ બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ રહેલા છે. જે કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે. રોજ લીમડાના દાંતણથી દાંત કરવાથી તેમાથી પીળાશ દૂર થઇ જાય છે.