દાંત સાફ કરતાં મહિલાનાં મોંમા ગતું રહ્યું બ્રશ,ત્યારબાદ મહિલાની સ્થિતિ થઈ ગઈ એવું કે જાણી ચોંકી જશો.

0
201

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સાઉદી અરેબિયામાં, ડોકટરોની ટીમે મહિલાના પેટમાંથી ટૂથબ્રશ બહાર કાઢ્યુ હતું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ટૂથ બ્રશ ગળી ગયેલી મહિલાની સારવાર મક્કાની ‘એ 1 નૂર હોસ્પિટલમાં’ કરવામાં આવી છે. પેટમાંથી ટૂથબ્રશ કાઢ્યા પછી મહિલાએ જાતે કહ્યું કે, ટૂથબ્રશ તેના પેટમાં કેવી રીતે ગયું હતું.20 વર્ષીય મહિલાએ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ડોકટરોને જણાવ્યું કે બ્રશ કરતી વખતે તે અચાનક ટૂથબ્રશ ગળી ગઈ હતી. દર્દીએ કહ્યું કે, બ્રશ અચાનક લપસી ગયુ અને તેના ગળામાં પહોંચ્યુ. તેણે બ્રશને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભૂલથી તે પેટ તરફ જતુ રહ્યું હતું.

મહિલા હોસ્પિટલમાં આવ્યા બાદ તેની તબીબી તપાસ, એક્સ-રે અને સીટી સ્કેન કરાવ્યા હતા. આ પછી, ડોકટરોએ મહિલાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં મોડું કર્યું નહીં. માત્ર 20 મિનિટમાં જ ગેસ્ટ્રોએંટોરોલોજિસ્ટ ડો.મહમદ ફૌઝીની ટીમે ગેસ્ટ્રોકોપી દ્વારા મહિલાના પેટમાં ટૂથબ્રશ શોધી કાઢ્યું હતું.હોસ્પિટલની તબીબી સેવાના સહાયક નિયામક ડો.મોતલખ અલ માલકીએ જણાવ્યું હતું કે ટૂથબ્રશ મહિલાના પેટમાંથી સફળતાપૂર્વક દૂર થઈ ગયો છે અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે, આવી પહેલી ઘટના નથી. અરૂણાચલ પ્રદેશમાં પણ થોડા મહિના પહેલા 39 વર્ષીય વ્યક્તિ 19 સે.મી. લાંબુ ટૂથબ્રશ ગળી ગયો હતો. 24 કલાકની સખત મહેનત પછી ડોકટરોની ટીમે પેટમાંથી ટૂથબ્રશ બહાર કાઢવામાં સફળતા મેળવી.

આવીજ બીજી ઘટના નાના બાળકોને ખુબ જ સાચવવા પડતા હોય છે, તેમના હાથમાં રહેલી કોઈ વસ્તુ ક્યારે તે મોઢામાં મૂકી દે કઈ કહેવાય નહીં, ક્યારેક આ વસ્તુ જીવલેણ સાબિત પણ થઇ શકે છે. આવી જ એક ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના મહોબામાં રહેતી હરેન્દ્ર કુમાર રાજપુતેની 7 વર્ષની બાળકી પ્રિયાએ રમતા રમતા જ મંગળસૂત્રનું પેન્ડલ ગળી લીધું. અને આ પેન્ડલ ગળામાં જઈને ફસાઈ ગયું છે.

પેંડલને ગળી ગયા બાદ છોકરી રડવા લાગી, જેના બાદ દર્દથી તડપતી હોવાના કારણે ઘરના લોકો તેને દોડતા હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરને પરિવારજનોએ મંગળસૂત્રના પેન્ડલ વિષે પણ જાણકારી આપી. ત્યારબાદ તેના ગળાનું એક્સરે કરવામાં આવ્યું. પરંતુ ડોકટરો માટે પેન્ડલ બહાર કાઢવું એટલું પણ સરળ નહોત.મહોબા હોસ્પિટલમાં ડોકટરોએ કેસ સાંભળતા જ હાથમાં લેવાની ના પાડી દીધી, ઘણા ડોકટરોએ મહેનત કરી પરંતુ કોઈ પરિણામ મળ્યું નહિ. છેવટે પરિવારજનો બાળકીને લઈને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં પહોંચી ગયા, ત્યાં પણ ડોકટરોએ ઘણી જ મહેનત કરી પરંતુ સફળતા હાથ ના લાગી છેવટે 10 કલાક સુધી ફસાયેલું બાળકીના ગળામાંથી મંગળસૂત્રનું પેન્ડલ બહાર કાઢી લેવામાં ડોકટરને સફળતા મળી.

ડોકટર શરદ ચોરાસીયાના જણાવ્યા અનુસાર સ્વરે 7 વાગેથી આટલું મોટું પેન્ડલ ગાલમાં ફસાયું હોવાના કારણે શ્વાસ સંપૂર્ણ રીતે અટકેલો હતો. આ અવસ્થામાં બાળકી 4 વાગ્યા સુધી સુરક્ષિત રહી અને અમારી ટીમે તેનો જીવ બચાવી લીધો છે.બાળકીના પેન્ડલ ગળી જવાના કારણે પરિવારજનોનો હોશ પણ ઉડી ગયો હતો. બાળકીની હાલત જોતા જ ડોકટરો પણ જબાળકી જીવ ગુમાવી બેસસે તેવો ખતરો પણ વ્યક્ત કરતા હતા. પરંતુ જિલ્લા હોસ્પિટલમાં જયારે ઓપરેશન સફળ રહ્યું ત્યારે માતા-પિતાના ચહેરા ઉપર હાસ્ય ફરી વળ્યું હતું.

