દાઝવા પર કરી લો આ ઘરઘથ્થુ ઉપચાર,મિનિટો માં મળી જશે રાહત..

0
178

ભારતીય ઘરોમાં સામાન્ય રીતે મહિલાઓ જ રસોડામાં જમવાનું બનાવે છે. તેવામાં અનેક પ્રસંગે રસોઈ કરતી વખતે કઢાઈનું તેલ ઉડીને તેમના હાથ ઉપર પડે છે કે પછી ગરમ કૂકર ભૂલથી સ્પર્શી જાય છે. તેવામાં હાથ દાઝી જાય છે અને દાઝવાનાં નિશાન બહુ વધારે પડી જાય છે.

આજે અમે આપને કેટલાક એવા પ્રાકૃતિક ઉપચારો બતાવીશું કે જેને આપ દાઝવા પર તરત જ ત્વચા પર લગાવી શકો છો, પરંતુ તે પહેલા એ જાણી લો કે જ્યારે પણ ત્વચા દાઝે, ત્યારે તરત જ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો. તે પછી પાણીમાં એક કૉટનનું કપડું પલાડી, તેને નિચોડી દાઝેલા સ્થાન પર વિંટી દો. તેનાથી દાઝવાથી પડનાર નિશાન નહીં રહે.એક વાર જ્યારે ત્વચામાં બળતરા ઓછી થઈ જાય, ત્યારે આપ નીચે આપેલા આ ઘરઘથ્થુ નુસ્ખાઓનો ઉપયોગ કરી શકો છો.

દાઝી જઈએ ત્યારે આપણે સામાન્ય રીતે ઘરેલુ ઉપાય અપનાવતા હોઈએ છીએ. જેમાંથી કેટલાક પ્રભાવશાળી હોય છે તો કેટલા નુકસાનકાર પણ હોય છે. દાઝી જાવ ત્યારે કેવી રીતે દાઝયા છો તે પણ મહત્ત્વનું છે અને એટલે તેનો ઈલાજ પણ તે પ્રકારનો જ હોવો જોઈએ.

દાઝવાના પ્રકારો

દાઝવાના જુદા જુદા પ્રકાર હોઈ શકે જેમ કે, ર્સ્ટ ડિગ્રીમાં સ્થિતિ ગંભીર નથી હોતી, ફક્ત જલન, ત્વચા લાલ થઈ જાય અથવા સૂઝી જતી હોય છે.સેકન્ડ ડિગ્રીમાં ત્વચાના આંતરિક સ્તરને અસર થાય છે જેને કારણે ફોલ્લા પડી જાય છે અને ત્વચા સફેદ અને ભીનીભીની થઈ જાય છે. આ ફોલ્લા ન ફોડવા જોઈએ કારણ કે તેમાં સંક્રમણ હોઈ શકે છે.થર્ડ ડિગ્રીમાં ત્વચાના તમામ સ્તર ડેમેજ થાય છે.ચોથી ડિગ્રી બર્નિંગમાં સ્નાયુઓ, અને હાડકાં સુધી ડેમેજ થાય છે.

શું છે ઉપચાર
ટામેટાનું જ્યૂસ
ટામેટામાં પ્રાકૃતિક બ્લીચિંગ ધરાવતા ગુણો હોય છે કે ડેડ સ્કિનને કાઢી સાફ ત્વચાને ઉપર લાવે છે. દાઝેલા સ્થાને ટામેટાનું જ્યૂસ લગાવો અને 15 મિનિટ સુધી રાખ્યા બાદ તેને ધોઈ નાંખો. એવું દિવસમાં બે વખત કરો. ફાયદો મળશે.

બદામ તેલ
વિટામિન ઈથી ભરપૂર બદામ તેલને દાઝેલા સ્થાને લગાવવાથી આરામ મળે છે. તેને દરરોજ રાત્રે સૂતા પહેલા લગાવો.

દહીં
1 ચમચી દહીંને ચપટી ભર હળદર સાથે મિક્સ કરો. પછી તેને પ્રભાવિત સ્થાને લગાવી 30 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો. તેને દરરોજ 2 વખત લગાવો અને દાઝેલાનાં નિશાનથી મુક્તિ પામો.

ટી બૅગ
ભીના ટી બૅગને ફ્રિઝમાં મૂકી દો અને તેને દાઝેલી ત્વચા પર લગાવો. તેને તે જ સ્થાને થોડીક વાર રહેવા દો અને જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે હટાવી લો. એવું દિવસમાં બેથી ત્રણ વાર કરો.

નાળિયેર તેલ
દિવસમાં અનેક વખત પોતાનાં નિશાન પર નાળિયેરનું તેલ લગાવો. તેનાથી પણ ડાઘા મટી જાય છે. માત્ર એક અઠવાડિયામાં આપને પોતાની જૂની ત્વચા પરત મળી જશે.

