દહીં સાથે ભૂલથી પણ ના કરો આ વસ્તુ નું સેવન ,નહીં જીવ જોખમમાં મુકાઈ જશે

0
231

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રોજ દહીં ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. દહીંમાં રહેલાં તત્વો અપચો, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. પણ દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ, કારણ કે તેનાથી દહીંના ફાયદા મળતાં નથી અને નુકસાન થાય છે.

દહીં ખાઈને કેટલીક વસ્તુઓ ખાવાથી બોડીમાંથી ટોક્સિન્સ વધવા લાગે છે. જેના કારણે પેટમાં ગરબડ, ઊલટી, ગભરામણ જેવી સમસ્યા થાય છે.દહીં હેલ્થ માટે અત્યંત લાભકારી છે કારણ કે તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા, કેલ્શિયમ અને લેક્ટિક એસિડ હોય છે. જો તમે યોગ્ય રીતે દહીં ખાઓ તો ડાઈજેશન સુધારવા માટે તે બેસ્ટ છે. દહીંની સાથે ભૂલથી પણ ડુંગળી ન ખાવી જોઈએ. નહીં તો તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને હેલ્થને પણ નુકસાન થઈ શકે છે. દહીં સાથે અથવા દહીં ખાધા બાદ ડુંગળી ખાવાથી દાદર, એક્ઝિમા, ખુજલી, સોરાયસિસ જેવી સ્કિન સંબંધી સમસ્યાઓ અને પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

દહીં ખાધા બાદ ક્યારેય દૂધ ન પીવું,દૂધ અને દહીં બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાંથી બોડીને પ્રોટીન સહિત ઘણાં ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. પણ દહીં ખાધા બાદ દૂધ ન પીવું જોઈએ નહીં તો તે નુકસાન કરી શકે છે. દહીં ખાધા પહેલાં કે પછી ક્યારેય દૂધ ન પીવું નહીં તો સ્કિન ખરાબ થઈ શકે છે અને સ્કિનની સમસ્યાઓ થઈ શકે છે.

દહીં અને કેરી, જો તમે દહીં સાથે કેરી ખાવાનું પસંદ કરો છો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આજથી દહીં સાથે કેરી ખાવાનું બંધ કરો. કેરી અને દહીં ખાવાનું ભૂલતા નહીં. બંને શરીર માટે ઝેર બની શકે છે, કારણ કે તેની અસર પણ એક બીજાથી અલગ હોય છે. જો તે અલગથી ખાય તો તે સારું છે.

દહીં અને માછલી,ઘણા લોકો ફિશ સાથે દહીંનું સેવન કરે છે, આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો તમે પણ તેમાંના એક છો, તો આજથી જ મચ્છર સાથે દહીં ખાવાનું ટાળો. આનાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે. અનેક પ્રકારના રોગો તમારી આસપાસ આવી શકે છે. આ ફક્ત તમારા પાચનને અસર કરી શકતું નથી, પરંતુ તે પેટની ઘણી સમસ્યાઓ પણ પેદા કરી શકે છે.

દૂધ અને દહીં, દૂધ અને દહીંના વિવિધ ઉપયોગો અને ફાયદા છે. જો તમે બંને એક સાથે ખાઓ છો તો તમને ઉબકા અને પેટમાં અસ્વસ્થતા હોઈ શકે છે. દૂધ અને દહીં બંનેનું સેવન ન કરવું જોઈએ. આ કરવાથી, એસિડિટી, ગેસ અને ઉલટી થવાની સમસ્યા છે. આજથી દૂધ અને દહીં એક સાથે ખાવા જોઈએ.

દહીં અને ઉરદ દાળ,આ સંયોજન સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોઈ શકે છે. ઉરદની દાળ દહીં સાથે જ ન ખાવી જોઈએ. બંને પેટમાં જઈને શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ તમારા પાચનને અસર કરી શકે છે અને તમને નબળાઇ પાચનમાં સમસ્યા આવી શકે છે.જો તમારે તમારું પાચન સારું રાખવા માંગતા હોય તો તળેલા વસ્તુઓ સાથે દહીં ન ખાવું જોઈએ. મોટેભાગે લોકો પરાઠા સાથે દહીં ખાય છે પરંતુ આ તમારી પાચન પ્રણાલીને અસર કરી શકે છે.