આવીજ બીજી ઘટના આ ઘટના અરુણાચલના પાસીઘાટ શહેરની છે.જ્યાં એક વ્યક્તિ દાંત સાફ કરતા કરતા તે બ્રશ ગળી ગયો હતો.રીપોર્ટ પ્રમાણે અરુણાચલના પાસીઘાટ શહેરના રહેવાસી એક વ્યક્તિ પોતાના દાંત સાફ કરતો હતો ત્યારે દાંત સાફ કરતા કરતા બ્રશ તેના હાથમાંથી છટકી ગયું હતું અને તે સીધું તેના પેટમાં જતું રહ્યું હતું પરિણામે તે ખુબ જ ચિંતામાં પડી ગયો હતો.જેના લીધે તેને આ વાત તેના ઘરના સભ્યોને કહી જેથી તેઓ તુરંત હોસ્પિટલ લઇ ગયા હતા.તેની હાલત વધારે ખરાબ ના થઇ જઈ તે માટે તેઓ તેને અરુણાચલ પ્રદેશના બાકીન પર્ટિન જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો.

હોસ્પિટલ પહોચીને તેના ગળાનું એક્સ-રે કરાવ્યું.પરંતુ ગળામાં કઈ પણ જોવા ના મળ્યું.ત્યાર બાદ તેને ડોકટરે હોસ્પિટલમાં ભર્તી થવા માટે કહ્યુ અને પછી ત્યારબાદ તેના પેટની તપાસ કારવામાં આવી.પછી તપાસ પરથી ખબર પડી કે બ્રશ તો તેના પેટમાં ફસાઈ ગયું છે.તેના પેટમાંથી બ્રશ નીકાળવા માટે સર્જરી કરવામાં આવી.તેમાં ૩૦ થી ૩૫ મિનીટ જેવો સમય લાગ્યો હતો.તે બ્રશને કેવી રીતે ગળી ગયો તે અંગે ડોકટરો આશ્ચર્યચકિત થયા. સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવે છે.

આવીજ એક ઘટના કોઈ પણ બાળકને રમવાનું સૌથી વધારે પસંદ હોય છે પરંતુ રમત રમતમાં જ તે કોઈ એવી ભૂલ કરી નાખે છે. જેનાથી તેના જીવ પર પણ ખતરો થઇ જતો હોય છે. આવું જ કંઈક થયું દિલ્હીની બાજુમાં હરિયાણાના ફરીદાબાદમાં જ્યાં એક બાળકે રમત દરમિયાન રમકડામાં લાગેલ એલઇડી બલ્બને જ ગળી ગયો.. બલ્બ ગળ્યા પછી તે બાળકના ગળા અને છાતીમાં ખુબ દુઃખાવો થવા લાગ્યો અને તેને સતત ખાંસી ખાઈ રહી હતી.

બાળકની સતત ખાંસી જોઈએ તેના પરિજનોએ પહેલા તો ખાંસીની દવા લઈને આપી પરંતુ ખાંસીમાં કોઈ અસર થયો નહિ અને બાળક પણ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતો રહ્યો, તો પરેશાન પરિજન તેને હોસ્પિટલ લઇ ગયા.ડોક્ટરોએ જયારે બાળકને જોયું તો તેમને પણ સતત થઇ રહેલી ખાંસી અને છાતીમાં દુ:ખાવાનું કારણ સમજમાં આવ્યું નહિ. તેના પછી ડોક્ટરોની ટીમે બાળકના છાતીનો એક્સરે પાડ્યો, તો તેમના તેમના હોશ ઉડી ગયા. એક્ષરે દ્વારા તેમને ખબર પડી કે શ્વાસ નળી અને ફેફસા નજીક કોઈ વસ્તુ ફસાઈ ગઈ હતી. જેના કારણે બાળકને સતત તકલીફ થઇ રહી હતી.

બાળકની સારવાર કરવા વાળા ડોક્ટર મનીષ મુજબ આ પ્રકારની સમસ્યામાં ઓપરેશન કરીને તે વસ્તુઓને બહાર કાઢવામાં આવે છે, પરંતુ બાળકની ઓછી ઉંમરને જોતા આવું કરવું સંભવ નહોતું. ડોક્ટરોને સમજમાં આવી રહ્યું નહોતું કે બાળકને આ દુ:ખાવાથી છુટકારો કેવી રીતે અપાય. પછી આખી ટિમ બાળકને બેભાન કરી એક ઉપકરણ તેના મોંના રસ્તે અંદર નાખ્યું અને ફસાયેલ વસ્તુને બહાર કાઢી.

બાળકના ફેફસામાં ફસાયેલી વસ્તુને કાઢવામાં આવી ત્યારે ડોક્ટરોને ખબર પડી કે તે રમકડામાં ઉપયોગ કરવામાં આવતી એલઇડી બલ્બ હતી. જે બાળકની રમત દરમિયાન ભૂલથી ગળી ગયો હતો અને તેને પણ તે સમય ખબર પડી નહિ. બાળકની આવી ભૂલ જોઈને હોસ્પિટલના ડોક્ટરે લોકોને સલાહ આપી કે બાળકો રમત સમયે તેમના પર ધ્યાન રાખો અને આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે મોંમાં એવી કોઈ પણ વસ્તુ ન લે જે પચી ન શકે. બાળકોને આવા બધા રમકડાંથી દૂર રાખો.