દાદીમાના આ ઘરેલુ ઉપચાર ખૂબ કામના છે,તમારા આ 30 રોગો નો થઈ જશે ખાત્મો, જાણી લો કામ ની માહિતી…

0
409

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.સવાર સાંજ ભોજન પછી બન્ને પાકાં કેળાં ખાવાથી વધુ પડતો પેશાબ થવાની તકલીફ મટે છે.મધુપ્રમેહના દર્દી પણ આ પ્રયોગ કરી શકે.બોરડીનાં કુમળાં પાન અને જીરું મેળવી પાણીમાં ઘૂંટી તેનો રગડો કરી ગાળીને પીવાથી ગરમીથી રોકાયેલો પેશાબ સાફ ઊતરે છે.

મૂળાના પાનના રસમાં સોડા બાય કાર્બ મેળવીને પીવાથી પેશાબ સાફ આવે છે.સીતાફળીનું મૂળ પાણીમાં ઘસી પીવાથી બંધ થયેલો પેશાબ છૂટે છે.ફોતરાં સાથેની ૧ થી ૧.૫ ગ્રામ એલચી ખાંડી ૧૦૦ ગ્રામ પાણી અને ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી,બેચાર ઊભરા આવે ત્યારે ઉતારી , ઢોકી દઈ ઠંડું થયા બાદ સાકર મેળવી , અર્ધા કલાકે ૧૦૦-૧૦૦ ગ્રામ પીવાથી પેશાબ છૂટે છે.અને મૂત્રાઘાત મટે છે.

એલચીદાણા અને સુંઠ સમભાગે લઈ , દાડમના રસમાં કે દહીંના નિતર્યા પાણીમાં સિંધવ મેળવી પીવાથી પેશાબ છૂટે છે અને મૂત્રાઘાત મટે છે.એલચીનું ચૂર્ણ મધમાં મેળવી ચાટવાથી મૂત્રકુછુ મટે છે.તડબૂચનાં બી પીસી ૧૫ ગ્રામ પાણીમાં સાકર ભેળવી પીવાથી અને તડબુચની છાલ પીસી પેઢા પર લેપ કરવાથી પેશાબની છૂટ થાય છે. પેશાબ ઓછો આવતો હોય , બળતરા સાથે આવતો હોય કે કોઈ તકલીફ જણાય તો ગોખરુનો ભૂકો પાણી સાથે લેવાથી ઘણી રાહત થાય છે.

ગરમ દૂધમાં ગોળ ઓગાળી પીવાથી પેશાબના રોગો મટે છે.તાજો નીરો પીવાથી પેશાબના રોગો મટે છે. શૈયામૂત્ર.સાંજે પ્રવાહી બને તેટલું ઓછું આપવું અને સાંજના આહારમાં બટાટા અવશ્ય આપવા.ખાવાથી નષ્ટ સાંજે બટાટા ખાવાથી રાત્રે પેશાબ કરવાની તકલીફ મટે છે ?લોધની છાલનો ઉકાળો સવાર સાંજ ૪૦ ૪૦ ગ્રામ પીવાથી પથારીમાં પેશાબ કરવાની ટેવ છૂટી જાય છે.પેશાબ માર્ગે બળતરા,ભાતના ઓસામણમાં થોડું દૂધ અને થોડી ખાંડ મેળવી રોજ થોડા દિવસ સુધી લેવાથી પેશાબ માર્ગે થતી બળતરા મટી જાય છે.

અન્ય આહાર જાડે આ આહાર દરરોજ બંને સમય નિયમિત લેતા રહેવું મધુપ્રમેહના વ્યાધિમા પણ મર્યાદિત પ્રમાણમાં સેવન કરી શકાય ,ઉમરાનું પાન તોડી તેમાંથી નીકળતું દૂધ સાકરમાં મેળવી ખાવાથી પેશાબની બળતરા મટે છે.એક ડુંગળી છીણી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી , ગાળીને દિવસમાં ત્રણેક વખત પીવાથી એકાદ અઠવાડિયામાં જ પેશાબની બળતરા મટવા લાગે છે.પ્રયોગ વધુ લંબાવવો હોય તો લંબાવી શકાય ,નાળિયેરના પાણીમાં ગોળ અને ધાણાનું ચૂર્ણ મેળવી શરબત જેવું બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે.