જીવતા રહેવા માટેનાં મુખ્ય ત્રણ કારણો છે તેમાં આહાર બીજા સ્થાન પર છે. પહેલું શ્વસનક્રિયા અને ત્રીજા સ્થાન પર નિદ્રા છે. શરીરમાં લગાતાર નષ્ટ થઈ રહેલા કોશોની પૂર્તિની સાથે શરીરને પોષણ આહારથી જ મળે છે. ખાવામાં આવતો દરેક પર્દાથનો પોતાનો ગુણ-દોષ હોય છે, સેવન કરવાથી શરીર પર પ્રભાવ પાડે છે, પરંતુ તેની સાથે સાથે ભોજનને તૈયાર કરવા માટેની વિધિ, ખાવાનો ઢંગ, સ્થાન, સમય વગેરેનો પ્રભાવ પણ પડે છે. પૌષ્ટિક ભોજન પણ જો વધારે પ્રમાણમાં, ખોટી રીતે તૈયાર કરવામાં આવ્યું હોય કે, ત્રુટિપૂર્ણ રીતે કે અનુચિત જગ્યા પર કે અનુચિત સમયે ખાવાથી તે ભોજનથી લાભ થતો નથી અથવા તો તે ભોજનથી નુકસાન પણ થઈ શકે છે.

શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે ત્રિદોષ સંતુલન સ્થાપિત કરવો જરૂરી છે. અયોગ્ય ભોજનથી સંતુલન બગડી જાય છે. ઉદાહરણ તરીકે ઉતાવળમાં ભોજન કર્યું હોય તો બરાબર ચાવ્યું ન હોય તો વાતદોષ ઉત્પન્ન થાય છે. બિલકુલ એવી જ રીતે જો ભોજન બરાબર રાંધવામાં ન આવ્યું હોય કે બહુ જ વધારે પડતુ રંધાઈ ગયું હોય તો પણ તેના ગુણ બદલાઈ જાય છે. ઘણા ખાદ્ય પર્દાથના ગુણ રાંધ્યા પછી બદલાઈ જાય છે. કેટલાંક ભોજન ખાધા પછી લાભ કરે છે, પરંતુ તે જ ભોજન રાત્રે લેવાથી નુકસાન પણ કરતાં હોય છે. ઘણા આહાર કોઈ ઋતુમાં લાભ આપનાર હોય છે તો કોઈ બીજી ઋતુમાં નુકસાન કરનાર હોય છે.

વિરુદ્ધ આહારનો આમ વિચાર કરવો જોઈએ. ઘણા લોકો એવું જ વિચારે છે કે ભોજન તો ભોજન જ છે ને! વિરુદ્ધ આહારથી અજાણ હોય છે, પરંતુ આયુર્વેદની દષ્ટિએ જોઈએ તો આ વિપરીત પ્રકૃતિના ખાદ્ય પર્દાથો સાથે બનેલું ભોજન નુકસાનકર્તા હોય છે.દૂધ સાથે શું ન ખવાય – દૂધ એક સંપૂર્ણ આહાર છે, આથી તેની સાથે કશું જ ન ખાવું જોઈએ. અડદ, મઠ, મૂળા, લસણ, તરબૂચ, ખાટા અને નમકીન પદાર્થોનું સેવન લાભ કરવાને બદલે નુકસાન જ કરે છે, વિપરીત અસર કરે છે. આયુર્વેદમાં લખ્યું છે કે માછલી અને માંસ સાથે જો દૂધ લેવામાં આવે તો કુષ્ઠરોગ પણ થઈ જાય છે.

