કોન્સ્ટેબલ હતો યુવક તનતોડ મહેનત બાદ બન્યો IPS ઓફિસર,જુઓ ફોટા……

0
105

રાજસ્થાનના ઝૂંઝૂનુંમાં રહેતા વિજયસિંહ ગુર્જરની વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી થઈ. ત્યારબાદ પણ તેમણે આકરી મહેનત.રાજસ્થાનમાં કર્યો પ્રાથમિક અભ્યાસ,વિજયસિંહ ગુર્જરનો જન્મ રાજસ્થાનના ઝૂંઝૂનુમાં થયો હતો અને તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ પણ રાજસ્થાનમાં જ કર્યો. વર્ષ 2002માં 10મું ધોરણ પાસ કર્યું અને 2004માં 12માં ધોરણની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેમણે વર્ષ 2009માં સંસ્કૃત સાથે ગ્રેજ્યુએશન કર્યું.

સરકારી નોકરી માટે સંસ્કૃતમાં કર્યું ગ્રેજ્યુએશન,વિજય સિંહ ગુર્જરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પપ્પા ઈચ્છતા હતા કે હું અભ્યાસ બાદ શિક્ષક બનું. સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું કારણ કે તેમાં પ્રોફેસર બનવું સરળ હતું. આ સાથે જ સરકારી નોકરીની પણ તૈયારી કરવા લાગ્યો. પરંતુ રાજસ્થાનમાં શિક્ષકની ભરતી , સેનાની ભરતી, રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં અસફળ રહ્યો.

2010માં દિલ્હી પોલીસમાં જોડાયા,વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે એક મિત્રએ મને દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી માટે દિલ્હી આવીને તૈયારી કરવાની સલાહ આપી. ત્યારબાદ મેં એમ કર્યું અને 2010માં મારી પસંદગી થઈ ગઈ. કોન્સ્ટેબલથી બન્યા સબ ઈન્સ્પેક્ટર,કોન્સ્ટેબલના પદ પર ભરતી થયા બાદ વિજય સિંહ ગુર્જરે ખુબ મહેનત ચાલુ રાખી અને વર્ષ 2010માં દિલ્હી સબ ઈન્સ્પેક્ટરના પદ માટે તેમનું સિલેક્શન થઈ ગયું.

ત્યારબાદ બન્યા ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર,વિજય સિંહ ગુર્જરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ વર્ષ 2012માં તેમણે એસએસસી ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષામાં સફળતા મેળવી અને તેમની પસંદગી કેરળમાં સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમમાં થઈ. ત્યારબાદ વર્ષ 2014માં (SSC) પાસ કરી અને ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટરનું પદ તેમને મળ્યું.

નોકરીની સાથે રોજ 6 કલાક અભ્યાસ,ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટરના પદ માટે પસંદગી થયા બાદ વિજય સિંહ ગુર્જરે યુપીએસસીની તૈયારીઓ કરવાનું વિચાર્યું અને તનતોડ મહેનત કરવા લાગ્યા. આ માટે તેઓ નોકરીની સાથે સાથે રોજ 6 કલાક અભ્યાસ કરતા હતા. યુપીએસસીની સિવિલ પરીક્ષા 2017માં તેમણે પાસ કરી. તેમને 574 રેંક મળ્યો હ તો. એક કોન્સ્ટેબલમાંથી આઈપીએસ ઓફિસરના પદ સુધી તેઓ પહોંચ્યા.

તામિલનાડુના નાનાં એવા ગામમાં રહેતી એન.અંબિકા નામની છોકરીના માત્ર ૧૪ વર્ષની ઉમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા.અંબિકા જ્યારે ૧૮ વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તામિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો.એકવખત પોલીસ કોન્સ્ટેબલ પતિ પરેડ જોવા માટે અંબિકાને સાથે લઇ ગયેલો. ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ પણ પુરો ન કરનારી અંબિકાએ જિંદગીમાં પહેલી વખત શાનદાર પરેડ જોઈ.