૪૦ ગ્રામ કાળી દ્રાક્ષ ઠંડા પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી , ગાળી , થોડા જીરુંની ભૂકી નાખી પીવાથી પેશાબની ગરમી મટે છે.કેળનું ૪૦-૫૦ ગ્રામ પાણી ગરમ કરેલા ધીમાં નાખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છૂટી જાય છે.પેશાબ અટકી અટકીને થવો , વધુ થવો કે બળતરા સાથે થવો વગેરેમાં તલ ખાવાથી લાભ થાય છે.પેશાબ ઓછો આવતો હોય , બળતરા સાથે આવતો હોય , અટકી અટકીને આવતો હોય તો વડના સૂકા પાંદડાનો ઉકાળો પીવો.

અળવીના પાનનો રસ ત્રણ દિવસ પીવાથી પેશાબની બળતરા મટે છે.એલચીને આમળાંના રસ કે તેના ચૂર્ણ સાથે લેવાથી પેશાબની બળતરા મટે છે. કાકડી તથા લીંબુના રસમાં થોડું જીરું તથા સાકર નાખી ખાવાથી પેશાબની બળતરા મટે છે.ચીકુ સાકર સાથે ખાવાથી પેશાબની બળતરા મટે છે. લીંબુના રસમાં જવખાર મેળવી પીવાથી પેશાબની બળતરા મટે છે.પેશાબ વારંવાર,દરરોજ ભોજનમાં એકાદ વાડકી પાલખનું શાક , સૂપ કે રસનું સેવન કરવાથી વારંવાર પેશાબની તકલીફ મટે છે.

દરરોજ સવાર , બપોર , સાંજ ૧૦૦-૧૦૦ ગ્રામ જેટલું પાઈનેપલ , મરી અને સાકરનું ચૂર્ણ ભભરાવીને ખાવાથી વધુ પડતો અને વારંવાર પેશાબ થતો હોય તો પ્રયોગ નિયમિત કરવાથી થોડા જ દિવસોમાં ફરિયાદ સમૂળી નષ્ટ થાય છે.બહુમૂત્રતા એ ડાયાબીટીસનું એક લક્ષણ છે.જેમને ડાયાબીટીસ વગર બહુમૂત્રતા હોય તો દરરોજ સવાર સાંજ ૧ કે ૪ ચમચી અજમાનું ચૂર્ણ , કાળા તલ અને સોપારી જેટલો ગોળ મિશ્ર કરી લેવાથી લાભ થાય છે.

જાંબુના ઠળિયાની ઉપરની છાલનું ચૂર્ણ સવાર સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી બહુમૂત્રતા મટે છે.શીંગોડાનો લોટ , સાકર અને પી સમાન ભાગે બરાબર મેળવી દરરોજ સવારે લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું નથી , ડાયાબીટીસ ન હોય તેમને આ પ્રયોગ ખપનો છે. ૧-૧ મુઠી શેકેલા ચણા ગોળ સાથે સવાર , બપોર , સાંજ ખાવાથી બહુમૂત્રની તકલીફ મટે છે.ડાયાબીટીસની તકલીફ હોય તો ગોળનું પ્રમાણ અવસ્થા મુજબ નક્કી કરવું , અથવા ગોળ ન લેવો , તે સિવાયના સંજોગોમાં ગોળથી કોઈ હાનિ નથી.

પેશાબની અટકાયત,૫૦ ગ્રામ કારેલીનાં પાનનો રસ જરાક હિંગ મેળવી પીવાથી પેશાબની છૂટ થઈ મૂત્રાઘાત મટે છે,કાકડીનાં બી , જીરું અને સાકર વાટી પાણીમાં મેળવી પીવાથી મૂત્રઘાત મટે છે.૧ ગ્રામ મીઠું ૧૦૦ થી ૨૦૦ મિલિ , ઠંડા પાણીમાં મેળવી રોજ સવારે પીવાથી મૂત્રાવરોધ તથા મૂત્ર ગંદુ હોય તો તે મટે છે.મીઠા લીમડાના પાનના ૪૦ ગ્રામ રસમાં ૧ ગ્રામ એલચીનું ચૂર્ણ નાખી પીવાથી મૂત્રાવરોધ દૂર થઈ પેશાબ સાફ થાય છે.