બટાકા
બટાકાની કેટલીક સ્લાઇસ કાપો અને તેને દાઝેલી ત્વચા પર મસળો. આ વિધિ દિવસમાં બે વાર કરો.

દૂધ
દૂધમાં પ્રોટીન તેમજ કૅલ્શિયમ હોય છે કે જે દાઝેલી ત્વચાને તરત જ સાજી કરી દે છે. ઠંડા દૂધમાં કૉટન બૉલ નાંખી તેને અસરગ્રસ્ત સ્થાને લગાવો. 5 મિનિટ પછી ધોઈ નાંખો. આવુ દિવસમાં ત્રણ વખત કરો.

Pouring milk in the glass on the background of nature.

એલોવેરા
દાઝેલી ત્વચા પર એલોવા લગાવવાથી ઠંડક પહોંચે છે અને ડાઘા પણ હળવા પડે છે. એલોવેરાને સીધું જ દાઝેલી ત્વચા પર લગાવો. પછી તેને સૂકાવા દો અને પછી તેને ધોઈ નાંખો. આ વિધિ દિવસમાં ત્રણ વાર કરો.

ડુંગળી
ડુંગળીને ઘસી લો અને તેના રસને રૂ વડે દાઝેલી ત્વચા પર લગાવો. તેનાથી ત્વચા જલ્દીથી સાજી થઈ જશે. એવું દિવસમાં બે વાર કરો.

મધ
મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે ત્વચાને તરત જ સાજી કરે છે. દાઝેલા સ્થાને મધ લગાડો અને 15 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો.

બેકિંગ સોડા
બેકિંગ સોડાથી ઇન્ફેક્શન દૂર થાય છે તેમજ ડેડ સ્કિન દૂર થઈ સાફ ત્વચા ઉપસી આવે છે. 1 ચમચી બેકિંગ સોડામાં થોડુંક પાણી મેળવી પેસ્ટ બનાવો અને દાઝેલી ત્વચા પર લગાવો. સૂક્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો.

બરફનું પાણી
ત્વચા દાઝી જાય તો જે જગ્યાએ દાઝયા હોવ ત્યાં સૌથી પહેલા ઠંડુ પાણી રેડો. જલન ઓછી થાય ત્યાં સુધી એટલે કે લગભગ ૨૦ મિનિટ સુધી ઠંડા પાણીના સંપર્કમાં રહો. ત્યારબાદ કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરો. એક સ્વચ્છ કપડાંને ઠંડા પાણીમાં બોળીને દાઝી ગયા હોવ ત્યાં ૫થી ૧૫ મિનિટ દાબી રાખવાથી પણ રાહત મળશે. થોડી થોડી વારે ભીનંુ કપડંુ દાઝી જગ્યાએ મૂકી રાખવાથી રાહત મળશે પણ વધુ ઠુંડા પાણી વાળુ કપડું મૂકી રાખવાથી બળતરા વધી શકે છે.

 

એલોવેરા જેલ
ફર્સ્ટ ડિગ્રી દાઝી ગયા હોય ત્યારે એલોવેરા જેલ ખૂબ ઠંડક આપે છે. એલોવેરામાં એન્ટિ- ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે ત્વચાને ઠંડક આપે છે. સાથે સાથે તે ઘામાં રક્ત સંચાર પણ વધારે છે. એલોવેરાના પાનમાંથી પણ જેલ કાઢીને દાઝેલા ભાગમાં લગાવવાથી રાહત મળશે.

એન્ટિબાયોટિક ક્રીમ
ત્વચા બળી જવાથી સંક્રમણનો ભય વધી જાય છે. બાહ્ય ચેપથી ફંગલ સહિતના ચેપ લાગી શકે છે એટલે તેના ઉપર એન્ટિબાયોટિક ક્રીમ લગાવવી જોઈએ. ક્રીમ લગાવીને એ જગ્યા ઉપર ડ્રેસિંગ અને મલમ પટ્ટી પણ કરી શકાય છે.

બળતરાને ઓછી કરવા માટે બટેટા વાટીને લેપ લગાડો. તેના ઉપયોગથી ઘણી રાહત મળે છે.દાઝવાની જગ્યા ઉપર તુલસીના પાંદડાનો રસ લગાડવાથી ડાઘ-ધબ્બા ઓછા નજરે પડે છે.પિતળની થાળીમાં સરસોનું તેલ અને પાણીને લીંબડાના પાંદડા સાથે મિલાવીને દાઝેલા ભાગ ઉપર લગાવવાથી ખૂબ જ જલ્દી આરામ મળે છે.કાળા તલ ને વાટીને દાઝેલા ભાગ ઉપર લગાવવાથી બળતરા અને ડાઘ-ધબ્બા થી છુટકારો મળે છે.