ખરેખર તો દૂધ એક સંપૂર્ણ આહાર છે, તેનું સેવન કરવાથી પાચનતંત્ર દૂધની સાથે પાચનક્રિયા માટે સક્રિય થઈ જાય છે. પછી જો માંસ કે ઈંડાં પણ સાથે ખાવામાં આવે તો પાચનતંત્ર ઉપર વધારે બોજ આવી પડે છે. બીજું કે પેટમાં દૂધ જાય પછી દહીં બની જતું હોય છે. એટલે જ્યાં સુધી દહીં ન પચે ત્યાં સુધી અન્ય પદાર્થ પચતા નથી.શાકાહારી ભોજન પછી તરત જ દૂધ ન પીવું જોઈએ. આમ કરવાથી પણ પાચનતંત્ર પર ખોટી અસર પડે છે.દહીં સાથે શું ન ખાવું?દહીંનું સેવન સવારે નાસ્તા સાથે ન કરવું જોઈએ, બપોરના ભોજનમાં દહીં લેવું ઠીક છે, પણ સાંજના ભોજનમાં દહીં ન લેવું. જો ખાવું જરૂરી હોય તો તેમાં શેકેલું જીરુ, કાળાં મરી અને ઘી મેળવીને લઈ શકાય. રાત્રે ગળ્યું દહીં ખાવાથી લોહીની ઊણપ, ચક્કર આવવાં, કમળો કે તાવ આવવો જેવી તકલીફ થઈ શકે છે.

દહીં પાચનમાં મદદ જરૂર કરે છે, પરંતુ કેટલીક ચીજો સાથે તાલમેલ ન હોવાથી, જેમ કે માસાંહાર સાથે દહીં ન લેવાય. મટન કે માછલી સાથે દહીં મેળવીને ન ખવાય. આમ કરવાથી એલર્જી કે અન્ય વિકાર ઉત્પન્ન થઈ શકે છે. દહીં સાથે ગરમ ચીજો પણ ન ખવાય.ખાટાં અને મીઠાં ફળો એકસાથે ન ખવાય – કેળાં, ખજૂર, ચીકુ, પપૈયું વગેરે મીઠાં ફળોમાં ગણાય તેની સાથે દ્રાક્ષ, મોસબી, સંતરા જેવા ખાટા ફળો ના ખવાય. આમ કરવાથી વિકાર તો ઉત્પન્ન નથી થતાં પરંતુ પચવામાં તકલીફ પડે છે.

સલાડ કે શાકમાં લીંબુ નીચોવીને ખાવું પણ અયોગ્ય છે.સ્ટાર્ચ અને પ્રોટીન એકસાથે ન લેવાં જે ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ હોય છે તે ક્ષારથી પચતો નથી, પણ પ્રોટીનને અમ્લ પચાવે છે.સ્ટાર્ચ અને પ્રોટીન બન્ને સાથે લેવાથી હાઇડ્રોક્લોરિક અમ્લ સ્રાવિત થઈને પહેલાં પ્રોટીન પચવા માંડે છે અને સ્ટાર્ચ પચ્યા વિના આમાશયમાં પડી રહે છે. જ્યારે તે નાના આંતરડામાં પહોંચે છે. ત્યાં સુધીમાં તે ખરાબ થઈ ચૂક્યું હોય છે. અમ્લ અને ક્ષારમાં વિરોધી પ્રક્રિયા થવાથી પ્રોટીનનું પાચન પણ ઠીક રીતે થતું નથી. એટલે પાચનક્રિયા બગડે છે.ઘઉં, ચોખા, બટાકા વગેરે સ્ટાર્ચયુક્ત ભોજન છે. અને ઈંડાં, માંસ, માછલી પ્રોટીનયુક્ત છે. પ્રોટીન અને અમ્લીય ભોજન એકસાથે ન લેવાય.

ઠંડાં અને ગરમ પીણાં એકસાથે લેવાથી શરીરમાં સામંજસ્ય નથી રહેતું, દાંત અને પાચનક્રિયા બન્ને પર અસર પડે છે. એટલે ઠંડું ગરમ સાથે ન લેવાય.મીઠાં ફળો સાથે ખાંડ કે મીઠાઈ ન ખાવી જોઈએ.શાક અને ફળ એકસાથે ન ખાવાં જોઈએ.પપૈયું, કાકડી, તડબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ.ચોખા ખાધા પછી તરત પાણી ન પીવુ, થોડી વાર પછી પાણી પીવું.ઘી અને મધ સરખા પ્રમાણમાં ન ખાવાં જોઈએ.જ્યાં સુધી ભોજન પચી ન જાય ત્યાં સુધી દૂધ ન પીવું જોઈએ.ખીર અને ખીચડી સાથે ના ખાવા.ઘી અને તેલ સરખા પ્રમાણમાં મેળવી સેવન ન કરવું જોઈએ.મધુર રસયુક્ત પર્દાથોની સાથે કડવા અને નમકીન પદાર્થનું સેવન ન કરવું જોઈએ.