મૂળાના પાનના રસમાં સોડા બાય કાર્બ મેળવીને પીવાથી મૂત્રાવરોધ મટે છે.કુમળા મૂળાના પાનના રસમાં સુરોખાર પોટેશ્યમ નાઈટ્રેટ નાખી હૂંટી પર લેપ કરવાથી મૂત્રાધાત મટે છે.હિંગને વરિયાળીના અર્કમાં આપવાથી મૂત્રાવરોધમાં ફાયદો થાય છે.મૂત્ર ટીપે ટીપે ઉતરવું , પેઢામાં દુઃખાવો જેવાં દમાં સાદુ ગરમ પાણી અથવા ગોખરું કે ધાણા નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થશે.જવ પેશાબ વધારે છે. વધુ પડતો પેશાબ થવો , રાત્રે પેશાબ માટે ઊઠવું , બાળકો પથારીમાં પેશાબ કરે વગેરે તકલીફોમાં ઉમરડાનું દૂધ અને ફળ લાભ કરે છે.

ખુલાસાથી પેશાબ ન થતો હોય તો તડબૂચનાં બી પીસી ૧૫ ગ્રામ પાણીમાં મેળવી સાકર નાખી પીવાથી તથા તડબૂચની છાલ પીસી પેઢા પર લેપ કરવાથી પેશાબ છૂટે છે.દોઢ કપ દૂધમાં એટલું જ પાણી અને થોડી ખાંડ નાખી ચાર પાંચ એલચીના દાણા છોતરાં સાથે વાટીને નાખવા.પાંચ ઉભરા પછી ઉતારી ઠર્યા પછી ગાળીને પીવાથી કષ્ટ સાથે ટીપે ટીપે થતા પેશાબમાં લાભ થાય છે.પેશાબ વાટે ધાતુ જાય.એલચી અને શેકેલી હિંગનું ૧ કે ૨ ગ્રામ ચૂર્ણ ઘી અને દૂધ સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો ફાયદો થાય છે.

પેશાબમાં ધાતુ જતી હોય તો વડના મૂળની છાલનો ઉકાળો કરી પીવો.ત્રણ નંગ એલચી અને સાત નંગ તરબૂચનાં બીજ વાટી એક કપ પાણી અને એક કપ દૂધમાં નાખી ખૂબ ઉકાળી પાણીનો ભાગ બળી જાય ત્યારે પીવાથી પેશાબ વાટે ધાતુ જવાની ફરિયાદ ધીમે ધીમે મટે છે. પેશાબ બરાબર ન આવતો હોય કે પેશાબ વખતે દાહ બળતરાની તકલીફ હોય તેમાં પણ આ ઉપચારથી લાભ થાય છે. પ્રયોગ દરરોજ સવાર સાંજ નિયમિત કરવો.

પેશાબમાં લોહી, ૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ ૨૫૦ મિ.લિ. ગાય કે બકરીના દૂધમાં પીવાથી વેદના સાથે પેશાબમાં લોહી પડતું હોય તો તે રક્તસ્ત્રાવ અને વેદના બંને મટે છે.પેશાબમાં લોહી પડતું હોય તો વડનાં લીલાં પાન પાણીમાં વાટી ચટણી જેવું કરી ખાવાથી મટે છે.ચંદનનો બારીક પાઉડર દર બે કલાકે સાદા પાણી સાથે નિયમિત લેવાથી અને સારું થયા પછી પણ થોડા દિવસ લેવાનું ચાલુ રાખવાથી પેશાબમાં લોહી પડતું હોય તે મટી જાય છે.

પેશાબના રોગામાં મગ, દરરોજ એક મૂઠી મગ સવાર,સાંજ નિયમિત ખાવાથી પેશાબ સંબંધી ફરિયાદ મટે છે.મગ ફણગાવીને , બાફીને રાંધીને , મગનું પાણી કે મગની દાળ બનાવીને પણ આહારમાં લઈ શકાય.એમાં સૌથી વધુ અસરકારક મગનું પાણી છે.પેશાબમાં પરું પેશાબમાં પરું જતું હોય તેવો યુરિન રિપોર્ટ આવે તો સાદડની છાલનો ઉકાળો કરીને સવાર સાંજ ૪૦-૪૦ ગ્રામ પીવાથી પેશાબમાં આવતું પરું મટે છે.