પરેડના મુખ્ય મહેમાન આઈપીએસ ઓફિસર હતા. અંબિકાએ જોયું કે આઈપીએસ ઓફિસરને ખૂબ માન અને સન્માન સાથે આદર મળી રહ્યો હતો. બીજા પોલીસ અધિકારીઓ પણ આ મોટા સાહેબની આગળ પાછળ દોડતા હતા.ઘરે આવીને અંબિકાએ પતિને પૂછ્યું કે આ મોટા સાહેબ કોણ હતા ? પતિએ ઓછું ભણેલી પત્નીને આઈપીએસ ઓફિસર અંગે બધી વાત વિગતવાર કરી.

આઈપીએસ બનવા માટે યુપીએસસીની કઠિન પરીક્ષા પાસ કરવી પડે. આ માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો હોય પછી આવું માન સન્માન મળે એ બધી વાત સમજાવી. અંબિકાએ રાતભર પતિની વાતો પર વિચાર કર્યો.બીજા દિવસે એમણે એના પતિને કહ્યું કે હું પણ આ પરીક્ષા આપું અને પાસ કરું તો હું પણ આઈપીએસ ઓફિસર બની શકું? પતિએ કહ્યું, હા, તું પણ બની શકે પણ એ માટે કોલેજ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

તે ૧૦મુ ધોરણ પણ પાસ નથી કર્યું એટલે આ પરીક્ષા આપવા માટે પહેલા તો તારે કોલેજ સુધીનો અભ્યાસ કરવો પડે પછી યુપીએસસીની પરીક્ષા આપી શકે.જેમણે બોર્ડની પરીક્ષા પણ પાસ નહોતી કરી એવી ૨ સંતાનોની માતા અંબિકાએ કહ્યું કે જો તમે મને મદદ કરો અને મંજૂરી આપો તો હું કોલેજ પુરી કરીને આ પરીક્ષા આપવા માંગુ છું.

કદાચ બીજો કોઈ પતિ હોત તો પત્નીના આવા વિચાર પર એને હસવું આવ્યું હોત પણ આ પતિ જુદી માટીનો હતો એમણે પત્ની અંબિકાને આગળના અભ્યાસ માટે અને યુપીએસસીની પરીક્ષા માટે મંજૂરી આપી.આઈપીએસ ઓફિસર બનવાનું સપનુ પૂરું કરવા માટે બે દીકરીઓની માતા અંબિકાએ વર્ષો પછી ફરીથી અભ્યાસ શરુ કર્યો.

એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ધો.૧૦ની અને ધો.૧૨ની પરીક્ષાઓ પાસ કર્યા પછી કોલેજ પણ પુરી કરી. પોતે જ્યાં રહેતા હતા ત્યાં આ પ્રકારની પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી શકે તેમ નહોતું એટલે યુપીએસસીનાં કોચિંગ કરવા માટે અંબિકા ચેન્નાઈ ગઈ.કોચિંગ બાદ એણે યુપીએસસીની પરીક્ષા આપી પણ નિષ્ફળતા મળી. એક પછી એક એમ કરતા એમણે ૪ ટ્રાય આપી.દરેક વખતે મળતી નિષ્ફળતાને પચાવીને પોતાના સપનાઓ પુરા કરવા માટે એ આગળની પરીક્ષાની તૈયારીમાં લાગી જતી. ચોથા પ્રયાસમાં એ સફળ થઈ. સારા રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ ઓફિસર બની ગઈ.

પ્રચંડ પુરુષાર્થ અને પતિના સહકારથી અશક્ય લાગતું કામ અંબિકાએ શક્ય કરી બતાવ્યું. એન. અંબિકા અત્યારે મુંબઈમાં ઝોન-૪ના ડીસીપી તરીકે તેમની સેવાઓ આપે છે.મિત્રો, આપણે નાની એવી મુશ્કેલીઓમાં પણ ફરિયાદ કરતા હોઈએ છીએ અને સામાન્ય નિષ્ફળતામાં પણ હથિયાર હેઠા મૂકી દેતા હોઈએ છીએ,ત્યારે જેને બાળવયમાં જ પરણાવી દેવામાં આવી એવી એન.અંબિકાએ સમાજ સામે કોઈ ફરિયાદો કરવાને બદલે શ્રદ્ધા પૂર્વકની જાત મહેનત દ્વારા જિંદગી જ બદલી નાંખી.